________________
ભગવાન શ્રી નેમિનાથ :
[: ૩૧ : કરતી આખા ય વરઘોડાને નિહાળ્યા કરે છે. રથ બહુ નજીક આવવા લાગ્યા. ઉગ્રસેન રાજાના સગાસંબંધી, લાગતાવળગતા, ઓળખાણ પીછાણવાળા, એવા ઘણા મનુષ્યો ત્યાં એકઠા થયા છે. એક બાજુ જાનૈયા વર્ગને માટે ઉતારાની સગવડ થઈ રહી છે. એક બાજુ શ્રી નેમિનાથજી અને શ્રીમતી રાજીમતીજી માટે સુંદરમાં સુંદર મટી ચેરી તૈયાર કરવામાં આવી છે, બીજી બાજુ, આવેલા અને આવતા મહેમાનેને માટે હરેક પ્રકારની સુખ સગવડ કરવા નિયુક્ત માણસે દોડધામ કરી રહ્યા છે, જ્યારે એક બાજુ મહિલાવર્ગ વરઘોડે તથા જમાઈ રાજને જોવા માટે મોટા પ્રમાણમાં ભેગે થયો છે, ત્યારે એક નાકે બધાને માટે જમવા ખાવાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે.
રાજીમતીજી સહીઅરને ઉત્તમ વરની જે પ્રાપ્તિ થઈ તે માટે આનંદના વેણ સંભળાવી રહ્યા છે. એવામાં જમણી આંખ ફરકી. કાંઈ અનિષ્ટ બનાવ બનવા જોઇએ, એમ સાહેલીઓને જણાવ્યું. પુરુષને જમણું અંગ ફરકે તો શુભ સૂચક કહેવાય છે, અને ડાબું અંગ ફરકે તો અનિષ્ટકારક મનાય છે. સ્ત્રીઓ માટે તેથી વિપરીત હોય છે. એટલે રાજીમતીજીને જમણું અંગ ફરકવાથી જરૂર શંકા થઈ, કે આ માંગલિક પ્રસંગે કઈ પણ અપમંગળ ઊભું થવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com