SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બાળજીવન ગ્રંથાવલી : ને એક ઉતરત કાળ તેનું નામ અવસર્પિણી કાળ. આપણે આ સમય અવસર્પિણી કાળને છે. એટલે દિવસે દિવસે સુખ ઓછું જોવામાં આવે, ને ન દેખેલાં દુઃખને અનુભવ કરવો પડે. ક્રમે કરી જમીનના રસકસ, મધુરતાદિ ગુણ પણ ઓછા થતા ગયા. આયુષ્ય ઓછા થતા ગયા, અને કલ્પવૃક્ષો પણ ઘટી ગયા. એટલે કજીઆ શરૂ થવા લાગ્યા. વેર ઈષ્યના અંકુરાઓ ફૂટવા લાગ્યા. અવસર એ આવ્યો, કે કલ્પફળ મળવાં બંધ થયાં. ખેતીવાડી કેાઇને આવડતી નહિ. બધા જાય નાભિકુલકર પાસે ફરિયાદ કરવા. લડે ઝઘડે તોય ફરિયાદ કરવા ત્યાં જ જાય. હવે તે શ્રી ઋષભદેવે રસ્તા બતાવ્યા. કલ્પવૃક્ષના ફળ ન મળે તે અનાજ જોઈએ. અનાજ ખેતીવાડી વિના થાય નહિં. વનસ્પતિ ફળફૂલથી પેટ ભરવા માંડ્યું. અનાજ થયું, તે પણ કાચું ખાય તે કેમ પચે? ખાધું પચે નહિં. પકાવવાના રસ્તા જાણ્યા, એટલે હાથથી મસળીને, પછી પડીમાં પલાળીને, કાખમાં ગરમાટો આપીને ખાતાં પણ બહુ નમ્યું નહિં. એમ કાળાન્તરે સંઘર્ષણથી થયો અગ્નિ. લોકોએ કોઇ દિવસ દેખેલ નહિં, બધા કહેવા લાગ્યા “આ તો રાક્ષસ છે કે શું?” ભગવાન પાસે ગયા. જવાબ મળ્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy