________________
: ૨૨ :
માળજીવન : ૧ : ૨ :
શ્રાવણ સુદી પચમીએ જનમ્યા. દેવાએ મેરુપ ત પર જન્મમÒાત્સવ ઉજન્મ્યા. ચાવીસ તીર્થંકર પૈકીના આ આવીસમા તીર્થપતિ થવાના હતા. તેમનું નામ અરિષ્ટનેમિ એવું રાખવામાં આવ્યું, તેમનું રૂપ, લાવણ્ય, બળ અને ગાંભીય એવા ઘણા પ્રયાસે પ્રામ થાય તેવા સંખ્યાતીત ગુણા તેમની સ્પર્ધા, અનુકરણ કે અદેખાઇ કરવા ચાગ્ય હતા. આજના માનવીઓનુ આયુષ્ય જેમ પાણાસાથી સ વર્ષનું ગણાય છે, તેમ તે પ્રભુજીના સમયમાં મનુષ્યેા હજાર જેટલા વર્ષા લગભગ જીવતા. શિવામાતાના એ લાડકવાયા નેમજી, માતપિતાને કૃષ્ણ વગેરે કુટુંબીઓને અને પ્રજાજનાને અત્યંત પ્રિય થઇ પડ્યા. પૂર્વના મહાન પુણ્યના યાગે પ્રભુજીને અવધિજ્ઞાન તા જન્મથી જ હતું. આવુ વિશેષ જ્ઞાન માનવીઓમાં કાઇકને જ મહાપુણ્યે સાંપડે છે. નારકીઓને અને દેવતાઓને, પક્ષીઓની ઉડવાની શક્તિની જેમ, તે જ્ઞાન સ્વાભાવિક મળે છે, ધીમે ધીમે કુમાર અવસ્થા પ્રભુની ખીલતી ગઇ. તેમને મળનુ અભિમાન ન હતુ. એટલે કાઇ તરફથી એમને કાઇ પ્રકારના ગભરાટ કે ડર ન હતા. વૈભવમાં તેમને ગવ ન હતા. એ તા સંસારી આત્માઓના ગને ઉતારવા માટે મથનારા હતા. પરાશ્રયી અવસ્થાના તે સાચા વિરાધી હતા. આત્માને સ્વતંત્ર બનાવવાના સ્વાશ્રયી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com