________________
૧૨
બાળજીવન ગ્રંથાવાળી : ભગવાનના ગણધરે શ્રી પુંડરીક સ્વામિ પ્રમુખ હતા. એક લાખ પૂર્વ સુધી ભગવાને ચારિત્ર પાળ્યું તીથાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર પ્રભુજી નવાણું પૂર્વ વાર પધાર્યા છે, એટલે તે આપણે નવાણું યાત્રા શ્રી સિદ્ધગિરિજીની કરીએ છીએ.
આ પૃથ્વી તળ ઉપર પ્રભુજીએ કેડે વર્ષો સુધી ધર્મનો બહુ જ ઉત્તમ ઉપદેશ આપ્યો. કેડે ભવિ આત્માઓ તે સાંભળીને બુઝક્યા, અને દીક્ષા લઈ મોક્ષે પણ બહુ મોટી સંખ્યામાં ગયા છે. ભરત ચક્રવત્તની પાટ ઉપર આવેલા અસંખ્યાતા રાજાઓ દીક્ષા લઈને મેલે ગયા છે અને અસંખ્યાતા સ્વર્ગવિમાનમાં ગયા છે.
ભગવાન શ્રી રાષભદેવ સ્વામી શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર દશ હજાર મુનિઓ સાથે અણુસણ કરીને મોક્ષે ગયા છે. અને શ્રી પુંડરીક સ્વામિ આદિ પાંચ કેડ મુનિવર સાથે એક માસનું અણુસણ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ચૈત્રી પૂર્ણિમાના દિવસે જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણને અંત કરીને સદાનું જ્યાં અનંતુ સુખ છે, એવી મુક્તિપુરીમાં ગયા છે. શ્રી ભરતજીને પણ આરિલાભુવનમાં કેવળજ્ઞાન થયું છે.
એ મરૂદેવા માતા, એ ભગવાન ગઢષભદેવ સ્વામિજી, અને એ પુંડરીક સ્વામિ ભગવાન, જે શ્રી શત્રુજયની શોભા વધારી રહ્યા છે, તે સઉનું કલ્યાણ કરે!
એ તીર્થનાથ ભગવાનને નમસ્કાર હો..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com