________________
પ્રથમ શ્રેણી : ૧ :
સુમંગળાએ એક જોડલાને જન્મ આપે. તેનું નામ ભારત અને બાહ્યી રાખવામાં આવ્યાં. સુનંદાએ પણ એક યુગલને જન્મ આપે. તેમનાં નામ બાહુબલી ને સંદરી પાડવામાં આવ્યા. એ રીતે શ્રી અષભદેવ સ્વામિની સંતતિ ઘણા પુત્રાદિની થઈ.
શ્રી કષભદેવ સ્વામિ પ્રથમ તીર્થકર થવાના હતા. ભરતજી અને બાહુબલી પણ બહુ વિખ્યાત છે. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી થવાના હતા. અને તે બેઉ ભાઈઓ પણ તે જ ભવે મોક્ષે જવાના હતા. અને શ્રી મરૂદેવાજી માતા તો નિગોદમાંથી બહાર નીકળી કેળના એક જ વનસ્પતિના ભવ પછી તુરત જ તે જ ભવમાં મેલે જવાના હતા. આ બધા ઉત્તમોત્તમ આત્માઓનો સુયોગકે અનુપમ ગણાય?
અત્યારસુધી ધર્મનું નામ પણ યુગલીઆ હોવાથી કઈ જાણતા ન હતા. ધર્મનાં બીજ આ પ્રભુજીએ રાખ્યાં. ભારતભમિના સાચા ઉદ્ધારની દિશા આ પ્રભુશ્રીએ બતાવી. સંખ્યાબંધ આત્માઓને સંસાર-કારાગારથી છેડાવ્યા. દુઃખથી મુક્ત કર્યા. સુખનો માર્ગ બતાવ્યો, જ્ઞાનપ્રકાશ પાથર્યો. એવા ભગવાન આપણું શરણ હો!
આપણે જાણીએ છીએ, કે વીશ કેડાકોડી સાગરોપમ વર્ષનું એક કાળચક્ર થાય છે, તેના બે વિભાગ કરવા. એક ચડતો કાળ તેનું નામ ઉત્સર્પિણીકાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com