________________
ભગવાન શ્રી નેમિનાથ :
: ૩૭ .
વધારે કર્યો. શીયળવતી મહાસતીજીમહાન પતિવ્રતાના શિખરે ચઢેલી આવા શબ્દો સાંખી શકે? તુરત જ કહ્યું, “બસ કરે, આવા ઉત્તમ કુળમાં ન શોભે તેવા શબ્દો કદી ઉચ્ચારશે નહિ. આ ભવમાં તે પ્રભુ વિના બીજે પતિ હવે હોય? પતિ તે તે જ. જે માર્ગ તેઓશ્રીએ અંગીકાર કર્યો તે માગ મહારે પણ અનુકરણીય છે જ.” | વાંચકે સમજશે, કે ભગવાન જે આ દ્વાર સુધી આવ્યા, તે તો પ્રભુને અને રાજીમતીજીને પૂર્વનાં નવ ભવનો જે સંબંધ હતા, તે રાજીમતીજીને યાદ કરાવવા આવ્યા હતા. પોતે મુક્તિપુરીમાં જતા હતા, અને નવભવના સ્નેહીને ભુલાય નહિ, એટલા પુરતું આમંત્રણ આપવા જ આવ્યા હતા. “ચાલે, આવવું હોય તો હું જાઉં છું. એ સંકેત કરી તુરત પોતાને સ્થાને ગયા. ભગવાન મહાવીર દેવે તો એ અભિગ્રહ ગર્ભાવસ્થામાં જ લીધો હતો કે “માતાપિતા હોય ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહિ,” જ્યારે ભગવાન શ્રી નેમનાથને દાખલે તે એમ સાબિત કરે છે કે, માતાપિતા પરણવા ઘણે આગ્રહ કરે છે, અને તેઓને તે વાત ન સ્વીકારતાં દુઃખ પણ થાય છે, તે છતાં દીક્ષાના અનંત સુખના માર્ગે પ્રયાણ કરવામાં હરગીજ વાંધો નથી. એક બાજુ પરણસને આગ્રહ થયે, તો બીજી બાજુ ચારિત્રને આગ્રહ રહે. બેમાં જીત મેની? ચારિત્રની. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com