________________
: ૪ર :
બાળજીવન ગ્રં. : ૧ : ૨ : રૈવતક નામના બગીચામાં અશોક વૃક્ષની નીચે પ્રભુજીએ શિબિકામાંથી ઉતરી, સ્વયં આભરણ અલંકારેને ઉતારી, પંચમુષ્ટિ લેચ કરી, છઠ્ઠ તપ કરી. ચિત્રા નક્ષત્રનો ચંદ્ર ચોગ થતાં, દેવદૂષ્ય ખભે ગ્રહણ કરી, એક હજાર પુરુષની સાથે ક્રાડે માન અને દેવોની હાજરીમાં દીક્ષા અંગીકાર કરી. ભગવાન તે હવે પરમનિસ્પૃહ બન્યા. નિર્મમત્વ ગુણને ધારણ કરનાર એ વિભુ અનેક ગામ ને નગરમાં ચેપન (૫૪) દિવસ માનપણે વિચર્યા. પંચાવનમે દિવસે શ્રી ગિરનાર મહાતીર્થ ઉપર સહસ્સામ્ર વનમાં પ્રભુજીને કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવેન્દ્રો આવ્યા. સમોસરણની રચના કરી. તેમાં વિરાજમાન થઈ પ્રભુશ્રીએ તે માલકોશ રાગમાં ઉપદેશ દેવો શરૂ કર્યો. તે આ પ્રમાણે
ન (રાગ-માલકોશ) સુણે નેમિજિમુંદ સુખકારી રે,
સુખકારી હિતકારી રે સુણે નેમિ, સમવસરણ દેવે વિરાવે, નર તિરિ દેવ સુહાવે રે, દેશના ધોધે ભવિજન બને, રસ વૈરાગે જગાવે રે. - સુણે ૧ માલવકોશે ઉપદેશ વરસે, ધર્મ અંકુર પ્રગટાવે રે, ધન ધન તે જિન નયને દેખે, ભક્ત શત્રુ સમ ભાવે છે. સુણે ૨ વિશ્વ વાલેસર ગુણ અલસર, દુઃખીયાને તેહ બચાવે રે, સહ દુઃખ જાણે પાપનાં કારણ, હિંસા નાચ નચાવે રે.સુણે ૩ ધર્મ નિકેતન ગુણ કેલી સ્વામી, ચિદાનંદ ઘન વિશ્રાંતિ રે, દાન શિયળ તપ ભાવની વૃદ્ધિ મંગલનિલયમાં શાંતિ રે સુણે ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com