________________
બાળજીવન પ્ર. ૧ : ૨ ?
:
૪ :
- ભ (ગવાન શ્રી નેમિનાથ સ્વામીને જન્મ તે
ત્રા આપણું ગુજરાતના ઇશાન ખુણામાં ચમૂના નદીના કિનારે આવેલા સૌરીપુર નામના નગરમાં થયો હતો. તથા તેઓશ્રીની દીક્ષા વિગેરેને વરઘેડે તે દ્વારકા( કાઠીઆવાડ )થી નીકળ્યો હતો. તેની હકીકત નીચે પ્રમાણે જાણવા મળે છે, તે વાંચીને સંબંધ મેળવી શકાય છે.
| સરીપુરમાં સમુદ્રવિજય રાજા રાજ્ય કરતા હતા. શિવાદેવી નામની તેમની રાણી હતી. તેમને નવ ભાઈઓ હતા. સૌથી નાના ભાઈનું નામ વસુદેવ હતું. પાંડવામાં જેમ સૌથી જ્યેષ્ઠ ભાઈ યુધિષ્ઠિર હતા, તેમ આ બધા ભાઈઓમાં રાજા સમુદ્રવિજય વડીલ બંધુ હતા. વસુદેવ તરહિણી દેવકી વિગેરે ઘણી કન્યાઓને પરણ્યા હતા. રોહિણીના પુત્રનું નામ બળદેવ, અને દેવકીના પુત્રનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું હતું. આ બંને ભાઈઓ ઘણા જ પરાક્રમી હતા. મથુરાથી સૈરીપુર કાંઈ બહુ દૂર ન હતું. ત્યાં કંસ રાજા રાજ્ય કરતે હતા. તે ઘણે જ ક્રૂર હતા. પિતાના પિતા ઉગ્રસેન રાજાને પણ કેદમાં પૂરી તે ઘણો જ ત્રાસ આપતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com