Page #1
--------------------------------------------------------------------------
________________
ક્ષણનો ઉત્સવ
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
જીવનવિષયક સમજણની ચિંતનયાત્રા
ક્ષણનો ઉત્સવ
કુમારપાળ દેસાઈ
પ્રાપ્તિસ્થાન
ગુર્જર સાહિત્ય ભવના રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-2214663, 221496640 e-mail: goorjar@yahoo.com web: gurjarbooksonline.com
ગુર્જર સાહિત્ય પ્રકાશન 102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હોલ સામે,
100 ફૂટ રોડ, પ્રલાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarpraakaashankagnuail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
અર્પણ સ્નેહની અમીરસધારા વરસાવનાર
પ્રગતિશીલ દૃષ્ટિકોણથી નવાં અભિગમ આપનાર, નેતૃત્વની કુશળતા અને આયોજનની સૂઝ ધરાવનાર શ્રી સુરેશભાઈ કોઠારી
તથા અનુપમાબહેન કોઠારી
કિંમત : રૂ. 100
પહેલી આવૃત્તિ : 2016
KSHAN NO UTSAV
by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1
0િ કુમારપાળ દેસાઈ ISBN : 978-93
પૃષ્ઠ : 8+I52 ને કલ : 1000
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ,
એમદાવાદ-380001 ફોન : 22144663,
e-mail: goorjar@yahoo.com
મુદ્રક : ભગવતી ઓફસેર સી/૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004
Page #4
--------------------------------------------------------------------------
________________
આરંભે
ચિંતનની કોઈ એક ક્ષણે નવીન વિચાર ઝબકે અને પછી એની આસપાસના સંદર્ભોથી એ વિચાર વધુ પ્રગટ થતો રહે એવી પ્રક્રિયા ‘ક્ષણનો ઉત્સવ’માં જોવા મળશે. વર્તમાન જીવનની વિષમ પરિસ્થિતિ વચ્ચે માનવીએ કઈ રીતે જીવવું તે અંગે એક નવો વિચાર મળે અથવા તો માનવીનાં મનોવલણોને આગવી રીતે ઘાટ આપવાથી કેટલીક સમસ્યાઓ આપોઆપ ઊકલી જાય છે, તે અંગેનું ક્ષણોમાં જાગેલું ચિંતન અહીં પ્રસ્તુત કર્યું છે.
કોઈ એક પ્રસંગ આખા જીવનને અજવાળી દે, એ જ રીતે આ ક્ષણનું ચિંતન વ્યક્તિના વૈચારિક જગતમાં કોઈ નવા સૌંદર્યની શોભા રચી દેશે. એ રીતે પ્રત્યેક પૃષ્ઠ પર એક-એક ક્ષણનું સૌંદર્ય આલેખ્યું છે.
છેક પ્રાચીનકાળથી વર્તમાનકાળ સુધી સ્વસ્થ મન, સુખી જીવન, મૂલ્યનિષ્ઠા, જીવનશ્રદ્ધા, ધ્યેયસિદ્ધિ, સમયનો સદુપયોગ, અધ્યાત્મ જેવા વિષયો અંગે ઘણું લખાયું છે. અહીં આલેખેલું ચિંતન વાચકને જીવન વિશેની એક મૌલિક દૃષ્ટિ આપશે એવી આશા રાખું છું.
એના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઊઠાવી છે, તેમનો આભારી છું. આશા રાખું છું કે આ પુસ્તક સહુ કોઈને પ્રેરણાદીપનું અજવાળું આપી રહેશે.
૨૨-૭-૨૦૧૬
કુમારપાળ દેસાઈ
અમદાવાદ
IV
અનુક્રમ
૧. વહેતાં શીખીએ ઝરણાં પાર્સ
૨. આપણા પર્યાવરણની ચિંતા કરીએ !
૩. દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે !
૪. જિંદગી યાત્રા બનતી નથી !
૫. ધર્મે મશાલને બદલે મશીનગન લીધી !
આ તો ‘ઇઝી લાઇફ' કે ડેડ લાઇફ !
આપણી પીડાનો આપણને સંદેશ
૬.
૭.
૮. ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !
૯. અપેક્ષાની વિદાય સાથે જ પ્રસન્નતાનું આગમન થશે
૧૦. જગત સાચું છે, પણ એની આસક્તિ સ્વપ્નરૂપ છે ! ૧૧. તમારા સમયનું હવે બૅકબૅલેન્સ કેટલું છે ? ૧૨. પૉઝિટિવ અને નૅગેટિવ વિચાર સાથેસાથે રહે છે ! ૧૩. સર્જનાત્મકતામાં મૌલિક સાહસ છુપાયેલું હોય છે ૧૪. ‘મેં ધાર્યું હોત તો... !' કદી ન બોલશો ! ૧૫. માત્ર ગમતાનો ગુલાલ ઉડાડશો નહીં ! ૧૬. વ્યવસાયમાં સંવેદનાનું મહત્ત્વનું સ્થાન છે.
૧૭. જીવનમાં વ્યક્તિ વારંવાર આત્મહત્યા કરે છે !
૧૮. જીવનમાં સેતુ વિનાના સંબંધોનો ભંગાર પડ્યો છે.
૧૯. નિષ્ફળતા ઓઢીને કોઈને મળશો નહીં !
૨૦. તમારે પૃથ્વી પરનું નર્ક નીરખવું છે ! ૨૧. દુઃખની શોધ પાછળ માનવી દોડે છે ૨૨. લોહીની સગાઈમાં પ્રેમની સગાઈ ભેળવીએ ! ૨૩. વક્તા નહીં, શાંત શ્રોતા બનીએ !
૨૪. યાદી અને ડાયરીનું સમયપત્રક જરૂરી છે ! ૨૫. પ્રશંસામાં સાવ કંજૂસ અને નિંદામાં અતિ ઉદાર ૨૬. તમારા ‘સ્ટ્રેસ'ની ચાવી તમારી પાસે છે ! ૨૭. કાર્ય પ્રસન્નતા આપે અને પીડાકારક પણ બને ! ૨૮. ખોટા નિર્ણયનો ભય રાખવો નહીં ! ૨૯. માત્ર ભીતરનું સત્ય જ શાશ્વત છે. ૩૦. તમારી વિચિત્રતાને ચાહતા રહેજો !
૩૧. અશુભ એ માંડાની ચળ છે !
૩૨. ‘અત્યારે નો આગ્રહ રાખો !
૩૩. તમારી પસંદગી એ જ તમારા જીવનની ગતિ છે. ૩૪. બેચેની એ મનનું કાયમી સરનામું છે.
૩૫. મર્યાદાના અંધારિયા ઓરડામાં નજરકેદ બની જશો
૩૬. આંખથી. વાતચીત કરીએ !
૩૭. ‘કર્મયોગ’ના દેશમાં કર્મ-વો જોવા મળે છે !
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
સહાયકો જેમના
36
37
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૮. બનાવટી ગુસ્સો બૂમરેંગ પણ થાય ૩૯. વ્યસનને પોતાની ‘સ્ટાઇલ’ હોય છે.
૪૦. હયું ઠાલવવાના હેતુ જુદા જુદા હોય છે !
૪૧. નિષ્ફળતામાં પ્રગતિ છુપાયેલી છે !
૪૨. નિસ્તેજ ચહેરો નિરસતાની નાન્દીરૂપ છે.
૪૩. ઈશ્વર બોજરૂપ બની જાય છે !
૪૪. સલામતીની શોધ એ મૃત્યુને આગોતરું નિમંત્રણ છે
૪પ. ઉંમર એ અવસ્થાનો પુરાવો નથી
૪૬. માનવીને બદલે ટોળું મળે છે !
૪૭. સંપૂર્ણતાની ઇચ્છા સાથે અપૂર્ણતાને આવકારીએ
૪૮. ચિંતા તમને બાંધે છે કે તમે ચિંતાને ?
૪૯. તમારી સાચી ઓળખ આપતો ફોટોગ્રાફ છે ?
૫૦. જીવનના સ્થિર સરોવરમાં લીલ બાઝી જશે !
૫૧. ભીતરના કુરુક્ષેત્રમાં વિજય મેળવવો કપરો છે !
પર. પરિવર્તન સાધવા મનની માન્યતાને બદલીએ
૫૩. દલીલબાજીથી તમે લોહીલુહાણ થઈ જશોદ ૫૪. પહેલાં શ્રોતા બનીએ, પછી સમીક્ષક
પપ. વિજ્ઞાનીની જેમ પડકારોનો સામનો કરીએ
૫૬. ‘આત્મને જાણ્યા વિના ‘હત્યા’ કરવા દોડી જાવ છો
પ૭. કરુણા જન્મતી નથી, મૃત્યુ પામતી નથી
પ૮. ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !
૫૯. પુત્રને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવશો નહીં
૬૦. પારકી આંખમાંથી પ્રેમી જોતો હોય છે !
૬૧. કિનારાનું લંગર અને મધદરિયાનું જહાજ જુદાં હોય છે.
૬૨. રોજ સોનેરી સવાર ઊગે છે !
૬૩. મન શયન કરે, તો નિદ્રા આવે !
૬૪. શરીરની ઘડિયાળના કાંટાનો અવાજ સાંભળીએ
૬૫. તોછડાં નામો વાપરનાર ખૂની છે.
૬૬. ટીકાકારોની રુગ્ણ મનોવૃત્તિ પર દયા કરો !
૬૭. જીવનનું સાચું સરનામું મૃત્યુ છે.
૮. જમ જેટલો જ કાનને અધિકાર છે !
૬૯. એક આંખમાં સંતોષ, બીજી આંખે પ્રગતિ !
૭૦. અધ્યાત્મની પ્લાસમાં ભરતી-ઓટ હોતાં નથી
૭૧. પ્રકૃતિના આનંદની બાદબાકીનો અનર્થ ! ૭૨. ત્યાગનો રાગ ત્યજવો મુશ્કેલ છે !
૭૩. તમારી આંખનાં આંસુ એની આંખમાં લે છે ? ૭૪. અધરી વાણી એ પંડિતાઈનું મિથ્યા પ્રદર્શન છે ૭૫. માનવીનાં બહાનાંમાં સર્વત્ર ઈશ્વરનો વાસ છે ૭૬. સમસ્યા સૂતેલા સાહસ અને ધૈર્યને જગાડે છે
VI
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
apne Fo
૭૭. એક જ ડાળી પર ગુલાબ અને કંટક હોય છે ૭૮. મૃત્યુ સમયે અજાણી વ્યક્તિ યમરાજ લાગે છે. ૭૯. પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ સામાન્ય ૮૦. ‘સંતોષ'નું સોહામણું લેબલ આપીએ છીએ ૮૧. પોતાના અનુભવો પાસેથી કશી કેળવણી પામતો નથી! ૮૨. જગત જાકારો આપે ત્યારે મૈત્રી માત્ર આવકારો આપે ! ૮૩. ભયને બદલે ધ્યેય પર દૃષ્ટિ ફેરવીએ ! ૮૪. સામેની વ્યક્તિને પહેલો દાવ આપો !
૮૫. તુલના કરવી એટલે દુઃખને નિમંત્રણ આપવું ! ૮૬. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે ! ૮૭. પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા !
૮૮. સરળ બનવું, તે સૌથી અધરું છે ૮૯. નિષ્ફળતાના માર્ગ પર સફળતા વસે છે ! હતું. આદતની પાછળ ઘેટાંની માફક ચાલે છે ! ૯૧. નિષ્ફળતાના કેન્દ્રમાં પોતે જ હોય છે ! ૯૨. કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે ! ૯૩. આપણા મનની ગ્રંથિથી વ્યક્તિને બાંધીએ નહીં ૯૪. પ્રશંસાની લાલસા એ આત્મહત્યા છે !
૫. સ્મશાનભૂમિ એ વ્યાજની આંધળી દોડનો અંત છે ! ૯૬. અધીરાઈ એ આજના યુગનો અભિશાપ છે ૯૭. અંતઃપ્રેરણાનો મૌન ને મૌલિક અવાજ
૯૮. પ્રભુત્વ માનવીને પામર બનાવે છે ! ૯. જગત દેખાય, તો આત્મતત્ત્વ અગોચર રહે ! ૧૦૦. વાચાળ જીભને બદલે શ્રવણસુખી કાન આપો ૧૦૧. અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર તરાપ છે ! ૧૦૨. નૅગેટિવ વિચારના ‘સ્ટેજ’ આવે છે.
૧૦૩. ‘ક્યાં કામ ન કરવાં' તે નક્કી કરીએ ! ૧૦૪. આતંકવાદના ાિતનો તાળો મળતો નથી ૧૦૫. શરીરના સંગીતને કાન માંડીને સાંભળીએ ૧૦૬. કંપની અને કુટુંબ જુદાં છે ! ૧૦૭. કર્તાભાવ સતત કૂદકા લગાવે છે !
૧૦૮. આત્મહત્યાનો વિચાર સ્વયં આત્મહત્યા કરશે
૧૦૯. જીવનમાં ખુલ્લી આંખે જાગરણ ! ૧૧૦. અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ? ૧૧૧. બાવળ વાવીશું તો આંબા નહીં ઊગે ! ૧૧૨. મૃત્યુ પછી પણ જીવતાં-ધબકતાં સત્કર્મો ૧૧૩. ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જાવે છે ૧૧૪. વર્તમાન એ ભવિષ્યની ખરીદી કરે છે. ૧૧૫. આત્મા અને ઇંદ્રિયો વચ્ચેનો ઉંબરો છે મન
VII
પરમ સ ય ર ર = = 8 8 8 ° ° ° ૩ 5 = ? = = = = = = = =
79
82
87
88 89
90
92
93
94
95
96
98
99
Page #6
--------------------------------------------------------------------------
________________
= = હૈ R & R &
ક્ષણનો ઉત્સવ
130
131 132
કુમારપાળ દેસાઈ
133 134
૧૧૬. સંકલ્પને કોઈ સીમા હોતી નથી ૧૧૭. નવી આશા આપતી નિષ્ફળતા ૧૧૮. પ્રિયતમાના ચહેરા જેવો મૃત્યુનો ચહેરો ૧૧૯, સંવેદનામાં સંભળાય છે સર્જક-આત્માનો અવાજ ૧૨. સામે ચાલીને થતી આત્મહત્યા ૧૨૧. આગળ છલાંગ લગાવીને સિદ્ધિ મળતી નથી ૧૨૨. કંકો ખરો કરનાર બારાક્ષરી ગુમાવે છે ૧૨૩, જીવનભર જે હળવાય એ બાળપણની મસ્તી ! ૧૨૪. પોપટને પાંજરે જ વહાલું લાગશે ૧૨૫. ઈશ્વર દોષી નથી તમે અંધ છો ૧૨૬. ઉતાવળે ઉત્તર આપવાની નૅગેટિવ મનની રીત ૧૨૭. પોતાના વિરાટ દોષોને વામન રૂપે જોતો અહં કારી ૧૨૮. જયા મેળવવાની ઘેડ, રણની રેતની પ્રાપ્તિ ૧૨૯. સુખ-દુ:ખના છેડા પર ઘૂમતું લોલક ૧૩). સમય જતાં વૃત્તિ રોજની આદત બની જાય છે ૧૩૧. સાંત્વના અને આશ્વાસન સત્યથી વેગળું છે ૧૩. ‘હું 'ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે ૧૩૩. પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ? ૧૩૪. વિનાશથી વાકેફ. સર્જનથી એજ્ઞાત ૧૩૫. ધર્મ વાલ નથી, દ્વાર છે. ૧૩૬. માત્ર માનવજાતને ભેદભાવનું ભૂત વળગેલું છે. ૧૩૩. અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ ! ૧૩૮. ગૂંગળાતો અહં કાર વધુ ધાતક હોય છે. ૧૩૯ શ્રદ્ધા સાથે સાવચેતી જરૂરી છે. ૧૪). નર કેવાસી બનવા માનવી તડપે છે ૧૪૧. સેવાની ક્ષણોમાં સદા વસંતનો વાસ છે ૧૪૨. અશુભના બળને ઉવેખવા જેવું નથી ૧૪૩. જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું ૧૪૪. અંતર્યાત્રામાં આવનારા સ્ટેશનની ખબર હોતી નથી ૧૪પ. એકલા રહેવું. એકલા ઊગવું એ જ એ કલવીર ૧૪૬. ભીતરના સ્ટોરમાં હવે જ ગા નથી ૧૪૭. સાહજિ કે સ્વીકારમાં સર્વજ્ઞતાનું અપમાન લાગે છે ૧૪૮, ઓગળી જઈએ તો જ આનંદપ્રાપ્તિ ૧૪૯, જીવતા દેહને સતત સળગાવનારી ચિતા ૧પ. નધ્યને સત્ય માનીનું અનિષ્ઠો સર્યા !
135 136 137 138 139 140 141
143 144 145 146
148
149
VIII
Page #7
--------------------------------------------------------------------------
________________
વહેતાં શીખીએ ઝરણાં પાસે
પહાડ પરથી ખળખળ વહેતા ઝરણાને ક્યારેય કટાણે મોઢે એવી ફરિયાદ કરતાં સાંભળ્યું છે કે મને રસ્તા વચ્ચે પજવતા પાર વિનાના નાના-મોટા પથરાઓનું હું શું કરું ? ક્યારેય એણે કૉર્ટમાં ફરિયાદ નોંધાવી છે કે આસપાસ આવેલાં ખાબોચિયાંમાં એનું પાણી ભરાઈ જાય છે, તેનું શું ? કોઈ વાર એણે તમને એમ કહ્યું છે કે જામી ગયેલી લીલને કારણે મારા ચહેરાનું નિષ્કલંક, મનોહર અને પારદર્શક રૂપ નંદવાઈ જાય છે તેનું શું ? આવો કોઈ વાંધોવચકો કે દાદફરિયાદ કરવાને બદલે ઝરણું તો બસ, વહ્યા જ કરે છે, કારણ કે વહેવું એ એનું કાર્ય અને ધ્યેય છે.
જીવનનું કાર્ય આમ જ વહેવાનું છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી માનવીના જીવનનો પ્રવાહ વહેતો હોય છે. પણ એ ઝરણાની માફક રૂમઝૂમ ચાલવાને બદલે તંગ ચહેરાની સાથે અતિ બોજ હેઠળ લથડિયાં ખાતો ચાલે છે. ઊછળતાંકૂદતાં ઝરણાંની જેમ એ ખડખડાટ હસી-કૂદી શકતો નથી. ભૂતકાળના અનુભવોના બોજને કારણે એ વર્તમાનની રમતિયાળ ગતિને ગુમાવે છે.
પોતાના નાનાશા પ્રવાહમાં આવતી એકેએક ચીજવસ્તુઓને ઝરણું જોતું રહે છે, જ્યારે માણસ એના વનની નાનીનાની બાબતોની ઉપેક્ષા કરીને જીવતો હોય છે. જીવનના નાનકડા અનુભવોમાંથી પ્રાપ્ત થતો આનંદ એ પામી શકતો નથી. વિસ્મયનો ભાવ અને મુગ્ધતા એના જીવનમાંથી વિદાય પામે છે. જેમજેમ જીવનમાં પ્રચાર, પ્રભાવ કે પ્રદર્શન આણતો જાય છે, તેમતેમ એના જીવનનો બોજ વધતો જાય છે અને પછી તો એ માત્ર પથરા, ખાબોચિયાં કે લીલની જ નહીં, પણ ખુદ ઝરણાની ફરિયાદ કરતો હોય છે. બીજું બધું તો ઠીક, એને પોતાના જીવન સામે જ સૌથી મોટી ફરિયાદ હોય છે.
ક્ષણનો ઉત્સવ
3
Page #8
--------------------------------------------------------------------------
________________
આપણા પર્યાવરણની ચિંતા કરીએ !
તમે વિશ્વભરના પર્યાવરણની ચિંતા કરો છો, પણ તમારી આસપાસના પર્યાવરણનો વિચાર કર્યો છે ખરો ? તમે જે સ્થળે તમારી કામગીરી બજાવતા હો, તે સ્થળ વિશે ક્યારેય વિચાર કર્યો છે ? તમારી ઑફિસમાં ફાઈલોના અસ્તવ્યસ્ત ઢગલા પડ્યા છે ! કેટલાય કાગળો આમતેમ ઊડી રહ્યા હોય છે. વચ્ચે અખબારો પડ્યાં હોય અને ફર્નિચરો હિસાબની નોટબુકોથી કે પુસ્તકસામયિકોથી ખીચોખીચ ભરેલાં હોય છે. હકીકતે જેમ વિશ્વની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે, એ જ રીતે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાની વૃદ્ધિ માટે એણે પોતાના નિવાસસ્થાન અને ઑફિસના પર્યાવરણનો વિચાર કરવો જોઈએ.
કોઈક ઑફિસમાં તો વ્યક્તિ ટેબલ પર એટલી બધી ફાઈલોનો ખડકલો કરીને બેઠી હોય કે એને મળવા જાવ, ત્યારે એનો ચહેરો શોધવો મુશ્કેલ પડે. આનું કારણ એ નથી કે આ બધી ફાઈલો એને એકસાથે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ફાઈલોને વ્યવસ્થિત ગોઠવવાની એને ભારે આળસ છે અથવા તો ફાઈલોનો ઢગલો કરીને એની અતિ વ્યસ્તતા બતાવવા માગે છે.
કાર્ય, સમયનું વાતાવરણ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. આમાં એનો ઘણો સમય વેડફાય છે. ઘણી વાર સરકારી ઑફિસમાં જાવ ત્યારે ઉત્સાહને બદલે ઉદાસીનતાનો અનુભવ થાય છે. ઠેરઠેર પડેલી ફાઈલોના ઢગલા પર જામી ગયેલી ધૂળ પ્રમાદની ચાડી ખાય છે. આ પ્રમાદ ધીરેધીરે અધિકારીના મન પર કબજો જમાવે છે. તમારા પ્રશ્નોનો જવાબ આપતાં પૂર્વે આસપાસ જામેલો પ્રમાદ કે ભરડો વાળીને બેઠેલી આળસથી એ વિચારે છે કે મારે તો કશું કરવાનું નથી ! આથી વ્યક્તિએ પોતાની આસપાસ એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જે એનામાં નવી પ્રેરણા અને જીવંત ઉત્સાહનો સંચાર ક્યાં કરે.
ક્ષણનો ઉત્સવ
4
દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે !
કોઈ મંદિરમાં દર્શનાર્થે જાવ ત્યારે સહેજ નજર કરજો કે અત્યંત ભક્તિભાવથી ઈશ્વરની મૂર્તિનાં દર્શન કરનારા યુવાનો કેટલા છે ? પ્રભુ સમક્ષ ભાવથી હાથ જોડીને ઊભેલાં બાળકો કેટલાં છે ? કઈ વયના લોકો મંદિરની કેટલો સમય મુલાકાત લે છે, તેની યાદી રાખવી જોઈએ, તો એમ લાગશે કે ઈશ્વર તો વૃદ્ધોના છે. યુવાનો સાથે એનું કોઈ અનુસંધાન નથી. મોટા ભાગના યુવાનો માત્ર હાથ જોડી, વંદન કરીને મંદિરમાંથી બહાર નીકળી જાય છે. મંદિરના ઉપાસકો જોતાં એમ લાગે કે આપણે વૃદ્ધાશ્રમને અહીં લઈ આવ્યા છીએ. વ્યક્તિ જેમજેમ વૃદ્ધ બને તેમતેમ એ મંદિર આવવામાં વધુ નિયમિત અને ઉપાસનામાં વધુ સમય વ્યતીત કરવા માંડે છે.
આદિ શંકરાચાર્ય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને બાલ્યાવસ્થાથી જ્ઞાન
અને ધર્મ પ્રાપ્ત થયાં હતાં. આજના બાળકને આ મંદિરો જ્ઞાન અને ધર્મ આપી
કે
શકે છે ? બાળકના માનસઘડતરમાં મંદિરનો કેટલો હિસ્સો છે ? માત્ર વડીલોના કહેવાથી બાળક કે યુવાન મંદિરમાં જતો હોય છે અથવા તો કોઈ યાત્રાધામના પ્રવાસે નીકળ્યો હોય ત્યારે મંદિરની ‘ઔપચારિક મુલાકાત' લેતો હોય છે, પરંતુ એના મનમાં ભક્તિનાં બીજ કે ઈશ્વરની શ્રદ્ધા કેટલી છે ? મંદિરના ભગવાનનો બાળકો અને યુવાનો સાથે નાતો જોડીએ.
જેનાં દર્શન કરે છે, એના ગુણને આત્મસાત કરવાની એનામાં કેટલી તીવ્રતા છે. અરે ! એ જેમનું દર્શન કરે છે, એ ભગવાન વિષ્ણુ કે તીર્થંકર ઋષભદેવ વિશે કશી વિશેષ જાણકારી ધરાવતો નથી. પરિણામે મંદિરો યુવાનોને આકર્ષી શક્યાં નથી અને બાળકોને આતુર બનાવી શક્યાં નથી. બધી બાબતમાં આવતીકાલની ચિંતા-ફિકર કરનારા આપણે ચોપાસ સતત નિર્માણ પામતાં મંદિરોની આવતીકાલનો વિચાર કરીશું ખરા ?
ક્ષણનો ઉત્સવ
Page #9
--------------------------------------------------------------------------
________________
જિંદગી યાત્રા બનતી નથી !
ધર્મે મશાલને બદલે મશીનગન લીધી !
પ્રવાસે નીકળેલો માનવી ડગલે ને પગલે કેટલી બધી સાવચેતી અને અગમચેતીથી વર્તતો હોય છે ! પોતાના સામાન પર એની સતત ચાંપતી દેખરેખ હોય છે અને જરૂર પડે એની આસપાસ પરિવારજનોનો કડક જાપતો ગોઠવે છે. પ્રવાસ દરમિયાન કોઈ અન્ય પ્રવાસી પર ગુસ્સો કરવાની પરિસ્થિતિ જાગે, તો એ મનોમન ગુસ્સો દબાવી રાખતો હોય છે. વિચારતો હોય છે કે આના ગેરવર્તનને સાંખી લેવું સારું, પરંતુ પ્રવાસમાં કોઈની સાથે ઝઘડો કરવો એ પોસાય નહીં. પ્રવાસમાં ભોજનની બરાબર તકેદારી રાખે છે અને જે સ્ટેશને ઊતરવાનું હોય, એ સ્ટેશન આવતાં પહેલાં વહેલાસર સામાન બરાબર બાંધીને તૈયારી કરતો હોય છે. વળી સ્ટેશન પર સામાન ઉતારે ત્યારે છેલ્લે-છેલ્લે એ પણ જોઈ લેતો હોય છે કે ડબ્બામાં પોતે કશું ભૂલી ગયો તો નથી ને !
આપણે પ્રવાસમાં જે તકેદારી રાખીએ છીએ એવી તકેદારી આપણા જીવન પરત્વે રાખીએ છીએ ખરા ? જીવનમાં એટલો બધો સામાન એકઠો કરીએ છીએ કે ચીજ-વસ્તુઓના ખડકલા નીચે માનવીનું જીવન દબાઈ-કચડાઈ જાય છે. પ્રત્યેક પળ પોતાના સામાન પર નજર રાખનાર જિંદગીનો ઘણો સમય વ્યર્થ બરબાદ કરી નાખે છે.
પ્રવાસમાં એ પોતાનો ગુસ્સો ડામી દેતો હોય છે, પરંતુ ઘર-સંસારની બાબતમાં એવું ધૈર્ય બતાવતો હોય છે ખરો ? ભોજન જેટલી તકેદારીથી ચિત્તને સમૃદ્ધ કરવા માટે તકેદારી રાખે છે ખરો ? ડબ્બામાં કોઈ સામાન બચ્યો નથી એ જુએ છે, પણ પોતાના હૃદયના કોઈ ખૂણે દુવૃત્તિનો કચરો પડ્યો હોય તો એની પરવા કરતો નથી. જિંદગીને યાત્રા ગણવામાં આવે છે, પરંતુ જિંદગી યાત્રા જેવી ત્યારે જ બને કે જ્યારે એમાં આવી જાગૃતિ હોય. આવું ન બને તો એ હેતુવિહીન, વ્યર્થ રખડપટ્ટી બનીને રહી જાય છે.
જેમ વ્યક્તિના શરીરથી એની ત્વચા વેગળી હોતી નથી, એમ ધર્મ માનવના શરીરથી વેગળો હોતો નથી. શરીર પર ચામડી પાછળથી ચડાવવામાં આવી નથી કે કોઈએ લગાડી નથી, કિંતુ દેહ સાથે આર્વિભાવ પામી છે. ધર્મ એ વ્યક્તિની ત્વચા હોવા છતાં કેટલાક પોતાની જાતને અને અહમૂને શોભાયમાન કરવાનું એને આભૂષણ માને છે અને મહાઅનર્થ સર્જે છે. ધર્મને અંદરથી ઉગાડવાને બદલે બહારથી પહેરે છે. ધર્મ એ પ્રેમ નથી, જે બહારથી લગાડી શકાય. ધર્મ એ તો માનવમાં ઓતપ્રોત થઈ ગયેલી સંજીવની છે. એને બાહ્ય રૂપે બતાવવાની કશી આવશ્યકતા નથી.
ધર્મને કમરૂપે લગાડનાર કે આભૂષણરૂપે પહેરનાર મહા અધર્મ ઊભો કરે છે, કારણ કે એને માટે ધર્મ એ બાહ્ય પ્રક્યિા બની જાય છે. હકીકતમાં સઘળા ધર્મો સમાન છે, કોઈ ધર્મ ઊંચો નથી કે કોઈ ધર્મ નીચો નથી, જેમ કોઈ જાતિ ઊંચી નથી કે કોઈ જાતિ નીચી નથી; પરંતુ જ્યારે જ્યારે પોતાના ધર્મને ચડિયાતો માનવામાં આવે અને એથી વિશેષ બીજાના ધર્મને હીન ગણવામાં આવે ત્યારે અધર્મ પેદા થાય છે.
અન્યના ધર્મને હલકો, નિમ્ન કે અધમ દેખાડવા માટે પોતાના સામર્થ્યનો ઉપયોગ કરનાર જગતમાં વેરઝેર રોપીને યુદ્ધો આદરે છે. આ યુદ્ધમાં ધર્મને નામે અધર્મ જ મહાલતો હોય છે. એમ કહેવાય છે કે આ જગતમાં ધર્મને નામે જેટલાં યુદ્ધો થયાં, એટલાં યુદ્ધો બીજા કશા કારણે થયાં નથી, પણ હકીકત એ છે કે આ યુદ્ધો ધર્મને કારણે થયાં નથી, પરંતુ ધર્મના બહાને પોતાના મલિન હેતુઓ અને સંકુચિત વિચારો ફેલાવનારા અધર્મીઓએ કર્યો છે. એમણે ધર્મનો સંબંધ માનવચેતનાને બદલે બાહ્યવૈભવ કે વ્યાપક પ્રભાવ સાથે જોડ્યો અને એમણે ધર્મના ચૈતન્યની મશાલને બદલે હાથમાં મશીનગન લીધી !
6
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
Page #10
--------------------------------------------------------------------------
________________
આ તો “ઇઝી લાઇફ' કે ડેડ લાઇફ ! આધુનિક માનવી ‘ઇઝી લાઇફ'ની શોધમાં નીકળ્યો છે. એ વારંવાર ‘ઇઝી લાઇફ' માટે પ્રયત્ન કરતો જોવા મળે છે, પણ હકીકતમાં તો જેણે ‘ઇઝી લાઇફ' જોવી છે, એણે કબ્રસ્તાનને જોવાની જરૂર છે. આવું જીવન કબ્રસ્તાનમાં સૂતેલા માણસોમાં છે, જીવંત માણસોમાં નહીં. ‘ઇઝી' એટલે શું ? જેમાં સવાર પડે અને સાંજ પડે અને પછી રાત પડે ને વળી દિવસ ઊગે મોજ અને મસ્તીમાં માનનારી આ ‘ઇઝી લાઇફ' પાસે જીવનનો કોઈ ઘાટ હોતો નથી અને ઘાટેના અભાવે એની પાસે કોઈ મૂલ્ય હોતું નથી. આવી વ્યક્તિ કશી પ્રાપ્તિમાં માનતી નથી, મહેનત કરવી એને ગોઠતી નથી અને મથામણથી સદેવ દૂર ભાગે છે. સગવડ એનું સર્વસ્વ હોય છે. અનુકૂળતા એની અવિરત શોધ હોય છે. સ્થળ આનંદ એ એનું શ્રેષ્ઠ મનોરંજન હોય છે.
આનો અર્થ જ એ કે કશાય પડકાર વિનાની જિંદગી એટલે ‘ઇઝી લાઇફ', પણા પાયાનો સવાલ એ છે કે જ્યાં કોઈ પડકાર કે સંઘર્ષ ન હોય, ત્યાં જીવનનું કેન્દ્ર બંધાતું નથી. જીવનનું સત્ત્વ તો સંઘર્ષ વચ્ચે જ બંધાય છે. મુશ્કેલીઓ જ એની માણસાઈની અગ્નિપરીક્ષા બને છે. ઝંઝાવાતો પાર કરીને આગળ આવનાર જ પરિવર્તન સર્જી શકે છે. હાથ-પગ જોડી બેઠાબેઠા સુખેથી જિંદગી કાઢનાર પાસે મસ્તી, શક્તિ કે માનવતા નહીં જડે.
આજની આધુનિક જીવનપદ્ધતિએ ખાવું, પીવું અને મસ્તીથી જીવવું એટલે જીવન - એવી વ્યાખ્યા કરી છે, પરંતુ આ પ્રકારના જીવનમાં વિચારોની દઢતા હોતી નથી. ધ્યેય માટેનું સમર્પણ હોતું નથી. હકીકત એ છે કે જે જીવનમાં પ્રયત્ન કે પુરુષાર્થ નથી, વિચારો કે આદર્શો નથી, એ જીવન જીવન નથી. માત્ર ખોખલું અસ્તિત્વ છે. તફાવત એટલો કે આવી વ્યક્તિ મૃત બનીને કબ્રસ્તાનમાં સૂતી હોતી નથી, પરંતુ મૃત બનીને ચાર દીવાલો વચ્ચે વસતી હોય છે.
આપણી પીડાનો આપણને સંદેશ તમે માનસિક રીતે હતાશા અનુભવો છો ? શરીરનો મેદ એટલો બધો વધી ગયો છે કે સાંધામાં પારાવાર દુઃખાવો થાય છે ? કુટુંબજીવનમાં ચાલતા ક્લેશથી વારંવાર લાગણીમય આઘાતો અનુભવવા પડે છે ? જીવનમાં વ્યક્તિ માનસિક, શારીરિક કે લાગણીમય પીડા અનુભવે છે, ત્યારે એ પોતાની પીડાને માથે લઈને ફર્યા કરે છે અને સતત એનાં જ ગીત ગાયા કરે છે. બીજી બધી બાબતો ભૂલીને પોતાની પીડાના વિચારને સતત ખંજવાળ્યા કરે છે. પરિણામે જીવનની પ્રત્યેક પીડામાં રહેલો સંદેશ એ પામી શકતો નથી. એ પીડા એને સાચી સલાહનો જે પુરસ્કાર આપે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી.
દરેક પીડા વખતે મન એમ વિચારે છે કે “આમ કર્યું હોત, તો આ ન થયું હોત'. જીવનમાં સાચી સમજણ કેળવી હોત, તો હતાશા આવી ન હોત. ગુટકાના વ્યસનીઓ સમય જતાં થતી પીડાથી જ્યારે પરેશાન થાય, ત્યારે ગુટકાને દોષ આપે છે. શરીરની નબળાઈની ફરિયાદ કરે છે. ભૂખ લાગતી નથી, કહી વસવસો કરે છે, પણ વ્યસનના પ્રારંભકાળે જાગ્યો નહીં, તે એને યાદ આવતું નથી. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક પર લક્ષ કેન્દ્રિત કરીને આરોગ્યનું ધ્યાન રાખ્યું હોત, તો સ્થૂળ કાયાને પરિણામે થયેલો સાંધાનો દુ:ખાવો ન થયો હોત, નાનીનાની તુચ્છ બાબતોને ભૂલીને સહુની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો હોત તો આટલો મોટો કુટુંબફ્લેશ થયો ન હોત.
પ્રત્યેક પીડા મનને સતત એની ભૂલ બતાવે છે. પોતાની ભૂલનો એ વસવસો કરે છે અને પીડામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે, પરંતુ દરેક પીડાનો એક બીજો સંદેશ છે અને તે છે પીડામુક્ત બનવાનો. પીડાનો એ સંદેશ કાન દઈને સાંભળવો જોઈએ. તમારી પીડા કહે છે કે મનની હતાશા ખંખેરી નાખો, શરીરના આરોગ્યને પ્રાથમિકતા આપો અને કુટુંબમાં સ્નેહનું વાતાવરણ સર્જા.
8
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
Page #11
--------------------------------------------------------------------------
________________
ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ ! કબ્રસ્તાનમાં સૂતેલા મુર્દાઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એક બીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતા છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી કે ટેરેસ નીચે વસતા લોકો પણ સાથે રહેતા હોવા છતાં એમની વચ્ચે કોઈ સંવાદ નથી. એ ન તો સ્નેહથી એકબીજાને હસ્તધૂનન કરે છે કે ન તો પ્રેમથી ખાલિગન કરે છે. જેમ મુર્દામાં જાન નથી, એમ એમના જીવનમાં પણ પ્રાણ નથી.
એક જ ઘરમાં પતિ અને પત્ની વસે છે, છતાં એકબીજાને દિલથી મળતાં નથી. એક જ બંગલામાં પિતા-પુત્ર વસે છે, પણ એમની વચ્ચે બોલ્યા-વ્યવહાર નથી. એક જ રસોડે બે ભાઈની રસોઈ થાય છે , છતાં એમના જીવનમાં મીઠાશ નથી. ચાર દીવાલ વચ્ચે સાસુ અને વહુ સાથે રહેતાં હોવા છતાં એમની વચ્ચે પ્રેમનો કોઈ સંવાદ નથી. માત્ર મકાનને જ દીવાલો હોતી નથી. માનવી-માનવી વચ્ચે પણ ‘અદૃશ્ય ' દીવાલો ચણાયેલી હોય છે.
આવું ઘર કબ્રસ્તાન નથી તો બીજું શું છે ? જ્યાં જીવનમાં સ્નેહ નથી, ત્યાં આનંદનું સ્વર્ગ ક્યાંથી ઊતરશે ? જ્યાં પરસ્પર માટે પ્રેમ નથી, ત્યાં પારકા માટે અનુકંપા ક્યાંથી જાગશે ? એક જ કુટુંબની વ્યક્તિઓ માત્ર દેહથી સમીપ છે, પણ દિલથી સાવ ભિન્ન છે. એમના ચહેરા અતિ સુંદર છે, પણ એ પરસ્પરને દ્વેષયુક્ત ઝેરભરી નજરે નિહાળે છે. સમાન વાતાવરણમાં જીવતા હોવા છતાં ભિન્ન-ભિન્ન દુનિયામાં વસે છે. સ્વાર્થની, ભેદની અને માત્ર પોતાની દુનિયામાં જીવતો માણસ ઘરમાં હોવા છતાં કબરમાં પોઢેલો છે.
અપેક્ષાની વિદાય સાથે જ પ્રસન્નતાનું આગમન થશે
વર્તમાન સમયમાં માનવીએ પ્રસન્નતા પ્રત્યે નકરી લાપરવાહી દાખવી છે અને એને પરિણામે એ જે ઇચ્છે તે વસ્તુ મળે છે, પરંતુ પ્રસન્નતા સાંપડતી નથી. એનું હૃદય હતાશાના બોજથી, નિષ્ફળતાના ભારથી, ચિંતાઓના ઢગથી, દ્રષના ડંખથી અને અપેક્ષાઓના બોજ થી લદાયેલું હોય છે. પરિણામે એ સતત અપ્રસન્ન, બેચેન અને ધૂંધવાયેલો રહે છે. એના મનમાં ક્યારેક અપેક્ષાઓ જાગે છે, તો ક્યારે કોઈના પ્રત્યે ધૃણા અને ભૂત-ભાવિની ચિંતા એના મન પર આસન જમાવી દે છે. પ્રસન્નતા કહે છે કે જેના તરફ પારાવાર ધૃણા હોય, એવી વ્યક્તિને સામે ચાલીને પ્રેમનું અમૃત આપવા જાવ.
ધૃણા કે તિરસ્કાર એવાં છે કે જે ચિત્તના સિંહાસન પર એક વાર બેસી જાય તો પછી ત્યાંથી ઊઠવાનું નામ લેતાં નથી. એક વાર એને ચિત્તના સિંહાસન પરથી ઉઠાડી મૂકો, તો લાગણીની ખિલખિલાટે વસંતનો અનુભવ થશે, વેરની ગાંઠ વાળવી સહુને ગમે છે, પણ એ ગાંઠને છોડીને સ્નેહની ગાંઠ મારવી એ જ પ્રસન્નતા પામવાનો સાચો ઉપાય છે.
કલ્પના કરો કે જે હૃદયમાં કોઈનાય પ્રત્યે વેર, દ્વેષ કે ધૃણા નહીં હોય, તે હૃદય કેવું લીલુંછમ અને રળિયામણું હશે ! આપણે વધુ આપીને ઓછાની અપેક્ષા રાખવાને બદલે ઓછું આપીને વધુ મેળવવાની સ્પૃહા રાખીએ છીએ અને એ સ્પૃહા સંતોષાય નહીં એટલે હૃદયમાં કટુતા રાખીએ છીએ. ‘એનું મેં આટલું કામ કર્યું કે ‘એને મેં આટલી મદદ કરી’ એ વાતને ભૂલી જવાને બદલે વારંવાર વાગોળીએ છીએ અને બમણા વળતરની ઇચ્છા રાખીએ છીએ. હકીકતમાં જેટલી અપેક્ષા ઓછી, એટલો આનંદ વધુ. અતિ અપેક્ષા એ તીવ્ર આઘાતનું કારણ બને છે. ઘરના બારણેથી અપેક્ષાને વિદાય આપશો, તો પ્રસન્નતા સામે ચાલીને મળવા આવશે.
10
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
1
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
જગત સાચું છે, પણ એની આસક્તિ સ્વપ્નરૂપ છે !
કોણ કહે છે કે “જગત સ્વપ્નરૂપ છે ?’ દાર્શનિકોએ ભલે એમ કહ્યું હોય કે આ સંસાર સર્વથા મિથ્યા અને સ્વપ્નવત્ છે, પરંતુ સ્વપ્નમાં અને જગતમાં જે દેખાય છે એની વચ્ચે એક ભેદ છે. વ્યક્તિ સ્વપ્નમાં મહેલ જેવું મકાન જુએ કે પછી પોતાને સત્તાના સિંહાસને બેઠેલો જુએ, તો તેનું કોઈ અસ્તિત્વ હોતું નથી.
જ્યારે વાસ્તવિક જગતમાં તો એ વિશાળ મહેલ અને સત્તાનું સિંહાસન બન્ને જોતો હોય છે. સ્વપ્નમાં જે સદંતર મિથ્યા છે, એવું મિથ્યા નક્કર જગતમાં હોતું નથી. જગતમાં એ વસ્તુ અસ્તિત્વમાં હોય છે અને એ પછી પણ રહેતી હોય છે. આપણા અસ્તિત્વ સમયે અને અસ્તિત્વ ભૂંસાઈ ગયા પછી પણ તે હયાત હોય છે.
એ મકાન નિમિત્તે જાગેલો સંપત્તિનો ગર્વ કે સત્તાને કારણે પ્રગટેલો સત્તાલોભ ખોટો છે, આથી મકાન કે સિંહાસનને દૂર કરવાને બદલે એના પરિણામે જાગેલી આસક્તિ, અહંકાર અને વિષય-કષાયને દૂર કરવાના હોય છે. ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ થતી બેચેની ઓગાળવાની છે. સ્વપ્નમાં તો કશું હોતું નથી, જ્યારે જગતમાં જે હોય છે તે રહેવાનું જ છે. માત્ર એના પર પહેલાં જે મોહનો ભાવ હતો, તેમાં નિર્મોહ થવાનું છે. પહેલાં જેના ભણી દોડ હતી, ત્યાં હવે પીછેહઠ કરવાની છે.
એને માટે પહેલાં જે આકર્ષણ હતું, તે આકર્ષણો પ્રત્યે ઉદાસીનતા કેળવવાની છે. એ વસ્તુઓને પરિણામે જે આસક્તિ જાગતી હતી, એમાંથી અનાસક્તિ કેળવવાની છે. આ રીતે જગત અને સ્વપ્ન બન્ને સમાન છે એમ કહી શકાય નહીં. બન્ને ભલે મિથ્યા હોય, પણ પહેલામાં કશાયનું અસ્તિત્વ હોતું નથી અને બીજામાં એનું અસ્તિત્વ હોય છે. માત્ર એની પ્રત્યેના ભાવનું પરિવર્તન સાધવાનું છે.
૧૧ તમારા સમયનું હવે બૅકબૅલેન્સ કેટલું છે ? કેટલીક વસ્તુઓના વિકલ્પ આપણી પાસે છે. લસ્સી પીવાનું મન થયું હોય અને તે ન મળે તો છાશથી થોડા તૃપ્ત થઈ શકાય, દીવાલ પર કોઈ તસવીર ટાંગવાની ઇચ્છા હોય, તો એને બદલે કોઈ ચિત્ર ટાંગીએ તો ચાલે. બસ મળતાં વાર લાગે તેમ હોય, તો રિક્ષાથી કામ ચલાવીએ છીએ. ઘણી બાબતોમાં વિકલ્પ છે, માત્ર સમયની બાબતમાં કોઈ વિકલ્પ કે અવેજી નથી. સમય એ આપણી પાસેની સૌથી મોટી સમૃદ્ધિ છે અને ઘણી વાર તો સમય સર્વથા લૂંટાઈ કે વેડફાઈ જાય, પછી એની મૂલ્યનો ખ્યાલ આવતો હોય છે. આ સમય પ્રત્યે વ્યક્તિ ભાગ્યે જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
પોતાને સહજપણે મળેલી સમયની શક્તિ કે સમૃદ્ધિ વિશે માનવી ભાગ્યે જ કોઈ જાગૃતિ સેવે છે, પરિણામે એની વિશેષતા સમજ્યા વિના એને વેડફી નાખે છે. સમય એ તમારી સમૃદ્ધિ છે, પરંતુ તમે તમારી ધનસમૃદ્ધિની જેટલી સમયની સંભાળ લીધી છે ખરી ? ક્યારેય વિચાર્યું છે કે હવે સમયનું કેટલું બેંક બેલેન્સ મારી પાસે છે ? ભવિષ્યમાં વપરાનારા સમય વિશે ગહન ગંભીરતાથી વિચાર્યું છે ખરું ? સમયની સાર્થકતા સધાય એવી કોઈ ‘ડિપૉઝિટ’ કરી છે ખરી? માણસ પાસે સમય છે, પરંતુ એ સમયનું સુચારુ સંચાલન એની પાસે નથી.
દૃષ્ટિના અભાવને કારણે અને ગંભીર વિચારને અભાવે વ્યક્તિ વ્યર્થ રીતે સમય બરબાદ કરીને સમયથી પરાજિત થતો રહે છે. પોતાના જીવનનાં કાર્યોમાં સમય કેમ પસાર કરવાનો છે, તે વિશે એ પૂરતો વિચાર કે આયોજન કરતો નથી અને તેને કારણે સામે ચાલીને પોતાની સહજ પ્રાપ્ત, મહત્ત્વની સમૃદ્ધિ ગુમાવે છે. ધનવૈભવ કે અલંકાર ગુમાવીએ તો તરત ખ્યાલ આવે છે, પણ સમય એવો છે કે જો તમે જાગ્રત ન હો, તો કેવી રીતે લૂંટાઈ જાય છે તેનો ખ્યાલ પણ નહીં આવે.
12
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
13
Page #13
--------------------------------------------------------------------------
________________
પૉઝિટિવ અને નૅગેટિવ વિચાર સાથોસાથ રહે છે!
શુભ અને અશુભને પરસ્પરના પ્રબળ શત્રુ માનીએ છીએ. મંગળ અને અમંગળ વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હોવાનું ધારીએ છીએ. હકીકતમાં આ વિરોધી તત્ત્વો સામસામા છેડે રહેતાં નથી, પરંતુ એકબીજાની લગોલગ અને પડખોપડખ જીવે છે અને એથી જ જીવનમાં જે ક્ષણે શુભ વિચાર આવે છે, એ પછી તત્કાળ બીજી ક્ષણે અશુભ વિચાર આવે છે. જ્યારે કોઈનું અમંગળ કરવાની ઇચ્છા થાય છે, ત્યાર પછીની જ પળે એ અમંગળ કૃત્ય કરવા અંગે ખચકાટ જાગે છે , ભીતરમાંથી આવતા ‘બે અવાજ 'ને ઓળખવા જોઈએ. બેમાંથી જે અવાજ પસંદ કરો, તે નિર્ણાયક બને છે.
પ્રકાશ અને અંધારની ચિત્તની ઓ લીલા સમજનારે અંધારને અળગો રાખવા માટે પ્રકાશ પ્રતિ પક્ષપાત દાખવવો પડે છે. મનમાં પોઝિટિવ અને નૅગેટિવ બન્ને વિચારો આગળપાછળ જ નહીં, લગભગ સાથોસાથ આવતા હોય છે. નૅગેટિવ વિચારનું વર્ચસ્વ તોડવા માટે પૉઝિટિવ વિચારને વધુ પ્રબળ બનાવવો પડે છે. વિચારો જેટલા હકારાત્મક હશે, એટલી નકારાત્મકતાથી દૂર રહી શકાશે.
આને માટે મનને પૉઝિટિવ વિચારો કરવા માટે કેળવવું પડે છે અને તેવા વિચારો કરવા માટે ભય, શંકા, દ્વિધા અને લઘુતાગ્રંથિથી મુક્ત થવા માટે પ્રયાસ કરવો પડે છે. આવા નકારાત્મક ભાવોમાંથી મુક્તિ મેળવવી સહજ નથી, પરંતુ જો મક્કમ મનોબળથી એ રીતે કરવામાં આવે તો એ અશક્ય પણ નથી. વળી પૉઝિટિવ વિચારોને પરિણામે એક નવું વિશ્વ વ્યક્તિ સમક્ષ ખડું થાય છે અને એને માટે ઉજ્વળ ભવિષ્યની અનેક શક્યતાઓ પ્રગટે છે. આ રીતે કેળવાયેલું પૉઝિટિવ મનોવલણ વ્યક્તિના જીવનમાં નિર્ણાયક બની રહે છે.
૧૩ સર્જનાત્મકતામાં મૌલિક સાહસ છુપાયેલું હોય છે
સર્જનાત્મકતા એટલે શું ? ચીલાચાલુ માર્ગમાં કંઈક નવું કરવાની વૃત્તિ. વ્યક્તિ એની સર્જનાત્મકતાથી કાર્યસિદ્ધિનો કોઈ ત્વરિત રસ્તો શોધી કાઢે છે. જટિલ અને અટપટી બાબતોને વધુ સરળ બનાવે છે અને કાર્ય કરવાની પદ્ધતિમાં કોઈ નવો અભિગમ અપનાવે છે. સર્જનાત્મકતામાં રૂઢ, ચીલાચાલુ કે પરંપરાગત બાબતને સમૂળગી બદલી નાખવાની કે એમાં આકાશ-પાતાળ જેટલું પરિવર્તન કરવાની વાત હોતી નથી, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં મૌલિક ચિંતનથી નાવીન્ય સર્જીને નવી હવા કે ભિન્ન વાતાવરણ સર્જવાનું હોય છે. એવું માનવાની જરૂર નથી કે કલાકાર કે ઉદ્યોગપતિ એમની સર્જનાત્મકતાથી સમગ્ર પરિસ્થિતિને પલટી નાખે છે. હકીકતમાં જે પરિસ્થિતિ ચાલતી હોય છે, તેમાં એ દસેક ટકાનું પરિવર્તન લાવે છે.
બધા જે રીતે વિચારતા હોય, એનાથી સર્જનશીલ થોડું નોખું અને અલગ તરાહથી વિચારે છે , સર્જનાત્મકતાનો જન્મ સર્જક કે સંશોધકના ચિત્તમાં થતો હોય છે અને પછી એ નવીન વિચાર નવો અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે. આનો અર્થ એ છે કે સર્જનાત્મકતામાં જે અસ્તિત્વમાં છે તેના સંપૂર્ણ સંહારની, એનો સમૂળગો છેદ ઉડાડવાની કે એને સર્વથા નષ્ટ કરવાની આવશ્યકતા નથી. એને માટે તો વ્યક્તિએ થોડુંક નવેસરથી વિચારવાની જરૂર હોય છે. એના પર મૌલિક ચિંતન કરવાની જરૂર હોય છે.
એ આવેલા નૂતન વિચાર પર જુદા જુદા પ્રયોગો કરે છે. પોતાની અંતઃપ્રેરણાને ઓળખે છે અને પછી થોડું સાહસ કરીને કશુંક નવું સર્જવા પ્રયત્ન કરે છે. સર્જનાત્મક્તાનું સાહસ જ એને ચીલાચાલુ પરિસ્થિતિથી અને પોતાના વ્યવસાયના અન્ય માણસોથી જુદા તારવી આપે છે અને એને એની મૌલિકતા અને સર્જનાત્મક્તાને કારણે સફળતાના ઊંચા સ્થાને બેસાડે છે.
14
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
15
Page #14
--------------------------------------------------------------------------
________________
- ૧૪
મેં ધાર્યું હોત તો... !' કદી ન બોલશો !
એ માણસો તરફ સખત નફરત છે કે જેઓ એમ કહે છે કે ‘મેં ધાર્યું હોત તો હું આ કામ કરી શક્યો હોત અથવા તો ‘આ કામ કરવાને માટે હું પૂરેપૂરો સક્ષમ હતો, પરંતુ મેં એ કામ કર્યું નહીં.' કે પછી એમ કહે કે ‘આ કામ કરવું એ મારે માટે ચપટી વગાડવા જેવો ખેલ હતો, છતાં એ કામ કર્યું નહીં.' આવી કામ અને કર્તવ્યની ઉપેક્ષા કરનારી વ્યક્તિઓ એમના ચહેરા પર દંભનું નકલી મહોરું પહેરે છે અને પોતાની આળસ, નિર્બળતા કે નિષ્ફળતાની વિસ્મૃતિ માટે ચાલબાજી કરે છે. આ બાબત દર્શાવે છે કે એમની પાસે પોતાની જાતને ઘડવા, કેળવવા કે જીવનમાં પ્રગતિ કરવા માટે આવશ્યક એવી સ્વયં શિસ્તનો સર્વથા અભાવ છે.
લક્ષ્યને સિદ્ધ કરવા જતાં અવરોધો આવતા હોય છે. નજીકની વ્યક્તિઓ એની ઉપેક્ષા કરતી હોય છે અને અન્ય વ્યક્તિઓ એના પ્રત્યે દ્વેષ ધરાવતી હોય છે. એના મહાન કાર્યમાં સંકીર્ણ અને સંચિત માણસો અવરોધરૂપ બનતા હોય છે, પરંતુ સ્વયંશિસ્ત ધરાવનાર વ્યક્તિ એનાથી અકળાશે નહીં અને શાંત ચિત્તે દૃઢપણે પોતાની લક્ષ્મસિદ્ધિ ભણી એક પછી એક ડગલાં ભરતી જશે. સ્વયંશિસ્તથી જ વ્યક્તિ એનું જીવન શિસ્તબદ્ધ અને વિકાસલક્ષી રાખી શકે છે. કોઈ પણ મહાન કામ કોઈ ક્ષણિક આવેગથી થતું નથી, પરંતુ વ્યવસ્થિત રીતે કરેલા પ્રયત્નોથી થાય છે. અનુશાસન અનિવાર્ય છે, પછી તે અભ્યાસમાં હોય, જીવનમાં હોય કે ધર્મમાં હોય. નિજ પરનું અનુશાસન એ વ્યક્તિના સર્વાગી વિકાસની ઇમારતનો પાયો છે. માત્ર ઇચ્છા કરવાથી જ એ શક્ય બનતું નથી, પરંતુ પ્રબળ પુરુષાર્થ માગે છે. અને આથી વ્યક્તિએ ધ્યેયસિદ્ધ ન થાય ત્યાં સુધી આયોજનબદ્ધ રીતે પોતાનું કાર્ય કરવું જોઈએ. આવી સ્વયંશિસ્ત ધરાવનાર સ્વજીવનને ઉન્નત બનાવી શકે છે.
- ૧૫ માત્ર ગમતાનો ગુલાલ ઉડાડશો નહીં! ‘મને તો અનુકૂળ પરિસ્થિતિમાં જ રહેવું અને ગમતા વાતાવરણમાં જ જીવવું ગમે' એવું કહેનારી વ્યક્તિ પોતાને ગમતા માણસો, પરિચિત પરિવેશ અને ફાવતી પરિસ્થિતિના કુંડાળામાં જીવવાનું આપમેળે સ્વીકારી લે છે. અજાણ્યો પ્રદેશ, પ્રતિકૂળ પરિસ્થિતિ અને અણગમતા માનવીઓથી એ સતત દૂર ભાગતી રહે છે. એને પોતાના ‘કમ્ફર્ટેબલ ઝોનમાં વસવાનું અને જીવવાનું ગમે છે. પોતાને ફાવે અને ગમે એવા વાતાવરણના કોચલામાં પુરાઈ રહેતી વ્યક્તિ એના જીવનમાંથી નાવીન્ય, રોમાંચ અને સાહસ ગુમાવે છે.
કોઈ કારકુનની જિંદગી જુઓ, તો એમાં ભાગ્યે જ કોઈ પડકાર જોવા મળશે અને પડકારના અભાવે એ સમય જતાં સુસ્ત, પ્રમાદી કે જીવન પ્રત્યે ‘ઠંડો’ કંટાળો ધરાવનારો બની જશે. અનુકૂળ પરિસ્થિતિને છોડીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ નવાનવા પડકારો ઝીલી શકે છે અને નવાં ક્ષેત્રો સર કરી શકે છે. એ જેમજેમ પોતાની અનુકૂળતાને છોડતી જશે, તેમતેમ એનો વિકાસ સધાતો જશે અને એની સફળતા માટેના અનેક માર્ગો ખૂલતા જ શે.
- જો માત્ર ગમતી પરિસ્થિતિનો જ ગુલાલ ઉડાડવાનું વ્યક્તિ વિચારે, તો ધીરેધીરે આ પરિસ્થિતિ એને માટે કારાવાસરૂપ બની જશે. બહારની દુનિયાથી એ અલિપ્ત થતી જશે. નવા પડકારના અભાવે એના જીવનની ક્ષિતિજો નાના કૂંડાળામાં સમાઈ જશે. એક સમય એવો આવશે કે એણે પોતાના જીવનમાં પૂર્વ જે મેળવ્યું છે, એને જ બેઠા બેઠા અનુકૂળ પરિસ્થિતિમાં વાગોળ્યા કરશે. ભૂતકાળની સિદ્ધિ જ એને માટે વર્તમાનની વાત અને ભવિષ્યની ઘટના બનશે. બંધિયાર જીવનમાં એની દૃષ્ટિ, હિંમત અને નાવીન્યવૃત્તિ મુરઝાતી જશે અને સમય જતાં પોતાની ગમતી સૃષ્ટિમાં નજરકેદ બની જશે.
16
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
17
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૭ જીવનમાં વ્યક્તિ વારંવાર આત્મહત્યા કરે છે !
તમે આત્મહત્યા કરો છો ખરા ? વિષપાન કરવાથી, કૂવા કે સરોવરમાં ઝંપલાવવાથી કે ઊંચા મજલાથી નીચે પડીને જ માત્ર આત્મહત્યા થતી નથી. વ્યક્તિ એના જીવનમાં પણ વારંવાર પોતાની હત્યા કરતી રહે છે. આયુષ્યના સમયને અવર્ણનીય આનંદિત અને ઉલ્લસિત બનાવવાની શક્તિ એનામાં નિહિત છે, પરંતુ એ પોતાની આયુષ્યની શક્તિને વ્યર્થતા અને સ્થૂળતામાં ગુમાવતી રહે
૧૬ વ્યવસાયમાં સંવેદનાનું મહત્ત્વનું સ્થાન છે તમારી કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવામાં તમારા સહયોગીઓ અને હાથ નીચેના કર્મચારીઓનું ઘણું મોટું પ્રદાન હોય છે. પોતાના સાથીઓ અને કર્મચારીઓ પ્રત્યે કેટલાક અધિકારી ઉદ્ધત વર્તન દાખવે છે, એમને પગારદાર નોકર ગણીને તુચ્છ નજરે જુએ છે. એમની સાથેનો વ્યવહાર જોહુકમી કે તોછડાઈથી ભરેલો હોય છે. આનું પરિણામ એ આવે છે કે આ સાથીઓમાં કામ કરવાનો કોઈ ઉમળકો રહેતો નથી. તેથી એ બધા કામચોરી તરફ વળી જાય છે.
વળી, અધિકારીનો માનસિક ભય એમને મુક્ત રીતે કાર્ય કરતાં અને વિચાર કરતાં અટકાવે છે. પરિણામે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં વ્યક્તિની પોતાની કાર્યક્ષમતા અને સફળતા રૂંધાય છે. ઉદ્યોગ કે વ્યવસાયમાં અથવા તો સંસ્થાઓમાં સફળ વ્યક્તિઓની એક મોટી ખૂબી એ હોય છે કે તેઓ પોતાના સાથીઓની ફિકર કરતી હોય છે, પોતાની જાતને બદલે પોતાના કર્મચારીઓને આગળ રાખીને ઉત્સાહ અને નિષ્ઠા વધારે છે.
એમ કહેવાય છે કે ઉદ્યોગની સફળતામાં તમારી ટૅનિકલ જાણકારી તો માત્ર ૧૫ ટકા ફાળો આપે છે. તમારા ઉદ્યોગના વિકાસમાં ૮૫ ટકા ફાળો તો તમે તમારા સાથીઓ અને સહકર્મચારીઓની શક્તિને કઈ રીતે પ્રોત્સાહન આપો છો અને એમની પરિસ્થિતિ વિશે જાણકારી ધરાવો છો તેના પર આધારિત છે. આથી સાથીઓના મનને જાણવું, એની મૂંઝવણોને કળવી, એમાં એને સહાયરૂપ બનવું - એ બધી બાબતો સફળતા માટે ઘણી મહત્ત્વની બની જાય છે. જીવનની જેમ જ વ્યવસાયમાં માનવીય સંબંધો અને સંવેદનાઓ ઘણો મોટો ભાગ ભજવે છે. તેથી તમે કેટલું કામ કરો છો તેની સાથોસાથ તમારા સાથીઓને કેટલા પ્રેરિત કરવાની શક્તિ ધરાવો છો, તે બાબત પણ તમારી સફળતામાં કારણભૂત બનતી હોય છે.
માણસ પાસે તર્કશક્તિ છે, પણ એ તર્કથી કોઈ સત્ય સિદ્ધ કરવાને બદલે તર્કજાળ ભર્યા વિવાદ કરીને પોતાનો કક્કે ખરો પાડવાનું કામ કરે છે. એની પાસે બુદ્ધિની શક્તિ છે, પરંતુ એની એ બુદ્ધિ માત્ર ચર્ચાઓમાં કે પોતાના વિચારની ખરાઈ સાબિત કરવામાં ખર્ચાઈ જાય છે. એની પાસે વિજ્ઞાની કે દાર્શનિકની કલ્પના છે, પરંતુ એનો ઉપયોગ રૂઢિ, વહેમોની વાર્તામાં અને મનોવિલાસનો ઉપયોગ માટે કરે છે.
જીવનમાં મૂલ્યનિષ્ઠા જગાડીને જીવનને નવસર્જન કરતા યજ્ઞ જેવું બનાવી શકે છે, પરંતુ એને બદલે એ પોતાના જીવનની આસપાસ માન્યતાઓનાં જાળાં ગૂંથીને જીવતો હોય છે. પ્રત્યેક વ્યક્તિમાં શક્તિ તો નિહિત છે જ, માત્ર એ વ્યક્તિ એને કઈ રીતે પ્રયોજે છે, તેના પર એનો સઘળો આધાર છે. પોતાની શક્તિથી એ આત્મશક્તિ પ્રાપ્ત કરી શકે છે અને એ જ શક્તિથી એ જીવનની આત્મહત્યા કરતી હોય છે. જીવનનો અંત આણનાર તો એક વાર એમના જીવનનો અંત આણતા હોય છે, પરંતુ પોતાની શક્તિની આત્મહત્યા કરનાર તો વારંવાર પોતાના જીવન પર આઘાત કરીને એનો અંત લાવતી હોય છે. શક્તિ તો સહુમાં છે, પણ એ તટસ્થ છે. તેનાથી તમારા જીવનને દિવ્યજીવન બનાવી શકો છો અને અવળે માર્ગે જઈને એને ભ્રષ્ટ જીવન બનાવી શકો છો.
18
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
19
Page #16
--------------------------------------------------------------------------
________________
. ૧૮
જીવનમાં સેતુ વિનાના સંબંધોનો ભંગાર પડ્યો છે
આપણી શોધ છે “અતૂટ’ સંબંધોની મિત્ર સાથે, પત્ની સાથે, વડીલ સાથે કે સમાજની કોઈ વ્યક્તિ સાથે અતૂટ સંબંધ બાંધવા અહર્નિશ પ્રયાસ કરીએ છીએ. કરોળિયો જેમ જાળું રચે, એમ વ્યક્તિ સંબંધોનું સતત જાળું રચતી રહે છે, પરંતુ જ થ્થાબંધ કે ઢગલાબંધ સંબંધો ઊભા કરનાર ક્યારેય ‘સંબંધના સેતુનો વિચાર કરતી નથી. હકીકતમાં સંબંધો કરતાય સેતુ વિશેષ મહત્ત્વનો છે. આ સેતુ છે સમાન ધ્યેય, સમાન શોખ કે પછી બંને વ્યક્તિને સમાન રૂપે સાંકળતી કોઈ બાબત કે ભાવના. આવો સેતુ હશે તો જ સંબંધમાં મીઠાશ રહેશે, દૃઢતા જન્મશે અને દીર્ઘકાળ સુધી ટકી રહેશે.
પતિપત્નીના સંબંધોમાં દૈહિક આકર્ષણ થોડાં પ્રારંભિક વર્ષો સુધી રહે છે, પછી તો એ સંબંધી સમજણના સેતુ ઉપર ટકે છે. જો એમની વચ્ચે કોઈ સેતુ નહીં હોય, તો ધીરેધીરે એ સંબંધોમાં ખટાશ, ખારાશ અને તિરાડ જાગશે. એક જ ખંડમાં જીવતી બે વ્યક્તિઓ વચ્ચે માનસિક દીવાલ હશે. એક સાથે રહેતા બે મિત્રો વચ્ચે માત્ર ઔપચારિક સંબંધો જ હશે.
પણ સંબંધો રચવામાં ઉતાવળા એવા આપણે સંબંધના સેતુનો ક્યાં પૂરો વિચાર કરીએ છીએ ! પછી પરિણામ એ આવે છે કે આપણા ગઈકાલના સંબંધો એ આજે હોતા નથી. સંબંધના પ્રારંભ સમયે જે ઉત્સાહ, ઉમંગ અને આતુરતા હતી, એ સમય જતાં નિરુત્સાહ, હતાશા અને વિષાદમાં ફેરવાઈ જાય છે. એક કાળે જે સંબંધથી જીવનમાં વસંતનો ઉલ્લાસ ફેલાયેલો હતો, ત્યાં જ હવે પાનખરની ઉદાસી જોવા મળશે, સંબંધ બાંધતી વખતે સ્નેહનો ભૂકો મારીએ છીએ. એમાં ઓછપ આવતાં સંબંધના ઊંડા કૂવામાંથી બહાર નીકળવા હવાતિયાં મારીએ છીએ, કારણ એટલું જ કે સેતુ વિના કદી દીર્ઘજીવી સંબંધોનું સર્જન થતું નથી.
- ૧૯ નિષ્ફળતા ઓઢીને કોઈને મળશો નહીં! કોઈ મહાન વ્યક્તિની મુલાકાત લેતી વખતે ક્વચિત્ મનમાં સંકોચ અને કંપારીનો અનુભવ થતો હોય છે. એમની સમક્ષ જઈને પોતે શું પૂછશે એની દ્વિધા સતત કનડતી હોય છે. મુલાકાત પૂર્વે એનું મન વારંવાર ભીરુ બનીને લડખડાતું હોય છે અને મનમાં પારાવાર શંકાઓ ચકરાવા લેતી હોય છે. આવી જ રીતે કોઈ ડરામણી વ્યક્તિને મળવાનું હોય, ત્યારે વ્યક્તિનું મન ભય પામતું હોય છે. એના પગ ધ્રુજતા હોય છે અને મન નકારાત્મક કે ડરભર્યા વિચારોથી ભરાઈ જાય છે. સમર્થ વ્યક્તિ તુચ્છ ગણશે કે ડરામણી વ્યક્તિ આફત લાવશે એવા ખ્યાલથી મળવા જવું નહીં અને પોતાની અવગણના કે અપમાન થશે એવી પૂર્વ ધારણા સાથે મળવું નહીં.
આત્મવિશ્વાસ એ આવા પ્રસંગોમાં સૌથી મહત્ત્વની બાબત છે. જો નકારાત્મક દૃષ્ટિથી મુલાકાત કરવા જાય, તો એની મુલાકાત નિષ્ફળ જ જવાની. કોઈ સમર્થ વ્યક્તિ સમક્ષ જતી વખતે પોતે કેવો પામર છે એવો વિચાર વારંવાર એના મનમાં ઘૂમરાયા કરે અથવા તો કોઈ સમસ્યારૂપ વ્યક્તિને મળવા જતી વખતે દહેશતથી મન સતત ડંખ્યા કરતું હોય, તો તેમાં એને નિષ્ફળતા જ મળવાની. એની મુલાકાતમાં કસી બરકત નહીં આવે.
મુલાકાતનું કારણ અને પ્રકાર કોઈ પણ હોય, પરંતુ એ મુલાકાત સમયે પૂર્ણ આત્મવિશ્વાસ હોવો જોઈએ. ભય કે ડરની લાગણી ન હોવી જોઈએ. કદાચ એમાં મુશ્કેલી આવે તોપણ એનો સામનો કરી લેવાની મક્કમતા હોવી જોઈએ, સામી વ્યક્તિના પ્રશ્નોનો એ દૃઢતાપૂર્વક સામનો કરી શકશે અને આમ કરવા જતાં એની સફળતાની શક્યતાઓ પણ વધશે. નિષ્ફળતા ઓઢીને ચાલવા કરતાં આત્મવિશ્વાસથી સફળતાનાં આગે કદમ ભરવાં વધુ લાભદાયી હોય છે. આત્મવિશ્વાસ જેવો આપણા જીવનમાં બીજો કોઈ મિત્ર, સાથી કે સંરક્ષક નથી.
ક્ષણનો ઉત્સવ 21
20
ક્ષણનો ઉત્સવ
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦
તમારે પૃથ્વી પરનું નર્ક નીરખવું છે !
બીજાનો ચેપી રોગ જલદી લાગુ પડે છે, જ્યારે કોઈનું સ્વસ્થ આરોગ્ય આપણે લઈ શકતા નથી. ચેપી રોગ પ્રાપ્ત કરવા કશી મહેનત કરવાની જરૂર હોતી નથી, જ્યારે સ્વસ્થ આરોગ્ય સંપાદિત કરવા માટે સ્વયં પુરુષાર્થ કરવો પડે છે, આથી જ રોગિષ્ઠ સાથે રહેવું કે આરોગ્યવાન સાથે રહેવું એ જીવનની નિર્ણાયક બાબત બની રહે છે. પ્રમાદી, નિષ્ક્રિય અને પ્રયોજનહીન વન ગાળતા માનવીઓને ક્યારેય તમારી નજીક આવવા દેશો નહીં.
પ્રમાદી માનવી નકારાત્મક વલણ લઈને જીવતો હોય છે. એને કશું કરવું નથી અને કોઈ કરે તે પસંદ નથી. નિષ્ક્રિય માનવી કાં તો કામ કરતો નથી અથવા તો પોતાના કામની બીજાને ખો આપે છે. આવી વ્યક્તિનું જીવનકાર્ય સવારે ઊઠવામાં અને રાત્રે સૂવા સુધી સીમિત હોય છે. એને જીવનમાં કોઈ હેતુ જડતો નથી અને તેથી જીવન પ્રત્યે એ ઉદાસીન થઈ જાય છે. એના હાથ, પગ, ચિત્ત અને પુરુષાર્થનું અપમાન કરે છે. નિરાશાના નર્કનો સાક્ષાત્કાર કરવો હોય તો કોઈ પ્રમાદીને જોવો. એની પાસે દરિદ્રતાની ચાવી, નિર્બળતાનું રૂપ, બહાનાનું સૌંદર્ય અને પરતંત્રતાની પ્રબળ ઇચ્છા હોય છે. એથીય વિશેષ ધ્યેયનિષ્ઠ વ્યક્તિઓ તરફ એ ઘૃણા રાખવા માંડે છે.
પ્રમાદી, નિશ્ર્યિ કે પ્રયોજનહીન વ્યક્તિઓ સાથે રહેવાનું સૌથી મોટું જોખમ એ છે કે એમના ચેપી રોગનાં જંતુઓની અસર થતાં સહેજે વાર લાગતી નથી. તમને પણ તેઓ પોતાની નાતમાં ભેળવી દેશે અને ધીરેધીરે એમના જેવા બનાવી દેશે. જો એમની સાથે વધુ રહેશો તો તમને પણ એના જેવી નિષ્ચિતા કોઠે પડી જશે, આથી નિષ્ફળ થયા હોવા છતાં ઝઝૂમનારા લોકો સાથે રહેવાનું વધુ પસંદ કરવું. જિંદગીના પડકારો સામે મજબૂત મુકાબલો કરતાં લોકોની સાથે રહેવાથી પેલા ચેપી રોગનાં જીવલેણ જંતુઓનો પ્રબળ પ્રતિકાર થઈ શકે.
ક્ષણનો ઉત્સવ
22
૨૧
દુઃખની શોધ પાછળ માનવી દોડે છે
વ્યક્તિના જીવનમાં ક્ષણિક અને શાશ્વત વચ્ચેનું વિચિત્ર લાગે તેવું દ્વંદ્વયુદ્ધ અવિરતપણે ચાલતું હોય છે. જે ક્ષણિક છે એને વ્યક્તિ શાશ્વત માને છે અને એની એ માન્યતા સાથે જ જીવનનાં મહાદુઃખોનો પ્રારંભ થાય છે. ધન ક્ષણિક છે. એ સદાકાળ ટકતું નથી અને છતાં વ્યક્તિ દૃઢતાથી માને છે કે આ ધન સદા સર્વદા એની પાસે જ રહેવાનું છે. પોતે સંજોગોવશાત્ નિર્ધન બની શકે એવું સ્વપ્નેય માનતી નથી. યશવાન પોતાના યશને સદૈવ અને યુગો સુધી ટકી રહેનારો માને છે. પ્રેમી જ્યારે પ્રણયનો પ્રારંભ કરે છે, ત્યારે માને છે કે એનો
પ્રેમ તો શાશ્વત છે અને તે માત્ર આ ભવપર્યંત મર્યાદિત નથી, કિંતુ ભવોભવ સુધી ચાલનારો-ટકનારો છે.
વનના ઝંઝાવાતો આવતાં વ્યક્તિનો યશ ઓછો થાય છે અથવા તો વ્યક્તિને અપયશમાં જીવવું પણ પડે છે. અતિ ધનવાન સાવ ગરીબ બની જાય છે અને જે પ્રેમ શાશ્વત લાગતો હતો, એ પ્રેમ ઝાંખો પડવા લાગે છે. આનું કારણ એ છે કે જે થોડો સમય ટકનારું છે એને દીર્ઘકાળપર્યંત રહેનારું માને છે. જે સ્થિર નથી, એને સ્થિર માનીને જકડીને પકડી રાખે છે અને એથી જ રાજકારણી કે ધનવાનને સત્તાવિહોણી કે ધનવિહોણી દશામાં જીવવાનું આવતાં સાવ દયનીય બની જાય છે.
આમ વ્યક્તિ જે ચાલ્યું જવાનું છે, એને પકડી રાખવાનો અને હંમેશને માટે એના પર પ્રભુત્વ સ્થાપવાનો પ્રયાસ કરે છે. જે પરિવર્તનશીલ છે, એને સ્થાયી માને છે. સત્તા અને સમૃદ્ધિની ટોચ પર હોય ત્યારે એનો અહંકાર સાતમા આસમાને હોય છે. એની પરિવર્તનશીલતાને ઓળખી નહીં શકતી વ્યક્તિ અંતે સ્વયં એનું જીવન દુ:ખમય બનાવે છે.
ક્ષણનો ઉત્સવ
23
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૩
૨. લોહીની સગાઈમાં પ્રેમની સગાઈ ભેળવીએ !
વક્તા નહીં, શાંત શ્રોતા બનીએ !
લોહીની સગાઈની સહુ કોઈ વાત કરે છે, પરંતુ મુખ્ય બાબત તો પ્રેમની સગાઈ છે. લોહીની સગાઈ હોય, પણ એમાં પ્રેમની સગાઈ ન હોય ત્યારે જીવનમાં વિશેષ આંધી સર્જાય છે. નિશાળના અભ્યાસ સમયનો તમારો મિત્ર કૉલેજના અભ્યાસકાળ દરમિયાન હોતો નથી. વ્યવસાયના તમારા મિત્રોમાં કૉલેજ કાળનો દોસ્ત ભાગ્યે જ હોય છે. બહુ ઓછી મૈત્રી સાતત્યપૂર્ણ રીતે જીવનપર્યંત ચાલતી હોય છે.
જ્યારે માતા કે પિતા સાથેનો સંબંધ એ વ્યક્તિના જન્મથી શરૂ થાય છે અને બીજા બધા સંબંધો વિસ્મૃત બની જાય, પરંતુ આ સંબંધ તો સતત વ્યક્તિના જીવન સાથે અભિન્ન રીતે જોડાયેલો હોય છે. માતા-પિતા સાથેનો એ સંબંધ જો યોગ્ય માવજત પામેલો હોય, તો એ માતા-પિતા અને સંતાન બંનેને માટે બળરૂપ બને છે.
ઘણી વાર પિતાપુત્ર વચ્ચેના સંબંધો કથળી જાય છે, ત્યારે એ લોહીની સગાઈ લોહિયાળ બની જાય છે. વળી પિતા ભલે પુત્ર સાથે સંબંધ રાખવા ચાહતા ન હોય અને પુત્ર ભલે પિતા સાથે સંબંધ રાખવા ઇચ્છતો ન હોય અને છતાં અનિવાર્યપણે સામાજિક કારણોસર એમને સંબંધ રાખવા પડતા હોય છે. આવા સંબંધમાં સતત નિંદા, મહેણાં-ટોણા ને કલહ-કંકાસ ચાલતાં રહે છે. જ્યાં ક્યાંય અસંમત થવાની વાત આવે ત્યાં કશાય આદર વિના તત્કાળ સામી વ્યક્તિનું અપમાન કરીને રોકડું પરખાવવામાં આવતું હોય છે. જીવનમાં આવતા જન્મ, લગ્ન કે મૃત્યુ જેવા પ્રસંગોએ કે પછી ચઢતી અને પડતીની ઘટનાઓ વખતે આ બધા સંબંધો તમારા જીવનના કેન્દ્રમાં હોય છે, આથી જ લોહીની સગાઈના સંબંધોમાં પ્રેમની સગાઈ ઉમેરવા માટે પ્રત્યેક વ્યક્તિએ ગંભીર ચિંતન અને સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ.
વક્નત્વકલાના કૌશલ જેટલી જ મહત્તા શ્રવણકલાના કૌશલની છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના વક્નત્વ વિશે વિશેષ વિચાર કરે છે અને બીજાનું વન્દુત્વ સાંભળવા અંગે લેશમાત્ર વિચાર કરતી નથી. મોટા ભાગની વ્યક્તિઓને બોલવું જ પસંદ હોય છે. એમને અન્યનું કશુંય સાંભળવું સદંતર નાપસંદ હોય છે. આથી કોઈ વ્યક્તિ એની વાતનો પ્રારંભ કરે, ત્યાં જ પૂરેપૂરું સાંભળ્યા વિના બીજી વ્યક્તિ વાણીથી કૂદકો અધવચ્ચે લગાવે છે અને એની વાતમાં અવરોધ ઊભો કરીને ખલેલરૂપ અને ધ્યાનભંગ કરનારો બને છે.
વ્યક્તિએ કુશળ શ્રોતા બનવાની જરૂર છે. એ જ્યારે સામેની વ્યક્તિની વાત સાંભળતી હોય છે, ત્યારે માત્ર એના શબ્દો પર જ લક્ષ્ય કેન્દ્રિત કરવાનું નથી, કારણ કે બોલાયેલા શબ્દો એ તો એના ગર્ભિતાર્થનો માંડ અર્ધો ભાગ હોય છે. બાકીનો અડધો ભાગ એના હાવભાવ અને ચેષ્ટા પ્રગટ કરતો હોય છે. વાત કરતી વખતે એના મુખ પરની બદલાતી રેખાઓ જોવાથી એની વાત આસાનીથી પામી જવાશે.
કોઈ પણ વ્યક્તિને પૂર્ણ રૂપે સમજવા માત્ર એના શબ્દો જ નહીં, પણ શબ્દોની પાછળ રહેલો એનો ભાવ, શૈલી, રજૂઆત પણ મહત્ત્વનાં બને છે . ક્યારેક એમ લાગે કે હજી સામેની વ્યક્તિની વાત પૂરેપૂરી સમજાઈ નથી, તો પોતાની વાતનો બેત્રણ વાક્યોમાં સંક્ષેપ કહી દેવો જોઈએ. વ્યક્તિ પરિવારમાં હોય કે કોઈ વ્યાપારી કંપનીમાં હોય, પરંતુ અન્ય વ્યક્તિનો સ્નેહ સંપાદિત કરવો હોય તો એણે કુશળ શ્રોતા બનવું જોઈએ. પોતાની વાત અન્ય વ્યક્તિ પૂરી એકાગ્રતાથી સાંભળી રહી છે એ બાબત જ તત્કાળ સ્નેહની ગાંઠ વધુ મજબૂત બનાવશે. એકધ્યાન શ્રોતા તરફ વક્તાને સાહજિક પ્રેમની લાગણી થશે. તમારી સાથે આપોઆપ આત્મીયતાના તાર બંધાઈ જશે.
24
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
25
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૪
યાદી અને ડાયરીનું સમયપત્રક જરૂરી છે !
સાવ નજીક હોય તેનું ઘણી વાર સદંતર વિસ્મરણ થાય છે. વ્યક્તિની પડખોપડખ નહીં, પણ સાથોસાથ એનો સમય વીતતો હોય છે, પરંતુ પોતાના સમયના મૂલ્ય અંગે એ સહેજે સભાન હોતો નથી. સમયની ચિંતા કરનારી વ્યક્તિઓ બે પ્રકારે સમયનું આયોજન કરતી હોય છે.
પહેલા પ્રકારની વ્યક્તિઓ રાત્રે સૂતી વખતે પછીના દિવસની આખી રૂપરેખા બનાવે છે. આવતીકાલે જ્યાં જ્યાં જવાનું હોય અને જે કાર્ય કરવાનાં હોય, તેને માટે યોગ્ય સમય ફાળવશે. વિદ્યાર્થી જેમ સમયપત્રક લઈને વર્ગમાં જાય, એ રીતે આવી વ્યક્તિ સવારે ઊઠીને એ સમયપત્રક પ્રમાણે કામ કરશે. આ સમયપત્રકનું આયોજન પણ એવું હશે કે જેમાં મહત્ત્વનાં કામોની અગ્રતાક્રમે નોંધ કરવામાં આવી હોય. એમાં પણ જે તત્કાળ અને અતિ આવશ્યક હોય, એ યાદીમાં સૌથી મોખરે હશે.
સમયપત્રક પ્રમાણે કામ ચાલે એ માટે વ્યક્તિએ પૂરતી તૈયારી રાખવાની હોય છે અને અણધારી ઘટનાઓ માટે પણ એણે જોગવાઈ રાખવી પડે છે. સમયપત્રક તૈયાર થયા પછી એનો ચુસ્ત રીતે અમલ કરવો પડે છે. બીજા પ્રકારના સમયની ખેવના કરનારા લોકો દિનચર્યા પૂર્ણ થયા બાદ ડાયરી ખોલીને દિવસભરના કામની નોંધ કરે છે અને વિચારે છે કે આજે કરેલાં કામોમાં કેટલો સમય આપ્યો છે. ક્યાંય કોઈ કાર્યમાં વધુ પડતો સમય વેડફી નાખ્યો નથી ને ! એનો વિચાર કરશે અને એ રીતે પોતાના જીવનને સમયની બાબતમાં શિસ્તબદ્ધ રાખવાની કોશિશ કરશે. આમ જે સમયનું વ્યવસ્થિત આયોજન કરે છે, એ જ જીવનનું વ્યવસ્થિત આયોજન કરી શકે છે. સમયનું યોગ્ય આયોજન એ જ કાર્યસિદ્ધિની સીડી છે !
૨૫ પ્રશંસામાં સાવ કંજૂસ અને નિંદામાં અતિ ઉદાર
નીવડેલા કલાકારને પણ પ્રેક્ષકોને કહેવું પડે કે ભાઈઓ અને બહેનો ! આ કાર્યક્રમમાં તાલીઓ પાડવા પર કોઈ ટૅક્સ નથી ! નાટકના રંગમંચ પર અભિનેતા સુંદર અભિનય કરે અને દર્શકો આનંદિત થાય, પણ તાલીઓ ભાગ્યે જ સંભળાય. પશ્ચિમના દેશોમાં કોઈ સુંદર ખેલ જુએ અને લોકો કલાકારને તાલીઓના હર્ષધ્વનિથી વધાવી લે છે. ઇંગ્લેન્ડના રંગમંચ પર ઘણી વાર નાટક પૂર્ણ થયા બાદ કલાકારો મંચ પર આવે, ત્યારે પ્રેક્ષકોના ઊભા થઈને લાંબા સમય સુધી એમને તાલીઓથી વધાવતા જોયા છે. આપણે પ્રશંસામાં અનુદાર અને નિંદામાં ઉદાર છીએ.
એક કલાકારને માટે કલદાર કરતાં પ્રેક્ષકોનો આનંદ વધુ મહત્ત્વનો હોય છે. આપણે આનંદ અનુભવીએ છીએ, પણ એની અભિવ્યક્તિને ગુંગળાવી નાખીએ છીએ. ઉત્કૃષ્ટ કલાકાર પણ તમારી પાસેથી અભિવાદન અને ઉત્તેજન ઇચ્છતો હોય છે. પ્રત્યેક વ્યક્તિના અંતઃસ્તલમાં ઊંડેઊંડે પ્રશંસાની ખેવના હોય છે. યોગ્ય પ્રશંસા એ વ્યક્તિને પોતાના કામના શિરપાવરૂપ લાગે છે. આમેય પ્રશંસાની ઇચ્છા એ વ્યક્તિની ભીતરી પ્રવૃત્તિનો એક હિસ્સો છે.
એ સાચું છે કે આવી પ્રશંસા કે અભિવાદન ખુશામત ન હોવી જોઈએ. એ પ્રશંસા સ્પષ્ટ હોવી જોઈએ, તત્કાળ કરવી જોઈએ અને એ હૃદયથી પ્રગટેલી હોવી જોઈએ. તમે જેની પ્રશંસા કરો, કશાય વળતરની આશા વિના કરજો. વળી ભવિષ્યમાં તમે આવું કાર્ય કરો તો એ વ્યક્તિ આવી જ રીતે તમારી પ્રશંસા કરે, એવી અપેક્ષા પણ કદી રાખશો નહીં. તમારા હૃદયને વફાદાર રહીને તમે કરેલી પ્રશંસામાં સચ્ચાઈનો અંશ હોય છે, જે સામી વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય છે. એને માટે આવી પ્રશંસા એ પ્રગતિનો રાહ રચનારી, આદરેલા સાહસની વૃદ્ધિ કરનારી અને કાર્ય પ્રત્યે સંતુષ્ટિ આપનારી હોય છે.
26
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
27
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૭
૨૬. તમારા “સ્ટ્રેસ'ની ચાવી તમારી પાસે છે !
અતિ વ્યસ્તતાને લીધે કે કામના અતિ દબાણ હેઠળ ‘સ્ટ્રેસ અનુભવતી વ્યક્તિ બોલી ઊઠે છે કે “મરવાનો પણ ક્યાં સમય છે ?’ એક પછી એક કામ ઝડપથી પૂર્ણ કરતાં અને છતાં જેમનાં કામ કદી ખૂટતાં નથી એવી વ્યક્તિઓએ શરીર-મનની શક્તિને હાનિકારક ‘સ્ટ્રેસમાંથી બચાવવા માટે પોતાનાં દૈનિક કાર્યોની યાદી તૈયાર કરવી જોઈએ અને એનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીને વર્તમાન જીવનમાંથી કઈ બાબતોને દૂર કરી શકાય તેમ છે તેનો વિચાર કરવો જોઈએ.
માણસ ઘણી વાર તદ્દન બિનજરૂરી એવી પ્રવૃત્તિ કરતો હોય છે. ક્યારેક જરૂરી પ્રવૃત્તિમાં એ વધુ પડતો સમય બરબાદ કરતો હોય છે. કામ દેસ મિનિટનું હોય, પણ એનો પ્રારંભ કરે ત્યારે એને કામના કાગળો મળતા ન હોય. કાગળો મળે તો એ વિષયમાં કોઈની સલાહ લેવાની હતી એ સલાહ લેવાનું ભૂલી ગયો હોય છે. એ પછી જેમની સલાહ લેવાની હોય એમનો ઇમેઇલ આઈ.ડી. હાથ લાગતો નથી. આમ દસ મિનિટના કામના પ્રારંભ પૂર્વે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ખર્ચાય છે.
દસ મિનિટના કામ માટે એનો કલાક વીતી જાય છે. કામ પૂર્ણ થયે સામી વ્યક્તિને તત્કાળ, પરંતુ સૌજન્યપૂર્વક રજા આપવાની કળા હાંસલ કરવી જોઈએ. કેટલીક માનસિક અને શારીરિક અવ્યવસ્થિતતા પણ સમય બરબાદ કરે છે. વળી બિનજરૂરી, શક્ય ન હોય, તેવી વાત અંગે સ્પષ્ટ ‘ના’ કહેવાની શક્તિ હોવી જોઈએ. અસ્વીકારનું આ કાર્ય ક્યારેક અઘરું લાગે, પરંતુ વ્યક્તિ એક વાર ‘હા’ કહે એટલે એના શિરે ઘણી મોટી જવાબદારી આવી જાય છે. ‘ના’ પાડવાની અશક્તિ એ અતિ વ્યસ્તતા અને મુશ્કેલીઓને બોલાવતી નિમંત્રણપત્રિકા છે. જીવનને સાદું, સાહજિક અને યોજનાબદ્ધ રાખવાથી માનસિક તનાવના પ્રસંગો ઓછા ઊભા થશે. તમારા ‘સ્ટ્રેસની ચાવી તમારી પાસે છે.
કાર્ય પ્રસન્નતા આપે અને પીડાકારક પણ બને !
પોતાના રોજિંદા કામ કે વ્યવસાયથી થાકીને લોથપોથ થઈ ગયાની ફરિયાદ કરનારા તમને અનેક મળશે. કામ પૂરું થાય, ત્યારે પોતાની સઘળી શક્તિઓ નિચોવાઈ ગઈ છે એમ કહીને ઊંડો નિસાસો નાખનારા પણ ઘણા મળશે. સાંજે દિવસભરના કામને કારણે અકળામણ અનુભવતા કે વારંવાર ચિડાઈ જતા લોકો પણ નજરે પડશે. નોકરી, કાર્ય કે વ્યવસાય કરતાં સઘળી શક્તિ ખર્ચાઈ જાય છે એમ માનવામાં આવે છે, પરંતુ કાર્યમાંથી શક્તિ મેળવવાનો કસબ ભુલાઈ ગયો છે. કાર્ય જ સ્કૂર્તિ, ઉત્સાહ અને આનંદનું કારણ બની શકે. સમ્યગું કાર્ય ઇચ્છાપૂર્તિ, પ્રસન્નતા, આનંદ અને દુ:ખમુક્તિનો ઉપાય છે, પરંતુ સમ્યગું કાર્ય જો સમ્યગુ વિચાર વિના કરવામાં આવે, તો એ પારાવાર ચિંતા, અપાર ગુસ્સો, અકળ બેચેની, અઢળક આપત્તિ અને ઘોર નિષ્ફળતાનો ઉત્પાદક છે.
પ્રથમ કામની ચિકિત્સા કરવાની જરૂર છે. કેટલીક વ્યક્તિઓ મનમાં કોઈ તરંગ જાગે, પછી એ તરંગને સાર્થક કરવા માટે આંખો મીંચીને કામે લાગી જાય છે. કેટલાકને અમુક પ્રકારનું કામ કરવાની તીવ્ર વૃત્તિ હોય છે અને તેથી એ પ્રકારનું કામ જુએ એટલે એ કાર્યના કૂવામાં આંખો મીંચીને કૂદકો મારે છે. કેટલાક કોઈ ઘેલછાને આધારે અમુક કામ કરવા દોડી જતા હોય છે.
આમાં પ્રારંભે એના દિલમાં અથાગ ઉત્સાહ હોય છે, પરંતુ જેમ જેમ એ કામમાં ડૂબતો જાય, તેમ તેમ મુશ્કેલીઓ એને મૂંઝવવા લાગે છે અને પછી માથે લીધેલું કામ પૂરું કરવા માટે વેઠ કરતો હોય એવો અનુભવ કરે છે. પક્વ વિચાર અને દઢ સંકલ્પ સાથે કરેલું કામ એ અંતે આનંદભરી યાત્રા બની રહે છે. આવી વ્યક્તિ એ કામ કરતાં થાકી જાય ખરી, કિંતુ એનો થોક પણ એને સંતોષદાયી બને છે. કાર્યના સ્વરૂપ વિશેનું યથાર્થ ચિંતન જ કાર્યમાંથી પ્રસન્નતા કે પીડા જન્માવનારું હોય છે.
28
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
29.
Page #21
--------------------------------------------------------------------------
________________
૮
- ૨૯
માત્ર ભીતરનું સત્ય જ શાશ્વત છે
ખોટા નિર્ણયનો ભય રાખવો નહીં ! પ્રત્યેક વ્યક્તિ એના ધ્યેયનું નિર્ધારણ પોતાની આર્થિક, માનસિક કે શારીરિક સ્થિતિ પ્રમાણે કરે છે. ગરીબ માનવીનું ધ્યેય શ્રીમંત બનવાનું હોય છે, તો શ્રીમંતનું ધ્યેય સૌથી શ્રેષ્ઠ ધનિક બનવાનું હોય છે. સર્જકનું ધ્યેય ઉત્કૃષ્ટ સર્જનનું હોય છે અને રાજકીય નેતાનું ધ્યેય વધુ રાજ કીય સત્તા હાંસલ કરવાનું હોય છે. આમ નાનાં કે મોટાં ધ્યેય સહુ કોઈ રાખે છે.
ઘણી વખત વ્યક્તિ જીવનમાં અતિ ઊંચું ધ્યેય રાખે, કિંતુ જીવનભર તળેટીમાં રહીને ધ્યેયના પર્વતના શિખરને જોઈને નિસાસા નાખતી રહે છે. ધ્યેય રાખ્યા પછી એને ભય હોય છે કે ધ્યેયસિદ્ધિ માટે એ અમુક પ્રકારની પ્રવૃત્તિ કરે અથવા તો કોઈ નવું સાહસ આદરે તો તેમાં એને સફળતા મળશે કે નહીં ?
ખોટા નિર્ણયનો ભય રાખવાની જરૂર નથી. આવો ભય સેવનાર ઘણી વાર નિર્ણય કરવાથી દૂર ભાગે છે, અથવા કમને, અનિચ્છાએ કે લાચાર મનથી નિર્ણય કરે છે. આવા નિર્ણય પાછળ કાર્યસિદ્ધિ માટેના બળનો અભાવ હોય છે. આવી વ્યક્તિ પહેલા પગથિયે જ પરાજિત થાય છે.
હકીકતમાં બહુ ઓછી વ્યક્તિઓ સાચા નિર્ણયો લઈ શકતી હોય છે, પરંતુ સફળ વ્યક્તિઓ પાસે એ દઢતા હોય છે કે એ પોતાના નિર્ણયને પુરુષાર્થથી સાચો ઠેરવતી હોય છે. પરિણામે ધ્યેય નક્કી કર્યા બાદ એના તરફ પુરુષાર્થ ખેડવો એ મહત્ત્વની વાત છે. જેમણે જીવનમાં પોતાના ધ્યેય સિદ્ધ કર્યા છે, એમણે ઘણી નિષ્ફળતાઓનો સામનો કરીને સફળતા હાંસલ કરી હોય છે, આથી જ સફળતા કે નિષ્ફળતાની ઝાઝી ખેવના કર્યા વિના ધ્યેય પર દૃષ્ટિ રાખીને નવી ક્ષિતિજો ઉઘાડવા માટે કામ કરવું જોઈએ. એને માટે માનવીએ સતત પોતાના જાગ્રત મનની સાથોસાથ અજાગ્રત મનને પણ ધ્યેય પ્રતિ જાગ્રત કરતા રહેવું જોઈએ.
આ જગતને ભારતીય દાર્શનિકોએ સ્વપ્નવત્ કહ્યું અને ગમ્યું. બાહ્યજગત અને બાહ્યજીવન એ તો સ્વપ્નમાં દેખાતાં ચિત્રવિચિત્ર કે ગમતાં-અણગમતાં દેશ્યો છે. માનવી એના સુખમાં મહાલે છે અને એ સ્વપ્ન ચાલ્યું જતાં એને સમજાય છે કે આ તો માત્ર ભ્રમ હતો. આ જગત મિથ્યા કે માયાવી છે એમ કહેવાયું છે. એની ભ્રમ તરીકે ઓળખ આપી છે, પરંતુ આમ કહેવાનો અર્થ શો? બાહ્યસંબંધો બદલાય છે, આસપાસના સંજોગો પલટાય છે. જીવનહેતુ અને શૈલીમાં પરિવર્તનના પલટા આવતા રહે છે. બાલ્યાવસ્થાની મુગ્ધતાનો આનંદ યુવાનીનો રંગ ઝાંખો કરી દે છે અને યુવાનીની શક્તિ અને તાકાત વૃદ્ધાવસ્થામાં વસવસાનું કારણ બને છે.
આજે વિજ્ઞાન એક સિદ્ધાંત પર આવીને કરે છે, એ આવતી કાલે સાવ બદલાઈ જાય છે. આજે શોધાયેલી દવા રોગના રામબાણ ઇલાજ રૂપ માનવામાં આવે છે, પરંતુ સમય જતાં એ દવાની આડઅસરો જ્ઞાત થતાં એને જાકારો મળે છે અને એને સ્થાને અન્ય દવા શોધાય છે . આઇન્સ્ટાઇન કે ન્યૂટનના સિદ્ધાંતમાં પણ આજે કેવાં પરિવર્તન આવ્યાં છે ! આમાં કશું નિશ્ચિત કે શાશ્વત નથી.
જેને આજે સત્ય માનીએ છીએ, તે અંતે અસત્ય પુરવાર થાય છે, બાહ્યજગતને માયાવી કહેવાનો હેતુ એટલો કે સત્યમય જગત તો તમારું આંતરજગત છે. આ આંતરજગતમાં સત્યનાં મોતી છુપાયેલાં છે, એને તમારે શોધવાનાં છે, આથી સત્ય માટે અંતરયાત્રા આવશ્યક છે. બાહ્યમાયામાંથી મન કાઢીને ભીતરની ચેતના સાથે અનુસંધાન સાધો, તો આપોઆપ સત્ય સાંપડશે. તમે સંપાદિત કરેલું જ્ઞાન ભ્રામક હોઈ શકે. શેય ભ્રાંત હોઈ શકે, પરંતુ જ્ઞાતા કદી ભ્રાંત હોતો નથી અને તે જ્ઞાતા, તે ભીતરનું સત્ય એ જ અપરિવર્તનશીલ એવું શાશ્વત સત્ય છે.
30
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
31
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૦
૩૧
અશુભ એ માંકડાની ચળ છે !
તમારી વિચિત્રતાને ચાહતા રહેજો ! માનવી હંમેશાં પોતાની વિશેષતાનો વિચાર કરે છે, પરંતુ ક્યારેક સમય કાઢીને નિરાંતે પોતાની વિચિત્રતાઓનો વિચાર કરતો નથી. ગમે તેવી મહાન વ્યક્તિ હોય, પણ એનામાં કોઈ ને કોઈ વિચિત્રતા વસેલી હોય છે. કોઈને એવી ભૂખ લાગતી હોય છે કે એ બાળકની માફક રઘવાયો થઈને તોફાન મચાવી દેતો હોય છે. ક્યારેક કોઈને પાછલી રાત્રે જ ઊંઘ બરાબર ઘેરાતી હોય છે.
ગમે તેટલો મહાવિદ્વાન હોય, તોપણ એને રસ્તા પર મળતાં ગાંઠિયા કે મરચાંનાં ભજિયાં ખાવામાં જલસો પડતો હોય છે. કોઈ આઇસક્રીમ જોઈને તો કોઈ કેરીનો રસ જોઈને સઘળું ભાન ભૂલી આરોગવા માંડે છે. કેટલાક અમુક રંગનાં જ વસ્ત્રો પહેરતાં હોય છે, તો કેટલાકને પ્લેનને બદલે ટ્રેનની સફર ગમતી હોય છે. કોઈ દિવસમાં બે વાર અતિ લાંબી દોડ દોડે છે, તો કોઈના પગ માત્ર બંગલામાં અને મોટરમાં જ ગતિ કરતા હોય છે.
તમારી પણ આવી જ કોઈ વિચિત્રતા હશે, પણ એના તરફ ધૃણા દાખવવાને બદલે પ્રેમ દાખવજો. આઇન્સ્ટાઇનના પહેરવેશ અને દેખાવમાં કેટલી બધી વિચિત્રતા હતી ! વીસમી સદીના સૌથી બુદ્ધિમાન માનવીને મોજા પહેરવાં સહેજે પસંદ નહોતાં. આવી વિચિત્રતાઓ એ જ મનુષ્યના સાહજિક અસ્તિત્વનો અણસાર આપે છે. વિચિત્રતા જોતાં એમ લાગે કે એ વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય, પરંતુ આના મનની સહજતા સાંગોપાંગ જળવાઈ રહી છે. જો માનવીમાં વિચિત્રતાઓ ન હોય, તો આ જગત પૂર્વ નિર્ધારિત એક તાલે ચાલતું હોત. એ તદ્દન શુષ્ક, એકસુરીલું અને નિરસ લાગે. સાચું પૂછો તો આ વિચિત્રતામાં કશું વિચિત્ર નથી, એ અતિ સહજ અને પૂર્ણ વાસ્તવિક છે. વ્યક્તિના મોજીલા કે મસ્તીભર્યા વ્યક્તિત્વમાંથી નીકળેલી આવી વિચિત્રતાઓ એના જીવનને અવનવા રંગો અને રોમાંચથી ભરી દે છે.
ચિત્તમાં મલિન અને સાત્ત્વિક બંને વિચારો સાથોસાથ જાગે છે. મન મલિન વિચાર તરફ તત્કણ આકર્ષાય છે. એને નકારાત્મકતા વધુ પસંદ પડે છે. એ તરત સાત્ત્વિક વાતનો નિષેધ, ઇન્કાર કે અસ્વીકાર કરશે અથવા તો એની ઠઠ્ઠા-મશ્કરી ઉડાવશે. દુષ્ટ, નિમ્ન કે મલિન વિચાર ધરાવનારમાં એક એવી વિકૃતિ હોય છે કે એના મનમાં કોઈ સારો, ઉચ્ચ કે સાત્ત્વિક વિચાર જાગે, તો તે ભીતરમાં ભયભીત થઈ જાય છે. દાનવને બીક લાગે છે કે દેવ ક્યાંક પેસી તો નહીં જાય ને ! પરિણામે નકારાત્મક વિચારધારા ધરાવનાર, પહેલું કામ તો વિધેયાત્મક વિચારોનો છેદ ઉડાડવાનું કરશે. સારા વિચારની વ્યર્થતા બતાવશે અને આગળ વધીને એ સાવ વ્યર્થ અને વાહિયાત છે તે પુરવાર કરશે.
તામસી વિચારને દૂર ખસેડીને સાત્ત્વિક વિચારની પ્રતિષ્ઠા કરવી એમાં અતિ મોટું પરાક્રમ રહેલું છે. અનિષ્ટનો હુમલો ખાળવા માટે ઇષ્ટનું પ્રબળ બળ જોઈએ. તમસના નાશ કાજે પ્રકાશની તીવ્રતા જોઈએ. એ પ્રકાશ મંદ હશે તો તમસ એને થોડી ક્ષણોમાં ઘેરી વળશે. આને માટે તમારે મનમાં જાગતા વિચાર સાથે વિવેકને જોડવો પડશે. સારા-નરસાનો ખ્યાલ કરવો પડશે અને ચિત્તને ઊર્ધ્વ અને યોગ્ય વિચાર માટે ઉત્સાહિત કરવું પડશે.
અશુભ માટે પ્રયત્ન કરવાનો રહેતો નથી, પણ શુભનું બળ જગાડવા માટે શુભ સંકલ્પની જરૂર પડે છે. જેનું આવું સંકલ્પબળ ઓછું, એની અશુભ પ્રત્યે ગતિ વધારે. વળી શુભ વિચાર એક-એક ડગલું ભરી આગળ વધે છે. અશુભ તો હરણફાળ ભરે છે. અશુભ માંકડાની ચળ છે, તો શુભ એ સસલાની દોડ છે. અશુભ એ કોઈનું અહિત કે અનિષ્ટ કરવાનો વિચાર આવે કે તરત જ એના પરિણામનો અને એમાંથી મળનારા તીવ્ર આનંદનો વિચાર કરવા માંડે છે.
32
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
33
Page #23
--------------------------------------------------------------------------
________________
- ૩૩
તમારી પસંદગી એ જ તમારા જીવનની ગતિ છે
- ૩૨ અત્યારે'નો આગ્રહ રાખો ! વર્તમાનમાં જીવો અને વર્તમાનમાં કાર્ય કરો. વ્યક્તિને વર્તમાનથી લપાઈ જવા માટે ભવિષ્ય બહુ પસંદ પડે છે. ભવિષ્યના મધુર સ્વપ્નમાં જીવવું ગમે છે. એને કોઈ પણ કામ સોંપવામાં આવે એટલે સાવ નવરાશ હોવા છતાં એ મનોમન નક્કી કરે છે કે આવતીકાલે જરૂર આ કામ કરીશ. આવતીકાલ આવે ત્યારે એ નિશ્ચય કરે છે કે હવે એક દિવસ તો વીતી ગયો છે, એક વધુ દિવસ પસાર થઈ જાય, તો તેમાં શું ખાટું-મોળું થઈ જવાનું છે ! ત્રીજે દિવસે એને કામ યાદ આવે છે, પરંતુ વિચારે છે કે એટલી બધી ક્યાં ઉતાવળ છે કે અબઘડી આ કામ કરી નાખ્યું અને પછી ઘણી ઘડીઓ વીતતી જાય છે. જે કામ એ અબઘડી કરી શક્યો હોત, તે કામ કરવાની ઘડી જ આવતી નથી !
પ્રારંભમાં જ્યારે એ કામની વાત થઈ હોય, ત્યારે એનામાં એ અંગે પારાવાર ઉત્સાહ હોય છે, પણ જેમ જેમ સમય વ્યતીત થતો જાય, તેમતેમ એનો ઉત્સાહ ઠંડો પડતો જાય છે. એની ધગશ ધીમા શ્વાસ લેવા માંડે છે અને લાંબા ગાળે એ કામ શરૂ કરે ત્યારે ઘણું ભૂલી ગયો હોય છે. અંતે એ કામ તાત્કાલિક કર્યું હોત તો જે લાભ પ્રાપ્ત થવાનો હતો, એ લાભથી તો વંચિત
એક દૃષ્ટિ દિવસના સૂર્યપ્રકાશમાં તેજકિરણોથી સ્નાન કરતી સૃષ્ટિ જુએ છે, તો બીજી દૃષ્ટિ મધ્યરાત્રીએ ચોતરફ જામેલા નિબિડ અંધકારને નિહાળે છે. જીવનમાં મહત્ત્વ એનું છે કે તમે પર્વતના શિખર પર રહીને પ્રકાશિત સૃષ્ટિને જુઓ છો કે પછી ઊંડી ખીણના અંધકારમાં જઈને જગતને નિહાળો છો. ઊંચા શિખરને જોનારી દૃષ્ટિ હંમશ ઊર્ધ્વનો વિચાર કરે છે. ઉચ્ચ માર્ગે આગળ ધપવાની કોશિશ કરે છે અને એની નજર શિખર પર જઈને સર્વોચ્ચની પ્રાપ્તિ કરવાની હોય છે.
ઉચ્ચ શિખર પરના પ્રયાણ સમયે હવાની મધુર લહરીઓનો અનુભવ થાય છે. હસતી પ્રકૃતિ હૃદયને આનંદથી ભરી દે છે અને નિસર્ગની એ રમણીય લીલા વચ્ચે ચોતરફ સઘળું પ્રકાશમય નજરે પડે છે. જ્યારે નીચે ખાઈમાં રહેનારને કાળા ડિબાંગ અંધકાર સિવાય કશું નજરે નહીં પડે. તાજગીભરી હવાનો અનુભવ નહીં થાય. સૂર્યપ્રકાશ કેવો ઝળહળે છે, એની કશી જાણ નહીં હોય.
એ વિચારીએ કે પહાડની ઊંચાઈને સ્પર્શવી છે કે પછી ઊંડી ખાઈની ગર્તામાં જીવવું છે. તમારી ગતિ એ જ તમારું જીવન છે. ઊંચે ગતિ કરનાર ઊર્ધ્વ યાત્રા કરે છે અને નીચે ગતિ કરનાર અધોગતિ યાત્રા કરે છે. યાત્રાળુ તમે જ છો. માત્ર તમારે યાત્રાનો પંથ નક્કી કરવાનો છે. એ પંથ જ પ્રાપ્તિઅપ્રાપ્તિનો સૂચક છે. એ માર્ગ જ તમારાં મનોવલણોનો માર્ગદર્શક બને છે. અને તમે પસંદ કરેલો એ રસ્તો જ તમારા જીવનને રસમય, આનંદમય કે પ્રકાશમય બનાવનાર અથવા નિરાશ, વિષાદમય અને અંધકારયુક્ત બનાવનારો છે. યાત્રી કરનાર તમે, માર્ગની પસંદગી કરનાર પણ તમે; પરંતુ તમારી પસંદગી પર વિવેકની મુદ્રા અને ગતિ પ્રત્યેની દૃષ્ટિ જરૂરી છે.
કોઈ ગુનાની સજા પંદર-વીસ વર્ષ પછી થાય, ત્યારે ગુનેગાર જીવતો જ ન હોય એવી પરિસ્થિતિ હોય છે, એવી જ રીતે જે કામ લાંબા દિવસો પછી થાય, ત્યારે એ કામનો કોઈ અર્થ રહેતો નથી. એ કામ સમયસર થયું હોત તો એનાથી થનારા લાભને ખોઈ બેસે છે. ક્યારેક એ કાર્યનો મહિમા ઘટી ગયો હોય છે. આથી જ કોઈ પણ કામને ‘અત્યારે’ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એને ટાળવાની, એમાં વિલંબ કરવાની અથવા તો એને આવતીકાલે કે પછી ભવિષ્યમાં કરવાની વૃત્તિ કશું પરિણામ લાવતી નથી.
34
સણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
35
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૪
બેચેની એ મનનું કાયમી સરનામું છે
અતૃપ્તિ પાસે તૃપ્ત થવાની શોધ કરીએ તો શું થાય ? જ્યાં માત્ર અશાંતિ જ વસે છે, ત્યાં શાંતિ પામવા જઈએ તો શું થાય ? બેચેની એ જ જેનો શ્વાસ છે અને અસંતોષ એ જ જેનો ઉચ્છવાસ છે, એની પાસે સુખ-ચેન અને સંતોષ માગવા જઈએ, તો શું થાય ? મનની પાસે ક્યારેય શાંતિ માગવાની ભૂલ કરવી નહીં, કારણ કે એનો જીવ જ અશાંતિ અને ઉંચાટભર્યો છે. એ વ્યક્તિને સતત વિકલ્પોમાં ડુબાડતું રહે છે. શંકા-કુશંકા અને ભયમાં નાખતું રહે છે. જે માર્ગ પકડે તે જ માર્ગે આંખો મીંચીને દોડતું રહે છે.
એ લોભને પકડશે, તો ધનની આંધળી દોટ લગાવશે. એ વાસનાને ઝડપશે તો વ્યક્તિને કામવૃત્તિની ગુલામ બનાવી નાખશે. એ સત્તા પાછળ ઘેલું બનશે, તો એની પાછળ એડી-ચોટીનું જોર લગાવીને દોડશે. આ મન તમને જંપવા દેતું નથી અને તમે એની પાસેથી જંપની ચાહના રાખો છો ! એને તો સતત વ્યક્તિને અહીંથી તહીં દોડાવવી છે. એનામાં જાતજાતના તરંગો જગાડવા છે. સતત વૃત્તિની ફેરફુદરડી ફરવી છે. એના જીવનની લગામ પોતાના હાથમાં રાખવી છે.
મન કોલાહલમાં જીવે છે. એને એકાંત પસંદ નથી. એને સતત દોડવું ગમે છે, સ્થિર ઊભા રહેવું એના સ્વભાવમાં નથી. એ ભારે તરંગી છે, એક તરંગ શમે નહીં, ત્યાં બીજો તરંગ જગાડે છે. આવી મનની લીલા જાણીએ અને અનુભવીએ છીએ, છતાં એ મન પાસે શાંતિની ભીખ માગવા જઈએ છીએ. મન કદી શાંતિ આપી શકવાનું નથી. શાંતિ મેળવવાની પહેલી શરત જ એ છે કે મનની લીલા સમાપ્ત કરી દો. મનનું વર્ચસ્વ તોડી નાખો અને મનના હુકમોની ધૂંસરી ફગાવી દો. શાંતિ મેળવવા માટે મન પાસે જવાની જરૂર નથી, પણ મનને ખુદને શાંત કરવાની જરૂર છે.
૩૫ મર્યાદાના અંધારિયા ઓરડામાં નજરકેદ બની જશો
અન્ય વ્યક્તિઓ, વિરોધીઓ કે કપરા સંજોગો વ્યક્તિની પ્રગતિમાં રુકાવટ કરે છે, એના કરતાં વ્યક્તિ પોતે પોતાની પ્રગતિમાં વધુ અવરોધરૂપ બનતી હોય છે. ‘આ કામ મારાથી નહીં થઈ શકે', ‘હું આ જવાબદારી માથે લઈ શકું તેવી મારી સ્થિતિ નથી’, ‘આવાં નવાં સાહસોમાં મને રસ નથી’ અથવા તો ‘આવું કામ મને ફાવશે નહીં', એવું ઘણી વ્યક્તિઓ પાસેથી વારંવાર સાંભળવા મળે છે. આવી વ્યક્તિનો સ્વયં પોતાની લક્ષ્મણરેખા બાંધી દે છે. ધીરે ધીરે એની એ લક્ષ્મણરેખા એમના જીવનનું કૂંડાળું બની જાય છે.
કોઈ પણ નવી વાત થાય એટલે એનું મન એના સ્વીકારને બદલે એના અસ્વીકાર માટે આતુર બનીને ઊછળે છે. કોઈ નવા ક્ષેત્રના પહેલા પગથિયાની વાતનો હજી પ્રારંભ થાય, તે ક્ષણે જ એ વ્યક્તિ પોતાનો પગ ઉપાડવાની જ ના પાડે છે. કેટલીક વ્યક્તિઓ પ્રમાદ અને ભયને કારણે નવો પડકાર ઝીલવાની એમની તૈયારી દાખવતી નથી.
જીવનને મર્યાદામાં બાંધી દેશો, તો એ જીવન ધીરેધીરે કૂપમંડૂક માનસિકતા જન્માવશે. આવાં મર્યાદિત કૂંડાળાં જ મર્યાદિત માણસોને સર્જે છે, આથી મર્યાદાઓ વિશેના વલણમાં સમૂળગું પરિવર્તન જરૂરી બનશે. વ્યક્તિએ એની શક્તિઓનો વિચાર કરીને એ મર્યાદા કઈ રીતે ઓળંગી શકાય એનો ખ્યાલ કરવો જોઈએ અને પોતાની પાસેની અન્ય શક્તિઓથી જ એ સીમા ઓળંગીને નવાં સાહસો કરી શકે તે માટે વિચારવાનું વલણ કેળવવું પડે. આ પ્રકારના વિચારના ‘ધક્ક'ની પ્રગતિ માટે જરૂર છે. જો નવા વિચારથી જ નાસી છૂટવાનું વલણ હશે, તો પરિસ્થિતિ એ હદે વણસી જશે કે નવા અભિગમ કે નવાં સંશોધનો થશે નહીં. જિજ્ઞાસા, વિસ્મય, સાહસ અને મૌલિકતા જેવી મહત્ત્વની ભાવનાઓ વૃત્તિ ઠરી જશે ને જીવન મર્યાદાનો અંધારા ઓરડામાં નજરકેદ થઈ જશે.
36
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
37
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૬
૩૭
કર્મયોગ'ના દેશમાં કર્મ-વટો જોવા મળે છે !
આંખથી વાતચીત કરીએ ! વાતચીત એ શબ્દની કલા નથી. એમાં બિચારા શબ્દોનો ફાળો તો માત્ર સાત ટકા જેટલો જ છે. શાકમાં માંડ મીઠા જેટલો ! વાતચીતની કલાની અર્ધાથી વિશેષ સફળતા એ તમારા હાવભાવ અને શારીરિક ચેષ્ટા પર છે. વાત કરતી વખતે તમે કઈ રીતે તમારા ચહેરા પર ભાવ લાવો છો, કઈ રીતે માથું હલાવો છો, કઈ રીતે સામી વ્યક્તિની આંખમાં આંખ પરોવો છો, કઈ રીતે તમે બેઠા છો, કેવો તમારો દેખાવ છે અને કેવા તમારા હાવભાવ છે - આ બધું મહત્ત્વનું છે.
વખત આવ્યે તમે એની સાથે કઈ રીતે હાથ મિલાવો છો અથવા તો કઈ રીતે એની પીઠ થાબડો છો. સ્પર્શ પણ તમારી વાતચીતનો પ્રભાવક અંશ છે. સાત ટકા શબ્દોના અને પંચાવન ટકા ચેષ્ટાના, તો બાકીના આડત્રીસ ટકાનો આધાર શેના પર ?
એ છે તમારી બોલવાની રીત પર. તમે વાતચીત કરતી વખતે કયા મુદ્દા પર વધારે ભાર કે ઝોક આપો છો અને તેને કઈ રીતે અભિવ્યક્ત કરો છો તે મહત્ત્વનું છે. વળી બોલતી વખતે તમે કઈ રીતે તમારી લાગણીઓ એમાં મૂકી શકો છો તે બાબત મહત્ત્વની છે એટલે કે તમારા શબ્દોની ગતિ, ઉચ્ચારણની શૈલી, વાણીની ગતિ, ચહેરા પર ભાવની અભિવ્યક્તિ, લયનો આરોહ-અવરોહ – એ બધું તમારી વાત પહોંચાડવામાં મહત્ત્વનું બને છે.
વાતચીત એ માત્ર કાનની કલા નથી, પણ આંખનીય કલા છે. એની આંખો પણ સામી વ્યક્તિની આંખ સાથે વાતો કરતી હોવી જોઈએ. કાન અને આંખના સંવાદ દ્વારા એ વ્યક્તિની વાત બરાબર સમજાશે અને એને યોગ્ય પ્રતિભાવ આપી શકાશે.
વ્યક્તિના કાર્ય કે વ્યવસાય પ્રત્યેનો અભિગમ એ જ એની સફળતા કે નિષ્ફળતામાં નિર્ણાયક બનતો હોય છે. ઘણી વ્યક્તિઓ ‘ક્યાં આમાં આવી પડ્યા ?' એવા ભાવથી કમને વ્યવસાય કરતી હોય છે અને નિસાસા નાખીને જિંદગીને વૈતરું બનાવતી હોય છે.
કેટલાક માત્ર ઘડિયાળના કાંટે વ્યવસાય કરતા હોય છે. ઑફિસમાં જઈને બેસે અને સમય પૂરો થવાની રાહ જુએ. એમની દૃષ્ટિ કાર્યને બદલે ઘડિયાળના કાંટા પર કરેલી હોય છે. કેટલાક પોતાના કામ પ્રત્યે વંચના કરતા હોય અથવા તો પ્રમાદથી તુમારશાહી ઢબે વર્તતા હોય છે. કર્મચારીને શોધવા માટે કૅન્ટીનમાં જવું પડે. કર્મચારી બહાર ગયા હોય, તો સહકર્મચારી કહે કે હમણાં આવે છે. બીજા કાર્યાલયમાં કામે ગયા છે. આગંતુ ક કેટલી દૂરથી આવ્યો છે કે આ એનો કેટલામો ધક્કો છે, તે કોઈ વિચારતું નથી.
કર્મયોગમાં માનતા દેશમાં ‘ કર્મ'ની બાબતમાં પારાવાર જૂઠાણાં જોવા મળે છે. ઘણી વાર વ્યવસાય એ ઉજાણીનું સ્થળ બની જાય છે. આવી પ્રમાદી, લહેરી વ્યક્તિઓ ‘ચેપી’ હોય છે. આવી વ્યક્તિઓ જે જગાએ હોય તેમાં કાં તો સંતોષ માને છે અથવા તો પરિસ્થિતિ પ્રત્યે અસંતોષ રાખીને કાર્ય કરે છે. પોતાના કાર્યક્ષેત્ર કે વ્યવસાય તરફના લગાવના અભાવે આવી વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકતી નથી. એ એક જ સ્થળે ઠરીને ઠામ થઈ જાય છે અને સમય જતાં સ્વયં એ પરિસ્થિતિનો શિકાર બની જાય છે.
“આટલી ઉંમર સુધી કશું કામ કર્યું નહીં, હવે ક્યાંથી થાય ?" એવો ભાવ અનુભવે છે. સામાન્ય માનવી અસાધારણ ઉદ્યોગપતિ બને છે એની પાછળનું કારણ એની કાર્યનિષ્ઠા છે. કાર્યનિષ્ઠા નહીં ધરાવનાર વ્યક્તિ સામાન્ય કાર્યથી કે વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ બનીને, સ્થગિતતાથી જીવે છે.
38
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
39
Page #26
--------------------------------------------------------------------------
________________
- ૩૯ વ્યસનને પોતાની સ્ટાઇલ' હોય છે
– ૩૮ બનાવટી ગુસ્સો બૂમરેંગ પણ થાય જીવનમાં ગુસ્સો કે થોડો ક્રોધ હોવો જોઈએ, એની સાચા દિલથી વકીલાત કરનારા કહે છે કે જીવનમાં થોડો ગુસ્સો જરૂરી અને માર્ગદર્શક છે. બાળકો પર ગુસ્સો કરીને એમને શિસ્તમાં લાવી શકાય છે. જો એ બાળકોને એમ લાગે કે ગમે તેવું કરવા છતાં માતાપિતા કોઈ પ્રકારે ગુસ્સે થવાનાં નથી, તો એ બાળકો ‘વંઠી જાય છે એવો ઘણાને ખ્યાલ હોય છે. આમ માનનારા લોકો બાળકોને ઠપકો આપવાને બદલે એના પર ગુસ્સો કરીને એને ‘યોગ્ય માર્ગો’ વાળવા કોશિશ કરે છે.
હાથે કરીને કે સમજી-વિચારીને ગુસ્સો કરવો અને ગુસ્સો થઈ જવો એ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. કેટલીક વ્યક્તિઓ આવો બનાવટી ગુસ્સો દર્શાવવાની કોશિશ કરતી હોય છે, પરંતુ હકીકતમાં આવો કૃતક ગુસ્સો એ આગ સાથે ખેલ ખેલવા જેવો છે.
બાળકો કે પત્ની પર માત્ર બહારથી ગુસ્સો કરનાર પોતાના હૃદયને ગુસ્સાથી કેટલું દૂર રાખી શકે છે એ પ્રશ્ન છે. ઘણી વાર નકલી ગુસ્સા અને અસલી ગુસ્સા વચ્ચેની ભેદરેખા લોપાઈ જતી હોય છે. સમય જતાં આ કૃતક ગુસો પણ સામેની વ્યક્તિના મન પર દુપ્રભાવ પાડતો હોય છે.
દોરડા પર ચાલતી વખતે નટ જે પ્રકારે સમતોલન સાધે, એ રીતે ગુસ્સો કરનારે સમતોલન સાધવાનું હોય છે અને ગુસ્સાનો ઉપયોગ કરવા જતાં ગુસ્સો એનો ઉપયોગ કરી જતો નથી એની તકેદારી રાખવી પડે છે. એની કલ્પના પણ ન હોય એ રીતે આવો કૃતક ગુસ્સો કરવા જતાં એ ખુદ ગુસ્સામાં સરી પડે એવો ભય હોય છે. બનાવટી ગુસ્સાના હથિયારનો ઉપયોગ કરતી વખતે સો વાર વિચાર કરવો જોઈએ. આ એવું હથિયાર છે કે એ બૂમરેંગ થાય, તો તમારી સાચી પ્રકૃતિને પણ હણી નાખે છે.
મહેમાન તરીકે થોડી જ ક્ષણો ઘરમાં વસવા આવતી કુટેવો સમય જતાં આખું ઘર પચાવી પાડે છે. ખરાબ ટેવ રમતાં રમતાં આવે છે અને પછી ધીરે ધીરે એ વ્યક્તિના જીવન સાથે ઠંડો મરણખેલ ખેલવા લાગે છે. સારી ટેવો સભાન પ્રયત્ન માગે છે. એને કેળવવા માટે વ્યક્તિએ મહેનત કરવી પડે છે. એને જીવનમાં સ્થાપવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે, પરંતુ એના પરિણામરૂપે વ્યક્તિ એનું જીવન શાંતિ, સ્વસ્થતા અને સરળતાથી જીવી શકે છે. સારી ટેવો એ સારા મિત્ર જેવી છે.
કોઈ પણ ટેવ પાડતી વખતે એના અંતનો વિચાર કરવો. વ્યક્તિ બચતની ટેવ પાડે ત્યારે એણે કપરા દિવસોમાં ઉપયોગી બનનારી આર્થિક જોગવાઈનો વિચાર કરવો, એ વિવેક, સૌજન્ય કે હસમુખાપણું કેળવે, તો એને પરિણામે એના જીવનને મળનારી વ્યાપક દૃષ્ટિનો વિચાર કરવો. તમાકુ કે ગુટખાનું સેવન શરૂ કરતી વખતે વ્યક્તિએ જડબાના કૅન્સરનો વિચાર કરવો.
ઘણી વાર ખરાબ ટેવ ભભકભર્યો આકર્ષક પોશાક પહેરીને આવતી હોય છે. કોઈ એમ કહે કે શરાબ પીઉં છું, પરંતુ ક્યારેય છાટકો બની જતો નથી. કોઈ એમ કહે કે સિગારેટ પર એટલો કાબૂ કે ગમે તે થાય, તોપણ દિવસના એક પૅકેટથી વધુ પીતો નથી. કોઈ એમ કહે કે ગમે તેટલું થાય તોપણ ગુટખાની એક પડીકીથી બીજી પડીકી ખાતો નથી. આમ કુટેવને પોતાની આવડત કે સંયમ બતાવવાનો માર્ગ બનાવનારા લોકો ચાલાકીથી કદાચ અન્યને છેતરી શકે છે, પણ પોતાની જાતને અને થનારા જીવલેણ રોગને છેતરી શકતા નથી. વ્યક્તિ એની આદતને કારણે વ્યસન માટે ખર્ચ કરતી હોય છે અને પછી એની આદત એની જીવનશૈલી પર સવાર થઈ જતી હોય છે. વ્યસન એ જ એના જીવનનું કેન્દ્ર અને આધાર બની જાય છે.
40
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
41
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૧ નિષ્ફળતામાં પ્રગતિ છુપાયેલી છે !
૪૦ – હૈયું ઠાલવવાના હેતુ જુદા જુદા હોય છે ! તમારી પાસે હૈયું ઠાલવવા આવનાર હંમેશાં કોઈ દાનની અપેક્ષાએ આવતો નથી. કેટલાકને મનમાં વલોવાતી પેટછૂટી વાત કહીને એમાંથી છુટકારો મેળવવો હોય છે. કેટલાક પોતાનાં દુ:ખ-દર્દનું લાંબું વર્ણન એ માટે કરતા હોય છે કે એમને તમારી સહાનુભૂતિ ઉધાર લેવી હોય છે. કેટલાકે માત્ર જાણકારી આપવા ખાતર વાત કરતા હોય છે. નવો બંગલો કે નવાં આભૂષણોની ચર્ચા પાછળ આવો અહંકાર ડોકિયાં કરતો હોય છે. પોતાના ગર્વને પ્રગટ કર્યા વિના એમને ચેન પડતું નથી. એવું પણ બને કે સામેની વ્યક્તિને રસ હોય કે ન હોય, પણ એ એની લાંબી અહંકાર કથાનું વર્ણન કર્યા વિના રહી શકતો નથી.
ક્યારેક વ્યક્તિ એવો મૂંઝાયેલો હોય છે કે બીજાની સમક્ષ પોતાનું હૈયું ઠાલવી દેવા માગતો હોય છે. કોઈ પોતાના તનાવમાંથી મુક્તિ પામવા માટે બીજાના કાન ગીરવે લેવા માંગે છે. આ રીતે કેટલાંય કારણોસર વ્યક્તિ બીજાની સાથે વાત કરવા ચાહતી હોય છે. એની વાત સાંભળવા અને એનો દૃષ્ટિકોણ સમજવા માટે ખામોશી જરૂરી છે. આથી કોઈ તમારી સાથે નિરાંતે વાત કરવા આવે, તો અકળાવાની લેશમાત્ર જરૂર નથી.
આર્થિક સહયોગ માટે નહીં, પરંતુ ભાવનાત્મક સહાય માટે એ પોતાની વાત તમારા ગળે ઉતારવા માગે છે. સ્ત્રીઓ વાત કરીને પોતાના મન પરનો ભાવનાત્મક બોજ હળવો કરવા ચાહતી હોય છે, જ્યારે પુરુષો પોતાની સમસ્યાનું સમાધાન શોધવા માટે વિશેષ વાતો કરતા હોય છે. સામી વ્યક્તિને શાંતિથી સાંભળવી તે પહેલું કામ અને એના કહેવા પાછળનો ઇરાદો પામવો તે બીજું કામ, આ રીતે તમે શાંતિથી સાંભળી, એનો દૃષ્ટિકોણ જાણીને આગળ ધપશો, તો તમારો સઘળો વ્યવહાર આસાન બની જશે. તમને મળવા આવનારી વ્યક્તિને આનંદ અને સંતોષ સાથે વિદાય આપી શકશો.
સફળતા કરતાં નિષ્ફળતા વિશેષ ઉપયોગી અને લાભદાયી છે. સફળતાના પૂર્ણવિરામ વ્યક્તિ સ્થિર અને સ્થગિત થઈ જાય છે, જ્યારે નિષ્ફળતાના અલ્પવિરામ એ આગળ ધપવાનો અહર્નિશ પડકાર અનુભવે છે. સફળતા કરતાં નિષ્ફળતા વધુ સમજ અને શિક્ષણ આપનારી છે. નિષ્ફળતા આપણને આપણા વિશે અને આપણી આસપાસની પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતન કરવા પ્રેરે છે.
નિષ્ફળ વ્યક્તિ એની નિષ્ફળતાની ચિકિત્સા કરશે, ત્યારે વિચારશે કે મારા સ્વભાવની, આદતની કે વ્યક્તિત્વની કોઈ મર્યાદા આ નિષ્ફળતામાં કારણભૂત છે ખરી ? નિષ્ફળતા એ આંતરદર્શનનો અમૂલો અવસર આપે છે.
વ્યક્તિ પોતાની કાર્યપદ્ધતિ અંગે પણ વિચાર કરશે અને એમાંની કોઈ ત્રુટિ નિષ્ફળતાનું કારણ બની હોય તો એના નિવારણ અંગે યત્ન કરશે. નિષ્ફળતા પામીને બેસી રહેનારો જીવનભર નિષ્ફળતા ઓઢીને જીવે છે. એનું નિવારણ કરનાર માટે નિષ્ફળતા સફળતાનું સોપાન બને છે.
એમ પણ વિચારશે કે પરિસ્થિતિની યોગ્ય પરખનો અભાવ કે પછી વ્યાપક દૃષ્ટિએ જોવાની મર્યાદા એ તો નિષ્ફળતાનાં કારણ બન્યાં નથી ને ! આ રીતે નિષ્ફળતા વ્યક્તિને આત્મપરખ અને દિશાદર્શન આપે છે. એને પાર કરીને આગળ વધનારી વ્યક્તિ વધુ દઢતા અને આત્મવિશ્વાસથી આગેકૂચ કરે. છે. નિષ્ફળતાથી અટકી જનારો આરંભે જ આથમી જાય છે, પરંતુ નિષ્ફળતાને વટાવીને આગળ ચાલનારો મધ્યાહ્ન પહોંચે છે. નિષ્ફળતા પછી વ્યક્તિ વધુ ખમીરવંતો, વધુ દૃઢનિશ્ચયી અને વધુ દૃષ્ટિવંત બને છે અને પરિણામે એ વ્યક્તિ પોતાના ધ્યેય પ્રતિ બમણા વેગથી ગતિ કરે છે. જીવનમાં ગતિ પામવા માટે પણ નિષ્ફળતા ઉપયોગી બને છે અને વખત જતાં એ જ પ્ર-ગતિમાં પરિણમે છે. નિષ્ફળતાની ભીતરમાં જ સફળતા છુપાયેલી છે.
42
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
43
Page #28
--------------------------------------------------------------------------
________________
૪૨ નિસ્તેજ ચહેરો નિરસતાની નાન્દીરૂપ છે
પોતાની જાતને જોવા અને જાણવા માટે અરીસાની કશી ઉપયોગિતા નથી. એને બદલે તમારે પલંગમાંથી ઊઠ્યા પછીનો તમારો ચહેરો જોવો જોઈએ. જીવનમાં પરિવર્તન લાવવું હોય તો સવારે ઊઠતી વખતના ચહેરામાં પરિવર્તન લાવવું પડશે. પથારીમાંથી જાગતાંની સાથે તમે તમારો ચહેરો જોયો છે ખરો ? કેટલાકના ચહેરા ખૂબ થાકેલા હોય છે, કારણ કે આખી રાત સ્વપ્નોની સૃષ્ટિમાં એમણે ઘમાસાણ યુદ્ધ ખેલ્યું હોય છે અને એમાં કેટલીય ઉટપટાંગ ઘટના, ડરામણાં દૃશ્યો અને વિચિત્ર પરિસ્થિતિ જોઈ હોય છે.
આખી રાત પડખાં ફેરવનારની રાતનો અજંપો એના સવારનાં લાંબાં બગાસાંમાં જોવા મળશે. જાગ્યા પછી પથારીમાં સૂતા સૂતા કરેલા સંતાપજનક વિચારો જાગ્રત થતી વખતે ચહેરા પર એ જ સંતાપ મૂકી જશે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો માનવી પથારીમાંથી ઊઠશે, ત્યારે રાત્રીનો થાક લઈને ઊઠતો હોય છે. એનું પ્રભાત નિરાશામય પ્રભાત હોય છે. એનો નિસ્તેજ ચહેરો એ નિરસ દિવસની નાન્દીરૂપ હોય છે.
કેટલાકના મન પર સવારની એ ઉદાસીનતા આખા દિવસ સુધી છવાયેલી રહે છે અને કેટલાક સુર્ય મધ્યાહ્ન આવે, ત્યારે માંડ એ ઉદાસીનતાને ખંખેરી શકે છે. આવી વ્યક્તિઓ ગમે ત્યારે ઊઠે, પરંતુ એમના પ્રભાતનો પ્રારંભ ઘણા વિલંબથી થતો હોય છે.
સવારે ઊઠતી વખતે વ્યક્તિએ છૂર્તિ, જીવંતતા અને ઉત્સાહથી એ વિચારવું. જોઈએ કે આ નવા દિવસને હું મારી તાજગી અર્પણ કરીશ. કેવો સરસ આનંદદાયક અને સફળતા લાવનારો આ દિવસ ઊગ્યો છે એમ માની ઊઠનારી વ્યક્તિના ચહેરા પર ઉત્સાહી જીવનનો ધબકાર જોવા મળે છે. રોજ સવાર જિંદગીની સોનેરી સવાર લાગવી જોઈએ.
૪3 ઈશ્વર બોજરૂપ બની જાય છે! ‘અઢળક ઢળિયો રે શામળિયો’ એમ ગાતી વખતે ભક્તકવિએ શામળિયાની કેટલી બધી અઢળક ઉદારતાનો અનુભવ કર્યો હશે ! એનું ઉચ્ચારણ કરતી વખતે એ ભક્તકવિના ચહેરા પર કેવો આનંદસાગર ઊછળતો હશે ! ઈશ્વર તરફ ઉપકૃતતાનો કેટલો બધો ભાવ હશે ! આવા ઉત્સાહ, ઉમળકા અને આનંદથી ઈશ્વર તરફ જવું જોઈએ.
એની પાસે અઢળક શાશ્વત સમૃદ્ધિ છે અને એ તમને આપવા ચાહે છે. માત્ર તમારો ઉત્સાહભર્યો ઉમળકો ચાહે છે. આની સામે કેવી રીતે ઈશ્વર તરફ આપણે વર્તીએ છીએ? કથા સાંભળતી વખતે ઝોકાં ખાતાં શ્રોતાજનોને આપણે નીરખ્યાં છે. મંદિરના ખૂણે બેસીને માંદલા અવાજે ઈશ્વરસ્મરણ કરતા ભક્તજનોને જોયા છે. જાણે જીવ જતો હોય એમ માંડમાંડ ઈશ્વરનું નામ લેતા લોકોને દીઠા છે. કેટલાક તો કારાવાસની સજા પામ્યા હોય અને ગણી ગણીને દિવસ પસાર કરતા હોય, તે રીતે માળાના મણકા ગણતા હોય છે. કોઈ ભાવશૂન્ય બનીને કે લાચારીનું આવરણ ઓઢીને ભજન સાંભળતા હોય છે..
આવા ‘ભક્તને જોઈને એને અઢળક સમૃદ્ધિ આપવા ચાહતો ઈશ્વર પણ પાછો ફરી જતો હશે. એને ઘણું આપવું હોય, પણ લેનારની પ્રમાદી અવસ્થા અને એના નિસ્તેજ દેખાવને જોઈને એ આપવાનું માંડી વાળતો હશે. આ સુસ્ત, ઝોકે ચડેલા, આળસુને એ આપવા જાય, તોપણ ‘ભક્ત' એ લેવા માટે હાથ લાંબો કરશે કે નહીં એવો સવાલ પણ એના મનમાં ઊઠતો હશે !
આવી વ્યક્તિને ઈશ્વર બોજરૂપ અને ધર્મ ભારરૂપ લાગતો હોય છે. આરાધના એ અંતિમ વેળા વિતાવવાનું ઉદાસીનતાભર્યું સાધન બની રહે છે. હકીકતમાં ઈશ્વર સમક્ષ પણ ઉત્સાહ, જોશ અને આનંદથી જવું જોઈએ, કારણ કે પરમાત્મા પણ પ્રસન્ન ચહેરાવાળી વ્યક્તિને જ પસંદ કરતો હોય છે..
4
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
45
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૫
— ૪ - સલામતીની શોધ એ મૃત્યુને આગોતરું નિમંત્રણ છે
જીવનમાં સતત સલામતી શોધનાર જિંદગીમાં આવતી મહામૂલી તક કે શક્યતાને જ નહીં, બલકે મહામૂલા વનને વ્યર્થ વેડફી નાખે છે. સલામતીનો વિચાર કરનાર કોઈ પણ કાર્ય પૂર્વે એમાં રહેલાં જોખમોનો પ્રથમ વિચાર કરશે. સલામતીની વૃત્તિ સમય જતાં વ્યક્તિને નિક્તિ અને નકારાત્મક બનાવી દે છે.
તમારી સામે કોઈ પણ કામ આવે ત્યારે તેનો સલામતીની દૃષ્ટિએ નહીં, પણ સાહસની દૃષ્ટિએ વિચાર કરો. એમાં કેટલું સાહસ ભર્યું છે અને એ સાહસને પહોંચી વળવા માટે કેટલી શક્તિ છે અને કેટલી મેળવવાની બાકી છે, તેનો ખ્યાલ કરો. સાહસનો પડકાર ઝીલનાર હંમેશાં સક્રિય રહે છે અને એથી એના જીવનમાં એક પ્રકારનું જોશ, તાજ ગી અને રચનાત્મકતા જોવા મળે છે. સાહસ પાસે એવી શક્તિ છે કે એ એના ખભા પર જવાબદારી લઈને વિકાસના પથ પર ગતિ કરે છે. સાહસનો અભાવ વ્યક્તિની જાગ્રત અને સુષુપ્ત એવી શક્તિઓને રૂંધે છે.
સલામતી બુદ્ધિને નિષ્ક્રિય બનાવે છે અને તર્કને બહેલાવે છે, જ્યારે સાહસ બુદ્ધિને સક્રિય બનાવે છે અને શ્રદ્ધાને દઢાવે છે. ચાર દીવાલો વચ્ચેના ઓરડામાં જીવવું એ જ કેટલાકની જીવનવ્યાખ્યા હોય છે, તો કેટલાકને માટે જીવન એ નિત્ય નૂતન પડકારોભર્યું પ્રબળ સાહસ છે. માત્ર થોડી મુશ્કેલીઓથી મૂંઝાઈને સલામતીના કોચલામાં ભરાઈ જનાર જીવનમાં નાની મુશ્કેલીને પણ પાર કરી શકતો નથી. રસ્તામાં ચાલતાં પડી જઈશ અને ફંક્યર થશે તો શું થશે એવો ભય એને દીવાનખંડની આરામ-ખુરશીમાં ઝૂલતાં ઝૂલતાં સતાવતો હોય છે. યુવાનીમાં એને બુઢાપામાં કેન્સર આવે તો શું થશે એની ચિંતા કોરી ખાતી હોય છે. સલામતીનો શોધક એ પોતાના મૃત્યુનો નિમંત્રક છે, જ્યારે જીવનમાં સાહસ કરીને નવાનવા પડકારો ઝીલનારથી મૃત્યુ દૂર રહેતું હોય છે.
ઉંમર એ અવસ્થાનો પુરાવો નથી ચહેરા પર ગમે તેટલી કરચલીઓ પડી હોય તોપણ માનશો નહીં કે તમે વૃદ્ધ થયા છો ! ચિંતા એટલી જ કરવાની છે કે આપણા આત્મા પર તો કરચલીઓ પડી નથી ને ! માણસ જ્યારે જિંદગી જીવવાનો હેતુ, ઉત્સાહ અને ધગશ ગુમાવે છે, ત્યારે એની પાસે માત્ર શ્વાસ લેતું શરીર બાકી રહે છે, પણ એની ઝળહળતી આતમજ્યોત બુઝાઈ જાય છે. આવી વ્યક્તિ એ કાળે વૃદ્ધ થઈ જાય છે.
ઉંમર એ ઘડપણનો પુરાવો નથી. વ્યક્તિનાં વિચાર અને વલણો એ ઘડપણનું ઓળખપત્ર છે. એના વિચારો સ્થગિત થઈ જાય અને એનું વલણ નકારાત્મક બની જાય, જૂની ઘરેડમાં ચાલવાનું વિચારે ત્યારે માનવું કે એણે જીવનનો હેતુ ગુમાવ્યો છે. રૂઢ પરંપરાના ચીલે ચાલનાર માર્ગ ચાતરવાની નવા માર્ગે ચાલવાની શક્તિ ખોઈ બેસે છે. એના વિચાર સમય જતાં ટૂંઠવાઈ જાય છે. હેતુ ગુમાવનારી વ્યક્તિ ક્રમશઃ જીવનરસ ગુમાવે છે. એના મન પર નિરાશા અને હૃદયમાં હતાશા પલાંઠી જમાવીને બેઠી હોય છે, આથી કોઈ પણ કાર્ય કરતી વખતે એને કંટાળો આવશે. ગમે તેવો સારો વિચાર એને વ્યર્થ અને અર્થહીન લાગશે અને નિષ્ક્રિય રહેવું એ જ એનું નિશ્ચિત વલણ બનશે.
આવા માનવીનો આત્મા થરડો થઈ જાય છે અને એના પર કરચલીઓ ઊપસી આવે છે. પોતાના કામ પ્રત્યે એણે લગાવ કેળવવો જોઈએ. જો લગાવ નહીં હોય તો કામ એને માટે બોજરૂપ બનશે. ખરેખર તો વ્યક્તિએ પોતાના
ક્વનનો હેતુ વિચારવો જોઈએ. પોતે કોણ છે ? શું પામ્યો છે ? અને શું મેળવવા ચાહે છે ? એ ત્રણ પ્રશ્નો એણે એની જાતને સતત પૂછવા જોઈએ. આ પ્રશ્નોનો સાચો ઉત્તર જ એને જીવનનું પ્રયોજન આપશે અને આ જીવનને હેતુપૂર્વક જીવવાનો ઉત્સાહ બમશે.
46
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
47
Page #30
--------------------------------------------------------------------------
________________
૪૬
માનવીને બદલે ટોળું મળે છે !
રાતોરાત ધનિક થવાનું સ્વપ્ન, ‘સેલમાં સૌથી વધુ સસ્તુ મેળવવાની દોડ, બીજાના કરતાં ચડિયાતા થવાની વૃત્તિ અને અનુકૂળતા શોધવાના વલણમાં માનવી ધીરેધીરે સપડાતો જાય છે. કોઈ ચેપી રોગની માફક સમાજમાં આ રોગચાળો ફેલાઈ રહ્યો છે અને જ્યારે ટૅકનોલોજી પર આધાર રાખીને માણસ બધું જ કરવા બેઠો છે, ત્યારે તે ધીરેધીરે તે યંત્રરૂપે રૂપાંતર પામી રહ્યો છે.
આ સ્થિતિ એટલી હદે આવી છે કે ગૅસના વિશ્વવિજેતા માનવીને કમ્યુટર પરાસ્ત કરે છે અને માણસ અને મશીનની આ દોડમાં મશીન માનવીને મહાત કરે છે. જીવનમાં ગુણવત્તા કરતાં જથ્થાનો મહિમા વધ્યો છે. રોજ એક પોશાક પહેરનારો માનવી જથ્થાબંધ પોશાક એકઠા કરવા માંડ્યો છે. એક વર્ષ નહીં, પણ આખી જિંદગી પૂરી થાય એટલાં વસ્ત્રો અને પગરખાં ભેગાં કરે છે.
આ પરિસ્થિતિએ માનવીના જીવનમાંથી જુસ્સાને ઓગાળી નાખ્યો છે. એના જીવનનું, વ્યવહારનું અને વાતચતનું કેન્દ્રબિંદુ માત્ર અર્થોપાર્જન બની રહ્યું છે. બાહ્ય સમૃદ્ધિ એ એક જ સફળતાનો માપદંડ બનતાં આંતરિક દરિદ્રતા આવી જાય છે. આવી પરિગ્રહની ઘેલછાએ વસ્તુઓની ઘેલછાવાળા લોકોનું ટોળું ખડું કર્યું છે. આજે માનવીઓનું ટોળું મળશે, પણ આગવું વ્યક્તિત્વ ધરાવતા માનવીને શોધવા જવા પડશે. પોતાનાં વિશિષ્ટ મૂલ્યો કે દઢ સિદ્ધાંતથી જીવતા માનવીઓની જમાત હવે ઓછી થતી જાય છે.
સમાધાન કરનારાઓ અને માંડવાળ કરનારાઓ ચોરેચૌટે મળે છે. એમને ચીલાચાલુ જીવનમાં જ રસ છે. કોઈ નવો ચીલો ચાતરવાનું વિચારતા નથી. આજે સહુ કોઈ જીવે છે ખરા, પણ જીવવા માટેનો જુસ્સો, ધખારો કે હેતુ એમની પાસે જોવા મળતો નથી.
૪૭ સંપૂર્ણતાની ઇચ્છા સાથે અપૂર્ણતાને આવકારીએ
સામાન્ય રીતે આપણે આપણી ઇચ્છાઓ પ્રમાણે આપણી આસપાસનું જીવન ગોઠવાય તેવો આગ્રહ રાખીએ છીએ. આ આગ્રહ મોટા ભાગે હઠાગ્રહમાં પરિણમે છે. પત્નીએ આમ જ બોલવું જોઈએ, પુત્રે આમ જ વર્તવું જોઈએ અને કુટુંબીજનોએ આમ જ કરવું જોઈએ એમ માનીએ છીએ. એ જ રીતે આપણા વ્યવસાયમાં પણ આપણે સતત દૃઢાગ્રહ સેવીએ છીએ કે આ કામ તો આ જ રીતે થવું જોઈએ અથવા તો આ કામ આટલા સમયમાં પૂરું થવું જ જોઈએ.
માનવી આસપાસની પરિસ્થિતિને પણ પોતાની ઇચ્છાનુકૂળ કરવા માગે છે. એ નસીબને પણ કહે છે કે તારે મને આટલું આપવું જોઈએ. આમ બધી બાબતમાં એ અન્યને અનુકૂળતા સાધવાનું કહે છે. પોતાનાં બધાં જ વલણો અને અભિપ્રાયોને મનસ્વી રીતે ગોઠવે છે અને આસપાસની દુનિયા એ પ્રમાણે જ વર્તે તેવી કઠપૂતળીનો ખેલ કરનાર સૂત્રધાર જેવી ભાવના રાખે છે, પરંતુ આ સમગ્ર સ્થિતિને જુદી દૃષ્ટિએ જોવાની જરૂર છે. સંપૂર્ણતાના આગ્રહની સાથે અપૂર્ણતાને સ્વીકારતાં શીખવું જોઈએ. પોતાની લાકડીથી જગતને હાંકવા જનારની અંતે લાઠી પણ છીનવાઈ જાય છે.
એકાદ દિવસ વ્યક્તિ પોતે જે પરિસ્થિતિ છે તેને અનુકૂળ થવા કોશિશ કરે તો એને એક જુદો જ અનુભવ થશે. મારી ધારણા પ્રમાણે નહીં, પરંતુ આસપાસની વાસ્તવિકતા અને હકીકતનો સ્વીકાર કરીને એ જો જીવવાનો વિચાર કરે તો એને જુદી જ અનુભૂતિ થશે. જે છે તેની સાથે અનુકૂળતા સાધવાથી એક પ્રકારનો સ્વીકારભાવ કેળવાશે અને એથી સતત અસ્વીકારભાવને કારણે થતી પીડામાંથી મુક્તિ મળશે. ક્યારેક એવી પણ અજમાયશ કરીએ કે કુટુંબ કે વ્યવસાયની જે પરિસ્થિતિ છે, તે સ્વીકારીને એમાંથી શાંત આનંદ પામીએ. અસ્વીકારની સતત ચાલતી આંતરવેદનામાંથી મુક્ત થઈએ.
48
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ.
Page #31
--------------------------------------------------------------------------
________________
- ૪૮
- ૪૯ તમારી સાચી ઓળખ આપતો ફોટોગ્રાફ છે ?
ચિંતા તમને બાંધે છે કે તમે ચિંતાને ?
તમારા મનની ચિંતાઓનો તમે વિચાર કરશો તો ખ્યાલ આવશે કે ચિંતાગ્રસ્ત મન તમને જંપીને જીવવા દેતું નથી. આનું કારણ એ છે કે તમે સતત ચિંતાના ઘેરામાં જીવો છો. મન પર કામના બોજ કરતાં ચિંતાનો બોજ વધુ સવાર થયેલો હોય છે. ઘણી વાર તો વ્યક્તિ કામ કરવાને બદલે માત્ર ચિંતા ન કરતી હોય છે. આવી ચિંતાઓ કરી-કરીને એ કામને પાછું ઠેલતી હોય છે અને પછી વિલંબને કારણે એ કામ એવું ગંભીર અને સમસ્યાપૂર્ણ રૂપ લે છે કે માનવી નાસીપાસ થઈ જાય છે. કામ કરવા કરતાં ચિંતા કરવી વધુ હાનિકારક છે.
પહેલું કામ એ કરીએ કે કામની ચિંતા કરવાને બદલે કામનું આયોજન કરીએ. બીજું એવું કરીએ કે કેટલીક ચિંતાઓને છોડી દઈએ. તમે જે કરી શકતા નથી, એની ચિંતાઓ છોડી દો. તમે જે બદલી શકતા નથી, તેને સ્વીકારી લો. આમ નહીં કરો, તો તમને ચિંતા સતત પરેશાન કરશે. જેને તમે બદલી શકતા નથી તેને બદલવાનો પ્રયત્ન મૂર્ખાઈયુક્ત જ ગણાય.
ચિંતા પ્રસન્નતાની ઘાતક છે. મૌલિક વિચારની અવરોધક છે. ચહેરા પર લીંપાયેલી ઉદાસીનતા છે. મન પરનો ભારે મોટો બોજ છે. એ ચિતા માનવીના ચિત્તને સતત બાંધી રાખે છે. ભોજન સમયે કે શયન સમયે ચિંતામુક્ત રહી શકતો નથી. આપણને થતી પીડાની સીમા હોય છે. માથે આવતાં દુ:ખોની મર્યાદા હોય છે. જીવનના ઝંઝાવાતો સઘળું ખેદાનમેદાન કર્યા પછીય શાંત થઈ જતા હોય છે, જ્યારે ચિતાને કોઈ બંધને બાંધી શકતું નથી. સમય અવરોધી શકતો નથી કે પરિસ્થિતિ પલટાવી શકતી નથી. એને વિશે જેમ વિચારશો તેમ એ વધુ બળવત્તર બને છે. ચિતાની આ સતત ચાલતી મન-પ્રવૃત્તિને બંધક બનાવવી મુશ્કેલ છે, જે એને બંધનમાં બાંધી શકે છે, તેને જીવન અને જગત વશ વર્તે છે.
તમારી પાસે તમારો ફોટોગ્રાફ છે ખરો ? હા, બીજાએ એના કૅમેરાથી લીધેલા આપણા ઘણા ફોટોગ્રાફ આપણી પાસે છે, પરંતુ આપણી પાસે આપણે પોતે લીધેલો આપણો પોતાનો ફોટોગ્રાફ નથી. જીવનમાં મુખ્યત્વે આપણે અન્યને સારા દેખાઈએ એવા ફોટોગ્રાફ માટે પ્રયત્ન કરીએ છીએ. આને માટે આપણા સાચા ચહેરા પર ટાપટીપ કરીએ છીએ. હોઠ પર હાસ્ય ચોંટાડીએ છીએ. વાળ ગોઠવીએ છીએ. સ્ટાઇલથી ઊભા રહેવાની અદાકારી કરીએ છીએ. બીજાની નજરે આપણું જીવન ઘડવા અને ગાળવા પ્રયાસ કરીએ છીએ.
આવી વ્યક્તિ સ્વને ઓળખીને જીવતી હોતી નથી. પરિણામ એ આવે છે કે અન્ય વ્યક્તિને સારો લાગે, તે માટે એ નિજસ્વરૂપથી સાવ ભિન્ન એવો દેખાવ રચે છે. મનમાં ગમે તે વિચારતો હોય, પણ બહાર અમુક પ્રકારનું વર્તન કરે છે. આમ કરવા જતાં એના વિચાર અને આચારમાં દંભ, આડંબર ને કૃત્રિમતા આવી જાય છે. જેમજેમ આ આવરણો એના વ્યક્તિત્વ પર લપેટાતાં જાય છે, તેમતેમ એ પોતાના વ્યક્તિત્વથી, પોતાના ખ્યાલોથી, જીવનની મસ્તીથી અને સહજ નિજાનંદથી દૂર ચાલ્યો જાય છે.
આમ વ્યક્તિ પાસે પોતાના ચિત્તનો ફોટોગ્રાફ હોવો જોઈએ અને એ ફોટોગ્રાફ પ્રમાણે એણે એની જાતને ઓળખવી જોઈએ. એના પોતાના સ્વભાવને પારખવો જોઈએ. તો જ એ એની ઇચ્છાઓને સમજતો જશે અને એની નબળાઈઓને પણ જાણી શકશે. વ્યક્તિ પાસે પોતાનો આવો ફોટોગ્રાફ હશે, તો પછી એ પોતાના જીવનના નિર્ણયો પોતાની દૃષ્ટિએ અને પોતાની પ્રકૃતિ અનુસાર લઈ શકશે, જ્યારે અન્યની અપેક્ષાએ ચાલનાર પોતાની જાતને ભૂલી જાય છે અને એ રીતે જીવનમાં અવળે રસ્તે ભટકી જાય છે.
50
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
51
Page #32
--------------------------------------------------------------------------
________________
- ૫૧
૫૦ જીવનના સ્થિર સરોવરમાં લીલ બાઝી જશે ! વહેતા ઝરણાનું જળ અને સ્થિર સરોવરનું પાણી જોઈએ એટલે ખ્યાલ આવશે કે વહેતા ઝરણા પાસે ક્યાંક પહોંચવાનું ધ્યેય છે અને એ માટે એને આસપાસના ખડકો સાથે અથડાવું પડે છે. કિંતુ એ અથડાઈને-પછડાઈને પોતાનો માર્ગ કરતું આગળ વધે છે. બંધિયાર સરોવરને ક્યાંય પહોંચવાનું નથી. એનાં જળ પલાંઠી લગાવીને, જાણે એક જ આસને સ્થિતપ્રજ્ઞ બનીને બેસી રહે છે. ઝરણાની માફક ધ્યેય ધરાવનારના માર્ગમાં અવરોધો તો આવવાના જ. ધ્યેયસિદ્ધિના પ્રયત્નમાં એવી પણ પરિસ્થિતિ ઊભી થાય કે એનું મન ચળવા લાગે. એવી પણ હતાશા જાગે કે કરેલો સઘળો પુરુષાર્થ શુન્ય લાગે. એવો વિષાદ થાય કે ધ્યેયપ્રાપ્તિની મથામણ છોડીને નિરાંતે ચૂપચાપ એકાંતમાં બેસી જવાનું મન થાય.
ધ્યેયસિદ્ધિ માટે પ્રયત્ન કરનારને આવું તો થવાનું જ . ઝરણાંનાં જળને ચારે બાજુથી અકળાવાનું, સહેવાનું કે અવરોધાવાનું આવે છે. દરેક સમય પણ સરખો હોતો નથી. ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતા મળતાં વધુ થપાટો ખાઈને આગળ વધવું પડે છે. ક્યારેક અણધારી સફળતા મળે છે, તો ક્યારેક એકાએક નિષ્ફળતા નજર સામે આવીને ઊભી રહે છે. આવે સમયે ધ્યેય પ્રતિ ગતિ કરતી વ્યક્તિ એ નકારાત્મક વિચારોને અળગા કરીને પોતાની આગેકૂચ જારી રાખે છે.
મંજિલ પર પ્રગતિ સાધવા માટે કરેલી એક વ્યુહરચના નિષ્ફળ જાય, તો નવી બૂહરચના કે નવા અભિગમનો વિચાર કરવો જોઈએ. આ રીતે ધ્યેયપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારના જીવનમાં પારાવાર મુશ્કેલી તો આવવાની, પણ ધ્યેય સુધી પહોંચવા માટે એ મુશ્કેલીઓનો સામનો કરવાનું એટલું જ અનિવાર્ય બનવાનું.
ભીતરના કુરુક્ષેત્રમાં વિજય મેળવવો કપરો છે !
બહારના દુશ્મનને પરાજિત કરવા કરતાં અંદરના દુમનને હરાવવો વિશેષ કઠિન છે. બહારના દુશ્મનને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ એના કયા ભાગ કે સ્થાન પર પ્રહાર કરવો એ નક્કી કરવું આપણે માટે સરળ હોય છે. એની નબળી કડી આપણે જાણતા હોઈએ છીએ અને તેથી એને હરાવવો આપણે માટે આસાન હોય છે. અંદરનો દુશમન અદૃશ્ય હોય છે અને પહેલાં તો એને શોધી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે.
ક્યારેક એ એટલી સૂક્ષ્મ રીતે પ્રવર્તતો હોય છે કે એના સાચા રૂપને પામવું આપણે માટે ઘણું કપરું હોય છે, જેમ કે હૃદયમાં અહંકારનું પ્રવર્તન એટલું સૂક્ષ્મ રીતે થતું હોય છે કે ઘણી વાર વાણીમાં નમ્રતા હોય, કિંતુ એની પાછળ એક પ્રકારનો અહંકાર હોય છે. બહારના દુશ્મન પર એક વાર પ્રહાર કરીને એનો નાશ કરીએ એટલે કાર્ય કે વાત પૂર્ણ થાય. પરંતુ અંદરનો દુમન એક વાર મહાત થયો હોય તોપણ ફરી કઈ રીતે બહાર આવશે તે કહી શકાતું નથી.
એક વાર વાસના પર વિજય મેળવ્યો હોય, તેથી એમ માની શકાય નહીં કે અંદરના દુશ્મનનો નાશ થયો છે. ફરી બીજી વાર કોઈ સંજોગો કે ઉદ્દીપકો જાગતાં વાસનારૂપી દુમન સળવળી ઊઠે છે અને આપણા પર પુનઃ આક્રમણ કરે તેવું બને છે, આથી અંદરના દુશ્મન પર સતત ચોકીપહેરી રાખવો પડે છે અને એનાં નિમિત્તો અને ઉદ્દીપકો વિશે પણ સહેજે ગાફેલ રહેવું આપણને પરવડે નહીં. ઘણી વાર બહારના અનેક દુશ્મનોને હરાવનાર અંદરના દુશ્મનોથી મહાત થતો હોય છે. ભયાનક સંગ્રામો ખેલીને વિજય મેળવનાર પણ અંદરના દુમન આગળ વામણો પુરવાર થાય છે. દુય સંગ્રામમાં હજારોને જીતનાર કરતાં એક આત્માને જીતનારા આથી જ વધુ પરાક્રમી ગણાયા છે.
52
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
53
Page #33
--------------------------------------------------------------------------
________________
- પર પરિવર્તન સાધવા મનની માન્યતાને બદલીએ
પોતાના રોજિંદા જીવનમાં પરિવર્તન સાધવાની વ્યક્તિને વારંવાર ઇચ્છા જાગે છે. એ વિચારે છે કે હવે આવતીકાલથી મારે આ પ્રમાણે જ જીવવું છે. મારે તદ્દન બદલાવું છે, મારે વ્યસનમુક્ત થવું છે. મારે સહિષ્ણુ બનવું છે, પરંતુ રાતોરાત આવું પરિવર્તન શક્ય નથી. પરિવર્તનની ઇચ્છા એક વાત છે, પરંતુ પરિવર્તનની પહેચાન મહત્ત્વની બાબત છે.
વ્યક્તિનું જીવન એની ધારણા અને માન્યતાઓને આધારે ચાલતું હોય છે. મોટા ભાગના વ્યવહારો કે વાણી-વિચાર અને વર્તન આપણા મનની માન્યતા પ્રમાણે કરીએ છીએ, આથી પહેલી આવશ્યકતા મનની માન્યતા અને શ્રદ્ધાને બદલવાની છે. એક બાજુ તમને વિશ્વાસ હોય કે વ્યસનથી ચિત્તને મજા આવે છે અને બીજી બાજુ વ્યસન છોડવાનો તમે સંકલ્પ કરતા હો, ત્યારે એ સંકલ્પ સિદ્ધ થવો અશક્ય છે. સહિષ્ણુ બનવાનો વિચાર કરો તે પૂર્વે કઈ-કઈ બાબતો તમને અકળાવી મૂકે છે તેને જાણવી જોઈએ. તમારા સ્વભાવની કઈ ખાસિયત તમારા ગુસ્સાનું નિમિત્ત બને છે એની ચિકિત્સા કરવી જોઈએ, આથી જ પોતાની માન્યતા કે શ્રદ્ધાને પહેલાં સમજ્યા અને બદલ્યા પછી જ પરિવર્તન લાવી શકાય.
વ્યક્તિએ એની માન્યતા અને શ્રદ્ધામાં સુખ અને દુ:ખનો ભાવ લપેટી દીધો હોય છે. અમુક વસ્તુ બનશે તો મને સુખ મળશે અને અમુક વસ્તુ થશે તો મને પારાવાર દુઃખ થશે. અમુક વ્યક્તિ પ્રત્યે મને રાગ છે અને અમુક વ્યક્તિ પ્રત્યે મને દ્વેષ છે. આ બધી માન્યતાની ગાંઠો એના મનમાં હોય છે. જ્યાં સુધી આવી માન્યતાની ગાંઠો હોય ત્યાં સુધી વ્યક્તિ પોતાનાં વાણી, વ્યવહાર અને જીવનશૈલીમાં પરિવર્તન સાધી શકતો નથી. પરિવર્તન સાધવાની પૂર્વશરત છે તમારી પુરાણી માન્યતાને પહેલાં બદલવાની, પછી બધી વાત.
૫૩ દલીલબાજીથી તમે લોહીલુહાણ થઈ જશો. કેટલીક વ્યક્તિઓ માત્ર દલીલબાજીથી જીવતી હોય છે. એમનો તર્ક એમની દલીલને જોશ આપે છે. એની આગ્રહભરી રજૂઆત આવેગ આપે છે અને એમનો અહંકાર આ દલીલની તીક્ષ્ણ ધાર સજાવે છે. દલીલ કરનારનો હેતુ પોતાની વાત સામી વ્યક્તિને ઠસાવવાનો હોય છે અને અહીં જ એ મોટી થાપ ખાય છે. પોતાની વાત સામી વ્યક્તિને સમજાવવાને બદલે સાવવાનો પ્રયત્ન કરતાં એની વાત વિશે સામેની વ્યક્તિને શંકા, અશ્રદ્ધા કે અણગમો ઉત્પન્ન થશે.
દલીલો લઈને ધૂમનારા માનવીઓ તરફ અભાવ એ માટે જોવા મળે છે કે તેઓ બીજાની વાતને કાને ધર્યા વિના પોતાનો કક્કે સાચો ઠેરવવા મરણિયો પ્રયાસ કરે છે. આવો પ્રયાસ કરવા જતાં એ ઊકળી ઊઠે છે, ગુસ્સાથી હાથ ઉલાળે છે. ભવાં ચડાવે છે, આક્ષેપો કરવા લાગે છે અને વાતાવરણ કલુષિત બને છે.
આ દલીલબાજો કોઈ સભામાં જાય છે તો એમને દલીલ કરવાની સતત ખંજવાળ આવતી હોય છે, તેથી પ્રસ્તુત હોય કે અપ્રસ્તુત, પણ દલીલ કર્યા વિના એમને ચેન પડતું નથી. પોતાની બોલકી હાજરી પુરાવવાનું એમને ખૂબ ગમે છે. પરંતુ આવા દલીલબાજો વિશે કોઈને માન હોતું નથી અને અંતે તો એમને પીછેહઠ કરવાની જ આવે છે.
સમય જતાં દલીલ એ શોખ કે આદત બની જાય છે. દલીલબાજી એ એની અભિવ્યક્તિની શૈલી બની જાય છે. ક્યારેક ક્ષુદ્ર અહમૂને પોષવા માટે કે પોતાની સંકીર્ણતાને પંપાળવા માટે દલીલનો ઉપયોગ થતો હોય છે. દલીલ એક એવું શસ્ત્ર છે કે અંતે એને પ્રયોજનારને જ લોહીલુહાણ કરે છે.
54
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
55
Page #34
--------------------------------------------------------------------------
________________
૫૪. પહેલાં શ્રોતા બનીએ, પછી સમીક્ષક શ્રવણ એ કલા છે. એકાગ્રતા સાધવાનો યોગ છે. લીન થવાની પ્રક્રિયા છે. શ્રોતા તરીકેનો પરમ ધર્મ છે. શ્રવણની ગરિમા ભૂલીને આપણે એને મનોરંજનનું માધ્યમ કે ટાઇમ-પાસનું સાધન બનાવ્યું છે. પરિણામે કાનથી સાંભળીએ છીએ ખરા, પણ ચિત્તમાં કશું પહોંચતું નથી ને આત્મા તો સાવ અસ્પૃશ્ય રહે છે.
બોલવાની કળા કરતાં સાંભળવાની કળા વધુ મુશ્કેલ અને વધુ મહત્ત્વની છે. વાણીની કલામાં વ્યક્તિની આંતરચેતનાની અભિવ્યક્તિ હોય છે, જ્યારે શ્રવણકલામાં વ્યક્તિની આંતરસ્થિરતાની કસોટી હોય છે. ઘણી વાર સવાલ થાય કે સભામાં બેઠેલી વ્યક્તિ સાંભળે છે ખરી ? એના કાન ખુલ્લા હોય, પણ બેધ્યાન હોવાને કારણે એ બહેરા કાનવાળો બની જાય છે ! ક્યારેક એ સાંભળે છે ખરો, પરંતુ મનમાં એ વ્યક્તિના શબ્દો કે વિચારો પામવાનો પ્રયાસ કરવાને બદલે માત્ર એ વ્યક્તિના ગુણદોષ વિશે ચિંતન કરતો હોય છે.
ઘણી વ્યક્તિઓ શ્રોતા હોતી નથી, બલકે સમીક્ષક હોય છે. એ સામી વ્યક્તિની વાતને મનમાં બરાબર ઉતારવાને બદલે એની મનોમન સમીક્ષા કરતી હોય છે. એના દોષો ખોળતી જાય છે અને એમ કરવા જતાં ધીરે ધીરે સભાસ્થાને બેઠી હોવા છતાં પ્રવચનથી સાવ વિમુખ બની જાય છે. શ્રોતાને એક અદકો લાભ એ મળે છે કે સામી વ્યક્તિના સમગ્ર સંવિધૂને એના એકાદ કલાકના પ્રવચનમાં પામી શકે છે. વક્તાનાં કેટલાંય વર્ષોના અનુભવોનું નવનીત એને થોડા કલાકમાં મળી જાય છે. આવું હોવા છતાં બહુ ઓછી વ્યક્તિઓ પૂર્ણરૂપે શ્રોતા બને છે. શ્રોતાધર્મ બજાવવા ઇચ્છનારે સામી વ્યક્તિના શબ્દો અને વિચારોને પૂર્ણપણે પામવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ એની વિચારસૃષ્ટિ પામવાનો પૂર્ણલાભ પ્રાપ્ત થાય.
կկ વિજ્ઞાનીની જેમ પડકારોનો સામનો કરીએ
જીવનની પ્રત્યેક પડકારરૂપ પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ તો હોય છે જ, પરંતુ પડકાર અને તેના ઉકેલ વચ્ચેનું અંતર ધૈર્ય, કુનેહ અને હિંમત માગતું હોય છે. કેટલીક વ્યક્તિઓ પડકાર સામે આંખ મીંચી દે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ પડકાર જોઈને એનાથી દૂર નાસી જાય છે. આવી વ્યક્તિઓને માટે પડકાર એ પૂર્ણવિરામ બની જાય છે. હકીકતમાં પ્રત્યેક પડકારની પહેલાં ઓળખ મેળવવાની જરૂર હોય છે. કેટલાંક કામ અને કર્તવ્ય જીવનમાં સિદ્ધ કરવાનાં અનિવાર્ય હોય છે. આ અનિવાર્યનું નિવારણ કરવું પણ જરૂરી છે.
જો એ અનિવાર્યની ઉપેક્ષા કરીશું તો કાં તો નિષ્ફળતા મળશે અથવા તો એ પડકાર વધુ ને વધુ મોટો, ગંભીર અને પરેશાનીરૂપ બનતો જશે. જીવનમાં આવતા પડકારનો ઉકેલ જરૂરી હોય છે અને એમ કરવા જતાં ક્યારેક પોતાને મુશ્કેલી કે હાનિ થવાનો પણ ભય હોય છે. એના ઉકેલ માટે મથવું પડે છે . પીડા પણ ભોગવવી પડે છે, આમ છતાં જે કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે એ કરવું જ જોઈએ અને એમ કરવાનો પ્રયાસ કરનાર સમય જતાં એમાં સિદ્ધિ મેળવતો હોય છે.
કોઈ બાબતને અશક્ય માનીને માંડી વાળવી જોઈએ નહીં, પણ સતત એની પાછળની શક્યતાઓ ખોજવી જોઈએ અને એ શક્યતાઓનો સહારો લઈને તર્ક, લાગણી અને અનુભવ દ્વારા એને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ તો જીવનના અનિવાર્ય પડકારોનો ઉકેલ મળી જશે.
જીવનના પડકારના ઉકેલ માટે મથનારા માનવી પાસે વૈજ્ઞાનિક જેવી સતત ખોજ-સંશોધનની ધગશ હોવી જોઈએ. એક પ્રયોગમાં સફળતા ન મળે, તો એને બાજુએ રાખીને બીજો પ્રયોગ હાથ ધરે છે. જીવનના પડકારનો સામનો કરનારે પ્રયત્નો કરવામાં પાછા વળીને જોવું જોઈએ નહીં.
56
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
57
Page #35
--------------------------------------------------------------------------
________________
- ૫૬ -
આત્મ'ને જાણ્યા વિના ‘હત્યા’ કરવા દોડી જાવ છો
કેટલીક વ્યક્તિઓ પોતાના વર્તમાન જીવનને સતત ધિક્કારતી હોય છે. એ પોતાની આજની જિંદગી પ્રત્યે તિરસ્કાર ધરાવતી હોય છે અને આવી નકામી, પરેશાનીભરી, નરક સમી જિંદગી મળી એનો દિવસ-રાત વસવસો કરતી હોય છે. રોજિંદા જીવનમાં ડગલે ને પગલે સ્વ-જીવન અંગે નિસાસા નાખતી હોય છે, પરંતુ આ વ્યક્તિ એ હકીકત વીસરી જાય છે કે તમે તમારી જિંદગીને ગમે તેટલી તિરસ્કારશો, તોપણ તમારે એ જીવવાની તો છે જ. એને જેટલી ધિક્કરશો એટલી ધિક્કરની ભાવના તમારા દિલમાં આવશે અને તેથી સ્વજીવન ધિક્કરપાત્ર બનશે, પણ એથીય આગળ વધીને તમારી જીવનદૃષ્ટિ જ ધિક્કરભરી બની જશે.
આસપાસના માણસો અળખામણો લાગશે. વારંવાર એમના પર બ્રેધાયમાન થઈ જ શો. ક્યારેક આવેશમાં ચિત્ત પરનો કાબૂ ગુમાવીને એમને કટુવચનો કે અપશબ્દો કહેશો. કોઈક વાર હિંસક હુમલો પણ કરી બેસશો, કારણ કે પોતાની જિંદગીને ધિક્કરનારને બીજાના જીવન માટે કશો આદર હોતો નથી. આથી વ્યક્તિનું મહત્ત્વનું કાર્ય એ સ્વજીવનને ચાહવાનું છે.
જીવનમાં જે સ્થિતિમાં હોય, જે શારીરિક શક્તિ-મર્યાદા ધરાવતો હોય, જે પારિવારિક પરિસ્થિતિ હોય, તેને સ્વીકારીને એણે સ્વ-જીવનને ચાહવું જોઈએ. એનું સીધુંસાદું કારણ એટલું જ કે તમે જીવનને ચાહશો કે ધિક્કરશો, પરંતુ એ જીવન તમારા આયુષ્યકાળ દરમિયાન તમારી સાથે જ રહેવાનું છે . સહેજ વિપરીત પરિસ્થિતિ ઉદ્ભવતાં વ્યક્તિ પોતાના વર્તમાન જીવન પ્રત્યે નિરાશ અને ઉદાસીન બની જાય છે. જીવન બોજરૂપ લાગતાં આત્મહત્યા ભણી દોરાય છે. તમે હજી તમારા ‘આત્મ'ને ચાહ્યો જ નથી, ત્યાં વળી એની ‘હત્યા' કરવા કેમ ધસી જાવ છો ?
- પ૭ કરુણા જન્મતી નથી, મૃત્યુ પામતી નથી માનવી પ્રકૃતિએ ગુણવાન હોવા છતાં અવગુણોની ખાણ કેમ બની ગયો? એના હૃદયમાં કરુણા સતત પ્રવાહિત હોવા છતાં એ શા માટે ક્રૂર અને ઘાતકી બની ગયો ? હકીકતમાં કરુણા એ એનો સ્વભાવ હોવાથી એને એનું સર્જન કરવું પડતું નથી કે એનું વિસર્જન કરવું પડતું નથી. એ કરુણા કોઈ કારણથી જાગતી નથી કે એ કરુણા કોઈ નિમિત્તથી વિસરાઈ જતી નથી. આમ છતાં માનવ કરુણામય જીવનને બદલે સ્વાર્થી જીવન કેમ જીવે છે ? અંગત લાભને ખાતર અન્યને હાનિ કરતાં કેમ અચકાતો નથી ? પોતાનું સાધ્ય સિદ્ધ કરવા માટે એ કોઈ પણ દાનવી કે અમાનવીય સાધન અજમાવતાં કેમ અચકાતો-ખચકાતો નથી ?
આ બધી ક્ષણોએ એના હૃદયમાં કરુણા તો વહેતી જ હોય છે. માત્ર એના પર અવરોધ કે આવરણ આવી ગયું હોય છે. આકાશમાં સૂર્ય તો સદા ચમકતો હોય છે. એની આગળ વાદળોનું આચ્છાદન થાય તો સૂર્ય થોડા સમય માટે ઢંકાઈ જાય છે, પણ એનો અર્થ એ નથી કે સૂર્ય સંપૂર્ણપણે અસ્ત કે નષ્ટ થયેલો છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે ભેદ એ છે કે કરુણા જન્મતી નથી અને મૃત્યુ પામતી નથી. ક્રૂરતા જન્મે છે અને મૃત્યુ પામે છે. કૂરતા ક્યારેક પ્રગટ થાય છે અને કરુણા પર આવરણ નાખી દે છે, પરંતુ એ કૂરતા દૂર થશે એટલે તરત જ કરુણા આપોઆપ અનુભવાશે. ક્રૂરતાને પ્રગટવા માટે કારણ જોઈએ. કોઈ આધાર કે સાધન જોઈએ, કરુણાને પ્રગટાવવાની હોતી નથી, એ તો માનવહૃદયમાં અવિરતપણે વહેતી હોય છે.
શોક અંગત હોય છે, કરુણા સાર્વત્રિક છે. શોકમાં દુઃખ છે, કરુણામાં સ્નેહ છે. સ્વજનના મૃત્યુથી શોક થાય છે, કોઈ પરાયાની પીડા જોઈને કરુણા જાગે છે. શોકને ‘સ્વ'ની સીમા વળગેલી છે, કરુણા પાસે ‘સર્વ” પ્રત્યે અસીમ સંવેદના હોય છે.
58
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
59.
Page #36
--------------------------------------------------------------------------
________________
- પ૮
ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !
આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મને કેવું નાચી ઊઠે છે !
પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્કૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ - એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરેધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.
આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએ અણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જ ગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કંઈ રીતે ઉગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે.
દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું. હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમાં ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરી કટ નિર્ધનતા નજરે પડે છે.
- પ૯ પુત્રને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવશો નહીં
કલ્પના પણ કરી ન હોય તેમ માતાપિતા પોતાના બાળક પર બોજરૂપ બને છે. તેઓ તેમના મનની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાનો બોજ નાની વયના શિશુ પર લાદે છે અને એને એ દિશામાં દોરવાનો યત્ન કરે છે. પિતાની ઇચ્છા પુત્ર વેપારી બને તેવી હોય, તો તે પુત્રના જન્મથી જ એને વેપારી તરીકે જોશે. એની વેપારી તરીકેની કુનેહ ખીલવવા કોશિશ કરશે. પોતાના અનુભવો અને સિદ્ધિઓ કહીને બાળકને એ દિશામાં વાળવા પ્રયાસ કરશે. એને માટે કોઈ રસ્તો પણ બનાવી રાખશે.
આમ પિતા જે હોય છે તે અથવા તો જે બની શક્યા નથી તે, પોતાનો પુત્ર બને તેને માટે પ્રયાસ કરતા હોય છે અને તેથી જ પિતાની અતૃપ્ત ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષાઓનો બોજ બાળક પર પડતો હોય છે. બાળકને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવવા વિચારતા હોય છે. પુત્રને એન્જિનિયર બનાવવાની ઇચ્છાવાળા પિતાને એમ જાણ થાય કે પુત્રને નાટ્યવિદ્યા કે સંગીતકલામાં રસ છે, તો પિતા બેચેન બની જશે, કારણ કે એને તો બાળકને પોતાની ઇચ્છાના ઢાંચામાં ઢાળવો છે. એમાં કશુંક પ્રતિકૂળ થાય તો પિતાનો દિમાગ જતો રહે છે અને બાળકના ભાવિ વિશે ઘણી વાર નાહી નાખે છે.
પિતાના આ ‘બોજ'ને કારણે બાળકનો નૈસર્ગિક વિકાસ રૂંધાય છે. એની અંદર પડેલી સર્જનાત્મકતા ગૂંગળાય છે. પિતા એના ખ્યાલોથી બાળકને બાંધવા પ્રયાસ કરે છે ત્યારે પિતાને મન જેનું મૂલ્ય હોય છે, તે બાળકને મન સાવ તુચ્છ હોય છે. બાળક કલાકાર બનવા માગતો હોય, તો એને ક્યારેય અઢળક ધનસંપત્તિના સ્વામી થવાનો વિચાર નહીં આવે, પરંતુ અઢળક સંપત્તિનો સ્વામી એવો એનો પિતા બાળકની કલારુચિ પ્રત્યે તિરસ્કાર દાખવીને એને પોતાને રસ્તે લઈ જવા પ્રયાસ કરશે. બાળકને માત્ર પ્રેમ આપવો એ જ પૂરતું નથી, એને ઓળખવો જોઈએ અને એની ઇચ્છાઓને આદર આપવો ઘટે.
60
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
61
Page #37
--------------------------------------------------------------------------
________________
૬૦ – પારકી આંખમાંથી પ્રેમી જોતો હોય છે !
૬૧ કિનારાનું લંગર અને મધદરિયાનું જહાજ જુદાં હોય છે
બંદર પર લાંગરેલું જહાજ કેટલું બધું સલામત હોય છે ! એને ન કોઈ મોજાં એફળાતાં હોય છે કે ન દરિયામાં ઉપરતળે થતું હોય છે. કોઈ ઝંઝાવાતો એને ડોલાવતા નથી, તો દિશાની શોધમાં એને આમતેમ ભરદરિયે ભટકવું પડતું નથી. એ નિરાંતે દરિયાકિનારે લંગર નાખીને ઊભું હોય છે, પણ આ જહાજનું સર્જન આ માટે થયું છે ? એના નિર્માણનો હેતુ આ જ છે? ના. એનું કામ તો દરિયાની વચ્ચે મોજાંઓની થપાટો ખાતાખાતાં અને કેટલીય આફતો ઝીલતાં પોતાનો માર્ગ શોધવાનું છે. એમાં જ એના સર્જનની સાર્થકતા સમાયેલી
પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા' નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીયો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શુન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.
પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતો નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમજેમ અનુભવ મેળવતો જાય છે, તેમતેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે પ્રિયજનને નહીં !
પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તા-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.
વ્યક્તિ જ્યારે સલામત જીવન જીવવાનો વિચાર કરે છે, ત્યારે બંદરમાં ઊભેલા જહાજનું સ્મરણ થાય છે, પરંતુ વ્યક્તિ જ્યારે જીવન સાર્થક્યનો વિચાર કરે ત્યારે ઝંઝાવાતમાં આમતેમ ફંગોળાતું જહાજ દેખાય છે. નવી દિશામાં આગળ વધવાનું એનામાં સંકલ્પબળ દેખાય છે. સંકલ્પબળ વિનાનો માનવી ન તો નવી દૃષ્ટિ ધરાવે છે કે ન તો નવી દિશા. એ તો ક્યાંક સલામતી શોધીને પગ વાળીને બેસી ગયો હોય છે. મહાન સાહસવીરો પાસે એક ધ્યેય હતું. એ ધ્યેય સિદ્ધ કરવા માટેનો સંકલ્પ હતો અને તેથી જ આ સાહસવીરો જગતને નવાનવા દેશોની ભેટ આપી ગયા છે. એની દૃષ્ટિ ખાબોચિયાંના ખૂણાઓને માપતી નથી, પરંતુ અફાટ સાગરને બાથમાં લેવાની કોશિશ કરે છે અને એ જ વ્યક્તિ જીવનમાં પોતાની દૃષ્ટિને ધ્યેયને સિદ્ધ કરી શકે છે.
સાગરમાં ઊછળતાં મોજાં એમને ડરાવી શકતાં નથી. તોફાની દરિયાની કલ્પના એમને ડગાવી શકતી નથી. સફર ખેડતાં જળસમાધિ લેનારાં જહાજો કે જવાંમર્દોની દાસ્તાનો એમને થંભાવી શકતી નથી. એમની નજર દરિયા પર નહીં, કિંતુ દરિયાપારના દેશો પર હોય છે.
62
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
Page #38
--------------------------------------------------------------------------
________________
- ૬૨
રોજ સોનેરી સવાર ઊગે છે !
ઉ3 મન શયન કરે, તો નિદ્રા આવે !
સવારે નિદ્રાત્યાગ કરતી વખતે તમારી મનઃસ્થિતિ કેવી હોય છે ? કેટલીક વ્યક્તિઓ પથારીમાંથી ઊઠતાં પૂર્વે ઘણો લાંબો સમય આળસ સાથે આળોટ્યા કરે છે. કેટલાક જાગ્યા પછી પથારીમાં પડ્યાપડ્યા તંદ્રાવસ્થામાં અધકચરાં સ્વપ્નોની મોહનિદ્રામાં ડૂબી જતા હોય છે. કોઈકને વળી ઊંઘ પૂરી થયા બાદ પથારીમાં પડ્યાપચા લાંબા સમય સુધી આસપાસના અવાજો સાંભળવાની આદત હોય છે. કેટલાકે આખી રાત ગાઢ નિદ્રા નથી આવી, તેના વસવસા સાથે પથારીમાં પડયા રહે છે અને પછી માંડમાંડ કોઈ હાથ ખેંચીને ઉઠાડતું હોય તેમ ઊઠે છે.
રાતભર સ્વપ્નોની સૃષ્ટિમાં ૨મણભ્રમણ કર્યા પછી થાકેલા મનથી એ આંખ ખોલે છે અને વીતેલાં સ્વપ્નોનો બોજ એના મન પર ટીંગાયેલો હોય છે. આ બધી બાબતો એ વ્યક્તિના સમગ્ર દિવસની કાર્યશક્તિ પર અસર કરતી હોય છે, જેના દિવસનો આરંભ વિષાદથી થાય છે અને વિષાદમાંથી બહાર નીકળવા માટે આખેઆખી સવાર જોઈએ છીએ. સૂર્ય મધ્યાહ્ન આવે ત્યારે એનો ‘મૂડ’ બરાબર થાય છે. સવારની ક્ષણો સમગ્ર દિવસને ઘાટ આપતી હોય
આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સૂએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથું ઓશીકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં આવેલું મન તો બજારની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી દુકાનનો હિસાબ અધૂરો છે. એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાઓનું પરિભ્રમણ ચાલતું હોય છે.
એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન થતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલાં એ પોતાની ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઊંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે .
વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેય અનિદ્રાનો રોગ લાગુ પડ્યો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયાં મારવાં પડે છે. હકીકતમાં એનું મન તરફડિયાં મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.
માનવી શયન કરે એટલે નિદ્રા ન આવે. એનું મન શયન કરે, ત્યારે નિદ્રા આવે. જાગતું-દોડતું મન સૂતેલા માણસને જાગતો-દોડતો રાખે છે. થાકેલા શરીરનો, શોકગ્રસ્ત મનનો અને વ્યસ્ત જીવનનો કોઈ વિસામો હોય તો તે નિદ્રા છે.
વ્યક્તિ આંખ ખોલે એ સાથે એણે મનોમન વિચારવું જોઈએ કે આજનો દિવસ એવો ઊગ્યો છે કે જેવો સુંદર દિવસ મારા જીવનમાં પૂર્વે કદાપિ ઊગ્યો નથી. આજની સવાર આયુષ્યની એક અનોખી સવાર છે, જેને કારણે આજે મારો આખો દિવસ સરસ જશે. પ્રારંભની ક્ષણોને જે આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે એનો દિવસ આખો આનંદની રંગોળી બની રહે છે. પ્રત્યેક દિવસ સોનેરી તક લઈને તમારી સામે આવે છે. પ્રત્યેક ઉષા જીવનમાં નૂતન ઉપાનું સર્જન કરે છે.
64
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
65
Page #39
--------------------------------------------------------------------------
________________
૬૪ શરીરની ઘડિયાળના કાંટાનો અવાજ સાંભળીએ
સમય બતાવતી ઘડિયાળ જોનારા માનવીએ શરીરની ઘડિયાળ પણ જોવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ સમયની ઘડિયાળ સાથે શરીરની ઘડિયાળને કચકચાવીને બાંધી દે છે. એ નિર્ધાર કરે છે કે ગમે તે થાય, તોપણ સવારે પાંચ વાગે ઊઠી જવું અને ઠંડા પાણીમાં સ્નાન કરવું. કડકડતી ઠંડી હોય તોપણ એ કોઈ જ કે હઠાગ્રહીની માફક પોતાના ‘સંકલ્પ'નું પાલન કરે છે.
આમ કરવાની એના શરીરને નામરજી હોય, તો એ શરીરને ચાબુક મારીને જગાડે છે અને કોઈ સરમુખત્યારની માફક એને શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરાવે છે. ઊંઘ અધૂરી રહેતી હોય, શરીરનો થાક ઊતર્યો ન હોય તોપણ એ નિયમભંગ કરવા ચાહતો નથી, નિયમ એટલે નિયમ. એમાં ક્યારેય ટસથી મસ થવાનું ન હોય એમ માનનારા લોકો જીવનની સ્કૂર્તિ અને આનંદને ગુમાવે છે અને નિયમની જડતાને પકડીને ઊછળકૂદ કરતા હોય છે.
અધૂરી ઊંઘને કારણે એમના સ્વભાવમાં અકળામણ આવશે, દિવસ દરમિયાન એ અકળામણ ગુસ્સાનું સ્વરૂપ લેશે. શરીરને પૂરતો આરામ મળતો નહીં હોવાથી એ વહેલા થાકી જશે, પરંતુ બધી બાબતમાં એ સમયની ઘડિયાળને પૂછે છે, શરીરની ઘડિયાળની કોઈ પરવા કરતા નથી.
હકીકતમાં વ્યક્તિએ નિદ્રાનો સમય નક્કી કરવા માટે ઘડિયાળના કાંટાને નહીં, પણ પોતાના શરીરની ઘડિયાળને પૂછવું જોઈએ. શરીરની ઘડિયાળ બરાબર ચાલે તે માટે સમયની ઘડિયાળના પાવરને બદલે અહીં આરામ અને પૂરતી નિદ્રાની જરૂર છે. વ્યક્તિએ પોતાના શરીરની ઘડિયાળને લક્ષમાં રાખીને નિદ્રાનો સમય નક્કી કરવો જોઈએ. ક્યારે ઊઠવું અને ક્યારે સૂઈ જવું, એ ઘડિયાળને બદલે શરીરના હાથમાં સોંપવું જોઈએ.
- ૬૫. તોછડાં નામો વાપરનાર ખૂની છે કેટલીક વ્યક્તિઓ ‘ફૈબા-વૃત્તિથી પીડાતી હોય છે. પ્રત્યેક વ્યક્તિની શારીરિક કે સ્વભાવગત ખાસિયત લક્ષમાં રાખીને એના નામને બદલે બીજી રીતે એને બોલાવે છે. ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનો એ ‘ઠીંગુજી” તરીકે ઉલ્લેખ કરશે. મહેનતુ માણસને ‘વેઠિયો’ કહેશે અને અલ્પ બુદ્ધિશક્તિવાળાને ‘બાઘો’ કે વિચિત્ર દેખાવ ધરાવનારને ‘કાર્ટુન” કહેશે. એના મૂળ નામથી એને વિશે વાત કરવાને બદલે તિરસ્કારસૂચક ‘ઉપનામ 'થી બોલાવનાર વ્યક્તિ નિર્બળ માનસિકતા અને શુદ્ર વૈચારિકતા ધરાવે છે.
એના મનમાં રહેલી તમામ વ્યક્તિઓ માટેનો તિરસ્કાર એના તોછડા શબ્દોમાં વ્યક્ત થાય છે અથવા તો પોતાની નિર્બળતાને ઢાંકવા કે અહમને પોષવા માટે એ તોછડાઈનો આશરો લે છે. જીવનની સ્થૂળતામાં રચ્યાપચ્યા અને સપાટી પર જીવતા આવા લોકોની વાણી એ એમના રુગ્ણ માનસનું પ્રગટીકરણ છે. સામેની વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ પ્રગટ કરવાનું માધ્યમ બને છે. આની પાછળ દુવૃત્તિ કામ કરતી હોય છે. વળી વ્યક્તિને ‘ડબ્બો', ‘પંતુજી', ‘લંબુ’ કે ‘બામ' એવાં નામોથી ઓળખીને એના સમગ્ર વ્યક્તિત્વને ઘોર અન્યાય કરીએ છીએ. એના વ્યક્તિત્વનાં ઊજળાં પાસાંની ઉપેક્ષા કરીએ છીએ.
જેનું નવું ‘ઉપનામ પાડ્યું હશે, તેને એના ઉપનામની ખબર પડશે ત્યારે બોલનાર તરફ તિરસ્કાર અને ધિક્કાર જાગશે. એના મનમાં એ વિશેનો ડંખ રહેશે. એ વ્યક્તિ પાસેથી તમે જે ચાહતા હશો તે મેળવી શકશો નહીં, બલકે ધીરે ધીરે એનાં દ્વેષ, ઉપેક્ષા અને ગુસ્સાનું કારણ બનશો. તમારા ઉદ્ધોધનમાંથી આવી નકારાત્મકતા અને તિરસ્કારને ઓગાળી નાંખજો, નહીં તો તમને જ એ વ્યક્તિ માટે પ્રયોજાયેલા શબ્દનો બચાવ કરવો ભારે પડી જશે.
66
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
67
Page #40
--------------------------------------------------------------------------
________________
- ૬૬
ટીકાકારોની રુણ મનોવૃત્તિ પર દયા કરજો !
સંવેદનશીલ વ્યક્તિને આલોચના અકળાવનારી લાગે છે, કારણ કે આલોચકે એને અકળાવવા માટે જ ટીકા-ટિપ્પણના તીવ્ર પ્રહાર કર્યા હોય છે. આવા ટીકાખોરની દૃષ્ટિ અન્યની ટીકા પર જ હોય છે અને તેથી એ હંમેશાં બીજાનું બૂરું જોવા ટેવાયેલો હોય છે. નઠારાની શોધ કરતો હોય છે અને તક મળે એ કોઈ ને કોઈ રીતે ટીકા કરતો હોય છે .
સફળ વ્યક્તિઓએ સૌથી મોટી સજ્જતા કેળવવાની હોય તો તે ટીકાખોરોનો સામનો કરવાની છે. ટીકાખોરો એમની માત્ર ટીકા જ કરતા નથી, પરંતુ એ ટીકાને વધુ ને વધુ જાહેર અને જાણીતી કરવાની કોશિશ કરે છે. કોઈક વાર કાનફૂસીથી, કોઈક વાર છાનીછ૫ની રીતે તો કોઈક વાર ખોટો રસ્તો અજમાવીને પણ એ પોતાના નિદાસને તૃપ્ત કરતા હોય છે. આવી વ્યક્તિનું લક્ષ્ય જ બીજાની ટીકા કરવાનું હોય છે અને તેથી એ સમય જતાં પોતાના ટીકાકારોથી ઘેરાઈ જતો હોય છે !
ઓછામાં ઓછો પરિશ્રમ કરનારાઓ ટીકા કરવાનો વધુ ને વધુ શ્રમ લેતા હોય છે. મનમાં વેર અને ઝેર રાખનારાઓ એને વધારવા માટે નિંદાનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધી ગયેલી વ્યક્તિને પાછી પાડવાની શક્તિ ન હોય, ત્યારે તેની આલોચના કરીને એને પાછી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે.
વ્યક્તિએ પણ આવા ટીકાખોરોની ટીકાની ઉપેક્ષા કરવી જોઈએ. એમની રૂણ મનોવૃત્તિ પરત્વે દયા ખાવી જોઈએ. એમની માનસિક દુર્દશા માટે સહાનુભૂતિ કેળવવી જોઈએ અને ટીકાખોરોને જવાબ આપવાનો સૌથી મોટો માર્ગ પ્રગતિના પથ પર વધુ ને વધુ આગળ વધવાનો છે.
જીવનનું સાચું સરનામું મૃત્યુ છે વ્યક્તિના જીવનસમગ્રનું સરનામું કયું ? ચહેરા અને મોહરા ઓઢીને, દંભ અને આડંબર ધારણ કરીને તથા પ્રેમ અને પ્રપંચનો ખેલ ખેલીને માનવી જીવે છે. જીવનપર્યત બહુરૂપીનો વેશ ધારણ કરીને સ્વયંને સતત છુપાવી રાખે છે. પોતે જે નથી, તે દેખાવા પ્રયત્ન કરે છે. જેમાં નથી માનતો, તેમાં પૂર્ણ શ્રદ્ધાનો ડોળ કરે છે. પોતે જે છે, તેને જાણવાની એ કોશિશ કરતો નથી. કારણ કે એ કોશિશ કરતાં અને ભય લાગે છે.
ત્યારે વ્યક્તિના સમગ્ર જીવનની નિર્ણયાત્મક ક્ષણ કઈ ? એ ક્ષણ છે એના મૃત્યુની. એ ક્ષણે માનવી પારદર્શક અને નિરાવરણ હોય છે. એ ક્ષણે એ કોઈ દાવપેચ ખેલતો નથી અને કોઈ આડંબર સેવતો નથી. મૃત્યુની ક્ષણમાં એનું આખું જીવન સમાઈ જાય છે. એના દીર્ઘ જીવનનો હિસાબ આ એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. જીવન સાફલ્યનો આનંદ કે વિફળતાનો વસવસો એ ક્ષણે પ્રગટ થાય છે.
સંપત્તિ કે સત્તા પાછળ જિંદગી ગુમાવ્યાનાં આંસુ એની આંખમાં આવશે. એનો મોહ સરી જ છે, બાહ્ય દેખાવ ભૂંસાઈ જશે અને એ બીજા સાથે કે સ્વયં સાથેના પ્રપંચથી અલગ થઈને માત્ર માનવી બની રહેશે. જીવનની સૌથી સાચી ક્ષણ એ મૃત્યુની ક્ષણ છે. એ દરેક માનવીના જીવનનું સાચું સરનામું છે.
મૃત્યુની ક્ષણનો વિચાર કરીને જીવનની ક્ષણો પાસેથી હિસાબ લીધો હોત તો ? મૃત્યુની વેળાને વિચારીને જીવનમાં વખતનો મહિમા કર્યો હોત તો ? મૃત્યુના અંતને વિચારીને સિદ્ધિ-સમૃદ્ધિ કે પરિગ્રહની દોડના અંતનો જીવનમાં ખ્યાલ કર્યો હોત તો ! મૃત્યુ એ સાચા જીવનનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.
68
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
69
Page #41
--------------------------------------------------------------------------
________________
૬૮ જીભ જેટલો જ કાનને અધિકાર છે ! બીજાની વાત કે એના વિચારને તમે ‘કાન આપો છ' ખરા ? કેટલીક વ્યક્તિઓ પોતાની વાત જ કહ્યું જાય છે અને પોતાના જ વિચારો ઝીંક્ય રાખે છે. એમના વક્તવ્યમાં ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. વળી, સતત બોલતી વખતે તેઓ એમ માને છે કે સામેની વ્યક્તિ પર પોતે પ્રભાવ પાડી રહી છે ! એમને એ ખ્યાલ આવતો નથી કે સામેની વ્યક્તિ એમની વાતને કેટલું વજૂદ આપે છે અને એમના વિચારને કેટલું ‘વજન આપે છે. પત્ની, મિત્ર, સાથીઓ કે સહકર્મચારીઓની વાત સાંભળવાને બદલે પોતાની જ વાત કહેનાર જીવનમાં ઘણા વિસંવાદ સર્જે છે. જીભના જેટલો જ કાનનો મહિમા છે. જીભની ચંચળતા અને કાનની સ્થિતિસ્થાપકતા બંને વચ્ચે સમતુલન સાધવાની જરૂ૨ છે. જીભનો અતિ વપરાશ કરનારા સામી વ્યક્તિના કાનને અન્યાય કરે છે.
દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવાની ઇચ્છા હોય છે. જો એનો પતિ, મિત્ર કે સહકર્મચારી એ ન સાંભળે, તો એ બીજાને પોતાની વાત કહેવા માટે દોડી જશે. દરેક વ્યક્તિને વ્યક્ત થવું હોય છે અને એ વ્યક્ત ન થાય ત્યાં સુધી ગૂંગળાતી રહે છે. ગૃહસ્થજીવન હોય કે વ્યવસાયવન – પણ એમાં બીજાની વાત કે વિચાર સાંભળવાની શક્તિ ઘણી મહત્ત્વની બને છે અને એના પર જ એની સફળતાનો આધાર હોય છે.
પોતાનો વિચાર બીજા પર લાદવાને બદલે બીજાનો વિચાર જાણવાની કોશિશ કરવી જોઈએ. કદાચ એ બીજી વ્યક્તિ તમારી પોતાનો જ વિચાર કહેતી હોય! વળી જો એનો વિચાર પોતાના વિચારથી જુદો હશે, તો સામી વ્યક્તિના વિચારને સમજીને એને યોગ્ય રીતે વાળવાની તક મળશે, આથી એ વ્યક્તિને પણ લાગશે કે એની વાત અહીં સંભળાય છે. એને વ્યક્ત થવાની પૂરી મોકળાશ
૬૯ એક આંખમાં સંતોષ, બીજી આંખે પ્રગતિ !
જીવનના ઉત્સાહને માણવા માટે એક આંખમાં સંતોષને વસાવો અને બીજી આંખમાં પ્રગતિને રાખો. એક નજર સંતોષ પર હશે, તો જે પામ્યા હોઈએ તેનો આનંદ મળશે. જે મેળવ્યું એની મજા પડશે. જે ‘છે' તેનો સંતોષ હશે. વ્યક્તિ પાસે સ્કૂટર હશે, તો સ્કૂટર ધરાવવાનો સંતોષ એના મનમાં રહેશે. મોટર નહીં હોવાના અભાવના અજંપાથી એ પીડાતી નહીં હોય.
જીવનની ઘણી વેદનાઓ પ્રાપ્તિની ઉપેક્ષા અને અપ્રાપ્તિની મહેચ્છાથી સર્જાતી હોય છે. એ વ્યક્તિ સ્કૂટર પર ઘૂમવાની મજા માણી શકશે નહીં, કારણ કે બીજાની મોટર એના હૈયામાં સદાય આગ ઝરતી રાખશે. જીવન આખું બેચેની અને હતાશામાં જશે અને ધીરે ધીરે જીવનમાં સદાને માટે જે મેળવ્યું હોય, તે ભુલાતું જાય છે અને જે નથી તે ચિત્ત પર સવાર થઈને બેસી જાય છે.
વ્યક્તિએ બીજી આંખ પ્રગતિ પર ઠેરવવી જોઈએ અને એને માટે પુરુષાર્થથી સદાય પ્રગતિનો પડકાર ઝીલવો જોઈએ. એ સંતોષની પલાંઠી જરૂર વાળશે, પરંતુ એ આસને બેસીને પ્રગતિ માટેના પુરુષાર્થનો વિચાર કરશે. વધુ સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓ કે વિભૂતિઓ પાસેથી પ્રેરણા લેશે. વિભૂતિઓ માત્ર પૂજા, અર્ચના કે પ્રતિમા ખડી કરવા માટે નથી. એમનો હેતુ તો આપણને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણાપીયૂષ પાવાનો છે.
વિચારકો, વિજ્ઞાનીઓ અને કલાકારોના જીવનમાંથી પ્રેરણા પામીને પ્રગતિ કરવી જોઈએ, મનમાં સંતોષ સાથે હાથમાં પ્રગતિ રાખવી જોઈએ. આવું ન થાય તો સંતોષ, પ્રમાદ કે નિષ્ક્રિયતામાં પરિવર્તન થઈ જાય છે. પ્રાપ્તિ અંગે સંતોષ અને પ્રાપ્ત કરવાનું છે, તેને માટે પ્રગતિ બંનેનું સમતોલન સાધવું જોઈએ.
70
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
71
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મની પ્લાસમાં ભરતી-ઓટ હોતાં નથી
માનવીનું જીવન એટલે વણછીપી તરસ. એને એક એવી તરસ હોય છે કે જેને છિપાવવા માટે એ સતત પ્રયાસ કરતો હોય છે. કોઈને ધનની તરસ હોય છે, તો કોઈને પદની ભૂખ હોય છે. કોઈને સમૃદ્ધિની તરસ પીડતી હોય છે, તો કોઈનું હૃદય પ્રિયજનના વિયોગની તરસથી તરફડતું હોય છે. પ્રેમની પણ એક પ્યાસ હોય છે અને એ પ્યાસ બુઝાવવા માટે માનવી પ્રયત્ન કરતો હોય છે. એની પ્રેમની ખાસ એને સતત ઝંખનાઓ, સ્વપ્નો, આશાઓ અને આકાંક્ષાઓ પર દોડાવે છે. એની આ તૃષા ક્યારેક તૃપ્ત થાય છે, તો ક્યારેક એ મૃગતૃષ્ણા બની રહે છે !
૭૦
આ બધી તૃષાઓમાં ક્યારેક આનંદ તો ક્યારેક વિષાદ આવે છે. થોડું સુખ અને વધુ દુઃખ આવે છે. ઝંખનાની તીવ્રતા અને પ્રાપ્તિ થતાં શૂન્યતાનો અનુભવ થાય છે, પરંતુ જ્યારે એને અધ્યાત્મની તરસ જાગે છે ત્યારે તરસનું રૂપ અને એનું સૌંદર્ય સાવ બદલાઈ જાય છે. ભૌતિક જીવનની તરસમાં એના ચિત્તને કેટલાય સંઘર્ષો વેઠવા પડે છે, ત્યારે અધ્યાત્મની તરસ એને એક આનંદ સ્થિતિમાં રાખે છે. પરિણામે એના જીવનમાંથી સ્થૂળ આનંદો, ક્ષુદ્ર વસ્તુઓ અને ભૌતિક એષણાઓની બાદબાકી થઈ જાય છે, એટલું જ નહીં પણ એ કોઈ વિરાટ ગગનમાં ઊડવા લાગે છે.
એનું આ ઉડ્ડયન એવું હોય છે કે હવે એને જીવનની કોઈ પ્યાસ પજવતી નથી. જીવનની પ્યાસમાં ક્ષણભંગુરતા હતી તો અધ્યાત્મની પ્યાસમાં ચિરંજીવતા છે. એમાં ભરતી કે ઓટ નથી. એમાં આશા કે નિરાશા નથી, પણ એ બધાથી પર એવા જ્વનનો ઉલ્લાસ અને પરમ પ્રસન્નતા છે. ચિંતા કે પીડા, અવસ્થા કે અપમાનને પાર વસતી સ્વસ્થ, સ્વચ્છ, શાંત જળ સમી સમતા છે.
72
ક્ષણનો ઉત્સવ
૭૧
પ્રકૃતિના આનંદની બાદબાકીનો અનર્થ !
ક્યારેય તમને સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ થઈ છે ખરી ? માનવી બ્રહ્માંડમાં વસે છે, પરંતુ પોતાના કેટલાય અંશોને એ ગુમાવી રહ્યો છે . એનો એક અંશ છે વ્યાપકતાનો અનુભવ. પરંતુ એને શોખ છે પોતાના એકદંડિયા મહેલમાં જ્વવાનો. આને પરિણામે એ આકાશમાં ઊડતાં પંખીઓનું ગીત કે ઝરણાંના વહેતા પ્રવાહનું સંગીત સાંભળી શકતો નથી. છલોછલ પ્રકૃતિ વચ્ચે જીવતો હોવા છતાં એનો એને લગીરે અનુભવ થતો નથી. પશુઓ તરફ એની કોઈ દૃષ્ટિ કેળવાયેલી નથી. કાં તેમને પાંજરામાં કેદ થયેલાં જુએ છે અથવા તો રસ્તે રઝળતાં જુએ છે.
સચરાચર સૃષ્ટિની વાત કરનાર માનવી એ સચરાચરનો અનુભવ પામી શકતો નથી અને એને પરિણામે એના વનમાં એક પ્રકારનો ખાલીપો ઊભો થાય છે. એનો બાહ્ય સૃષ્ટિ સાથેનો સંબંધ જેટલો ક્ષીણ થાય છે, એટલી એની આંતરસૃષ્ટિની વ્યથા વધે છે, પ્રકૃતિ અને પ્રાણીજગત સાથેનો એનો અનુબંધ તૂટી ગયો છે અને તેથી જીવનના કેટલાય નિર્વ્યાજ આનંદનાં સ્થાનો એ ખોઈ બેઠો છે.
ક્યારેય એકાંત પ્રદેશમાં કે હરિયાળા પર્વતની ગોદમાં એ પલાંઠી વાળીને વૃક્ષો કે પક્ષીઓ સાથે સંવાદ કરતો નથી. ક્યારેય છોડ પર આવતી કુમળી કૂંપળ કે વૃક્ષ પર આવતાં રસમધુર ફ્ળને જોઈને એનું મન નાચતું નથી. નીરવ એકાંતમાં પ્રકૃતિમાંથી ઊઠતા સ્વરો-ઉદ્ગારોનું કાન માંડીને શ્રવણ કરતો નથી. જીવનની દોડધામ વચ્ચે નિસર્ગના દશ્યને મનમાં ખડું કરીને નવી ચેતના અનુભવતો નથી. એ વિચારતો નથી કે પ્રાણી સાથે પણ એનું જીવન જોડાયેલું છે . પ્રકૃતિ સાથે એનો આનંદ બંધાયેલો છે. પંખી સાથે એનું ગીત સંકળાયેલું છે. માનવીએ પોતાના જીવનમાંથી કરેલી આ બધી બાદબાકી અંતે તો માનવીના
સ્વયંના જીવનની બાદબાકી બનીને રહે છે !
ક્ષણનો ઉત્સવ 73
Page #43
--------------------------------------------------------------------------
________________
૭૨
ત્યાગનો રાગ ત્યજવો મુશ્કેલ છે !
માનવીમાં અહંકાર એટલી બધી સૂક્ષ્મતાથી પ્રવર્તતો હોય છે કે એને સ્વયં એનો ખ્યાલ હોતો નથી. કોઈ માણસને તમે કૉફી આપો એટલે કહેશે કે મને માફ કરજો, હું કૉફી ક્યારેય પીતો નથી, ચાનું પૂછો તો જવાબ પરખાવશે કે ચા તો જિંદગીમાં કદી ચાખી નથી. લીંબુના શરબતની વાત કરશો તો કહેશે કે એ મને ભાવતું નથી. કોઈ પીણાનું પૂછશો તો કહેશે કે એવાં પીણાંને હું હાથ પણ અડાડતો નથી, ત્યાં હોઠે અડાડવાનું તો ક્યાં ? તમે એને પૂછતા રહેશો અને એ સતત ઇન્કાર કરતો રહેશે, પરંતુ એ માણસ પોતે શું લેશે એ પહેલાં કહેશે નહીં, કારણ કે એણે પોતાની જાતનો મહિમા કરવા માટે ‘નથી લેતો'નું શરણું લીધું છે.
એનો પ્રયાસ પોતાને સંયમી દર્શાવવાનો હોય છે, પરંતુ એનો એ સંયમ અહંકારમાં પરિવર્તિત થઈ ગયો હોય છે. આવા ઇન્કાર દ્વારા એ પોતાના અહંકાર પર સંયમનું આવરણ ઓઢાડે છે. પોતાની જાતને અત્યંત ગુણવાન પુરવાર કરવા માટે એ સતત હવાતિયાં મારતો હોય છે. એનું જીવન અપારદર્શક રાખીને પોતાના અહંકારને આગળ ધરતો હોય છે.
એ પોતાની આવશ્યકતા સીધેસીધી જણાવવાને બદલે સામી વ્યક્તિના પ્રશ્નની રાહ જુએ છે. ક્યારેક તો ભોજન પીરસાઈ રહ્યું હોય, ત્યારે ‘આ ખાતો નથી’ અને ‘આ લેતો નથી'નું રટણ શરૂ કરે છે. સીધેસીધી વાત કરે, તો અન્ય વ્યક્તિનો શ્રમ ઓછો થાય, પરંતુ પોતાના અવળીમતિયુક્ત અહંકારને કારણે એ સીધી લીટીમાં ચાલી શકતો નથી. પોતાને અમુક વાનગીની બાધા છે એ કહેતો નથી પણ જ્યારે એ વાનગી એને પીરસવામાં આવે ત્યારે એના ઇન્કારની અહંકારભરી ગર્જના કરે છે. ઘણી વાર સાધક કે ત્યાગી આવા અહંકારમાં કેદ થઈ જાય છે અને પછી પોતાના ત્યાગને દર્શાવવાનો રાગ એને વળગી પડે છે.
74
ક્ષણનો ઉત્સવ
૭૩ ―――――――――――
તમારી આંખનાં આંસુ એની આંખમાં લે છે ?
વેદનાની વાત એવી વ્યક્તિઓને કરવી કે જેમની ભીતરમાં સંવેદના હોય. દુઃખની વાત એને કરવી કે જેણે દુઃખના ઘા ખમ્યા હોય. જીવનની વ્યથા, પીડા કે વેદનાની વાત કરતી વખતે તમારે એના કાનનો પહેલાં વિચાર કરવો.
જે કાન શ્રવણ કરવાના છે, એ કઈ રીતે ગ્રહણ કરશે ? વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક વ્યક્તિઓ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને પોતાનાં દુઃખ-દર્દની વેદના જગાવે છે. બીજાનો પ્રણયભંગ એમના દિલમાં પોતાના પ્રણયભંગની સ્મૃતિની વેદના જગાવે છે. અન્યની ગરીબ અવસ્થા એ એમની પૂર્વેની દરિદ્ર વિચારમાં ડૂબી જાય છે.
આવી વ્યક્તિઓને બીજાના દુ:ખ સાથે અનુસંધાન હોતું નથી, પણ પોતાના જાત સાથે ગાઢ આસક્તિ હોય છે. બીજા પ્રકારની વ્યક્તિ અન્યનાં દુઃખ અને દર્દ સાંભળીને એમને શાબ્દિક સહાનુભૂતિ આપશે. ગળગળા અવાજે એની વાતનો સ્વીકાર કરશે અને અવસર મળે આંખમાં આંસુ પણ લાવશે, પરંતુ એમની સહાનુભૂતિ એ આ ક્ષણ પૂરતી હોય છે, પછીની ક્ષણે એણે કહેલા સાંત્વનાના સઘળા શબ્દો એના અંતરમાંથી લુપ્ત થઈ જાય છે. આ બંને પ્રકારના માણસો સમક્ષ પોતાનાં દુઃખ-દર્દ પ્રગટ કરવાં નહીં, જે તમારા સ્વજન હોય એમ ઊંડા ભાવથી તમારાં દુઃખ પૂછશે અને પછી તમારાં દુઃખોનું દુનિયા સમક્ષ હસતાં હસતાં વર્ણન કરશે. ટૂંજેડીમાંથી કૉમેડીનાં અંશો તારવશે.
એમને મન બીજાનું દુઃખ એ એમની ખુશીનું કારણ હોય છે. એમને બીજાનાં હૃદયના ઘા રૂઝવવામાં રસ નથી. તક મળે તો એના પર મીઠું ભભરાવવાનું ચૂકતા નથી. પોતાના જીવનની વ્યથા, વેદના, દુ:ખ કે પીડા એવી વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરવી કે જેની પાસે તમારી આંખનાં આંસુ એની આંખમાં લઈ શકે તેવું સંવેદનાપૂર્ણ હૃદય હોય અને સક્રિય સહાયની તત્પરતા હોય.
ક્ષણનો ઉત્સવ
75
Page #44
--------------------------------------------------------------------------
________________
- ૭૪.
અઘરી વાણી એ પંડિતાઈનું મિથ્યા પ્રદર્શન છે વિભૂતિઓ અને સંતોની વાણી કેટલી સરળ અને સાહજિક હોય છે! રામની કથા હોય, મહાવીરની વાણી હોય કે બુદ્ધનું પ્રવચન યા ઈશુ ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સમજવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર પડતી નથી. નરસિંહની કવિતા, મીરાંની ભાવના, તુલસીદાસનું ‘રામચરિતમાનસ' કે આનંદથનનાં પદ વાંચો અને હૈયાં સોંસરાં ઊતરી જાય. એના શબ્દોમાં પરમ તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ એ તત્ત્વજ્ઞાન વ્યક્તિને સરળતાથી સમજાય તેવું હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થયું હોય છે. એની આસપાસ કોઈ આવરણ હોતું નથી કે જે આવરણને ભેદવા માટે પંડિતાઈની જરૂર પડે, પણ ક્યાંક પાંડિત્ય-પ્રદર્શન માટે આવી સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે.
એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે.
ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર આપીને શ્રોતા કે વાચકને માટે એ વધુ કપરું બનાવશે. આથી પણ આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામેની વ્યક્તિ એમાં ગૂંચવાઈ જાય. એ પોતાની વાતને વધુ ને વધુ અઘરી બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ જેટલી અઘરી વાણી બોલે, આડંબરયુક્ત શબ્દ પ્રયોજે , પરિભાષાનો વરસાદ વરસાવે, એટલો મોટો પંડિત ગણાય છે. પણ આવી પંડિતાઈ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી.
અંતરની ગહન અનુભૂતિ અને માનવજીવનના મર્મોને પારખતી દૃષ્ટિને કારણે વિભૂતિઓની વાણીમાં શબ્દોનું સૌંદર્ય હોય છે, પણ ભાષાનો ભભકભર્યો શણગાર હોતો નથી. સરળતાના સૌંદર્યનો અનુભવ કરવો હોય તો તે સંતોની વાણીમાં મળી શકે, જે જીવનના ધરાતલમાંથી પ્રગટી છે અને માનવીના હૃદયના ધરાતલને સ્પર્શે છે.
૭૫ માનવીનાં બહાનાંમાં સર્વત્ર ઈશ્વરનો વાસ છે “ખુદાની મરજી’ને નામે આપણે આપણી કેટલીય અરજીઓ પસાર કરી છે. માણસને આ તરીકો બહુ પસંદ પડ્યો છે કે પોતે કશુંક ખોટું કરે અને ફળ ભોગવવાનું આવે ત્યારે એની સઘળી જવાબદારીનો અને દોષનો ટોપલો પ્રભુને માથે ઓઢાડી દે ! કાર્યકારણ જોવાને બદલે માત્ર ફલશ્રુતિને જોતો માનવી એમાં ઈશ્વરીસંકેત જુએ છે. શરાબી એમ કહેશે કે મારી તો શરાબ પીવાની લગીરે ઇચ્છા નહોતી, પરંતુ ઈશ્વરની ઇચ્છા આગળ હું લાચાર છું. કોઈ એમ પણ કહેશે કે ઈશ્વરે મને આટલાં બધાં દુઃખો એ માટે આપ્યો કે જેથી વ્યસનમાં મારાં એ દુ:ખોને ડુબાડી દઈ શકું. ઈશ્વરને નામે માનવી અનેક પ્રપંચ ખેલે છે અને એ પ્રપંચોમાં સફળ થાય તો એનો એ સ્વયં યશ લે છે, પણ એમાં નિષ્ફળ જાય તો એનો અપયશ ઈશ્વરને આપે છે.
ઈશ્વરે માણસને સર્યો એમ કહેવાય છે, પણ હકીકતમાં તો માણસે પોતાની નિષ્ક્રિયતા, દંભ, નબળાઈ અને નિષ્ફળતાને છાવરવા માટે ઈશ્વરને સર્યો છે. પ્રમાદને કારણે નોકરી જાય તો એમાં ઈશ્વરનો સંકેત, ઘણી સંતતિ થાય તો એમાં ઈશ્વરની મરજી, ડાયાબિટીસથી મૃત્યુ થાય તો એમાં ઈશ્વરની ઇચ્છા. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત હોય કે ન હોય, પરંતુ માનવીઓનાં બહાનાંમાં તો એ વ્યાપ્ત છે જ.
એ વારંવાર ઈશ્વરને હડફેટે ચડાવે છે. માથે આવેલાં દુઃખો કે આપત્તિને પોતાનાં કર્મોના ફળ સમજવાને બદલે એ એમાં ઈશ્વરનું કાવતરું જુએ છે. ગમતું બને તેનું કારણ પોતે, અણગમતું જે કંઈ થાય તે બધું ઈશ્વરને કારણે. ઈશ્વર આ માનવીની બહાનાબાજી જોઈને કાં તો ખડખડાટ હસતો હશે અથવા તો એનાથી કંટાળીને થાકીને લોથપોથ થઈ ગયો હશે !
76
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
77
Page #45
--------------------------------------------------------------------------
________________
૭૬
સમસ્યા સૂતેલા સાહસ અને શૈર્યને જગાડે છે
જીવનમાં આવતી સમસ્યાના સિક્કની એક બાજુ વેદના છે, તો બીજી બાજુ પડકાર છે. સિક્કાની માત્ર વેદનાની બાજુએ જ જોતો માનવી એ સમસ્યાના દુઃખથી ઘેરાઈ જાય છે, પણ જો સિક્કાની બીજી બાજુ સમા પડકારનો વિચાર કરશે તો એને અહેસાસ થશે કે આ સમસ્યા એને માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. સમસ્યા અંગે ઊંડાણથી વિચારતાં ખ્યાલ આવશે કે આ સમસ્યા એ અવરોધ નથી, પરંતુ અવસર છે. સમસ્યાનો સામનો કરતી વખતે માનવીનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. એને ખુદને ખબર ન હોય એવા કેટલાય શક્તિસ્રોતનો એ અનુભવ કરે છે.
એનામાં મુશ્કેલીઓ સામે પૈર્ય રાખવાની એવી શક્તિ પ્રગટ થાય કે તે અંગે એ સ્વયં આશ્ચર્ય અનુભવે છે. માનવીના ગુણનું પ્રાગટ્ય આવી કસોટીના સમયમાં થતું હોય છે અને એ અગ્નિપરીક્ષામાં તપાઈ તપાઈને એના વ્યક્તિત્વનું સુવર્ણ બહાર આવતું હોય છે, આથી જ પ્રત્યેક સંકટે વ્યક્તિમાં એક નવી વ્યક્તિ સર્જે છે, નવી શક્તિ જગાડે છે, નવા વિચારો આપે છે અને એને પરિણામે આ સમસ્યાઓ જ વ્યક્તિના વ્યક્તિત્વનું રૂપાંતર કરતી હોય છે. સમસ્યાને કારણે ભયભીત થઈને પલાંઠી વાળીને બેસી રહેલો માનવી જ્યારે એનો સામનો કરે છે ત્યારે એનામાં ભયના સીમાડા ઓળંગવાની શક્તિ ઊભી થાય છે. એનાં સુષુપ્ત સાહસ અને ધૈર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે અને ક્યારેક તો એ સ્વયં એના ભીતરની આ તાકાત જોઈને આશ્ચર્ય અનુભવે છે !
જે સમસ્યા માર્ગમાં અવરોધરૂપ પથ્થર લાગતી હતી, તે વિકાસનું પગથિયું બની જાય છે, કારણ કે વ્યક્તિ એ સમસ્યાનાં મૂળ સુધી જાય છે. સ્વસ્થ ચિત્તે એનાં કારણો તપાસે છે અને એનું નિવારણ કરવાના પ્રયત્નોમાં એના ભીતરમાં રહેલું દૈવત પ્રગટ થાય છે.
એક જ ડાળી પર ગુલાબ અને કંટક હોય છે
માનવી જીવનમાં ગુલાબ શોધે છે. સુખ પામવાની એને અતિ તીવ્ર ઝંખના છે. સુખપ્રાપ્તિ માટે તલસાટ છે. સુખપ્રાપ્તિ થતાં ગાઢ આનંદ અનુભવે છે. સુખનું વિરોધી છે દુ:ખ. કોઈ હાનિ પહોંચાડે, અપમાનિત કરે કે કટુવચન કહે તો એના દિલમાં કાંટા ભોંકાય છે. આમ એ સુખ અને દુ:ખને ગુલાબ અને કાંટાને અલગ-અલગ જુએ છે. ગુલાબની ઝંખના રાખે છે, કાંટાનો અજંપો અનુભવે છે, પરંતુ સમય જતાં એને સમજાય છે કે જીવનની એક જ ડાળી પર ગુલાબ છે અને એની સાથે જ કાંટા છે.
પહેલાં જે સાવ ભિન્ન અને વિપરીત લાગતું હતું, એ હવે એક લાગે છે. એક જ ડાળી પર સુખ અને દુ:ખ વસતાં જોવા મળે છે અને વિચાર કરે છે કે આ ડાળી ઊગી એની સાથોસાથ જ આ કાંટાય ઊગ્યા છે ! અને ગુલાબ પણ ઊગ્યું છે ! જીવનની તરાહ પણ એવી છે કે કાંટા ઊગે છે અને સાથે ગુલાબ પણ ઊગે છે. જીવનમાં દુ:ખ આવે છે અને એની પાછળ સુખ આવતું હોય છે. રાત્રીના અંધકારની પાછળ દિવસનું પ્રભાત આવતું હોય છે. ઘણી વાર તો સુખનો પડછાયો દુ:ખ હોય છે. સુખ અને દુ:ખને અલગ જોવાની જરૂર નથી, એને બદલવાની જરૂર નથી. એને એક સાથે જોવાની જરૂર છે. પ્રત્યેક સુખ અને દુ:ખ સંયુક્ત છે, જાણે એક સિક્કાની બે બાજુ .
આ ઇંદ્રગ્રસ્ત જગતમાં નિર્ભેળ સુખ કે સર્વથા દુ:ખ હોતાં નથી, પરંતુ તમારી આજ્ઞાનું પાલન કરે અને જે તમારા પ્રભાવ હેઠળ હોય તે સુખ છે અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને સર્વથા અનાદર કરે તે દુઃખ, જેમ વૃક્ષ મુશળધાર વરસાદને અને બળબળતા તાપને ધૈર્યથી સ્વીકારે છે, એ જ રીતે માનવીએ જીવનમાં સદૈવ સુખદુ:ખનું સ્વાગત કરવું જોઈએ. વિચિત્રતા તો એ છે કે માણસ એના સુખનું સ્મરણ દુ:ખની વેળાએ કરે છે અને દુ:ખનું સ્મરણ એના સુખના સમયમાં થાય છે.
78
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
79
Page #46
--------------------------------------------------------------------------
________________
૭૮ મૃત્યુ સમયે અજાણી વ્યક્તિ યમરાજ લાગે છે
ભય પાસે લગીરે શક્તિ નથી. ભયભીત સ્વયં ભયને શક્તિમાન બનાવે છે. ભયને વાગોળી વાગોળીને એ પુષ્ટ કરે છે. ભય એ વ્યક્તિ પરનું કોઈ બાહ્ય આક્રમણ નથી, પરંતુ વ્યક્તિના સ્વયંના નિમંત્રણને કારણે એ એના મનભુવનનો અતિથિ બને છે અને પછી માલિક બની જાય છે. ભયની ‘સવારી’ જોવા જેવી છે. પહેલાં વ્યક્તિમાં ભય જાગે કે આ કાર્ય સિદ્ધ થશે કે નહીં અને પછી જો એ ભયવશ થઈ જાય તો એ કાર્ય કરી શકતી નથી. પહેલાં ભય લાગે કે મારો વેપાર ચોપટ તો નહીં થઈ જાય ને ! અને ધીરે ધીરે એનો એ ભય વ્યાપારની રીતરસમોમાં પણ વ્યાપી વળશે. હું બીમાર પડી જઈશ તો શું થશે ? એવો ભય સતત સેવનાર વ્યક્તિ બીમાર પડે છે અને કદાચ એમાંથી ઊગરી જાય તોપણ એનું મન તો રોગગ્રસ્ત બની રહે છે !
કેટલાક ભય વ્યક્તિ સામે ચાલીને ઊભા કરે છે, જે મ કે આ પ્રવાસમાં જઈશ અને અણધાર્યું મૃત્યુ થશે તો ! વિમાન આકાશમાંથી એકાએક તૂટી પડશે તો ? બુઢાપામાં કોઈ ખૂબ પીડાકારી રોગ લાગુ પડશે તો ! ભયનો આવો પ્રવેશ થતાં વ્યક્તિ નિષ્ક્રિય બની જાય છે. પહેલાં મન ભયમાં ડૂબે છે , પછી બુદ્ધિ. એ બુદ્ધિ ભયને બહેકાવતી રહે છે. એની ઇચ્છાશક્તિ ધીરે ધીરે નિર્બળ કરતી રહે છે અને વ્યક્તિનાં અંગો શિથિલ થઈ જાય છે.
જેમજેમ વ્યક્તિ પોતાના ભયને વ્યક્ત કરતી જાય તેમતેમ એનું મન નકારાત્મક બનતું જાય છે અને પહેલાં બારી વાટે પ્રવેશેલો ભય મનનાં સઘળાં બારણાંઓ પોતાને માટે ખોલી દે છે. રૂઢ માન્યતા, સમય-સંદર્ભ ગુમાવી બેઠેલા રિવાજો, વિચારશૂન્ય ગતાનુગતિકતા અને જડ ઘાલી ગયેલી અંધશ્રદ્ધા ભયનાં પૌષ્ટિક તત્ત્વો છે. એને વૃક્ષમાં ભૂત દેખાય, ઘરમાં પ્રેત ભમતું નજરે પડે અને અવસાન સમયે અજ્ઞાત વ્યક્તિ યમરાજ લાગે છે.
પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ સામાન્ય
કેટલા બધા બેવડા માપદંડથી માનવી વિચારે છે ! એ પોતાની જાત વિશે વિચારે, ત્યારે પ્રશંસા કે અહોભાવથી ભરપૂર દૃષ્ટિએ વિચારે છે. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયાને એ યોગ્ય ઠેરવે છે. પોતાની કાર્યપદ્ધતિને એ ઉત્તમ માને છે અને પોતાની વિચારશૈલીને સર્વશ્રેષ્ઠ ગણે છે.
એ જ વ્યક્તિ અન્યના જીવન વિશે વિચારે છે, ત્યારે એને વિશે ટીકા કે નિંદાપૂર્ણ નકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. એની પ્રત્યેક ક્રિયામાંથી ક્ષતિ શોધે છે. એની કાર્યપદ્ધતિને સાવ ઢંગધડા વિનાની માને છે અને એના વિચારમાં કોઈ તથ્ય હોવાનો સદા ઇન્કાર કરે છે, આ રીતે વ્યક્તિ પોતાના કાર્યને યથાર્થ ઠેરવવા માટે તમામ શક્તિ કામે લગાડતી હોય છે.
જો અન્ય વ્યક્તિ કાર્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય, તો તે એને બિનકાર્યક્ષમ માને છે. એની અણઆવડતની ટીકા કરે છે અને એની નિષ્ફળતાને એની ઘોર આળસનું પરિણામ બતાવે છે, જ્યારે વ્યક્તિ પોતે નિષ્ફળ જાય ત્યારે પોતાની અણઆવડતને બદલે સંજોગો કે પરિસ્થિતિને દોષ આપે છે. પોતાની આળસ કે પ્રમાદને બદલે બીજાએ નાખેલા અવરોધોની વાત કરે છે અને આ રીતે પોતાની નિષ્ફળતાને સફળતા જેવી બતાવવા માટે રાત-દિવસ કોશિશ કરે છે. એ બીજી
વ્યક્તિ પાસે શિષ્ટાચારની અપેક્ષા રાખે છે, આદર અને માન મેળવવા ઇચ્છે છે.
આમાં કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય તો એને શિષ્ટાચારની સમજવિહોણી કહે છે, વખત આવે અસભ્ય ઠેરવે છે; જ્યારે પોતાની અસભ્યતાને એ પોતાના આગવાપણામાં ઠેરવવા કોશિશ કરે છે. એની ઉશૃંખલતાને એ એની આધુનિક છટા તરીકે ઓળખાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિની પોતાને માટે જુદી ફૂટપટ્ટી હોય છે અને બીજાને માટે એનાથી સાવ અવળો માપદંડ હોય છે.
80
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૮૧
સંતોષ'નું સોહામણું લેબલ આપીએ છીએ પદ મળે એટલે પ્રગતિ અટકી જાય, સ્થાન મળે એટલે સ્થગિત થઈ જવાય. હોદો મળે એટલે આગળ વધવાની હિંમત ઠરી જાય. સામાન્ય રીતે જીવનમાં પ્રાપ્તિ પછી વ્યક્તિ સ્થગિત થઈ જતી હોય છે. એ પોતાની આસપાસ કાર્યની લક્ષ્મણરેખા આંકી દે છે અને એની બહાર પગ મુકવાની એ કલ્પના કરતી નથી. આવી વ્યક્તિની સ્થિતિસ્થાપક વૃત્તિ એના હૃદયની સુષુપ્ત શક્તિઓને રૂંધી નાખે છે. પોતાને પ્રાપ્ત થયેલા હોદામાં એને સંતોષ હોય છે અને ધીરે ધીરે એ હોદો કે પદ એના જીવનને ઘેરી લે છે. એનો ઉત્સાહ ઓછો થવા માંડે છે અને એક સમય એવો આવે છે કે એનું જીવન વહેતી નદી રહેવાને બદલે બંધિયાર સરોવર જેવું બની જાય છે.
| ઉચ્ચ પદ મેળવવાની એની યોગ્યતા ભૂંસાઈ જાય છે અને કાર્યક્ષમતાનો વિકાસ થતો નથી. એક વાર એક કર્મચારીનો ઉપરી અધિકારી ગેરહાજર હતો અને એ કર્મચારીને એના ઉપરી અધિકારીનું કામ સોંપવામાં આવ્યું ત્યારે એને જાણ થઈ કે એનામાં હજી ઘણી પ્રગતિની શક્યતાઓ અને વિકાસની તકો પડેલી છે. બહુ ઓછી વ્યક્તિઓને પોતાની યોગ્યતાનો પરિચય હોય છે અને તેને કારણે પોતાની જાતને પ્રગતિની કસોટી પર મૂકવાને બદલે પ્રાપ્ય સ્થિતિમાં સંતોષ માનીને યથાસ્થાને જીવન ગુજારે છે. આવી વ્યક્તિ જીવનમાં કોઈ નવો પડકાર ઝીલવાની ઇચ્છા કે ગુંજાશ રાખતી નથી.
પોતાની શક્તિની આસપાસ કુંડાળું વળીને બેઠેલા સાપની જેમ એ એને એવો વીંટળાઈ વળે છે કે પછી એમાંથી બહાર નીકળવાનું ભૂલી જાય છે. આ સ્થિતિસ્થાપકતા પર ‘સંતોષ નું સોહામણું લેબલ લગાડે છે અને પોતે રચેલા સીમાડાની પ્રતિષ્ઠા કરે છે. સમય જતાં આવી વ્યક્તિમાંથી મૌલિકતા ઓસરતી જાય છે અને સાહસિકતા સુકાઈ જાય છે.
પોતાના અનુભવો પાસેથી કશી કેળવણી પામતો નથી!
વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે.
જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ , આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે.
સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મુલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિજીવનનું પાથેય પામે છે.
82
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
Page #48
--------------------------------------------------------------------------
________________
- ૮૩ ભયને બદલે ધ્યેય પર દષ્ટિ ઠેરવીએ !
૮૨ જગત જાકારો આપે ત્યારે મૈત્રી માત્ર આવકારો આપે !
મૈત્રી ત્યારે જ ટકે કે જ્યારે એમાં વિચારો કે દલીલોની ચડઊતર થતી હોય. સંબંધો ત્યારે જ દૃઢ થાય કે જ્યારે એકબીજા સાથે વિચારવિમર્શ થતો હોય અને એમાંથી કશુંક તારણ મેળવાતું હોય. મૈત્રી એટલે માત્ર સંબંધ બાંધવો એટલું નથી. એ તો એનું પહેલું પગથિયું છે. એ પછી એનું બીજું પગથિયું છે તે સંબંધને મજબૂત કરવો અને ત્રીજું પગથિયું છે મૈત્રીને સાતત્યપૂર્ણ રીતે જાળવવી.
સંબંધ બાંધવામાં વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. મૈત્રી બાંધતી વેળાએ એ ઝાઝો વિચાર કરતી નથી. ક્યાંક મળવાનું બને, હોટેલ કે સિનેમામાં જવાનું થાય અને મૈત્રી બંધાઈ જાય, પરંતુ આવી મૈત્રી ક્ષણભંગુર એ માટે હોય છે કે એની પાછળ વિચાર કે સમજનો કોઈ મજબૂત પાયો હોતો નથી. આથી મૈત્રી બાંધવા કરતાં પણ એ મૈત્રીની ઇમારતનું ઘડતર કરવું મહત્ત્વનું છે અને એ ઘડતર કરવા માટે વિચારોને મુક્ત આદાન-પ્રદાન આવશ્યક છે.
- મિત્રને સાચી વાત કહેવાની હિંમત તો હોય, પરંતુ એથીય વધુ એને દુઃખ પહોંચાડે એવી કડવી વાત કરવાનો છોછ રાખવો જોઈએ નહીં, કારણ કે મૈત્રીના આ ચણતરમાં ઘણી મહેનત કરવી પડે છે. વળી મૈત્રીને જાળવવાનું કામ ઘણું કપરું છે.
ક્યારેક પ્રારંભમાં કોઈ આકર્ષણને કારણે મૈત્રી બંધાઈ જાય, પરંતુ એ પાછી થોડાક સમયમાં ભુલાઈ જતી હોય છે. જ્યારે સાચી મૈત્રી એ સાતત્યપૂર્ણ હોય છે અને તે જીવનભર ટકનારી હોય છે. દુનિયા આખી જાકારો આપે ત્યારે મૈત્રી એને આવકાર આપે છે. આંખ જેમ જગતને બતાવતી હોય છે, હાથ જેમ શરીરનું પ્રિય કરે છે એવી સાહજિકતા મૈત્રીમાં હોવી જોઈએ અને એવી મૈત્રી વ્યક્તિને માટે જીવનમાં આનંદ અને ઔષધ બંને બની રહે છે.
ક્ષણેક્ષણ ચોપાસ ભયનો વિચાર કરનારી વ્યક્તિનું ચિત્ત ભયના ખજાના જેવું હોય છે. એ કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે એમાં આવનારા ભયથી ગ્રસિત બની જાય છે. પહેલી વાર વિમાનનો પ્રવાસ કરે, તે પહેલાં એ મનમાં કેટલીય ગડમથલો અને ભય સેવતી હોય છે. એ વિચારે છે કે આ વિમાનના પ્રવાસમાં વૉમિટ થશે તો શું થશે ? એ વિચારે છે કે આ વિમાનને અકસ્માત થશે તો શું થશે ? આમ કાર્ય કરતાં પૂર્વ ભયનો વિચાર કરવાની મનને આદત હોય છે. આવી આદતને પરિણામે ઘણી વ્યક્તિ કાર્ય કરવાનું માંડી વાળે છે.
સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરતાં પૂર્વે એવું વિચારે છે કે એ સફળ માનવીએ કેટલીબધી નિષ્ફળતાઓ મેળવી હતી. આવી નિષ્ફળતા મને મળે તો શું થાય ? એના કરતાં આવી માથાકૂટ છોડી દેવી બહેતર છે. એ કોઈ સજ્જન કે સંત બનવાનું વિચારતી નથી, કારણ કે એને આવા સજ્જનો અને સંતોએ જીવનમાં અનુભવેલાં કષ્ટો જ ભયભીત કરનારાં લાગે છે.
કોઈ પણ કાર્ય પૂર્વે એનું મન શક્ય કે અશક્ય એવા કેટલાય ભયથી ગભરાઈ જાય છે અને પછી એ કાર્યની સિદ્ધિનો વિચાર માંડી વાળે છે, અરે ! કાર્ય કરવાનો વિચાર જ માંડી વાળે છે. મનમાં માત્ર આવનારા ભયનો વિચાર કરે છે. વળી, એ કાર્ય કરવાનું બંધ કરીને મનમાં એ કાલ્પનિક ભયથી બચી ગયાનો આનંદ અનુભવે છે. જેમણે ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવ સર કર્યા હશે, અવકાશમાં ઊંચે ઊંચે ઉડ્ડયન કર્યો હશે એવી વ્યક્તિઓ કાર્યનો વિચાર કરતી હોય છે, ભયનો વિચાર કરતી નથી. આમ ભયનો બહુ વિચાર કરવાને બદલે કાર્ય પર લક્ષ્ય ઠેરવવું જોઈએ. વિચાર કરવાથી ભય દૂર થશે નહીં, પ્રયાસ કે પ્રવૃત્તિ કરવાથી દૂર થશે.
84
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
85
Page #49
--------------------------------------------------------------------------
________________
૮૪ સામેની વ્યક્તિને પહેલો દાવ આપો પોતાની વાતને આવેશ આગ્રહપૂર્વક પ્રસ્તુત કરતી વ્યક્તિ બીજાને પોતાની વાત સમજાવવામાં ભાગ્યે જ સફળ થતી હોય છે. તમારો વિચાર અન્ય કોઈ વ્યક્તિ સ્વીકારે એમ ઇચ્છતા હો, તો પહેલાં તમારે શાંત ચિત્તે, એકાગ્રતાથી એ વ્યક્તિના વિચારો સાંભળવા જોઈએ. તમે એનું હૃદગત્ જાણી શકશો અને એની દલીલ કે એનાં કારણો સમજવાં મળશે. આ સમયે મોટા ભાગની વ્યક્તિઓ અધવચ્ચેથી જ એ દલીલ કે કારણોને તોડીને પોતાની વાત રજૂ કરતી હોય છે. આ આક્રમણ એવું જોખમી છે કે જેને પરિણામે સામી વ્યક્તિ તમારી વાત સ્વીકારે એવી કોઈ શક્યતા રહેતી નથી. આથી અન્ય વ્યક્તિને બરાબર સાંભળવી, એનો મુદ્દો કે વિચાર સમજવાનો સાચા દિલથી પ્રયાસ કરવો અને પછી તમારી વાત રજૂ કરવી.
આમ પહેલો દાવ સામી વ્યક્તિને આપવો જોઈએ, પછી તમારે દાવમાં ઊતરવું જોઈએ. પરંતુ આપણે ત્યાં બને છે એવું કે વ્યક્તિ પોતે પહેલો દાવ આંચકી લે છે અને તેને પરિણામે સામસામી દલીલબાજી, વિરોધ કે વિસંવાદ સિવાય બીજું કશું રહેતું નથી. સામી વ્યક્તિને સાંભળવાથી એની સાથે એક પ્રકારનો સેતુ બંધાશે. એ વ્યક્તિને પણ એમ લાગશે કે તમે એના વિચારોને આદર આપો છો. એને સમજવા કોશિશ કરો છો. આમ કરીને તમે એનો સાથ મેળવી શકશો, પરંતુ તમારી જ દલીલો જોરશોરથી રજૂ કરીને સામી વ્યક્તિને પરાજિત કરવા ચાહતા હશો, તો તમે જ અંતે પરાજિત થઈ જશો.
સામી વ્યક્તિના મુદ્દાઓ સાંભળ્યા પછી એમાંથી જરૂરી મુદ્દાઓ સ્વીકારવા જોઈએ. તમારા સ્વીકારની વાત પણ પ્રગટપણે કરવી જોઈએ. એ પછી જ્યાં વિરોધી વિચાર હોય ત્યાં પણ પહેલાં એના વિચારનો આદર કરીને પછી પોતાની વાત મૂકવી જોઈએ. એવું પણ બને કે તમારા બધા જ મુદ્દાઓ સ્વીકારાય નહીં. સંવાદ સાધવા એક-બે મુદ્દે સમાધાનની તૈયારી રાખવી પડે.
૮૫ તુલના કરવી એટલે દુઃખને નિમંત્રણ આપવું!
વ્યક્તિના જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યા વ્યથાનું સરનામું લઈને આવતી હોય છે. આવે સમયે એ ક્યારેક વર્તમાન સમસ્યાને ભૂલવા માટે પાછલા પગે દોડીને ભૂતકાળમાં આશરો લેતી હોય છે. ભૂતકાળનાં એ સુખોનું સ્મરણ એની વર્તમાનની વેદના વધુ ઘેરી બનાવે છે. એને એનું ગામડું, બાળપણનું નિર્દોષ વાતાવરણ, ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તી અને મુગ્ધાવસ્થાનો આનંદ યાદ આવે છે અને એની તુલનામાં વર્તમાન જીવન અતિ વ્યથાજનક લાગે છે.
તુલના એ ખતરનાક ખેલ છે. એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી અને તેથી અપૂર્ણ સરવાળાઓ કરીને વ્યક્તિ તુલના કરતો હોય છે. જીવનના બે સમયગાળાની, બે પરિસ્થિતિની કે બે વ્યક્તિની સરખામણી ક્યારેય પૂર્ણરૂપે સાચી હોતી નથી, આમ છતાં ભૂતકાળમાં વસનાર આવી તુલનાઓથી જીવતો હોય છે અને ધીરેધીરે આ ભૂતકાળ એના વર્તમાન જીવન પર ઉદાસીનું આવરણ ઓઢાડી દે છે.
વર્તમાન સમસ્યાઓને માટે માત્ર અનુભવો ઉપયોગમાં આવે છે, ભૂતકાળ નહીં. વ્યક્તિ જેમ ભવિષ્યનાં દિવાસ્વપ્નો જોતી હોય છે, એ જ રીતે એ ભૂતકાળનાં વિસરાયેલાં સ્વપ્નોને ફરી ફરી ઘૂંટવાનો શોખ ધરાવે છે. મન આસપાસની ભૂતકાળની દીવાલ હતાશા, નિરાશા અને નિસ્પ્રાણ વાતાવરણ સર્જે છે. ધીરે ધીરે વ્યક્તિ વર્તમાનને અને સમસ્યાને ભૂલીને ભૂતકાળની આશ્રિત બની જાય છે.
ભૂતકાળનું સ્મરણ અને વર્તમાનનું વિસ્મરણ કરાવે છે અને એના ભવિષ્યનો છેદ ઉડાડે છે. વીતેલા યુગની વાતોના એ નિઃસાસાથી એ જીવે છે અને એની એ બેચેની એના આજના યુગને ખાર બનાવે છે. ભલે એ ભૂતકાળ આપણો હોય પરંતુ એ વીતી ગયેલી વાત છે. આજે આપણે કંઈ એ ભૂતકાળ નથી. ભૂતકાળની વિદાયમાં જ ભવિષ્યનું આગમન છુપાયેલું છે.
86
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
87
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા !
આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે ! સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવરૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદ્ભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે.
માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે.
સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એ કેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે.
સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાનીનાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી.
એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાથ્ય માટે થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે.
જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી એ મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાશ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો અને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે.
88
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
89
Page #51
--------------------------------------------------------------------------
________________
૮૮
૮૯
નિષ્ફળતાના માર્ગ પર સફળતા વસે છે !
સરળ બનવું, તે સૌથી અઘરું છે સત્ય બે-પરવાહ હોય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી કે કોઈનું શરણું સ્વીકારતું નથી. એને કોઈ અપેક્ષા હોતી નથી કે મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા સંઘરી રાખતું નથી, જેમ મહત્ત્વાકાંક્ષા આવે તેમ માનવીને બીજા આધારો અને અન્ય સહારા લેવા પડે છે. એને પરિણામે ક્યાંક પ્રપંચ તો ક્યાંક પ્રલોભન એને સત્યના માર્ગેથી ચલિત કરે છે. એ અહંકાર કે આડંબરથી જીવવા લાગે છે અને ધીરેધીરે પોતાના હૃદયમાં અસત્યનો સંગ્રહ કરવા લાગે છે.
અસત્યનું એક ટીપું ક્રમશઃ સરોવર કે સાગરનું રૂપ ધારણ કરે છે. સત્યનો અનુભવ પામવો હોય તો આકાશ જુઓ. એ કોઈના આધારે ઊભું નથી અને કોઈની મહેરબાનીનું મોહતાજ નથી. સત્યપ્રાપ્તિનું પહેલું સોપાન સરળતા છે. જીવનમાં વ્યક્તિએ સતત એ ખોજ કરવી જોઈએ કે એના જીવનમાં કેટલી સરળતા છે ?
સત્યનો નિવાસ સરળ અંતઃકરણ છે. સંતો અને વિભૂતિઓનાં જીવનમાં અંતઃકરણની સરળતા દૃષ્ટિગોચર થાય છે. વર્તમાન સમયે પોતાના જીવનમાં સરળતાની વૃદ્ધિ થાય છે કે સરળતા ક્ષીણ થતી જાય છે? જો સરળતાની વૃદ્ધિ થતી હોય તો માનવું કે જીવનયાત્રા યોગ્ય દિશામાં ગતિમાન છે. જો સરળતા ક્ષીણ થતી હોય તો જાણવું કે અસત્યને આવકાર આપવા આપણે આતુર બની ગયા છીએ અને એ અસત્ય આવતાં દુ:ખ, દ્વેષ, ક્લેશ અને સંતાપ એની પાછળ વાજતે-ગાજતે આવી રહ્યાં છે.
માનવી ચહેરા પર મુખવટો રાખીને જીવે છે અને ભીતરની સચ્ચાઈને ભૂલીને શકુનિની જેમ પ્રપંચની ચોપાટ ખેલે છે. પોતાના પાસા પોબાર પડે તે માટે એ મહાભારતને મોજથી આવકારીને મીઠું માને છે.
વિષાદ, ઉદાસી અને નિષ્ફળતા આવતાં આત્મવિશ્વાસ ડગવા માંડે છે. વિષાદને કારણે જગત દુ:ખમય લાગે છે. ઉદાસીનતાને લીધે બધું જ વ્યર્થ ભાસે છે અને નિષ્ફળતા અને નિષ્કર્મયતા તરફ દોરી જાય છે. આવી કટોકટીની ક્ષણે કોઈ સફળ માનવીના જીવનનો વિચાર કરવો જોઈએ. સફળ માનવીઓ વિશે આપણો ખ્યાલ એવો છે કે એ હંમેશાં સફળ જ રહ્યા છે. એમની પ્રત્યેક સિદ્ધિ એ એમને મળેલી અવિરત સફળતાનું પરિણામ છે. એમનો ભૂતકાળ અને વર્તમાનકાળ બધા જ સફળતાથી ભરપૂર છે, પરંતુ સફળ માનવીનું જીવન જરા ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે એની પ્રત્યેક સફળતા પાછળ કેટલીય નિષ્ફળતા છુપાયેલી છે !
હતાશા, વિષાદ અને સંઘર્ષ સામેની કેટલીય મથામણો બાદ એમણે સફળતા મેળવી છે. સફળતા-પ્રાપ્તિ એ તો એમની એક લાંબી સફરનો અંતિમ પડાવ છે. આને માટે નિષ્ફળતા, ભૂલ, પરાજય અને પછડાટની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. આત્મવિશ્વાસની કટોકટીની ક્ષણોમાં સફળ માનવીના જીવનનો સાચો તાગ મેળવીએ તો આત્મવિશ્વાસ ખંડિત નહીં થાય, બલકે આવી નિર્બળ ક્ષણોનો સામનો કઈ રીતે કરવો એનો નવો મંત્ર મળી રહેશે.
સફળ માનવીએ સફળતા પૂર્વે અનુભવેલી નિષ્ફળતા જાણવાથી એ સમજાશે કે આવી નિષ્ફળતાથી હતાશ થવાની જરૂર નથી. મહાન ખેલાડીઓ રમવા જતી વખતે કદી નિષ્ફળતાનો ડર સેવતા નથી. એમને ખ્યાલ છે કે સફળતાના માર્ગમાં નિષ્ફળતા તો આવતી જ રહે ! નિષ્ફળતાને સાથે રાખીને એ આગળ વધતો રહે છે અને એ માર્ગે ચાલીને જ સફળતા પામે છે. નિષ્ફળતાના અનેક અલ્પવિરામ પછી સફળતાનું પૂર્ણવિરામ પ્રાપ્ત થાય છે.
90
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
91
Page #52
--------------------------------------------------------------------------
________________
- ૯૦ આદતની પાછળ ઘેટાંની માફક ચાલે છે !
ઘેટાના જેવા સ્વભાવવાળો માણસ તમે જોયો છે ? એક ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલ્યું જતું હોય, ત્યારે ન તો આંખ ઊંચી કરે છે કે ન તો માથું ઊંચું કરે છે ! આને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ અને કેટલાક માણસ પણ પેલા ઘેટાની માફક આજુબાજુનું કશુંય જોયા વિના નીચી ઢળેલી આંખ અને નતમસ્તક સાથે પોતાની આદત પાછળ ચાલતા હોય છે. કોઈને પાન-સોપારીની આદત હોય તો કોઈને દારૂ કે કેફી વ્યસનની આદત હોય, પરંતુ એ આદત એને ઘેટાસમાન બનાવી દે છે, જે કશોય વિચાર કર્યા વિના મુંગે મોંએ એની પાછળપાછળ ચાલ્યા કરે છે.
બાળપણની આદત બુઢાપામાં પણ જતી નથી. આવી આદત ધીરેધીરે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવી દે છે અને પછી એ આદત એના જીવનનો નિત્યક્રમ બની જાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, પણ આદતનું સ્વરૂપ બદલાતું નથી. માણસ સાવ ગરીબ થઈ ગયો હોય, તોપણ એ આદત છોડી શકતો નથી.
એ આદતમાં ખુવાર થવાનું પસંદ કરે છે, પણ એમાંથી મુક્ત થવાનો વિચાર કરતો નથી, કારણ કે આવી આદત માણસની વિચારશક્તિ પર કુઠારાઘાત કરે છે અને પછી માનવી કોઈ યંત્રની પેઠે પોતાની આદતો સંતોષતો જાય છે. એને ખબર હોય છે કે એ આર્થિક રીતે પાયમાલ થઈ જશે અથવા તો કેન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડશે, તોપણ એ આ આદત છોડી શકતો નથી. પરિણામે એ એની ભૂતકાળની આદતમાંથી વર્તમાનમાં બહાર આવી શકતો નથી, પ્રબળ સંકલ્પ એ જ અનિષ્ટકારક આદતોની મુક્તિનો પહેલો ઉપાય છે. આદત સારાસાર બુદ્ધિનો નાશ કરે છે, ત્યારે શુભ-સંકલ્પ સારાસારનો વિવેક કરીને કાર્ય કરે છે.
નિષ્ફળતાના કેન્દ્રમાં પોતે જ હોય છે ! પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાનાં ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું કારણ પોતાના માલિકને માને છે.
આમ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું બીજા પર દોષારોપણ કરતી હોય છે. જીવનમાં નિષ્ફળ ગયેલો પુરુષ એના કારણરૂપે પત્નીનો વિચિત્ર સ્વભાવ, પુત્રનું ઉદ્ધત વર્તન, પડોશીઓ દ્વારા થતી પંચાત કે પછી નબળા સંયોગોને માનતો હોય છે. આ રીતે દોષારોપણ એ એક એવો ચેપી રોગ છે, જે એક વાર વ્યક્તિના મનને વળગ્યો એટલે એમાંથી મુક્ત થઈ શકતો નથી. એના ચિત્તનું આ જ રીતે “પ્રોગ્રામિંગ” થઈ જાય છે.
એ પોતાની સમસ્યાના કારણ માટે પોતાની જાતને જોવાને બદલે અન્યને જુએ છે. સમસ્યાનો વિચાર કરવાને બદલે એ કારણભૂત માને છે તેવી બીજી વ્યક્તિનો વિચાર કરે છે અને આમ કરીને એ પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી લે છે. પોતાની સમસ્યા કે પોતાની નિષ્ફળતાને માટે એ સ્વયં જવાબદાર હોવા છતાં દોષનો ટોપલો બીજાને માથે નાખી દેવા અતિ આતુર હોય છે. જીવનની સચ્ચાઈ જાણવા માટે પોતાની નિષ્ફળતાના કેન્દ્રમાં પોતાની જાતને મૂકીને જોવું જોઈએ. પોતાની વૃત્તિ, મર્યાદા, સ્વભાવ અને શક્તિ-સામર્થ્યને લક્ષમાં રાખીને સમગ્રતયા વિચાર કરવો જરૂરી બને છે. જો એ અન્ય પર દોષારોપણ કરવા લાગશે, તો સ્વદોષની ઉપેક્ષા કરતો રહેશે. એની પોતાની જાતની સાચી ઓળખ વિના સફળતા હાથ લાગે કઈ રીતે ?
92
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
93
Page #53
--------------------------------------------------------------------------
________________
૯૨
- ૯૩. આપણા મનની ગ્રંથિથી વ્યક્તિને બાંધીએ નહીં
કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે !
મોટા ભાગની વ્યક્તિઓ માત્ર કુતૂહલથી જીવતી હોય છે. એમના ચિત્તમાં સતત એક પછી એક કુતૂહલ ઊગતાં હોય છે. એમને કુતૂહલ જાગે કે અમુક રાજકીય ઘટના પાછળ કયું પરિબળ કામ કરે છે અને એનો ઉત્તર મળતાં એમની રાજકીય જિજ્ઞાસાનું શમન થઈ જશે. કોઈના મનમાં વિચાર જાગે કે વ્યક્તિના જીવનમાં કયા ગુણો હોય તો એ આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એ ગુણોની માહિતી પ્રાપ્ત કરશે અને ત્યાં જ એનું કુતુહલ સમાપ્ત થઈ જશે. એનો હેતુ પોતાનું કુતૂહલ સંતોષવાનો છે, પરમાત્મપ્રાપ્તિનો નહીં.
આવી રીતે કોઈના મનમાં સવાલ જાગે કે પરમાત્મા ક્યાં છે? અને એ કોઈ જ્ઞાની કે સંતને આનો ઉત્તર પૂછશે અને પ્રત્યુત્તર મળતાં એને મનમાં બરાબર ગોઠવીને એનું કુતૂહલ શાંત થઈ જશે. આ રીતે કુતુહલ માત્ર મનનો એક તરંગ છે. મનમાં જાગેલો એક સવાલ હોય છે, જે ઉત્તર મળતાં સંતોષ પામે છે. આવું કુતુહલથી ભરેલું મન સપાટી પર વિહાર કરતું હોય છે. એ ક્યારેય વિષયની ભીતરમાં જઈ શકતું નથી.
આવાં કુતુહલો એ જ ઘણાં માણસોની વિચારધારાનો મુખ્ય પ્રવાહ હોય છે. એમના મનમાં એક પછી એક કુતૂહલ જાગતાં રહે છે અને એ રીતે કુતૂહલ વારેવારે પ્રગટ કરીને જીવતા રહે છે. માહિતીના આ યુગમાં માણસ મનમાં કુતૂહલનો ખડકલો લઈને જીવે છે. એના ચિત્તમાં પારાવાર પ્રશ્નો પડ્યા છે, પ્રશ્નોના ઉત્તરોની ખોજ છે, પણ ત્યાં જ એના કુતુહલનું પૂર્ણવિરામ છે. કુતૂહલ પાસે વિચારનો ઝબકારો છે, ઝબકારાની માફક એ ક્ષણમાં વિલીન થઈ જાય છે પછી કુતૂહલનો કોઈ અર્થ રહેતો નથી. કુતૂહલ વ્યર્થ છે કે સાર્થક છે એનો વિચાર જરૂરી છે, નહીં તો આખી જિંદગી કુતૂહલોની પરંપરામાં વેડફાઈ જશે.
કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આપણે એને એક નિશ્ચિત છાપ સાથે મળતા હોઈએ છીએ. આ માણસ કુટિલ અને કાવતરાબાજ છે અથવા તો આ વ્યક્તિ તરંગી અને ધૂની છે એવી એક ચોક્સ છાપ સાથે બીજાને મળતા હોઈએ છીએ. આને દુનિયાદારીનું લેશમાત્ર ભાન નથી કે પછી આ માણસ જેવો ઘમંડી બીજો કોઈ નથી, એમ એને જોતાં જ આપણું ચિત્ત ગાંઠ વાળીને બેસી જાય છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આપણે આવી મનની ગાંઠ ધરાવીએ છીએ, પરંતુ આમ કરવા જતાં એ વ્યક્તિના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ.
આપણા મનમાં એને વિશેની છાપ પ્રમાણે એની વાત સાંભળીએ છીએ અને એ વાતનું પૃથક્કરણ કરીને અંતે આપણી છાપ અનુસાર એને ઘાટ આપીને સ્વીકારીએ છીએ. એ ગમે તે કહેશે, પરંતુ આપણે એને વિશેના આપણા નિશ્ચિત ઢાંચાથી જ સાંભળીશું. પરિણામે આપણે એની વાતને પૂરેપૂરા સમજી શકતા નથી. એના વ્યક્તિત્વને પામી શકતા નથી અને આપણી ‘લેબલ'વાળી અધૂરી સમજ થી એને યોગ્ય રીતે નાણી શકતા નથી..
ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે અમે આવી વ્યક્તિઓ વિશે કોઈ નિશ્ચિત છાપ ધરાવતા નથી, પણ હકીકતમાં આવી છાપ આપણા મનમાં હોય છે અને એ સતત આપણા વ્યવહારમાં આડે આવતી હોય છે. વ્યક્તિને યોગ્ય સંદર્ભમાં જાણવા માટે કશાય પૂર્વગ્રહ વિનાના શ્રોતા બનવું જરૂરી છે. વ્યક્તિને સમજવા પ્રયાસ કરીએ તો જ એના વ્યક્તિત્વને પામી શકીએ. વ્યક્તિને પહેલાં એની આંખે જોઈએ પછી આપણી આંખે જોવાનો પ્રયાસ કરીએ. પૂર્વગ્રહ કે પૂર્વધારણાઓનાં ચશ્માં પહેરીને વ્યક્તિને જોવા જઈએ તો ઘણી મોટી થાપ ખાઈ જઈએ તેવો સંભવ છે.
94
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
95
Page #54
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રશંસાની લાલસા એ આત્મહત્યા છે !
માણસને વળગેલી સૌથી મોટી ગુલામી તે બીજાના મુખે સ્વપ્રશંસા સાંભળવાની એની તીવ્ર ઇચ્છા છે. એ પોતાની સિદ્ધિનો આનંદ ગુમાવી બેઠો છે અને અન્ય વ્યક્તિ એ સિદ્ધિની પ્રશંસા કરે એની રાહ જોઈને ટાંપીને બેઠો છે. પરિણામે સ્વ-જીવનની આનંદ-મસ્તી ગુમાવી દીધી છે. એનું લક્ષ્ય આત્માનંદને બદલે અન્ય દ્વારા થતી પ્રશંસા છે.
બીજા લોકો પોતાની પ્રશંસા કરે તે માટે માણસ કેટલો બધો ઉત્સુક રહે છે. એ પોતાની સિદ્ધિનાં ગુણગાન ગાયા કરે છે અને એમ કરીને બીજા પાસેથી બિરદાવલીની અપેક્ષાઓ રાખ્યા કરે છે. પોતાની પ્રાપ્તિની વાત કરે છે અને બીજા પાસેથી પોતાના પુરુષાર્થ માટે શાબાશી મેળવવાની કામના રાખે છે.
એ પોતાને વિશે જે કંઈ કહે છે તે બીજાની પ્રશંસાની ભીખ માગવા માટે બોલે છે. વ્યક્તિનું લક્ષ્ય પોતાને બદલે બીજા પર ઠર્યું હોવાથી એ બીજાની નજરે પોતે સુખી, સમૃદ્ધ અને સત્તાવાન દેખાય, તેને માટે રાત-દિવસ પ્રયત્ન કરે છે. બીજાને એની પ્રચંડ શક્તિનો પરિચય થાય કે પછી બીજાને એની અઢળક સમૃદ્ધિનો ખ્યાલ આવે, તે એનું મુખ્ય લક્ષ્ય બને છે.
આથી એની દૃષ્ટિ પરાવલંબી બની જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન બીજાને કેવો લાગીશ, દેખાઈશ અને અન્ય પર પોતાનો કેવો રુઆબ પડશે તેમાં સમેટાઈ જાય છે. આમ કરવા જતાં એ પોતીકી રીતે જીવતો નથી. ક્ષણેક્ષણે એ અન્યને નજર સમક્ષ રાખીને જીવે છે. પ્રશંસા સાથે અહંકાર જોડાઈ જાય છે, સત્તા કે સંપત્તિનો અહંકાર આવી પ્રશંસા માટે સદૈવ આકુળવ્યાકુળ થતો હોય છે. સમય જતાં વૈભવની વાત વીસરાઈ જાય છે. સત્તાના પ્રભાવની ફિકર રહેતી નથી, માત્ર પ્રશંસા એ એક માત્ર ધ્યેય બની રહે છે.
96
ક્ષણનો ઉત્સવ
૯૫
સ્મશાનભૂમિ એ વ્યાજની આંધળી દોડનો અંત છે !
મૂડીને ભૂલીને રાતદિવસ વ્યાજની ગણતરી કરનારી વ્યક્તિને વ્યાજની રકમમાં થોડોક પણ ઘટાડો થાય, તો અતિ અજંપો જાગે છે. ‘કેટલું વ્યાજ છૂટશે ?’ એની ગણતરીથી એ માનવી સતત ઘેરાયેલો રહે છે અને સમય જતાં એ મૂડીને બદલે વ્યાજનો મહિમા કરવા લાગે છે. આ જગતમાં પણ એવું જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓ જીવનની મૂડીનો વિચાર ભૂલીને વ્યાજની ફિકરમાં રચ્યાપચ્યા રહે છે.
જીવનની પ્રવૃત્તિ, જીવનનો આનંદ અને જ્વનનું ધ્યેય એ એની મૂડી હોય છે, પરંતુ સમય જતાં એ મૂડીને વીસરીને ધનની લાલસા, કીર્તિની કામના, સત્તાનો ઉધમાત જેવા વ્યાજમાં જીવવા લાગે છે. પછી બને છે એવું કે લોકેષણા, વિત્તેષણા અને પુત્રષણાના વ્યાજમાં સાર્થક વન જીવવાની એની એષણા ભુલાતી જાય છે. કીર્તિની પાછળ દોડતો માણસ એના ઢગલેઢગલા મેળવવા પ્રયાસ કરે છે, તો ધનની પ્રાપ્તિની પાછળ દોડતો માણસ વધુ ધનિક, અતિ ધનિક અને સૌથી વધુ ધનિક થવાની કોશિશ કરે છે. આવા વ્યાજની લાલચમાં જિંદગીની મૂડી ગુમાવનારા તમને ઘણા મળશે.
જીવન છે ત્યાં સુધી ધન, કીર્તિ અને સત્તા છે. જો જીવનની મૂડી નહીં હોય, તો એ કશાયનો કોઈ અર્થ નથી. પણ કોણ જાણે કેમ આ જમાનાને મૂડીમાં રસ નથી. વ્યાજની પાછળ એ ગાંડોતૂર બનીને દોડે છે ! જીવનની ઉપેક્ષા કરીને વર્ષો પછી વર્ષો ગાળતો જાય છે. એના માથે વ્યાજની ચિંતા છે.
પણ મૂડીનું કોઈ ચિંતન નથી. આ દોડનો અંત સ્મશાનમાં આવે છે. જો પહેલેથી એણે દોડતાં પૂર્વવિરામ એવા સ્મશાનનો વિચાર કર્યો હોત, તો એ પદ, કીર્તિ કે વૈભવની આંધળી દોડમાંથી ઊગરી શક્યો હોત.
ક્ષણનો ઉત્સવ
97
Page #55
--------------------------------------------------------------------------
________________
- ૯૭ અંતઃપ્રેરણાનો મૌન ને મૌલિક અવાજ
- ૯૬ અધીરાઈ એ આજના યુગનો અભિશાપ છે જમાનો ‘ઇન્સ્ટન્ટનો આવ્યો છે ! નિરાંતે જમવાનું છોડીને વ્યક્તિ ફાસ્ટ ફૂડ પાછળ દોડે છે. આજે વેપાર શરૂ કરે છે અને આવતીકાલે અબજોપતિ થવાનું ખ્વાબ સેવે છે. આજે કર્મ કરે છે અને આવતીકાલે ફળ-પ્રાપ્તિની રાહ જુએ છે. માણસના જીવનમાંથી નવરાશ નામશેષ થઈ ગઈ છે અને નિરાંતને દેશવટે મળ્યો છે. આને કારણે વ્યક્તિ પરિણામ પર નજર માંડીને બેઠી છે. પ્રેરણા, પ્રક્રિયા કે પુરુષાર્થની બહુ પંચાત કરવામાં માનતો નથી. આજે ગોટલી વાવે છે અને આવતીકાલે આંબાની આશા રાખે છે. એની પાસે ધીરજ ધારણ કરવાની શક્તિ નથી.
અધીરાઈ એ એનો મુદ્રાલેખ છે. સવારે એ પોતાના ઉદ્યાનમાં નાનકડો છોડ વાવે છે અને સાંજે એના પર ખીલેલાં પુષ્પો જોવા નજર ઠેરવે છે. એની પાસે એ પૈર્ય નથી કે છોડ ધરતી સાથે બરાબર ચોંટે, ખાતર-પાણી પામે, બરાબર ઊગે અને પછી એના પર મિષ્ટ ફળો આવે. એના વિચારની આ અધીરાઈ વ્યવહારમાં પ્રતિબિંબિત થાય છે અને વ્યવહારની અધીરાઈ તોછડાઈ કે ઉપેક્ષામાં પરિણમે છે.
શોર્ટકટ એ એના જીવનનો માર્ગ બની જાય છે અને તેથી એના જીવનમાં તકાળનો મહિમા થઈ ગયો છે. રેસ્ટોરન્ટમાં જાય અને તત્કાળ વાનગી મળે,
વ્યવસાય માટે જાય અને તત્કાળ પ્રમોશન મળે, ‘તત્કાળ'ને કારણે એ એની વિચારશક્તિ ગુમાવી બેઠો છે અને કામને ઉતાવળ કરવા જતાં અવળું પરિણામ આવે છે. પોતાના અંગત જીવનમાં પ્રશ્નો કે સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે એની પાસે સહેજે રાહ જોવાની વૃત્તિ કે ખામોશી નથી, કારણ કે પ્રતીક્ષાને એ નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લેખે છે અને એને કારણે આયુષ્યની લાંબી દોડ દોડનારને જીવનસાર્થક્ય કે જીવનસાફલ્ય મળે, તેવું કશું પ્રાપ્ત થતું નથી.
બુદ્ધિના આધારે અને તર્કના સહારે બધી બાબતોનું પૃથક્કરણ કરીને જીવનના મહત્ત્વના નિર્ણયો કરનાર એક મહત્ત્વની વાત ચૂકી જાય છે. વ્યક્તિના ચિત્તમાં એવી કેટલીય વિગતો અને માહિતી પડેલી હોય છે કે જેને એ પૃથક્કરણના ચીપિયાથી પકડી શકતી નથી. આથી કોઈ પણ નિર્ણય ગમે તેટલો તાર્કિક લાગે, તોપણ વ્યક્તિએ થોડો સમય થોભીને એ અંગે વિચાર કરવો જોઈએ અને એ તપાસ કરવી જોઈએ કે આ નિર્ણય મારા ચિત્તની એકાગ્રતાને આધારે લેવાયેલો નિર્ણય છે કે નહીં ? આવો નિર્ણય કાગળ પર નોંધીને એ વિશે થોડો સમય એના પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચારવું જોઈએ. એ પછી ભીતરમાંથી કોઈ અવાજ આવે તો તે એકાગ્ર ચિત્તે સાંભળવો જોઈએ.
આ આખીય પ્રક્રિયાનું કારણ એટલું જ કે તર્કના માપદંડથી જ નિર્ણય લેવા જતાં અંતઃ પ્રેરણા ચૂકી જવાય છે. આવી અંત:પ્રેરણા વ્યક્તિને એક નવી દિશા આપી શકે છે. વિશ્વની મહાન વૈજ્ઞાનિક શોધો અને મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયો હકીકતે આવી અંતઃપ્રેરણાને આધારે જ થયા છે. આને તમે પ્રેરણા કહો, ફુરણા કહો, અંત:પ્રેરણા કહો કે આત્માનો અવાજ કહો; પરંતુ આ બધી બાબત તમારામાં રહેલી એક પ્રબળ શક્તિની ઓળખ આપે છે અને જો એ અંત:પ્રેરણાની શક્તિનો યોગ્ય કેળવણીથી વિકાસ કરવામાં આવે, તો વ્યક્તિ અશક્ય લાગતી બાબતને શક્ય કરી શકે છે.
મૌલિક વિચારશક્તિ દ્વારા એ અંત:પ્રેરણા પામે છે. આવી અંતઃપ્રેરણા સંતને આપત્તિમાંથી બહાર નીકળવાનો નવો માર્ગ ચીંધે છે, વિજ્ઞાનીના ચિત્તમાં નવા સંશોધનનું બીજ રોપે છે, ઉદ્યોગપતિ હોય તો એને નવા પ્રકારના ઉદ્યોગસાહસનો વિચાર આપે છે. આવી અંત:પ્રેરણા એ વ્યક્તિને મૌલિક દર્શનથી પ્રગતિના નવા આયામો શોધી આપે છે.
98
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
99
Page #56
--------------------------------------------------------------------------
________________
૯૮ પ્રભુત્વ માનવીને પામર બનાવે છે ! દરેક વ્યક્તિ એના જીવનમાં પ્રભુત્વનો ખેલ ખેલતી હોય છે. તે અમીર હોય કે ગરીબ, સત્તાવાન હોય કે નિર્ધન, ઊંચ હોય કે નીચ, નાની હોય કે મોટી – પણ એને પ્રભુત્વનો યા ચઢિયાતાપણાનો ખેલ ખેલવો અતિ પ્રિય હોય છે. સત્તાધારી વ્યક્તિ રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા કોશિશ કરે છે. સમાજના પ્રમુખ સમાજના સભ્યો પર પોતાનું પ્રભુત્વ લાદવા પ્રયાસ કરે છે. માફિયા પણ આવું પ્રભુત્વ દર્શાવીને ધાકધમકી કે હત્યાથી પોતાનો પ્રભાવ દર્શાવવા પ્રયાસ કરે છે. પિતા પુત્ર પર, પતિ પત્ની પર આવું પ્રભુત્વ સ્થાપવા અહર્નિશ પ્રયત્ન કરે છે. પ્રભુત્વની આ રમત પ્રાંગણમાં ખેલતાં બાળકોમાં પણ જોવા મળે છે. શાળામાં મોનિટર બનતા વિદ્યાર્થીમાં કે અગ્રતાક્યું ઉત્તીર્ણ થતાં બાળકોમાં પણ જોઈ શકાય છે.
સામાન્ય વ્યક્તિ પણ અતિ સામાન્ય પર કે મોટો ભાઈ નાના ભાઈ પર અહંકારપૂર્વક પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરે છે. એક અર્થમાં કહીએ તો દરેક માણસ પોતાના શિરે પ્રભુત્વનો પથ્થર ઊંચકીને ચાલતો હોય છે. એ પથ્થર એની હેસિયત પ્રમાણે નાનો પણ હોય અને મોટો પણ હોય ! પરંતુ એ પથ્થરનો બોજ માથા પર ઊંચક્યા વિના એને જિંદગીની મજા આવતી નથી. હા, એવું બને ખરું કે એ વારંવાર જિંદગી ભારરૂપ કે બોજરૂપ બની ગયાની ફરિયાદ કરતો હોય છે, છતાં પ્રભુત્વના ગમતા બોજને નીચે ઉતારતો નથી.
પ્રભુતા સાથે ભ્રષ્ટતા જોડાયેલી છે. પ્રભુત્વ પામવા અને જાળવવા માટે માનવી ભ્રષ્ટ થતાં અચકાતો નથી. સમાજમાં પ્રભુત્વ સ્થાપવા નીકળેલ ઠેકેદાર સમાજ પર જુલમ કરીને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. પરિવારમાં પ્રભુત્વ દર્શાવવા માટે વડીલો કૂર આચરણ કરતાં પણ અચકાતા નથી, શાસક પોતાનું પ્રભુત્વ દાખવવા માટે દમનના કોરડો વીંઝતો હોય છે.
- ૯૯ જગત દેખાય, તો આત્મતત્ત્વ અગોચર રહે !
જેની અવિરત શોધ ચાલવી જોઈએ, તેનું સમૂળગું વિસ્મરણ થઈ જાય, તો શું થાય ? દેહની આસપાસ ઘૂમ્યા કરીએ અને આત્માની ઉપેક્ષા થાય, ત્યારે શું થાય ? ઇન્દ્રિયોના ઇશારે મનની દોડ ચાલતી હોય, ત્યારે આત્મતત્ત્વનાં એંધાણ પણ ક્યાંથી સાંપડે ? મનની દોડ કોઈ પદાર્થ તરફ સતત આકર્ષિત રાખે છે અને જ્યાં સુધી એનું અદમ્ય આકર્ષણ છૂટતું નથી, ત્યાં સુધી વ્યક્તિ ક્યાંય પહોંચી શકતી નથી. ઇંદ્રિયોના આશ્રયે ચાલતી મનની દોડ વ્યક્તિને ન તો જીવનની શાંતિ ભણી લઈ જાય છે કે ન તો પ્રાપ્તિની તૃપ્તિ ભણી આવે સમયે આત્મતત્ત્વનું વિસ્મરણ થાય છે, જે આત્મઘાતક નીવડે છે. વિસ્મરણનો અંતિમ છેડો મરણ છે અને તેથી એ વ્યક્તિનું આત્મતત્ત્વ અંદરોઅંદર ગૂંગળાઈને મૃત્યુ પામે છે. આ આત્મતત્ત્વના અસ્તિત્વને ખોળવા માટે મથામણ કરવી પડે.
જેઓ જીવનમાં આત્મતત્ત્વને પામવાની કોઈ કશ્મકશ કરતા નથી, એમને ભીતરમાં રહેલા આત્મતત્ત્વની કોઈ જાણ હોતી નથી. જીવનપર્યત રણની રેતી જોનારને ઘૂઘવતા મહાસાગરની કલ્પના ક્યાંથી આવે ? એવી જ પરિસ્થિતિ દેહના સુખ, સંપત્તિની સમૃદ્ધિ અને ઇંદ્રિયોના ઉપભોગની પાછળ આત્મતત્ત્વનું વિસ્મરણ પામનારની હોય છે.
જે દેહને જુએ છે, તેને આત્મા દેખાતો નથી. જે જગતને જુએ છે, તેને આત્મતત્ત્વ દેખાતું નથી. જો એને આત્મતત્ત્વ દેખાય તો પછી એને જગત દેખાતું નથી. આત્મતત્ત્વની ઓળખ એ માનવજીવનની પરમ પ્રાપ્તિ છે. સાધક હોય કે સામાન્યજન, એ પામે એટલે એનો બેડો પાર થઈ જાય. ભૌતિકતાને પાર વસેલી આધ્યાત્મિકતામાં આત્મતત્ત્વનો વાસ છે. એક વાર એનો સાક્ષાત્કાર થાય, ત્યારે આસપાસની દુનિયા પલટાઈ જાય છે અને એની અનાત્મબુદ્ધિ આથમી જાય છે.
100
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
101
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વાચાળ જીભને બદલે શ્રવણસુખી કાન આપો
માણસ સામે ચાલીને પોતાની જાતને અળખામણી કે અણગમતી બનાવતો હોય છે. એ એટલો બધો અળખામણો બની જાય છે કે લોકો એનો ‘પીછો’ છોડાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એને ટાળવા માટે બહાનાં ઊભાં કરે છે અને એને જોતાં જ એક પ્રકારની ‘ઍલર્જી’ અનુભવે છે.
આનું કારણ એ કે એ વ્યક્તિ બીજાની સાથે વાર્તાલાપ કરતી વખતે માત્ર પોતાની જાતને જોતો હોય છે. એ બીજાને મળે છે, ત્યારે એનો હેતુ શ્રોતા બનવાને બદલે વક્તા બનવાનો હોય છે. સામેની વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, તોપણ એ પોતાની કથા કહેતો રહે છે, બડાશ હાંકતો જાય છે અને અહંકારને પંપાળે છે. એ પોતાની જાતનું જ મહત્ત્વ કરતો રહે છે અને સામી વ્યક્તિને સ્થિતિસ્થાપક કે ફક્ત મૂક દર્શક માને છે.
વાતચીત કરતી વખતે જો સામેની વ્યક્તિને સમાદર આપવામાં નહીં આવે, તો એ વ્યક્તિને તમારો અહંકાર ખૂંચવા લાગશે. આને પરિણામે એ ઉપેક્ષા સેવતી બની જશે. સામેની વ્યક્તિને સન્માનપૂર્વક સાંભળવાની જે તૈયારી રાખે છે, એ જ એના સન્માનને પાત્ર બની શકે છે.
સામી વ્યક્તિને જીભ આપવાને બદલે કાન આપવા જોઈએ. શ્રવણ એ પણ એક કલા છે અને જેમને શ્રવણની કલા મળે છે તે સામી વ્યક્તિનો સ્નેહ પામી શકે છે. પોતાની જ વાત ‘હાંકે રાખનારની વાતમાં બીજાને રસ પડતો નથી. થોડી વાર સાંભળ્યા પછી બેધ્યાન બની જાય છે. શરમે કે વ્યવહારથી એને સાંભળે તોપણ બહેરો બની જાય છે. સામેની વ્યક્તિનો સ્નેહ મેળવવા માટે એના હૃદયની વાત જાણવી જરૂરી છે. એ વાત સાંભળીને તમે એના વિચાર, વર્તન અને વ્યક્તિત્વ સઘળાંનો તાગ પામી શકશો.
ક્ષણનો ઉત્સવ
102
૧૦૧
અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર તરાપ છે !
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ઇચ્છા અને અપેક્ષાઓના યુદ્ધમાં વ્યક્તિ ખુવાર થઈ જાય છે. એ સતત પોતાના સ્વજનો પાસે અમુક અપેક્ષાઓ રાખે છે. પુત્ર, પત્ની, મિત્ર કે સહયોગી પર એણે પોતાની અપાર અપેક્ષાઓ ટેકવી હોય છે અને તેઓએ એ મુજબ જ વર્તન કરવું જોઈએ તેમ માને છે.
પત્ની અપેક્ષા મુજબ વર્તન કરે નહીં તો પતિને દુઃખ થાય છે. મિષ્ટાન્ન ખાવાની પતિની ઇચ્છા સંતૃપ્ત ન થાય તો એની અપેક્ષાઓ ઘવાતાં ભારે દુઃખ પહોંચે છે. દરેક પિતા તેજસ્વી અને પ્રભાવશાળી પુત્ર હોય એમ ઇચ્છે છે, પરંતુ સાથોસાથ એ પરમ આજ્ઞાંકિત હોય તેવી અપેક્ષા રાખે છે.
પ્રતિભાશાળી અને આજ્ઞાંકિત વચ્ચે વિરોધ પણ જાગે છે, કારણ કે જે પ્રતિભાશાળી હોય છે, એ નિશ્ચિત ચોકઠામાં રહી શકતો નથી. લાદેલાં બંધનો કે દોરેલી લક્ષ્મણરેખામાં કાર્ય કરવું એને માટે મુશ્કેલ હોય છે. એટલે એક બાજુ પુત્ર નવાંનવાં શિખરો સર કરે એવી અપેક્ષા રાખે છે અને બીજી બાજુ એ પુત્ર આપણી સાથે આપણને ગમતું જ વર્તન કરે એમ ઇચ્છીએ છીએ. અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર સૂક્ષ્મ રીતે લગાવાતી તરાપ છે.
માગણી એ અપેક્ષાની જીવાદોરી છે. માગણીની લાગણી સંતોષાય તો અપેક્ષાને સાતા વળે છે. પણ જો માગણીની લાગણી સંતોષાય નહીં તો અપેક્ષા બૂમરેંગ થાય છે અને આઘાત અનુભવેલું હૃદય પ્રત્યાઘાતોથી શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. અપેક્ષાને મનમાં રાખવી જોઈએ, પરંતુ એને હૃદયના સિંહાસન પર બેસાડવી જોઈએ નહીં. મનમાં રહેલી અપેક્ષાનું વિસ્મરણ થઈ શકે, પરંતુ હૃદયના સિંહાસને બેઠેલી અપેક્ષા તો સતત સ્મરણથી નિરાશા, કટુતા અને નિઃસાસાને જ નિમંત્રે છે.
ક્ષણનો ઉત્સવ
103
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦૩
કયાં કામ ન કરવાં તે નક્કી કરીએ !
- ૧૦૨ નૅગેટિવ વિચારના “સ્ટેજ' આવે છે નૅગેટિવ (નકારાત્મક) વિચારો એક એવું કૅન્સર છે કે જે લાગુ પડ્યા પછી સતત ફેલાતું રહે છે અને જેમ કૅન્સરમાં કથળતી હાલતના એક પછી એક ‘સ્ટેજ' આવે છે, એ રીતે નૅગેટિવ વિચારોના એક પછી એક વધુ નુકસાનકારક તબધ્ધઓ આવે છે અને વ્યક્તિ એનો શિકાર બની જાય છે. ભીતરમાં બે અવાજ રહેલા હોય છે. એક અવાજ પૉઝિટિવ હોય છે અને બીજો નંગેટિવ હોય છે. પૉઝિટિવ વિચારધારા ધરાવનારા માણસને બે રાત વચ્ચે એક ઝળહળતો દિવસ દેખાય છે. નૅગેટિવ વ્યક્તિને બે રાતે વચ્ચે ‘સેન્ડવીચ’ દિવસ નજરે પડે છે.
નૅગેટિવ વિચારો ચેપી રોગના જંતુઓ જેવા છે, જે શરીરમાં ખૂબ ઝડપથી પ્રસરી જાય છે, એને માટે એ દાખલા, દલીલો ઊભાં કરશે. એ કામ તદ્દન વ્યર્થ હોવાનું માનશે. એમાં આવનારી મુશ્કેલીઓ જોઈને એને અશક્ય ગણીને આવું હડસેલી મૂકશે. જ્યારે પૉઝિટિવ વિચાર કરનાર એમાં આવનારા અવરોધોનો સામનો કઈ રીતે કરવો એનો વિચાર કરશે. નિષ્ફળતા જોઈને અટકી જવાને બદલે સફળતાની શક્યતાઓ પર દૃષ્ટિ ઠેરવે છે. પ્રયત્ન કરવામાં વાંધો શો ? એમ માનીને એ નિષ્ફળતાના ખ્યાલને અળગો કરે છે.
નૅગેટિવ વિચાર ભયનો અને શંકાનો શ્વાસ લેતા હોય છે, જ્યારે પૉઝિટીવ વિચારો મહેનતનો અને ધૈર્યનો શ્વાસ લેતા હોય છે. ફેંગેટિવ વિચારો એ પીછેકૂચ કરવાના પેંતરાઓ વિચારે છે, જ્યારે પૉઝિટિવ વિચારો આગેકૂચના ઉત્સાહ સાથે આગળ વધતા હોય છે. ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ' તે ન્યાયે નૅગેટિવ વિચાર કરનારને દુનિયામાં આકંદ અને રુદન સંભળાય છે, તો પૉઝિટિવ વિચાર કરનારની આખી દુનિયા ખિલખિલાટ હસતી હોય છે.
અમર્યાદ સ્વપ્નો, અનંત ઇચ્છાઓ અને અપાર કામના વળગેલી છે માનવીને, પરંતુ આ અમર્યાદ, અનંત અને અપારને એણે મર્યાદિત કરવાનાં છે. જીવનધ્યેયમાં પાળ બાંધવાના આ કાર્યને કોઈ આત્મસંયમ કહે છે, તો કોઈ લક્ષ્યસિદ્ધિ કહે છે. એનું કારણ એ કે જેમ વ્યક્તિનું આયુષ્ય મર્યાદિત છે, તેમ એનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ. અતિ સ્થૂળ શરીર હોય અને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હોય, સાંજની નોકરી હોય અને રાત્રે ફિલ્મ જોવાનો શોખ હોય, કંપનીનો મૅનેજર હોય અને મોડા પડવાની આદત હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય ?
આનો અર્થ જ એ કે જીવનમાં ‘શું કરવું’ એ નક્કી કરવાની સાથોસાથ “શું ન કરવું' એ પણ નક્કી કરવું પડે છે. મૅનેજર હોઈએ તો સમયસર પહોંચવું જરૂરી બને. એમ વ્યક્તિ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરે, એમાં એણે કેટલાંક કામ ગમે કે ન ગમે, પણ અનિવાર્યપણે કરવાં પડે છે. તમે જે કંઈ મેળવવા માગો છો, તે માટે કેટલીક વસ્તુઓ કરવી અનિવાર્ય બની જાય છે. આ સંયમ એ માટે જરૂરી છે કે તમે એ કર્તવ્યપાલન કરો, તો જ બીજા પાસે કર્તવ્યપાલન કરાવી શકો.
માણસ જે કોઈ કાર્યક્ષેત્ર સ્વીકારે, એની સાથે એણે જીવનમાં વિવેક અપનાવવો પડે છે. એણે કઈ વસ્તુ કરવાની છે એ નક્કી કરવું પડે છે અને એની સાથે કોઈ વસ્તુથી દૂર રહેવાનું છે એ નિશ્ચિત કરવું પડે છે. આવા હેયઉપાદેયને સમજે , તો જ એ એના જીવનમાં સફળતા મેળવી શકે. નહીં તો વ્યર્થ, બિનઉપયોગી કે આડેમાર્ગે ફંટાઈ જનારાં કામોનો બોજ વધતો જશે અને જે કાર્યક્ષેત્ર સ્વીકાર્યું છે તેનાથી એ વધુ ને વધુ દૂર થતો જશે. જીવનમાં જેમ શુભ અને અશુભ વિશે વિચારીએ છીએ, એ જ રીતે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કરણીય અને એકરણીય કામોનો વિચાર કરવો જોઈએ.
104
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
105
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦૫
૧૦૪ આતંકવાદના ગણિતનો તાળો મળતો નથી
શરીરના સંગીતને કાન માંડીને સાંભળીએ
આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. પોતાની સત્તા જમાવવા માટે ભયનો આશરો લે છે અને ઇચ્છા લોકચાહનાની રાખે છે. એના રાજ કીય ગણિતની રકમો જ ખોટી મંડાઈ હોય છે અને એને પરિણામે એના ધ્યેય અને એના કાર્ય વચ્ચે મોટી ખાઈ ઊભી થાય છે.
એનું ધ્યેય છે ભયથી પ્રભાવ પાથરવાનું, પરંતુ એનો એ ભય કોઈ પ્રભાવ પાથરી શકતો નથી. થોડો સમય એને એની કૂરતાનો આનંદ મળે, પણ એ ક્રૂરતા કોઈને રીઝવી શકતી નથી. આથી આ આતંકવાદી એવા છે કે જેમની જીવનધારા સુકાઈ ગઈ છે. એમના હૃદયમાં પ્રેમનું ઝરણું તો શું, પણ પ્રેમનું જળબિંદુ પણ નથી. આતંક કોણ ફેલાવે છે તે જુઓ. જીવનની ઉચ્ચ ભાવનાઓનો શિરચ્છેદ કરીને આતંકવાદી પોતાના સ્થળ હેતુની પ્રાપ્તિ માટે સહુનો શિરચ્છેદ કરવા નીકળે છે. ભયના શ્વાસે એ જીવે છે.
પોતાની માગણી કે લાગણી એ અન્યને પહોંચાડવા ચાહે છે, પરંતુ એની લાગણી કે માગણીને બદલે અન્યને તો એની ક્રૂરતાનો જ અનુભવ થાય છે. વિચાર જ્યારે ઝનૂનનું સ્વરૂપ લે ત્યારે વિવેક ઓલવાઈ જાય છે. કર્તવ્યને નામે માણસ કોઈનું કાસળ કાઢવા શસ્ત્રો ઉગામે છે. એના હૃદયમાં લાગણીનો જુવાળ એવો જાગ્યો હોય છે કે ત્યારે એ પોતાના પ્રાણની ફિકર કર્યા વિના બીજાના પ્રાણ લેવા મરણિયો બન્યો હોય છે.
તમે તમારા શરીરને જીવનભર મુક્ત અને સાહજિક રીતે જીવવાની કોઈ તક આપી છે ખરી ? આપણા શરીરને આપણે જ અમુક દૃઢ માન્યતાઓથી મુશ્કેટોટ બાંધી દીધું છે. અતિ ચુસ્ત નિયમોથી જ કડી દીધું છે. અમુક સમય થયો એટલે ભોજન કરવું, પછી ભૂખ હોય કે ન હોય તે જોવું નહીં. ગઈકાલ રાત્રે મોડા સુતા હતા એટલે હવે આજે મોડા ઊઠીશું, એમ માનીને ભરબપોરે ઊઠનારાઓની સંખ્યા ઓછી નથી, પણ તેઓની આ ઊંઘ એ માત્ર મન મનાવવા માટેની ઊંઘ છે. એમનું શરીર તો ક્યારનુંય જાગી ચૂક્યું હોય છે, પરંતુ એ વ્યક્તિ જાગ્રત થવાને બદલે માનસિક નિદ્રાધીનતા વધુ પસંદ કરે છે.
આપણે આપણા નિયમોથી શરીરને બંધનમાં રાખીએ છીએ અને પરિણામે ભૂખ, તરસ, નિદ્રા જેવી સામાન્ય બાબતો અંગે પણ સહજતા કેળવી શક્યા નથી. શરીરની પ્રકૃતિને પણ ઓળખવાની જરૂર છે. એને ઓળખીને શરીરને પોતાની રીતે પોતાની મસ્તીમાં જીવવાની મુક્તતા આપવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ તો પોતાના શરીરને નિયમોના એવા બંધનમાં બાંધી દે છે કે શરીર થાક્યું હોય, તોપણ નિયમને કારણે એની પાસેથી બળજબરીથી કામ લે છે. વળી એ ઓળખી શકતા નથી કે ઉંમર વધતાંની સાથે શરીરની પ્રકૃતિ પણ પલટાય છે. સિત્તેર વર્ષના શરીર પાસેથી સત્તર વર્ષના શરીર જેવી કામગીરી ન લેવાય.
માનવીએ પોતાના શરીરના સંગીતના બદલાતા તાનને અને વીસરાતા સૂરને એકધ્યાને સાંભળવાની જરૂર છે. શરીરના સંગીતને નહીં સાંભળનારાના જીવનમાં સૂર બેસૂરા બની જાય છે અને એમાંથી નીકળતું સંવાદિતાનું સંગીત ખોરવાઈ જાય છે.
106
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
107
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૦૬ કંપની અને કુટુંબ જુદાં છે ! એક જ માનવીએ બે રૂપ ધારણ કરવાનાં હોય છે. કંપનીનો કારોબાર કરતી વખતે એ જેવો હોય છે, તેવો ઘરના કારોબાર સમયે ન હોવો જોઈએ. કંપનીમાં કાર્યસિદ્ધિ એ એનું અંતિમ ધ્યેય હોય છે. ઘરમાં પ્રેમપ્રાપ્તિ એ એનું પરમ લક્ષ્ય હોય છે. કંપનીમાં એ ‘બૉસ’ હોય છે. ઘરમાં એ મોભી હોય છે. કંપની અને ઘર ચલાવવાની પદ્ધતિમાં ભિન્નતા હોય છે. કંપનીના કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ ઘરના મૅનેજમેન્ટમાં અપનાવે, તો ઘરમાં મહાઉલ્કાપાત સર્જાય, કારણ એટલું જ કે કંપનીની રીતરસમ અને ઘરની જીવનશૈલી સર્વથા ભિન્ન હોય છે.
આથી કંપનીના ચૅરમૅન ઘરના ઉંબરામાં પગ મૂકે, તે પહેલાં એણે ચૅરમૅનપદના બોજ માંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. પતિ કે પુત્ર જ્યારે ચૅરમૅન બનીને કંપનીના પ્રવેશદ્વારે પ્રવેશે, ત્યારે એણે પતિના પ્રેમ અને પુત્રના સ્નેહને બહાર મૂકીને પ્રવેશવું જોઈએ, બને છે એવું કે શેરબજારનો વેપારી ઘરમાં પણ શંરબજારની રીતરસમથી જીવે છે અને પરિણામે એના સંસારજીવનમાં સ્નેહથી મંદીનો સપાટો જ અવિરત ચાલ્યા કરે છે. કંપની જેમ સૂત્રધાર બૉસની રાહ જુએ છે, એમ ઘર વાત્સલ્યભર્યા પિતા, પ્રેમાળ પતિ કે આજ્ઞાંકિત પુત્રની રાહ જુએ છે. ઘરમાં તમારા હોદાનું મહત્ત્વ નથી, પણ સ્નેહની ગરિમા છે.
વ્યક્તિના જીવનની સૌથી મોટી કસોટી એ છે કે એ કેવી કુશળતાથી પોતાની ભૂમિકા ભજવતી રહે છે. એક ભૂમિકા સાથે બીજી ભૂમિકાની ભેળસેળ થઈ જાય તો મોટો વિખવાદ કે વિસંવાદ ઊભો થાય છે, આથી ઑફિસમાં બૉસ તરીકે એ આદેશ આપતી હોય અને આજ્ઞાંકિત પુત્ર તરીકે પિતાની વાત શિરોધાર્ય કરે છે.
- ૧૦૭ કર્તાભાવ સતત કૂદકા લગાવે છે ! દ્રષ્ટાને બદલે કર્તા બનવાના અતિ ઉત્સાહને કારણે માનવીએ એના સાહજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું છે. માણસને કર્તા બનવાની વારંવાર એવી હોંશ જાગતી હોય છે કે એ કોઈ પણ સારા કાર્યમાં કોઈ પણ રીતે પોતાના કર્તુત્વની છાપ ઘુસાડવા પ્રયત્ન કરે છે. ‘મેં આ કામ કર્યું’, ‘મેં આ સિદ્ધિ મેળવી’, ‘મારે કારણે એમનું જીવન સુધર્યું’, ‘મેં એમને સુખ આપ્યું' - આ રીતે પોતાના કર્તુત્વને આગળ ધરવાની બૂરી આદત ઘણા માણસોમાં હોય છે. સારી વાતમાં કર્તા થવાની આતુરતાને કારણે એ જરૂર પડે તો અન્ય વ્યક્તિની વાતને અધવચ્ચેથી અટકાવીને પણ પોતાના કર્તુત્વની બાંગ પોકારે છે.
કર્તાભાવ એ ચાલતો નથી, ગતિ કરતો નથી, પરંતુ હંમેશાં કૂદકો લગાવતો હોય છે. મનમાં કૂદકા મારતો એ કર્તાભાવ સતત ઊછળ્યા કરતો હોય છે. ઊછળતી વખતે એના મનમાં અહમ્ હોય છે અને એના ઉછાળમાં પોતાની આવડત દેખાય એવો એનો હેતુ હોય છે, ચેપી રોગની માફ કે એ લાગુ પડે પછી એવો વ્યાપ્ત થઈ જાય છે કે એને અંદેશો પણ આવતો નથી કે પોતાના આવા કર્તાભાવના કૂદકાને બધા હાંસીપાત્ર ગણે છે. સમય જતાં આનું પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ યેનકેન પ્રકારેણ પોતાની શક્તિ આગળ ધરવાની વૃત્તિને કારણે બીજાની ક્ષમતાને જોઈ શકતી નથી. પરિસ્થિતિને પામવાને બદલે પોતાના અહમૂના પ્રાગટ્ય પર એનો ભાર હોય છે.
કર્તાભાવની પ્રબળતાને કારણે એનો દ્રષ્ટાભાવ આથમી જાય છે. એના વ્યક્તિગત જીવનમાં દુ:ખ આવે કે સુખ, વિષાદ જાગે કે ઉલ્લાસ - એ બધાને કર્તાની દૃષ્ટિએ જુએ છે, દ્રષ્ટાની દૃષ્ટિએ નહીં. વ્યક્તિ પોતાના જીવનને દ્રષ્ટા બનીને દૂરથી જુએ તો જ એ પરિસ્થિતિનાં મૂળ કારણો સુધી પહોંચી શકે છે અને આગળ વધીને આત્મચિંતન અને આત્મવિશ્લેષણ કરી શકે છે.
108
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
109
Page #61
--------------------------------------------------------------------------
________________
- ૧૦૮ આત્મહત્યાનો વિચાર સ્વયં આત્મહત્યા કરશે
આકાશમાં જામેલાં કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત તરફ ભારોભાર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. વર્તમાન જિંદગીની પરિસ્થિતિથી મોં ફેરવી લે છે.
એ આત્મહત્યા કરવાનું વિચારે છે અને કરે પણ છે. એ વિચારે છે કે આવી ઘોર ઉદાસીનતા અને ગાઢ નિરાશાની ઊંડી ખીણમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ ?
એ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યા બીજા સમયે એને ચારે બાજુથી ઉદાસીનતા ઘેરી વળતી હોય છે. ક્યારેક પોતાના કોઈ અપરાધને લીધે ભીતરમાં થતી પીડાને પરિણામે એ બધાથી દૂર નાસતી હોય છે. એને એકલવાયા રહેવું પસંદ પડે છે અને આ એકલતા જ એના જીવનને ખાઈ જતી હોય છે. કોઈ વખત જીવનમાં આવેલા આઘાતથી મનથી અવાચક બની ગઈ હોય છે. કોઈ પોતે રચેલા કારાવાસમાં સ્વયં કેદ થઈને જીવે છે. આવી સ્થિતિ અનુભવતી વ્યક્તિએ કોઈ જરૂરિયાત મંદને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ. તમે કોઈને મદદ કરવા જાવ એટલે તમે તમારી જાતમાંથી બહાર નીકળી જાવ છો. અત્યાર સુધી માત્ર પોતાનો જ વિચાર કરતા હોવાથી ઘોર નિરાશાથી ઘેરાઈ ગયા હતા, પણ હવે અન્યને મદદરૂપ થવાના વિચારથી સ્વકેન્દ્રિતાનું કોચલું ભેદી શકશો અને અન્યને મદદરૂપ થઈને બીજાના ચહેરા પર આનંદ કે ખુશી જોવાની અભિલાષા રાખશો.
તમારા પોતાના સ્વાર્થી વિચારોના કારાવાસમાંથી નીકળીને પરમાર્થી વિચારોના મુક્ત ગગનમાં ઊડવા માંડશો એટલે આપોઆપ સઘળી નિરાશા, દુ:ખ, ચિંતા કે ડર ખરી પડશે અને આત્મહત્યાનો વિચાર સ્વયં પોતાની જ હત્યા કરી બેસશે.
- ૧૦૯ - જીવનમાં ખુલ્લી આંખે જાગરણ ! તમે તમારા ભૂતકાળને યાદ કરો છો ! એને માટે તમારી સ્મૃતિને કસોટીની એરણે ચઢાવો છો. વીતેલાં વર્ષોમાં વધુ ને વધુ પાછળ જાવ છો અને ચિત્તમાં પડેલી વર્ષો પુરાણી એ સ્મૃતિને સતેજ કરો છો, આ પાછા જવું અને પામવું એ આત્મબોધ છે. આપણો આત્મા અંદર વસેલો છે. એ તેજપુંજ સમો પ્રકાશિત છે. એનામાં અપાર શક્તિ નિહિત છે, પરંતુ એની આસપાસ વ્યક્તિ એક પછી એક આવરણ વીંટાળતી જાય છે. એના પર માયાની ચાદર ઢાંકી દે છે. અંધકારથી એને લપેટી લે છે અને પછી એવું બને છે કે એ માત્ર ચાદરને જ જુએ છે. એમાં રહેલા આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. જેમજેમ એ આવરણો દૂર જાય છે, તેમતેમ આત્મા પુનઃ પ્રકાશિત થાય છે.
જ્યોતિ તો ભીતરમાં હતી, પરંતુ આસપાસના અંધકારને કારણે આત્મજ્યોતિ દેખાતી નહોતી. આત્મજાગરણ પામેલા સાધકની દૃષ્ટિ પોતાના આત્મા સુધી જાય છે. જીવનમાં સૌથી મોટું કામ છે જાગરણનું, પણ આ જાગરણ એવું નથી કે જ્યાં મોડી રાત સુધી ખુલ્લી આંખે જાગવાનું હોય. આ જાગરણ તો બંધ આંખે આત્મબોધ માટે પુરુષાર્થ કરવાનું જાગરણ છે. આવા જાગરણને પરિણામે જ્યારે આત્મબોધ થશે ત્યારે સૂર્યની આસપાસ જામેલાં વાદળાંઓ દૂર ખસી જશે અને સાધકનો એનો ઝળહળતો પ્રકાશ જોવા મળે તેવો આત્માનુભવ થશે.
આમ આત્માને સર્જવાનો નથી, પણ એને ઓળખવાનો છે, એને માટે ભીતરમાં જઈને જાગ્રત પુરુષાર્થ કરીએ તો જ આત્મબોધ થાય, જો દુનિયાની સફરે નીકળે અને દુન્યવી બાબતોમાં ડૂબી જાય તો એને બાહ્ય જગતની જાણકારી મળશે, પણ એનું આંતરજ ગત સાવ વણસ્પર્યું રહેશે. આંતરજગતને જાણવા માટે તો ભીતરની દીર્થ યાત્રા જ એક માત્ર સહારો છે.
110 ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
ll
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ?
બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એવી કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી વખતે ટિકિટ લેવી પડે છે અને શક્ય એટલી અનુકૂળતાઓ ગોઠવીને પિરિચત વ્યક્તિ સાથે પ્રવાસ ખેડવા નીકળીએ છીએ.
જ્ઞાત પ્રવાસની આટલી બધી તૈયારી, પરંતુ જિંદગીના અજ્ઞાત પ્રવાસની કેટલી તૈયારી ? કેવા પ્રદેશમાં એ પ્રવાસ ખેડવાનો છે એની કશી જાણ નથી. મૃત્યુ પછીની પરિસ્થિતિનો ઝાંખોય અંદાજ નથી. એમાં આવનારી પ્રતિકૂળતાઓની સહેજે ઝાંખી નથી. વળી સાથે કોઈ માર્ગદર્શક કે મદદગાર પણ નથી. એને એકલા જિંદગીનો અંતિમ પ્રવાસ ખેડવાનો છે, ત્યારે એને માટે એણે કેટલી તૈયારીઓ કરી છે ? આ અંતિમ પ્રવાસમાં કામ આવે એવું કેટલું ભાતું લઈને એ નીકળ્યો છે ? આ પ્રવાસ માટે એની પાસે કેટલી ભીતરી પ્રસન્નતા છે ?
અરે ! જુઓ તો ખરા ! અંતિમ પ્રવાસની ઘડી આવતાં એ કેટલો બધો અકળાઈ જાય છે ! પોતાના વનને એ જોશથી વળગી રહે છે. પોતાનાં સાધનો અને સંપત્તિને ચુસ્ત રીતે વળગીને એ બેસે છે. ‘હજી આટલું ભોગવી લઉં’ એમ વિચારીને જિજીવિષાને પ્રબળ કરતો જાય છે, ત્યારે વિચારવું એ પડે કે જીવનના પ્રવાસોની તૈયારી કરનાર માણસ એના મૃત્યુના અંતિમ પ્રવાસ માટે સજ્જતા કેળવવાનો કોઈ વિચાર કરે છે ખરો ? અંતે જે મુકામે પહોંચવાનું છે એ મુકામની એને જાણકારી છે ખરી ? એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા અને મજા ન આવી તો એ પ્રવાસ બીજી વાર ખેડી શકાય છે, પણ આ અંતિમ મુકામે જવાનો પ્રવાસ તો એક જ વાર ખેડવાનો હોય છે. એ પુનઃ ખેડી શકાતો નથી, ત્યારે એને માટે કેટલી તૈયારી કરી છે તે વિચારવું જોઈએ.
ક્ષણનો ઉત્સવ
112
૧૧૧
બાવળ વાવીશું તો આંબા નહીં ઊગે !
તમે સંતાનો પ્રત્યે આજે જ જાગો ! એને મમ્મી પાસેથી જીવનના પાઠ મળે તેવું આયોજન કરો, આજે માતાને બદલે મીડિયા બાળકનું માનસઘડતર કરવા લાગ્યું છે, તેથી આવતીકાલે એવું પણ બને કે આ બાળકના સંસ્કાર-ઘડતરનું કામ ‘કલર’ ચૅનલે કર્યું છે કે ‘પોગો’ ચૅનલે કર્યું છે તેની ચર્ચા ચાલે. આજે મમ્મી બાહ્ય જીવન અને સામાજિક પ્રસંગોમાં ડૂબેલી રહેશે અને પપ્પા પાસે સમયનો અભાવ રહેશે, તો પરિસ્થિતિ એવી આવશે કે તમારાં સંતાનને તમારી સાથે હૃદયનું કોઈ સંધાન કે લાગણીનું કોઈ અનુસંધાન રહેશે નહિ અને પછી ભવિષ્યમાં શું થશે ?
ભવિષ્યમાં તમારી વૃદ્ધાવસ્થા સાથે આવનારી તમારી બીમારીઓની એ ઉપેક્ષા કરશે, તમારી વારંવારની ફરિયાદો પ્રત્યે બહેરા કાન રાખશે. જો વધુ વાત કરશો તો અધવચ્ચે અટકાવી દેશે અને તેમ છતાં જો તમે અટકશો નહિ, તો તમારો તિરસ્કાર કરશે. આવા સમયે ઘરનાં સંતાનોના તમે અણગમતા બની જશો. એ તમારે માટે વૃદ્ધાશ્રમની ખોજ કરશે, કારણ કે તમારી સાથે એને ફાવતું – બનતું નથી અને તમે એના સંસારમાં અણગમતા બની ગયા છો. આમ આજની પેઢીના ઘડતરમાં રસ લીધો નહિ, તો આવતીકાલ તેઓ તમને સસ્તા દરના વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે.
જેવી કરણી તેવી ભરણી' એવી સમાજલક્ષી કહેવતો જીવનલક્ષી પણ છે. જીવનમાં પોતાનાં સંતાનોને જેટલો પ્રેમ આપ્યો હશે એટલું જ વળતર મળતું હોય છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'માં જેવું કર્મ કર્યું હોય તેવું ફળ મળવાની વાત છે. વાત વ્યાપક કે વૈશ્વિક દર્શનમાં જેટલી સાચી છે, એટલી જ અંગત કે પારિવારિક જીવનમાં છે.
ક્ષણનો ઉત્સવ
113
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મૃત્યુ પછી પણ જીવતાં-ધબકતાં સત્કર્મો
આ જગત પરથી જીવનલીલા સંકેલી લીધા બાદ કશું શેષ રહે છે ખરું? કે પછી વ્યક્તિના દેહનાશની સાથોસાથ એણે પ્રાપ્ત કરેલાં યશ, સિદ્ધિ અને સમૃદ્ધિ સઘળું સમાપ્ત થઈ જાય છે ? વ્યક્તિનું અવસાન થયા પછી ધરતી પર એનું કશું બચે છે ખરું કે અગ્નિસંસ્કારની ભડભડતી આગમાં બધુંય ભસ્મીભૂત થઈ જાય છે ?
નાશવંત જીવનમાં અવિનાશી હોય તો તે સત્કર્મ છે. કર્મ તો સહુ કોઈ કરે છે, કોઈ આજીવિકા માટે તો કોઈ અંગત સિદ્ધિ માટે, પરંતુ આવાં કર્મો કરનાર મૃત્યુ બાદ વિસ્મૃતિ પામે છે. કારણ કે માનવીનાં અંગત કામ તો વહેતા પ્રવાહમાં વહી જનારાં હોય છે. એ સામા પૂરે તરીને કોઈ સત્કર્મ કરનારો હોતો નથી. ગાડરિયા પ્રવાહે ચાલનાર વ્યક્તિના અસ્તિત્વની એના મૃત્યુ પછી કોઈ નોંધ પણ લેતું નથી અને એનો કોઈ અણસાર રહેતો નથી. દેહ સાથે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, જ્યારે સ્વાર્થ, સંકુચિતતા અને ભૌતિકતા જેવા અવરોધો પાર કરીને માનવી માટે કલ્યાણકારી સત્કર્મો કરનારને સહુ કોઈ યાદ કરે છે.
સત્કર્મ કરવાની બે જ રીત છે, કાં તો તમે તમારી વાણી કે લેખિની દ્વારા સત્કર્મને પ્રગટ કરો અથવા તો તમે સ્વયં સત્કર્મ કરી બતાવો. આમ કાર્ય અને કલમ દ્વારા થયેલાં સત્કર્મો જ વ્યક્તિના મૃત્યુ પછી એના સ્મરણની સુવાસ આપતાં રહે છે. નાશવંત અને શાશ્વતનો ભેદ વહેલી તકે પારખી લેવો જોઈએ અને જેની નજર શાશ્વત સત્કર્મ પર છે તેની સામે નાશવંત બાબતો નાશ પામે છે. સત્કર્મ અ-મૃત છે. એ વ્યક્તિ જીવંત હોય કે દિવંગત હોય પણ એના ભાવ સદાય વાતાવરણમાં સુવાસ પ્રેરતા હોય છે. પોતાના દેહની અને મનની શક્તિઓ સામાજિક કાર્યોમાં રેડીને કાર્ય કરનાર માનવીનાં દેહ કે મન ન હોય, તો પણ એનાં સત્કર્મ શાશ્વત રહે છે.
114
ક્ષણનો ઉત્સવ
૧૧૩
ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જીવે છે
એ હકીકત છે કે ભય વિનાની કોઈ વ્યક્તિ તમને આ જગતમાં જડશે
નહીં. નિર્ભયતાનો દાવો કરનારી વ્યક્તિ ઘણી વાર બડાશ હાંકીને એના ભયને છુપાવતી હોય છે. ગમે તેવો મહાન ખેલાડી પણ મેદાન પર જતી વખતે રમત પૂર્વે ભયથી એકાદ કંપારી અનુભવે છે. કોઈ કુશળ અદાકારને પૂછશો તો તે પણ કહેશે કે નાટકના તખ્તા પર પ્રવેશતાં પૂર્વે થોડી ક્ષણ ‘શું થશે ?'નો ભય એને સતાવતો હોય છે. અતિ તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ પરીક્ષા પૂર્વે નિષ્ફળતાનો ભય લટાર લગાવી જતો હોય છે. એ સાચું કે કેટલાક ભયને હસી કાઢે છે અથવા તો એને વિશેષ મહત્ત્વ આપતા નથી. આવી વ્યક્તિ પણ ભીતરમાં ભય અનુભવતી હોય છે.
કોઈને વસ્તુનો ભય લાગે છે, તો કોઈને વ્યક્તિનો ભય લાગે છે. કોઈને ગરીબીને કારણે ભવિષ્ય કેવું દુઃખદ જશે એનો કાલ્પનિક ડર લાગતો હોય છે તો કોઈને પોતાની અમીરાઈ છીનવાઈ જશે તો શું થશે એવો ભાવિનો ભય સતાવતો હોય છે. ભયને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ વધુ પસંદ છે. આમ ભય એ એક સર્વવ્યાપક લાગણી છે, આથી નિર્ભયતાની બડાશ હાંકવાને બદલે પોતાના ભીતરના ભયને સ્વીકારીને ચાલવું જોઈએ અને માનવું જોઈએ કે પ્રત્યેક ભયગ્રસ્ત પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, એમ મારી ભયની ભાવનાનો પણ ઉકેલ શોધીને તેને નિર્મૂળ કરીશ.
નિર્ભયતા એ માનવમુક્તિનો પહેલો પાઠ છે. નીડરતા એ ડર કે ભય સામેનું બ્રહ્માસ છે અને અભય એ આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર છે. વિચારની સ્પષ્ટતા, આચરણની દઢતા અને પરોપકારની ભાવના ધરાવનારને ભય કદી સ્પર્શી શકતો નથી.
ક્ષણનો ઉત્સવ
115
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૧૪
વર્તમાન એ ભવિષ્યની ખરીદી કરે છે
માનવીને મળેલા અમૂલ્ય જીવનને સાર્થક કરવા માટે એમ કહેવામાં આવે છે કે એણે પળનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. આ પળનો પ્રમાદ કઈ રીતે થતો હશે ? એવો વિચાર મનમાં સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે. હકીકતમાં જીવન એ પળનું બનેલું છે. વ્યક્તિના જીવનની માત્ર એક પળ પણ વેડફાઈ જાય તો પણ એના જીવન પર એનો પ્રભાવ પડતો હોય છે. આ પળને ઉજાળવા માટે વ્યક્તિએ પ્રત્યેક પળને જીવતાં શીખવું જોઈએ.
સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ભૂતકાળની ક્ષણને લઈને વર્તમાનની ક્ષણને ઓળખતી હોય છે, પણ એની એ વર્તમાનની ક્ષણ સાથે ભૂતકાળનાં ભય, શંકા અને દ્વિધા જોડાય, તો એની વર્તમાનની ક્ષણ પણ વિફળ બને છે. જીવનની ક્ષણોને જૂની-પુરાણી વિચારસરણીથી જોવા જનાર પોતાની આજની ઘડીને રળિયામણી કરવાને બદલે વ્યર્થ બનાવી દે છે.
આ રીતે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને વર્તમાનમાં જ વવાની કોશિશ કરવી જોઈએ. ભૂતકાળની ક્ષણથી વર્તમાનને જોનાર દ્વિધા અનુભવે છે, તો વર્તમાનની ક્ષણે ભવિષ્યનો વિચાર કરનાર ભયને જુએ છે. ભૂતકાળમાં સરી ગયેલી ક્ષણની ચિંતા છોડો અને આવતીકાલની ક્ષણની ચિંતા હટાવી દો. ગઈકાલની ક્ષણ પ્રમાદ લાવશે અને આવતી કાલની અનિશ્ચિતતા. ખરી જરૂર તો પ્રત્યેક ક્ષણને વર્તમાનમાં જીવવાની છે.
વર્તમાન આપણા ભવિષ્યને આકાર આપે છે અને વીતી ગયેલા ભૂતકાળને સુધારે છે. આથી ‘આજ’ એ હકીકત છે. ‘ગઈકાલ’ એ વીતી ગયેલું સ્વપ્ન છે અને આવતીકાલ તે આવનારી પરિસ્થિતિની કલ્પના છે. વીતેલાનો શોક નહીં, આવનારની ફિકર નહીં; વર્તમાન પાસે છે આજનું કર્મ, નક્કર હકીકત અને યથાર્થ દર્શન.
116
ક્ષણનો ઉત્સવ
૧૧૫
આત્મા અને ઇંદ્રિયો વચ્ચેનો ઉંબરો છે મન
યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુઃખના બોજ સાથે નાની વયે થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આ જ ભાવિ નિર્મિત હતું. આમ કહેનારી વ્યક્તિના ચહેરા પર દુઃખ કે શોકનું નામનિશાન નહોતું.
એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનનાં આ બે પ્રકારનાં વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં માત્ર તર્ક. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે.
મનને પૂર્ણરૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે, એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની વંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે.
મનને ઢળવું બહુ પસંદ છે. ઇંદ્રિયો જે માર્ગે વાળે તે માર્ગે વળવાનું મનને ખૂબ ગમે છે. મનમાં જ્યારે પ્રપંચ, પૂર્વગ્રહ કે કુટિલતા જાગે છે ત્યારે એ મનમાંથી ૫રમાત્મા વિદાય લે છે. જે મનમાં પ્રપંચ મડાગાંઠ કે કુટિલતા હોતી નથી ત્યાં સામે ચાલીને પરમાત્મા આસન જમાવે છે. મનનું ખંડદર્શન હંમેશાં પૂર્વગ્રહ રસિત હોય છે. એ માત્ર એક બાજુ જુએ છે. બીજી આંખ બંધ કરીને માત્ર એક જ આંખે જુએ છે. સમગ્રને જોવાને બદલે ખંડદર્શન કરે છે. આથી જ સાચો સાક્ષીભાવ કેળવીને અને અનાસક્ત રહીને જ અખંડ મનને પામી શકાય.
ક્ષણનો ઉત્સવ
117
Page #65
--------------------------------------------------------------------------
________________
- ૧૧૬ –
- ૧૧૭ - નવી આશા આપતી નિષ્ફળતા
સંકલ્પને કોઈ સીમા હોતી નથી
માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે.
આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંતઃ કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે.
વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતીકાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને આવતીકાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.
‘સંજોગો માનવીને ઘડે છે' એ સુત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો . અનુકૂળ સંયોગોને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! ક્યા આનંદદાયી હતા અને કયા દુઃખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે.
એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે.
આમ, સંજોગ કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વનો છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે.
118
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
119
Page #66
--------------------------------------------------------------------------
________________
— ૧૧૯ સંવેદનામાં સંભળાય છે સર્જક-આત્માનો અવાજ
૧૧૮ પ્રિયતમાના ચહેરા જેવો મૃત્યુનો ચહેરો આખાય જગતમાં પ્રેમીને પોતાની પ્રિયતમાનો ચહેરો સૌથી વધુ સુંદર લાગતો હોય છે. અનેક ચહેરાઓ વચ્ચે જીવતા એને પોતાની પ્રેમિકાનો ચહેરો અદ્વિતીય લાગે છે. એના મુખ ભણી એકીટસે નિહાળવાનું એને ખૂબ પસંદ પડે છે. એને જોઈને એના હૃદયમાં આનંદ ઊમટે છે અને પ્રેમની ધારા વહેવા લાગે છે.
જેવો પ્રેમિકાનો ચહેરો છે, એવો જ તમારા મૃત્યુનો ચહેરો છે. એ મૃત્યુને ચાહતાં શીખો. એને સ્નેહથી જોતાં રહો. એને પ્રેમભરી મીઠી નજરે નિહાળો, કારણ કે આ અનિશ્ચિત એવા જીવનમાં સૌથી વધુ નિશ્ચિત મૃત્યુ છે. આપણે અનિશ્ચિત એવા જીવનની ચિંતા કરવાનું છોડીને નિશ્ચિત એવા મૃત્યુથી ચિંતિત રહીએ છીએ.
એ નિશ્ચિત મૃત્યુથી આંખમીંચામણાં કરીએ છીએ. એનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. પરાજય નિશ્ચિત હોવા છતાં મરણિયા થઈને મોતની સામે બાથ ભીડીએ છીએ. એનો સ્વીકાર કરવાને બદલે સતત એના અસ્વીકાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. મોત એ વિકરાળ, ભયાવહ યમદૂત નથી, એ તો પ્રિયતમાનો ચહેરો છે. મૃત્યુના ચહેરાને ભાગ્યે જ કોઈ ભાવથી જુએ છે. એ ચહેરા પરની શાંતિ એની બંધ આંખોમાં જોવા મળે છે. જીવન પ્રત્યેની અનાસક્તિ જ એના સ્થિર કપાળ પર નજરે પડે છે. જગતની પીડા, સંસારનાં દુઃખો અને આધિ, વ્યાધિ અને ઉપાધિની પળોજણની મુક્તિની રેખાઓ એના સ્થિર મુખારવિંદમાં જોઈ શકાય છે. એ અવસરને આનંદભેર ભેટનારના ચહેરા પર પ્રસન્નતાનું તેજ વિખરાયેલું હોય છે. આ અવસરને વિરહની વેદના માનનારના ચહેરા પર ઘેરી કાલિમા લપાઈને બેઠી હોય છે.
સાહિત્યકાર પાસે સંવેદનાની મુડી હોય છે. એ પોતાની સંવેદનાને શબ્દનો આકાર આપતો હોય છે, એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. પરંતુ જો યોગ્ય માવજત કરે નહીં, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહીં બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય છે. પણ એ પોતાની સંવેદનાને અંગત સ્વાર્થ સાથે જોડી દેશે તો એ સંવેદના અહંકારવૃત્તિ બની જશે. આથી જ સાહિત્યકારે સમાજ વચ્ચે જીવવાની જરૂર એ માટે છે કે એ અન્યનાં સુખ-દુ:ખ, ઉલ્લાસ અને વિષાદ જેવા ભાવોને પામી શકે અને એ રીતે પોતાની સંવેદનાનો વિસ્તાર સાધી શકે.
| સંવેદનાની પણ જબરી ચાલબાજી હોય છે. કેટલાક સર્જક આવી સંવેદનાની થોડી મૂડી સાથે આવે છે અને પછી એ ખર્ચાઈ જતાં બેબાકળા બની જાય છે. એની એકાદી કૃતિ વખણાય છે, પણ પછી સંવેદનાનો ખાલીપો અનુભવતા પોતાની સંવેદનાને જુદાજુદા વેશ પહેરાવીને પ્રગટ કરવા કોશિશ કરે છે. અથવા તો એને ચબરાકિયાં અજમાવવાં પડે છે. સાચી સંવેદના વિનાના સર્જકો તુક્કાઓની રચના કરતા હોય છે અને એ તુક્ષઓમાં એમની કૃત્રિમતા દેખાયા વિના રહેતી નથી.
આજનો સર્જક એની સંવેદનાનો વિસ્તાર સાધશે નહીં, તો એનું સાહિત્ય વધુ ને વધુ સંકુચિત બની જશે. અને સંવેદનાના નવાનવા પ્રદેશો શોધવાના છે. બે દાયકા પહેલાંની સમસ્યાઓ કાળગ્રસ્ત બની ગઈ હોય છે અને તેથી જ નવીનવી સંવેદનાઓ સાથે સર્જકે પનારો પાડવો જોઈએ. આ સંવેદના એ સર્જક-આત્માનો અવાજ છે.
120
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
121
Page #67
--------------------------------------------------------------------------
________________
૧ર૦ -
- ૧૨૧ - આગળ છલાંગ લગાવીને સિદ્ધિ મળતી નથી
સામે ચાલીને થતી આત્મહત્યા માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે.
એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદ્ભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે.
એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે.
કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારોને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.
ધ્યેયસિદ્ધિ માટે આગળ નજર રાખીને ચાલવાનું સહુ કોઈ કહે છે, પરંતુ હકીકતમાં ધ્યેયસિદ્ધિ માટે પાછલા પગે ચાલવાની આવડત હોવી જોઈએ. ધ્યેય ની કરીને માત્ર આગળ ચાલનારને સિદ્ધિ મળતી નથી, પરંતુ એક વાર ધ્યેય નક્કી કરીને જે પાછલા પગે ચાલીને વિચાર કરે છે કે કઈ-કઈ ક્ષમતા અને યોગ્યતા પ્રાપ્ત કરું તો આ સિદ્ધિ મળે, તેવી વ્યક્તિ સફળ થાય છે. આવી વ્યક્તિ પોતાની ધ્યેયપ્રાપ્તિનો નકશો તૈયાર કરે છે એટલે કે એને એકસોના આંકડે પહોંચવું હોય તો પહેલાં પાછળ જઈને એકના આંકડાથી શરૂઆત કરવાની હોય છે. આનો અર્થ એ કે ધ્યેયપ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરવું પડે છે. એની પાસે કેટલી શક્તિ અને સાધનસામગ્રી છે અને કેટલી શક્તિ અને સાધનસામગ્રીની એને જરૂર પડશે. ક્યા-ક્યા સમયે કેટલું કાર્ય સિદ્ધ થવું જરૂરી છે કે જેથી એ એના અંતિમ મુકામે સમયસર પહોંચી શકે.
રસ્તામાં આવનારી પ્રત્યેક મુશ્કેલીઓ વિશે એ આગોતરો વિચાર કરી રાખશે અને પછી એણે એકેએક પગલે કઈ-કઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને એને માટે એને કેવી સજ્જતા કેળવવાની છે એનો વિચાર કરીને સમગ્ર કાર્યનું આયોજન કરશે, કારણ કે એ જાણે છે કે રાતોરાત સિદ્ધિ સાંપડતી નથી. એનો પંથ ઘણો લાંબો હોય છે. એમાં એક પછી એક પગલાં ભરીને આગળ વધવાનું હોય છે. કોઈ છલાંગ લગાવીને સિદ્ધિ મેળવી શકાતી નથી. અને એ રીતે પોતાની આજની, આવતીકાલની અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધીની જરૂરિયાતોનો વિચાર કરી લેતા હોય છે.
માત્ર વિચાર કરવાથી, શુભેચ્છા વ્યક્ત કરવાથી કે સદ્ભાવનાથી સિદ્ધિ સર્જાતી નથી. એને માટે તો લાંબા ગાળાનું આયોજન, વ્યવસ્થિત પ્રયત્ન અને શક્તિનો વાસ્તવિક અંદાજ જરૂરી છે.
122
સણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
123
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૨ કક્કો ખરો કરનાર બારાક્ષરી ગુમાવે છે પોતાનો કક્કો ખરો કરાવનારી વ્યક્તિ કોઈ સભામાં જાય, ત્યારે બીજાના વિચારો તરફ આદર આપવાને બદલે માત્ર પોતાના વિચારો જ ઝીંકે રાખે છે. પોતાની વાત કરતાં-કરતાં એ ઉશ્કેરાઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે. ક્યારેક આંખમાં બનાવટી આંસુ લાવે છે, પરંતુ ગમે તેમ કરીને પણ એ પોતાનું ધાર્યું સિદ્ધ કરે છે.
આવી ધાર્યું સિદ્ધ કરવાની એની ટેવ એના ઘરમાં પણ અખંડિત હોય છે. ઘરની બાબતોમાં પણ એ પોતાની વાત કોઈ પણ રીતે બીજાઓ પર ઠસાવવા માગે છે. આને માટે જરૂર પડે એ ધાકધમકીનો ઉપયોગ કરે છે અથવા તો પોતાના ક્રોધની મદદ લે છે. પરંતુ ઑફિસમાં હુકમ ચલાવવાની એની ટેવ ઘરમાં પણ બરકરાર રાખે છે. મનોમન એ ફુલાય છે કે એની કેટલી બધી ધાક છે અને એનો ગર્વ વિકસે છે, કારણ કે બધે જ એનું ધાર્યું થાય છે.
સમય જતાં પરિસ્થિતિ પલટાય, તોપણ એ એનું વલણ છોડતો નથી અને પરિણામે ખૂબ દુ:ખી થાય છે. એ વાત ભૂલી ગયો હોય છે કે કોઈ પણ પ્રશ્નને અનેક બાજુ ઓ હોય છે અને કોઈ પણ સમસ્યાના ઘણા ઉકેલ હોય છે. એ માત્ર પોતાની ‘શૈલી' પ્રમાણે ઉકેલ વિચારતો હોય છે, પરંતુ એમ કરવા જતાં એ ઉકેલને યોગ્ય એવી બીજી શૈલીઓની ઉપેક્ષા કરે છે. વ્યવસાયમાં ધુંવાપુંવા રહેતી વ્યક્તિ ઘરમાં પણ એ જ રીતે વર્તતી હોય છે. એની છવાઈ જવાની કે ધાક બેસાડવાની ટેવ બધે સરખી પ્રવર્તતી હોય છે. પ્રભાવ પાડવાનો પ્રયત્ન ઘણી વાર માનવીની પામર વૃત્તિમાંથી પ્રગટતો હોય છે. પોતાની હાજરીની કોઈ પણ ભોગે નોંધ લેવાય તે માટે વિવાદો જ ગાવીને ક્ષુદ્ર વર્તન કરતો હોય છે. આમ કરવા જતાં એના જીવનની સાહજિકતા ગુમાવતો જાય છે અને પછી એ પોતે જ પોતાના પ્રભાવક પાંજરામાં પુરાઈ જાય છે.
- ૧૨૩ - જીવનભર જળવાય એ બાળપણની મસ્તી ! બાલ્યાવસ્થા જીવનનો સૌથી ઉત્કૃષ્ટ સુવર્ણકાળ ગણાય છે. માનવી વિચારે છે કે બાલ્યાવસ્થામાં એ જેટલો સુખી અને પ્રસન્ન હતો તેટલો સુખી અને પ્રસન્ન જીવનમાં પછી ક્યારેય ન હતો. યુવાની આવી અને આથમી ગઈ. ઉબરે ઊભેલો બુઢાપો જીવનપ્રવેશ પામ્યો, પરંતુ આ સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વસવસો થતો રહ્યો કે બાળપણમાં જીવન કેટલું બધું આનંદથી ઊછળતું હતું ! ચોતરફ ઉલ્લાસની કેવી ભરતી ચડતી હતી ! બાળપણનું એ સુખ જુવાનીમાં નંદવાઈ ગયું અને બુઢાપામાં તો ભૂતકાળની યાદ રૂપે માત્ર ટકી રહ્યું. આથી સવાલ એ જાગે છે કે બાળપણમાં જે સુખ અને આનંદ હતાં, જે નિર્દોષતો અને મસ્તી હતી એ બધું વય વધતાંની સાથે ક્યાં વિલીન થઈ ગયાં ?
જીવનની ગતિ તો એવી હોવી જોઈએ કે ઉંમર વધવાની સાથે આનંદ વધવો જોઈએ. આને બદલે જેમ ઉંમર વધે છે તેમ આનંદને બદલે શોક વધતો જાય છે. અને બાળપણની મસ્તી સ્મૃતિશેષ બની રહે છે. પ્રસન્નતા તો હાથતાળી આપીને ક્યાંક ભાગી ગઈ હોય છે. આવું થવાનું કારણ આપણી ખોટી જીવનશૈલી છે. એ જીવનશૈલી આપણને ભીતરથી સમૃદ્ધ કરવાને બદલે ધીરેધીરે આપણા ભીતરમાંથી શાંતિ અને આનંદનો નાશ કરે છે. એક અજંપાભર્યો ખાલીપો રાચે છે.
સવાલ એ જાગે કે માણસના જીવનનું આવું પતન કેમ થયું ? આવી અવળી ગતિ શાને ? આવે સમયે જીવન વિશે પુનઃ વિચાર કરવાની જરૂર છે. બાળપણનું સુખ, આનંદ અને મસ્તી બુઢાપામાં સર્વાધિક હોય તેવી જીવન-ગતિ હોવી જોઈએ. જીવનને પ્રવાહરૂપે જોવાને બદલે અવસ્થાઓમાં વહેંચી દઈએ છીએ અને જેમજેમ વૃદ્ધાવસ્થા આવતી જાય છે, તેમતેમ જીવનના આનંદ અને ઉત્સાહમાં આવતી થોડી ઘણી ખોટનો વસવસો કરીને નિરાશા અને નિષ્ક્રિયતા ઓઢી લે છે.
124
સણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
125
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૫
૧૨૪ પોપટને પાંજરું જ વહાલું લાગશે વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે.
આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નર્કનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે.
મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શાસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્ત વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપણે કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !
ઈશ્વર દોષી નથી તમે અંધ છો જીવનને વ્યર્થ કે નિરર્થક માનનારી વ્યક્તિએ જીવનને ભૌતિક ચીજવસ્તુઓના કાંટે જોખ્યું છે. જીવનથી હતાશ થનારી વ્યક્તિએ ફક્ત પ્રાપ્તિને જ જીવનનો માપદંડ માન્યો હોય છે. આવું જીવન આપવા માટે હતાશ માનવી પ્રતિદિન અને પ્રતિક્ષણ પરમાત્માને દોષિત ગણે છે, પણ આ માનવી જેવો બીજો કોઈ મોટો ગુનેગાર નથી. આ માનવી ઈશ્વરે સાહજિક રીતે આપેલી મૂલ્યવાન કુદરતી ભેટને જોતો નથી. એને પરમાત્માએ કરેલા ઉપકારની કશી જાણ નથી.
પરમાત્માએ એને આંખો આપી છે, પરંતુ એ લીલીછમ હરિયાળીથી પોતાની આંખો અને મનને ભરી દેતો નથી, પરમાત્માએ એની આસપાસ પ્રકૃતિનો ભંડાર ઊભો કર્યો છે, પણ પૈસાની પાછળ દોડતો માનવી પ્રકૃતિના આનંદને સાવ ભૂલી ગયો છે. જો પરમાત્માએ લીલીછમ પ્રકૃતિ કે વૃક્ષોની ઘેઘૂર ઘટા જોવાની કિંમત રાખી હોત તો ? તો આ માનવી જરૂ૨ એ જોવાની મોંઘી ટિકિટ લઈને પણ ‘ઍન્જૉય” કરવા આવતો હોત, પક્ષીનો મધુર કલરવ સાંભળવા એણે કલદાર માંગ્યા હોત તો માનવીએ હોંશે-હોંશે ચૂકવ્યા હોત.
ઈશ્વરે માનવીને વિનામૂલ્ય આટલું બધું આપીને એની જિંદગીને બહુમૂલ્ય બનાવી છે. પંખીઓનું ગીત, ધવલ ચાંદની, હસતાં ફૂલ કે ઘેઘૂર વૃક્ષોને જોશે તો પરમાત્માના અખંડ વિસ્તારનો સાક્ષાત્ અનુભવ થશે. વિરલ ઓલાદની તમને અનુભૂતિ થશે. મંદમંદ સમીરનો અનુભવ અંતરમાં શાંતિનો સ્પર્શ જગાવશે. હસતીખીલેલી કૂંપળો જીવનના આનંદની તાજગી દર્શાવશે. ધીરેધીરે આમતેમ ડોલતાં વૃક્ષો કોઈ યોગીની મસ્તીનો અનુભવ કરાવશે. ગગનમાં ઊડતાં-ઊડતાં મનમોજે કલરવ કરતાં પંખીઓમાં ભક્તિની ભાવધારાનો અનુભવ થશે અને આસપાસ પથરાયેલી હરિયાળી કુદરત આત્માની લીલીછમ જાજમનો ખ્યાલ આપશે.
126
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
127
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૨૬
- ૧૨૭ પોતાના વિરાટ દોષોને વામનરૂપે જોતો અહંકારી
ઉતાવળે ઉત્તર આપવાની નૅગેટિવ મનની રીત
મનથી મોટું કોઈ ફરિયાદી નથી. મનને સદા આનંદ આવે છે ફરિયાદ કરવામાં. એને જેટલું સુખ બીજાના દોષ વર્ણવવામાં આવે છે, એટલું સુખ બીજા કશામાં મળતું નથી. ફરિયાદપ્રેમી મનની રીત પણ કેટલી માર્મિક છે ! માણસ ફરિયાદ કરતી વખતે ભાષાને કેટલી સિફતથી પ્રયોજતો હોય છે ! જેમ જેમ ફરિયાદ કરતો જાય, તેમતેમ એની ભાષાના રંગ પણ બદલાતા હોય છે. ભાષાની સાથે આંખની કીકી પણ ઘૂમતી જશે. ક્યારેક ઠાવકાઈથી એ ફરિયાદ કરશે, તો ક્યારેક અકળાઈને એ ફરિયાદ કરશે. ફેરિયાદનું ગાણું ગાવાનું મનને એટલું બધું પસંદ પડે છે કે એ જીવનની પ્રત્યેક બાબતમાંથી તમને કોઈ ને કોઈ ફરિયાદ શોધીને આપશે.
ગમે તેવી ઉત્તમ વ્યક્તિ હોય, ગમે તેટલું સુઘડ આયોજન હોય કે ગમે તેટલો મોટો ઉત્સવ રચાયો હોય, પરંતુ એમાંથીય મન પાણીમાંથી પોરા કાઢવા જેવું કરશે. એનું કારણ છે કે ફરિયાદ એની આદત બની ગઈ છે. વ્યક્તિ જેમજેમ વધુ ફરિયાદ કરશે, તેમતેમ એનું મન ‘નંગેટિવ' થતું જશે. આવી વ્યક્તિ કોઈ પણ બાબતમાંથી દોષ, ખામી, ક્ષતિ કે ભૂલ શોધી આપશે. આવું ફરિયાદી મન ધીરેધીરે જીવન પ્રત્યે નકારાત્મક વલણનો અંચળો ઓઢી લેશે અને એક એવો સમય આવશે કે જ્યારે ફરિયાદ કરનારું મન શાબાશી આપવાનું જ સાવ ભૂલી જશે.
પૉઝિટિવ મન શાંતિથી વિચારીને સ્વસ્થતાથી જવાબ આપતું હોય છે. એના ગુણદોષની પરીક્ષા કરીને પ્રત્યુત્તર આપતું હોય છે. ફેંગેટિવ મન જેવું ઉતાવળું બીજું કોઈ નથી. વાત પૂરી સાંભળે એ પહેલાં એનો ઇન્કાર કરશે. તત્કાળ કોઈ બહાનું ધરી દેશે અથવા તો ભવિષ્યમાં આવનારી કોઈ મુશ્કેલીનો અંદાજ આપશે.
ગર્વ અને આત્મવંચના વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એક વાર ચિત્તમાં ગર્વ ઘૂસી જાય એટલે વ્યક્તિ પોતાની જાતને વિશિષ્ટ માનવા લાગે છે. અન્યથી પોતાને અનેકગણી ચડિયાતી ગણે છે અને સમય જતાં બીજાઓને હીન કે તુચ્છ માનવા લાગે છે. ધીરેધીરે એ ગર્વની આસપાસ વ્યક્તિ પોતાને પસંદ એવા ભ્રામક મુલ્યોના કિલ્લા રચી દે છે અને એને આધારે પોતાની જાત વિશે એ અતિશયોક્તિપૂર્ણ આદર ધરાવવા લાગે છે.
થોડુંક જ્ઞાન આવે એટલે વ્યક્તિ પોતાના જ્ઞાનનો અહંકાર આગળ ધરવા લાગે છે. સંપત્તિ મળે એટલે સતત સંપત્તિનો દેખાવ કરવા ચાહે છે. અહંકારને લોભ સાથે ગાઢ નાતો છે. ગર્વિષ્ઠ માનવી સતત પોતાની પ્રશંસાનો લોભ રાખે છે અને એ પ્રશંસાથી પોતાના દોષોને ઢાંકવા કોશિશ કરે છે, આથી વ્યક્તિ જો એના અહંકારને કાબૂમાં ન રાખે તો સમય જતાં એની બૂરી હાલત થાય છે.
એમ કહેવાય છે કે માણસના પતન કે પીછેહઠનો પ્રારંભ ગર્વથી થાય છે. ગર્વને યોગ્ય રીતે નિયંત્રિત ન કરી શકનારને અંતે જીવનમાં કડવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ ગર્વને કારણે એ બીજાના દોષો સતત આગળ ધરતો રહે છે અને અન્યના ગુણની પ્રશંસા કે પ્રમોદભાવના ખોઈ નાખે છે.
ક્યારેક બીજાના દોષોને વધુ મોટા કરીને એ સ્વ-ગર્વને પોષતો હોય છે. એ બીજાના વિરાટ સ્વરૂપને વામન જુએ છે અને પોતાના વામન સ્વરૂપને વિરાટ તરીકે નિહાળે છે. આથી ગર્વ એને સ્વદોષને સમજતો અટકાવે છે. જ્યાં સ્વ-દોષની સમજ જ ન હોય, ત્યાં દોષનિવારણની તો વાત જ ક્યાંથી થાય ? અને એથી જ પોતાના દોષની આગળ ગર્વની ઢાલ ધરીને એ બીજાના દોષો પર તલવારનો વાર કરતો હોય છે.
128
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
129
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ
જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે, અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે.
કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતીકાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે.
એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરેધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે.
જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુનઃ એની દોડનો પ્રારંભ થાય છે.
130
ક્ષણનો ઉત્સવ
૧૨૯
સુખ-દુઃખના છેડા પર ઘૂમનું લોલક
આપણા સુખ અને આપણા દુઃખની બાબતમાં આપણે કેટલા બધા પરતંત્ર અને મજબૂર છીએ ! સુખનો અનુભવ આપણે સ્વયં પામીએ છીએ અને છતાં એ સુખદાતા અન્ય કોઈ હોય છે, તે કેવું ? બાહ્ય કે ભૌતિક જગતમાં કોઈ લાભદાયી ઘટના બને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અથવા તો પ્રાપ્ત થયેલી વસ્તુમાં વૃદ્ધિ થાય એટલે આપણું અંતઃકરણ સુખ અનુભવે છે. કોઈ સાનુકૂળ પ્રસંગ બને એટલે આપણે સુખ પામીએ છીએ. હાનિ અથવા નુકસાનની કોઈ ઘટના બને એટલે આપણે દુઃખ પામીએ છીએ.
આમ સુખ આપણું અને દુઃખ પણ આપણું, પરંતુ એને આપનાર અન્ય કોઈ છે. એનો અનુભવ આપણા અંતરને થાય છે, પણ એનો સૂત્રધાર બીજો હોય છે. એ ઇચ્છે તો આપણું સુખ છીનવી લે છે અને એ ધારે તો આપણને દુઃખી-દુઃખી કરી નાખે છે. માનવીના ભાગે તો માત્ર અનુભવવાનું જ આવે છે. આ સુખ અને દુઃખ બીજા દ્વારા મળતું હોવાથી અનિશ્ચિત છે.
કઈ ક્ષણે સુખ મળશે અને કઈ ઘડીએ દુઃખ મળશે, એનો ખ્યાલ નથી. પુરાણા ઘડિયાળના લોલકની માફક સુખ-દુ:ખના બે છેડા પર એ ઝૂલ્યા કરે છે. આ લોલકને અટકાવવાનો તમે વિચાર કર્યો ખરો ? જેણે આ બંનેથી પર થવાનો વિચાર કર્યો, એ સ્વતંત્ર બની ગયા અને એમની અન્ય પરની લાચારી કે મજબૂરી ટળી ગઈ.
દુઃખ અને સુખનો અનુભવ આપણું હૃદય કરે છે અને એ દુઃખ કે સુખ અંતરમાંથી આવેલાં નથી. બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિઓ કે પ્રસંગોને કારણે હૃદય સુખનો ઉશ્કેરાટ કે દુઃખનો અવસાદ અનુભવે છે. હકીકતમાં તો સુખ અને દુઃખ એ ભીતરની વાત છે, બહારની સ્થિતિ નથી.
ક્ષણનો ઉત્સવ
131
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૩૦ સમય જતાં વૃત્તિ રોજની આદત બની જાય છે
કૈકેયીના કારણે રામને વનવાસ ભોગવવો પડ્યો, તેમ છતાં એ સદૈવ કૈકેયીનો ઉપકાર માનતા રહ્યા. ચંડકૌશિક નામના દૃષ્ટિવિષ સર્વે વિના કારણે ભગવાન મહાવીરને દંશ દીધો, છતાં મહાવીર એના પર વાત્સલ્ય વેરતા રહ્યા. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવનાર પ્રત્યે એમની કરુણા વહેતી જ રહી. આવું કેમ બન્યું હશે ? કોયી પ્રત્યે ગુસ્સો, ચંડકૌશિક પ્રત્યે ક્રોધ અને વધસ્તંભે ચઢાવનારા પ્રત્યે ધિક્કાર કેમ જાગ્યો નહીં ? કારણ એટલું જ કે એમના હૃદયમાં ગુસ્સો, ક્રોધ કે ધૃણાની વૃત્તિ જ નહોતી. જે હૃદયમાં ન હોય, તે પ્રગટ કેવી રીતે થાય?
હકીકતમાં વૃત્તિ મનમાં વસતી હોય છે અને પછી એને યોગ્ય આધાર કે આલંબન મળતાં એ પ્રગટ થતી હોય છે. તમારા મનમાં ક્રોધવૃત્તિ પડેલી જ હોય અને પછી કોઈ અપશબ્દ બોલે કે અપમાન કરે, એટલે એ વૃત્તિના
જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. મનમાં મોહ સળવળતો જ હોય અને જેવી કોઈ આકર્ષક વસ્તુ કે વાસનાનું સ્થાન જુએ એટલે એ મોહ તાણ પ્રગટ થશે.
આનો અર્થ એ છે કે તમે ક્રોધિત થતા નથી, પરંતુ તમારા મનમાં રહેલી ક્રોધની વૃત્તિ જ ક્રોધનું કારણ શોધતી હોય છે અને સહેજ કારણ મળી જાય, એટલે એ ક્રોધ પ્રગટ થતો હોય છે. ધીરેધીરે એ વૃત્તિ એટલી બધી પ્રબળ બને છે કે પછી તમારો ભીતરનો એ ક્રોધ પ્રગટવા માટે બહાર સતત કારણો શોધતો હોય છે અને સહેજ નાનું કારણ મળે એટલે એ તરત પ્રગટ થતો હોય છે. પહેલાં જે વૃત્તિ હતી, એ સમય જતાં આદત બની જાય છે અને પછી એને ક્રોધ કર્યા વિના ફાવતું નથી. એનો મોહ પહેલાં નાનીનાની બાબતો ઉપર આધારિત હતો, તે હવે મોટીમોટી વસ્તુઓનો મોહ રાખે છે. નાની ચોરીથી થયેલી શરૂઆત મોટી ધાડમાં પરિણમે છે.
— ૧૩૧ - સાંત્વના અને આશ્વાસન સત્યથી વેગળું છે
જેને આધારરૂપે સ્વીકારીને વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન જેના પર ટેકવી દે છે એ સત્ય છે કે માત્ર સાંત્વના છે, એની એણે ખોજ કરવી જોઈએ. વ્યક્તિ સત્ય પામવા રાજી હોતો નથી, કારણ કે સત્ય એ આકરું હોય છે અને એની પ્રાપ્તિ માટે ઘણી તાવણીમાં તપવું પડે છે. સત્ય એ કોઈ જાતની બાંધછોડ કરવા કે સમાધાન કરવા તૈયાર હોતું નથી. ગાંધીજીએ બાળપણમાં નિર્ણય કર્યો કે શિક્ષક કહેશે તોપણ હું ચોરી નહીં કરે. એમાં સત્યનો સ્વીકાર છે, જ્યારે સાંત્વના શોધનારો માણસ એમ કહેશે કે જ્યારે શિક્ષક જ ચોરી કરવાનું કહે છે, તો પછી ચોરી કરવામાં વાંધો શો ? ચોરી કરી શકાય.
આમ સાંત્વના એ કોઈ એક એવું આશ્વાસન શોધી કાઢશે અને પછી વ્યક્તિ અને સર્વમાન્ય ગણીને એનું જીવન ગાળતો રહેશે. આવી સાંત્વનાઓની જનની જૂઠાણું છે. એક ખોટી કે જુઠ્ઠી વાતને સ્વીકારીને વ્યક્તિ એમાંથી આશ્વાસન મેળવતો હોય છે. એ પોતાની નિષ્ફળતાને સમજવાને બદલે પોતાનાં કર્મોને દોષ આપતો હોય છે. ક્યારેક તો પૂર્વજન્મમાં કરેલાં કાર્યોને કારણે આવું થયું હશે એમ કહીને મનને મનાવતો હોય છે.
ક્યારેક એ ઋણાનુબંધનો આશરો લેતો હોય છે અને જેની સાથે એને દુર્ભાવ હોય, એને અંગે એમ માનતો હોય છે કે એની સાથે એનો ઋણાનુબંધ નથી ! ક્યારેક આવી સાંત્વના મેળવવા માટે એ તંત્ર, મંત્ર કે જ્યોતિષનો આશરો લેતો હોય છે અને જ્યોતિષી એને એમ કહે કે એના જીવન પર કોઈ ગ્રહની કુદૃષ્ટિ છે એટલે એ જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓને માટે ગ્રહની કુદૃષ્ટિનું આશ્વાસન મેળવી લે છે. આમ અસત્ય વસ્તુઓને પણ પરમ સત્ય તરીકે સ્વીકારવા લાગે છે અને એનું પરિણામ એ આવે છે કે એનું આખુંય જીવન એ સાંત્વના અને આશ્વાસનનાં સ્થાનો શોધવામાં જાય છે. સત્યના સૂર્યનું એક કિરણ પણ એને લાધતું નથી.
132
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
133
Page #73
--------------------------------------------------------------------------
________________
- ૧૩૩ - પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ?
૧૩૨ “હું'ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે અહંકાર અને અવસાન વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેનો સંબંધ ‘હું' સાથે છે અને બંને વ્યક્તિના જીવન પર એટલાં જ પ્રભાવક હોય છે. આ ‘હું'ને કારણે અહંકારી માનવી પોતાના માન અને તાનમાં જીવે છે અને આ ‘હું ને કારણે મૃત્યુગામી માનવી સતત ‘હું'ના મૃત્યુના ભયમાં જીવે છે.
‘આ મેં કર્યું, અથવા તો ‘જો હું ન હોત તો આ થાત નહીં' એમ કહેનારી અહંકારી વ્યક્તિનો ‘હું સતત મોટો થાય છે, પછી એ “હું” જ એની પાસે પોષણ માગે છે અને એટલે જ એના પ્રત્યેક કામમાં કે એની દરેક વાતમાં એનો ‘હું જ મુખર બનીને આગળ રહે છે. આવી જ રીતે ‘હું મૃત્યુ પામીશ” એમ વ્યક્તિ માનતી હોય છે.
હકીકતમાં એની જીવનયાત્રા તો સતત ચાલતી હોય છે, છતાં એને એના ‘હું'ના મૃત્યુનો ભય છે. એ અવસાનને જ જીવનનો અંત માની બેઠી છે અને એથી જ એના ‘હું ને મારી નાખનારું મૃત્યુ એને ડરામણું અને ભયાવહ લાગે છે. ‘હું’ જાય તો જીવનમાંથી અહંકાર જાય. ‘હું ' ઓગળી જાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને આવું થાય તો જ વ્યક્તિ પોતાના જીવનની ધારાને સમજી શકે છે.
અહંકાર જીવનમાં દીવાલો બાંધે અને પછી એ દીવાલોમાં જ અહંકારી કેદ બની જાય છે. આસપાસની ચાર દીવાલોમાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય ઊભું કરીને અહંકારનું પોષણ કરે છે. એનો અહંકાર વસતો હોય છે એના હૃદયમાં પરંતુ પ્રગટ થતો હોય છે એની વાણી , ચેષ્ટા, વર્તન અને વિચારમાં. આવા અહંકારી પાસે માત્ર પોતાની આંખો હોય છે. બીજાની નજરે જોવાની દૃષ્ટિ એને મળી હોતી નથી.
આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે' ત્યાંથી માંડીને એ “આ તમારી જવાબદારી છે ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જે ટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા ભાગે પોતાની મર્યાદાઓ માટે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને દોષ આપતો હોય છે. આનું કારણ શું?
આનું કારણ એટલું જ કે માણસને પોતાની જવાબદારી શી છે, એ વિશે વિચાર કરતી વખતે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એને ખ્યાલ જ નથી કે એની જવાબદારી કઈ છે ? એ કોને વફાદાર છે ? એને પરિણામે જેના તરફ એની સૌથી મોટી જવાબદારી છે, એની સૌથી વધુ ઉપેક્ષા કરે છે. વ્યક્તિની સૌથી મોટી જવાબદારી એના આત્મા પ્રત્યે છે, પણ માનવી ભાગ્યે જ પોતાના આત્માનો વિચાર કરતો હોય છે. એ બીજાની દુર્ગતિ વિશે જેટલું બોલતો હોય છે, એમાંનું કશુંય પોતાની સારી ગતિ વિશે વિચારતો નથી, આથી એની ખરી જવાબદારી પોતાના આત્મા પ્રત્યે છે અને એ આત્મા જ એનાં સુખ અને દુઃખનું કારણ છે.
એ પોતાના સુખ માટે ભૌતિક વસ્તુઓને મહત્ત્વ આપે છે અને પોતાના દુ:ખ માટે બીજાને દોષ આપે છે. જો એ સમજે કે આત્માને યોગ્ય માર્ગે ગતિ આપવાની પોતાની જવાબદારીમાંથી એ ચૂક્યો છે, તો જ એને સચ્ચાઈનો ખ્યાલ આવે. આ આત્મા મળ્યો છે, એને ઉચ્ચ માર્ગે લઈ જવો, પછી તેને તમે મુક્તિ કહો કે મોક્ષ , તે વ્યક્તિનું પરમ કર્તવ્ય છે. વક્રતા તો એ છે કે એ જીવનમાં પરિવારની, કુટુંબની કે રાષ્ટ્રની જવાબદારીનો વિચાર કરે છે પણ ક્યારેય એ પોતાના પરમ કર્તવ્યનો વિચાર કરતો નથી.
134
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
135
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૩૪ વિનાશથી વાકેફ, સર્જનથી અજ્ઞાત
૧૩૫ ધર્મ દીવાલ નથી, દ્વાર છે
મનુષ્ય કેવો આત્મઘાત કર્યો છે ! એણે પોતે જ પોતાનું સત્યાનાશ વાળીને લાચાર, પરાવલંબી અને ભયગ્રસ્ત જીવન પસંદ કર્યું છે. મૂલ્યવાન જીવનનો દિશાહીન ઉપયોગ કરીને પોતાના આત્માને નિર્બળ કરી નાખ્યો છે. અને જીવનની મસ્તીનો શિરચ્છેદ કર્યો છે. હાથમાં હીરો મળે એ રીતે સુંદર જીવન મળ્યું, પરંતુ એને કોલસા રૂપે વાપરીને જીવન-નિર્માણની કલ્પના રોળી નાખી છે.
આજના મનુષ્યને જે ધાતક છે, તેનો પૂર્ણ પરિચય છે અને જે સર્જક છે તે વિશે સંપૂર્ણપણે અજ્ઞાત છે. એને હિંસાની જુદી જુદી તાલીમનો તથા વિનાશક શસ્ત્રોની ૨જેરજ માહિતી છે, પરંતુ એ ખ્યાલ નથી આવતો કે અહિંસાની પણ તાલીમ લેવી જોઈએ. જ્યાં તાલીમનો વિચાર ન હોય, ત્યાં અહિંસા માટેની સજ્જતા ક્યાંથી જાગે ?
એ ક્ષેધ કરે છે અને એમાંથી નીકળતી ઊર્જાનો એને ખ્યાલ છે, પરંતુ એને પ્રેમની ઊર્જાનો લેશમાત્ર અનુભવ નથી. વિજ્ઞાનનો વિકાસ સાધીને અનેક નવાં-નવાં સાધનો બનાવ્યાં છે , પરંતુ આ ભૌતિક સાધનોની વચ્ચે એ ચેતનાની ખેતી કરવાનું ભૂલી ગયો છે.
જીવનમાં ભૌતિક ચીજવસ્તુઓનો એટલો બધો મહિમા કર્યો કે અપરિગ્રહી જીવનની કલ્પના પણ એના ચિત્તમાં આવતી નથી. વિજ્ઞાનનો વિકાસ, ટેક્નોલોજીની હરણફાળ અને વસ્તુઓનું જંગી ઉત્પાદન એણે કર્યું, પરંતુ એની સામે આત્મવિકાસ તરફ દુર્લક્ષ સેવ્યું, અનંતમાં હરણફાળ ભરવા માટે આધ્યાત્મિક છલાંગ લગાવવાનો વિચાર ભૂલી ગયો અને વસ્તુઓના જંગી ઉત્પાદનની સાથોસાથ જીવનના આંતરિક આનંદને વીસરી ગયો. હવે તમે જ કહો, માણસે બિચારા માણસની કેવી બૂરી હાલત કરી છે !
ધર્મને મુક્તિનું દ્વાર બનાવવાને બદલે બાહ્યાડંબરની દીવાલ બનાવી દીધો છે. જ્યાં મુક્ત ગગનમાં વિહરવાની પાંખો હોવી જોઈએ, ત્યાં ઘરની ચાર દીવાલમાં પિંજરાની બંધ હવામાં ધર્મ શ્વાસ લઈ રહ્યો છે. ઘણી વાર ધર્મની દીવાલને આકર્ષક રંગોથી રંગવામાં આવે છે. પુષ્પોથી સજાવવામાં આવે છે. એના પર કમનીય કલાકૃતિઓ મૂકવામાં આવે છે, પરંતુ આવી બાહ્ય ઉપાસનામાં ધર્મ સીમિત થઈ જાય છે અને પછી દીવાલને જોનાર જીવનભર એ દીવાલની પૂજા, પ્રતિષ્ઠા અને એના પર સતત અનુષ્ઠાન કર્યા કરે છે. સમય જતાં ઇમારત ભુલાઈ જાય છે અને દીવાલની ઈંટોની પૂજા થાય છે. આચરણ અને અપરિગ્રહ વિસરાઈ જાય છે અને ધનવૈભવ અને પરિગ્રહની પ્રશસ્તિ રચાય છે.
ધર્મનું દ્વાર તો મુક્તિનું દ્વાર છે. એની પાસે પ્રેમનું જગત અને મૈત્રીનું આકાશ છે, પરંતુ ધર્મ જો દ્વારને બદલે દીવાલ બની જાય તો એમાં અવરોધ આવશે અને એ અવરોધને કારણે પ્રગતિ અટકી જશે. જો એ દીવાલ બને તો એમાં જડતા આવશે અને જડતાને કારણે બાહ્યક્રિયાકાંડો વધતાં જ શે અને આંતરિક શુન્યતા સર્જાતી જ શે. ધર્મ જો દીવાલ બને તો સાધકના જીવનમાં વ્યર્થતા આવશે, કારણ કે એને ક્યાંયથી નવો પ્રકાશ નહીં મળે અને સમય જતાં ધર્મને દીવાલ બનાવનારા એને દુકાન બનાવી દેશે.
ધર્મ એ તો દ્વાર છે, જેમાં સાધક વિરાટ ગગનને આલિંગન કરે છે. હસતી પ્રકૃતિને પોતાના સાથમાં લે છે અને એમાંથી પ્રેમ, મૈત્રી અને કરુણા પ્રગટાવે છે. મહાવીર હોય કે બુદ્ધ, રામ હોય કે કૃષ્ણ - કોઈનાય જીવનમાં ધર્મ એ અવરોધરૂપ બન્યો નથી, બલકે ધર્મના દ્વારેથી સાધનાના માર્ગે નીકળીને એણે માનવીને સર્વોચ્ચ લક્ષની ઝાંખી કરાવી છે.
136
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
137
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૩૬
માત્ર માનવજાતને ભેદભાવનું ભૂત વળગેલું છે
નદીના વહેતા પાણી પાસે કેવો સર્વજન સમભાવ છે ! નદી બધાને સરખું પાણી આપે છે. ગમતી વ્યક્તિને મીઠું પાણી અને અણગમતાને ખારું એવો કોઈ ભેદ નહીં. કોઈને શીતળ જળ આપે અને કોઈને ગરમ પાણી - એવુંય નહીં. જે કોઈ આવે, એને કશાય ભેદના ભાવ વિના એકસરખું જળ આપે છે.
વૃક્ષ સતત વિકસતું રહે છે. એ ધરતીમાં ખીલે છે અને રણમાં પણ મળે છે. કાળમીંઢ પથ્થર પણ એનો વિકાસ રોકી શકતો નથી. એ તો મોટા, વિશાળ પથ્થરને ભેદીને પણ એની વચ્ચે પ્રગટ થાય છે. ધરતી સદાય સહન કરતી રહે છે. માણસ એના પર ચાલે કે દોડે એ તો ઠીક, કિંતુ એને ઊંડે સુધી ખોદે તો ય સહેતી રહે છે. ક્યારેય એ માણસને ઠપકો આપતી નથી કે પછી એની ઇચ્છાનો ઇન્કાર કરતી નથી. સૂર્ય સદા સહુને ચાહે છે. એનો પ્રકાશ માત્ર ધનિકોના મહેલો સુધી સીમિત નથી, પણ ગરીબોની ઝૂંપડીનેય અજવાળે છે. એનું તેજ માત્ર માનવી સુધી મર્યાદિત નથી, પણ પ્રાણીમાત્ર પામે છે.
અંધારી રાતે ટમટમ થતા તારા સહુની આંખોનો આનંદ બને છે. ગામને પાદરે ખાટલામાં સૂતેલા બાળકને કે આકાશ પર આંખ માંડીને બેઠેલા ખગોળવિજ્ઞાનીને એ સરખું તેજ આપે છે. નદી, વૃક્ષ, ધરતી, સૂર્ય કે આકાશ ભેદના કશાય ભાવ વિના કાર્ય કરે છે, એ માનવીની માફક પ્રેમભર્યો સંવાદ કરતા નથી, પરંતુ પ્રેમથી સહુની સાથે સમભાવ રાખે છે, ત્યારે એક માનવી જ કેવો કે જે ભેદભાવ વિના જીવી શકતો નથી ! એને જ્ઞાતિનો ભેદ ગમે, એને જાતિનો ગર્વ ગમે, એને દેશના સાંકડા સીમાડા પસંદ પડે. જ્યાં હોય ત્યાં એ ભેદ શોધે, એને ધર્મનો ભેદ હોય કે ત્વચાના રંગનો ભેદ હોય. એને ભેદ વિના સહેજેય
ન ચાલે. આ ભેદમાં એટલો ડૂબ્યો કે એ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો બની રહ્યો, પણ માણસાઈભર્યો માનવ ન રહ્યો.
ક્ષણનો ઉત્સવ
138
૧૩૭
અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ !
રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનને સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે.
એ નનામી પર સૂતેલી માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જુ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે.
રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે.
સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમજેમ યાત્રા કરતી જાય તેમતેમ ભીતરથી ઊર્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.
ક્ષણનો ઉત્સવ
139
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૩૮ - ગૂંગળાતો અહંકાર વધુ ઘાતક હોય છે
- ૧૩૯ શ્રદ્ધા સાથે સાવચેતી જરૂરી છે
પ્રત્યક્ષ દેખાતો અને સામી વ્યક્તિને વાગતો અહંકાર એ સ્પષ્ટ ને પારદર્શક અહંકાર છે, જ્યારે બીજો અહંકાર એ વ્યક્તિના ભીતરમાં પેદા થતો ગુપ્ત અહંકાર છે. પ્રત્યક્ષ અહંકાર એટલા અર્થમાં સારો ગણાય કે સામી વ્યક્તિને એનો ખ્યાલ આવે છે. ગુપ્ત અહંકાર એનાથી વધુ ભયાવહ ગણાય કે જેનો વ્યક્તિને સ્વયે અણસાર પણ આવતો નથી.
એક અહંકાર એવો છે કે જેમાં વ્યક્તિ પોતાનાં રૂ૫, ધન કે સત્તાનો અહંકાર કરતી હોય છે, જ્યારે બીજો અહંકાર એવો હોય છે કે એ વ્યક્તિને એમ લાગે કે એ ધન છોડીને ત્યાગી થઈ છે. એને એમ થાય કે એ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચી છે અથવા તો એણે સાધનાથી અમુક સિદ્ધિ મેળવી છે. પહેલા પ્રકારના અહંકારમાં માનવીની મૂઢતા છે. જ્યારે બીજા પ્રકારના અહંકારમાં એને એની મૂઢતાનો ખ્યાલ પણ હોતો નથી. પહેલી મૂઢતા ઠેરઠેર જોવા મળશે. બીજી મૂઢતા ક્યાંક જ નજરે પડશે, પરંતુ પહેલી મુઢતાનો ઇલાજ આસાન છે, જેમાં રોગ નજરોનજર છે; પરંતુ બીજી મૂઢતાનો - અહંકારનો - ઉપચાર મુશ્કેલ છે, કારણ કે એમાં બીમારને સ્વયં પોતાની બીમારીનો ખ્યાલ નથી. એને પરિણામે એના હૃદયમાં એ અહંકાર વધુ ને વધુ ફૂલતો-ફાલતો જાય છે અને દૃઢ આસન જમાવી દે છે.
પ્રગટપણે જોવા મળતો અહંકાર સારો એ માટે કે એમાં અહંકારીના અહમનું પ્રાગટ્ય થઈ જાય છે. એનું વિવેચન થાય છે. અન્યને એનો અનુભવ પણ થાય છે. ગુપ્ત અહંકાર અહંકારીના હૃદયમાં સતત ચૂંટાયા કરે છે અને એ ઘૂંટાયેલો અહંકાર સ્પષ્ટ રૂપે પ્રગટ થવાને બદલે દ્વેષ, કટુતા, તોછડાઈ કે વેરભાવમાં પ્રગટ થતો હોય છે. આ અહંકાર અહંકારીને માટે ઘાતક બને છે .
જીવનમાં અન્ય પ્રતિ આદર અને સન્માન હોવાં જોઈએ, પરંતુ કોઈના પ્રભાવથી પૂર્ણ રીતે અભિભૂત થઈને જીવવું જોઈએ નહીં. આદર સાહજિક છે, કિંતુ પ્રભાવિત થવું અસાહજિક છે. પ્રભાવિત થાવ ત્યારે પૂર્ણ સાવચેત રહેવું. એ ખતરાથી ખાલી નથી. સાહિત્યમાં કોઈ નવો સિદ્ધાંત આવે, પ્રજાજીવનમાં કોઈ નવો નાયક પેદા થાય કે કોઈ વિભૂતિનું જીવન સ્પર્શી જાય અને તમે તેનાથી પૂર્ણ રૂપે પ્રભાવિત થઈ જશો તો તમારું વ્યક્તિત્વ ખંડિત રહી જશે.
અખંડિત વ્યક્તિત્વની સાધના કરનાર રામ કે બુદ્ધ પાસે જશે, પરંતુ શ્રદ્ધાની સાથે સાવચેતી રાખશે. એમની પાસેથી જે કંઈ સાંપડશે, તેમાંથી જરૂરી ગ્રહણ કરશે. એમનું અનુકરણ કરવાને બદલે સ્વજીવનમાં એમની ગુણસમૃદ્ધિનો સાદર કરવાનો પ્રયત્ન કરશે. એમને આત્મસાત્ જરૂર કરો, પણ એમાં તમારી જાતને ડુબાડશો નહીં. વિભૂતિઓ કે સગુરુની ભાવનાઓને પામવી, સમજવી અને આચરવી જોઈએ, પરંતુ એ ભાવનાને માર્ગે ચાલતાં વિભૂતિપૂજામાં દોરવાઈ જઈએ નહીં એનો ખ્યાલ રાખવો જોઈએ. હૃદયની ઊર્ધ્વતા માટે ભાવ જરૂરી છે, ભીતરની મસ્તી માટે ભક્તિ જરૂરી છે, આત્માને પંથે ચાલવા માટે મુમુક્ષુતા જરૂરી છે, પરંતુ એ બધું મેળવવા જતાં ક્યાંય ભૂલા પડી જ ઈએ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
આત્મસાત્ કરવું તે શ્રદ્ધા છે. જાતને ડુબાડવી તે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સત્ય પાસે લઈ જાય છે. અંધશ્રદ્ધા અંધકારમાં ડુબાડી દે છે. કોઈ બાબત જીવનમાં ઉતારવા જેવી લાગે તો એને જીવનમાં ઉતારીને આત્મસમૃદ્ધ બનવું, પરંતુ અમુક જ વ્યક્તિની કે વિભૂતિની વાત આંખો મીંચીને માનવી કે પાળવી તે તમારામાં અપૂર્ણતા સર્જશે. પૂર્ણ પાસે જાવ, ત્યારે અભિભૂત થઈને અતિભક્તિ ન કરશો. એમના હૃદયવૈભવને આત્મસાત્ કરીએ.
140
સણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
141
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૪૦ નરકવાસી બનવા માનવી તડપે છે સ્વર્ગની શોધ કરવા માટે ઊંચે આકાશ ભણી મીટ માંડીને બેઠેલા માનવીએ સ્વર્ગને ગુમાવ્યું. નરકને પારખવા માટે છેક પાતાળ સુધી દૃષ્ટિપાત કરવાની જરૂર નથી. સ્વર્ગ અને નરક બંને માનવીના હૃદયમાં નિહિત છે. ઉપરના સ્વર્ગની કે નીચેના પાતાળની ખોજ કરવા માટે પહેલાં પોતાના ભીતરમાં નજર કરીએ. વ્યક્તિ સ્વયં સ્વર્ગ સર્જે છે અને નરક રચે છે.
મોટા ભાગના માનવી પૃથ્વી પર પણ નરકનું જીવન જીવતા હોય છે. આ નરક એટલે શું ? આ નરક એટલે વિકૃત, નકારાત્મક જીવનશૈલી. આ નરક એટલે જીવનમાં આનંદને બદલે વિષાદ શોધવાની મનોવૃત્તિ. આ નરક એટલે બીજાના અપમાનને પોતાનો અધિકાર માનતા માનવીનું વલણ. જીવનના બાગની હરિયાળી છોડીને ઉજ્જડ જમીનને જોતી દૃષ્ટિ, જેને ફૂલને બદલે કાંટા વધુ ગમે છે. જે બધે આ કાંટા જ શોધે છે, તે નરકમાં વસે છે. સાચા સુખને બદલે ક્ષણિક ભોગને માટે વલખાં મારતો માણસ એટલે નરકનો વાસી.
પહેલાં ભીતરના નરકને જોઈએ . પોતે પોતાના જીવનમાં સ્વયં ઊભા કરેલાં દુ:ખોને વળગી રહે તે માનવી એટલે નરકનો માનવી. પોતે પ્રાપ્ત કર્યું હોય તેનો આનંદ હોય નહીં અને જે અસ્થિર છે એનો અજંપો સતત પીડતો હોય છે, આવો નરકવાસી માનવી વિકૃત બનીને જીવન વેડફે છે. સ્વર્ગસમી પૃથ્વી પર રહેતો માનવી પોતાના વિષય-કષાયથી નરકસમું જીવન ગાળે છે. પોતાની લાલસા અને એષણાને ખાતર પૃથ્વીનો માનવી સ્વર્ગને ઠોકર મારે છે. નરકનો એનો શોખ એને સદાનો નરકવાસી બનાવે છે. સ્વર્ગ રચવાની ઇચ્છા હોત તો માનવીએ આટલી બધી હિંસા, હત્યા કે યુદ્ધો શાને માટે કર્યા? એને જેટલું નરક પસંદ છે, એટલો જ સ્વર્ગ પ્રત્યે ધિક્કાર છે.
- ૧૪૧ સેવાની ક્ષણોમાં સદા વસંતનો વાસ છે જીવનની ધન્ય ક્ષણનું સ્મરણ કરીએ ત્યારે ચિત્ત પર એકાએક સાંપડેલી સિદ્ધિએ આપેલો આનંદ તરી આવશે. કલ્પનાતીત રીતે એકાએક સાંપડેલી સંપત્તિની પ્રાપ્તિનું સ્મરણ ચિત્તમાં ઊછળી આવશે. જે વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ ઝંખના સેવી હોય તે સાંપડતાં એ સમયે આવેલા અંતરના ઊભરાનું
સ્મરણ થશે. પ્રિય વ્યક્તિ પામવાના પુરુષાર્થની સફળતાનો ઉમળકો મીઠી લિજ્જત આપશે, પરંતુ સંપત્તિ, સિદ્ધિ કે પ્રિય વ્યક્તિની પ્રાપ્તિનો આનંદ એ એક ક્ષણે ઊછળતા મહાસાગર જેવો જરૂર લાગ્યો હશે, પણ એ આનંદસાગરમાંય દુઃખની થોડી ખારાશ તો રહેલી જ હતી. એ સિદ્ધિઓની પડખે મર્યાદા હસતી હતી અને અપાર આનંદના પડખે ઊંડી વેદના પડેલી હતી.
જીવનની કઈ ક્ષણોએ નિર્ભેળ આનંદ આપ્યો એની ખોજ કરીએ તો એ એવી ક્ષણો કે જ્યારે માનવીએ પોતાને માટે નહીં, પણ બીજાને માટે કશુંક કર્યું હોય, પોતાના જીવનની સ્વકેન્ડી ક્ષણોના સ્મરણમાં સમય જતાં પાનખર આવે છે, પણ પરમાર્થની ક્ષણોની લીલીછમ વસંત તો જીવનભર છવાયેલી રહે છે.
પોતાની જાતના સુખ માટે ગાળેલો સમય એ સમય સમાપ્ત થતાં જ સુખની સમાપ્તિમાં પરિણમે છે. પોતાના સુખ માટે કરેલો પરિશ્રમ એ જરૂર ઉત્સાહવર્ધક હોય છે, પણ સદૈવ આનંદદાયક હોતો નથી. વ્યક્તિ જ્યારે બીજાને આપે છે ત્યારે એ સ્વયં પામતી હોય છે. માણસ પોતે પોતાના સુખનો વિચાર કરે તે પોતાના દેહ, મન કે પરિવાર સુધી સીમિત રહેતો હોય છે. બીજાના સુખનો વિચાર કરે તો તે એના આત્મામાં આનંદની અનુભૂતિ જગાવે છે. સ્વાર્થથી કદી સંતોષ સાંપડતો નથી. પરમાર્થ સદા સંતોષ આપે છે. જેમણે જીવનમાં પરમાર્થ સેવ્યો છે એમને સદાય જીવનનો સંતોષ પ્રાપ્ત થયો છે. કોઈ સેવાભાવીને જોશો ત્યારે ક્યારેય એમના ચહેરા પર ઉકળાટ, અસંતોષ કે અજંપો જોવા નહીં મળે. એમના મુખની રેખાઓમાંથી સંતોષનો ઉત્સાહ ફૂટતો હશે.
ક્ષણનો ઉત્સવ 143
142
ક્ષણનો ઉત્સવ
Page #78
--------------------------------------------------------------------------
________________
- ૧૪૩
૧૪૨ અશુભના બળને ઉવેખવા જેવું નથી. માનવી છે નાયક કે ખલનાયક ? માનવી સ્વભાવે શુભ વૃત્તિઓવાળો છે કે અશુભ વૃત્તિઓવાળો ? માનવીમાં તેજ -અંધાર સાથોસાથ વસતાં હોવાનું કહીએ છીએ, રામ અને રાવણ બંને હૈયામાં હોવાનું વર્ણવીએ છીએ. એના હૃદયના કુરુક્ષેત્ર પર સત્યરૂપી પાંડવો અને અસત્યરૂપી કૌરવોનું યુદ્ધ સદા ખેલાય છે તેમ મનાય છે, પરંતુ માનવીમાં મૂળભૂત રૂપે શુભ છે કે અશુભ ?
માનવી તત્ત્વતઃ શુભનો બનેલો છે. શુભ એ એની મૂળ પ્રકૃતિ છે, પરંતુ એ મૂળ પ્રકૃતિ પર ચિત્તની લોલુપતા, કામુકતા કે સ્વાર્થોધતાના આવરણનું આચ્છાદન થાય છે અને પરિણામે લોલુપ, કામુક અને સ્વાર્થી માનવી સર્જાય છે. ક્રમશઃ એની શુભ પ્રકૃતિ પર અશુભ વિકૃતિ પોતાનો કાબૂ જમાવે છે અને તેથી આવો માનવી અન્યાયી નકારાત્મક કે સંહારક કાર્યો કરે છે. એની મૂળ પ્રકૃતિના સૂર્યની આગળ વિકૃતિનાં વાદળ જામી જાય છે. આવા માનવીને પછી એ શુભ પ્રકૃતિનો સૂર્ય દેખાતો નથી, માત્ર અશુભનાં આમતેમ વાદળોમાં જીવે છે.
શુભમાં ઠંડી તાકાત છે, અશુભમાં તીવ્ર ઉછાળ છે. શુભ સમર્થ છે અને અશુભ અસમર્થ છે એવું નથી. જેમ શુભનું બળ હોય છે એ જ રીતે અશુભ પણ પ્રબળ બને છે. શુભની ભાવના મનની પવિત્રતા સાથે સંકળાયેલી છે. જ્યારે અશુભની ભાવના મોહકષાયનું આકર્ષણ ધરાવનારી છે. અશુભનું બળ તોડવા માટે શુભ સંકલ્પનો ઉપયોગ કરવો પડે છે. સત્યની કૃતિ સર્જીને વિકૃતિને હટાવવા માટે કોશિશ કરવી પડે છે. વિકૃતિનાં વાદળ હટે અને શુભ પ્રવૃત્તિનો સૂર્ય ઊગે ત્યારે માનવી તમસૂમાંથી જ્યોતિ તરફ, અસમાંથી સત્ તરફ અને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ પ્રયાણ કરે છે.
જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું જીવન એક ખેલ છે અને પ્રત્યેક વ્યક્તિ એનો ખેલાડી છે. એ વ્યક્તિ ખેલાડીરૂપે સવાર, બપોર અને સાંજ ખેલે જ જાય છે. રાત્રે પણ એ સ્વપ્નના મેદાનમાં રમતો જ હોય છે. રાત-દિવસ આ ખેલ ચાલતો રહે છે. એમાં જીત થાય તો ખેલાડી કૂદી ઊઠે છે, ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. હાર થાય તો લમણે હાથ મૂકી હતાશ થઈને બેસી જાય છે. ચોવીસ કલાક માનવી ખેલાડીના સ્વાંગમાં ઘુમ્યા કરે છે. પ્રાપ્તિ માટે દોડ લગાવે છે. આ મેળવી લઉં કે તે મેળવી લઉં એમ વિચાર કરતો દોડ્યું જ જાય છે. એ જેમ વધુ દોડતો જાય છે તેમ ભીતરથી ખાલી થતો જાય છે. એની સતત દોડ એવી બની જાય છે કે એ પોતે ઊભો રહી શકે છે, તે વાતને જ ભૂલી જાય છે. ભીતરની દુનિયા પર તો એની નજરેય ફરતી નથી. આવી દોડ લગાડનારો માનવી સતત બીજાને જોતો હોય છે, પોતાને નહીં.
પોતાની જાતની એ ફિકર કરતો નથી. બીજાને હરાવવા માટે એ સતત કોશિશ કરે છે. હરીફ પોતાને આંટી જાય નહીં, તે માટે એના પર સતત નજર રાખે છે. એના ડગલાથી પોતે એક-બે ડગલાં નહીં, પણ અનેક ડગલાં આગળ હોય એવા ભાવ સાથે ઊંચા શ્વાસે લાંબી ફાળ ભરતો હોય છે. પોતાના વિજયને બદલે જીવનના મેદાનમાં પ્રતિસ્પર્ધીના પરાજયને માટે દિવસે મહેનત અને રાત્રે ઉજાગરા કરતો હોય છે.
આવી વ્યક્તિએ બીજાને જોતી હોય તે રીતે પોતાની જાતને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીના બદલે એણે અમ્પાયર થવું જોઈએ અને પોતે જ પોતાના ખેલનો નિર્ણય આપવો જોઈએ. એ ખેલાડીમાંથી દર્શક કે નિર્ણાયક થશે એટલે સ્વયં એના જીવનમાં પરિવર્તન આવશે.
14 ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
145
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૪૪ અંતર્યાત્રામાં આવનારા સ્ટેશનની ખબર હોતી નથી
આજુબાજુ ઘેરાયેલી આફતોની વચ્ચે વિરલ ભડવીર કોઈ સાથે ન આવે તોપણ ‘એકલો જાને રે'ના ભાવ સાથે આગળ પ્રયાણ આદરે છે. ચોપાસની મુશ્કેલીઓથી એ સહેજે મૂંઝાતો નથી. પોતાના નિર્ધારિત પથ પરથી સહેજે ડગતો નથી. આવા સાહસ કરતાં પણ વધુ કપરું સાહસ છે માનવીનું ભીતરી પ્રયાણ. બાહ્ય સાહસને માટે નિશ્ચિત રસ્તો હોય છે. જુદાજુદા માર્ગોનો દોરેલો નકશો હોય છે. જ્યારે આત્માના માર્ગે ચાલનાર એકાકીને માટે કોઈ નિર્ધારિત પંથ હોતો નથી કે ચોક્કસ આંકેલો નકશો હોતો નથી. એમાં હોય છે માત્ર પ્રયાણનું સાહસ, પ્રાપ્તિની ઝંખના અને ધ્યેય તરફની એકાગ્ર દૃષ્ટિ.
――
આ માર્ગે વ્યક્તિ જેમજેમ આગળ ધપે છે તેમતેમ એ જ જાળાંઝાંખરાં વચ્ચેથી આગવી, પોતીકી કેડી કંડારતો જાય છે. એ ભીતરના અપરિચિત પ્રદેશને પાર કરતો અગ્ન-ગતિ કરે છે. માર્ગમાં એને અજ્ઞાન અને અંધકાર અવરોધે છે. તૃષ્ણાઓ અને વૃત્તિઓ જકડીને મુશ્કેટાટ બાંધી રાખવાની કોશિશ કરે છે. અવિદ્યા અને દુરિત અને ભયભીત બનાવી પાછા ફરવા કહે છે. આકર્ષણો ને ઉપસર્ગો એને ઘેરી વળે છે. ક્ષણિકની લીલા બધે ફેલાઈ જાય છે અને બાહ્ય સુખોનું માધુર્ય આસપાસ રેલાઈ જાય છે.
સાધક આવી જ્ઞાત દુનિયામાંથી ભીતરની અજ્ઞાત દુનિયામાં પ્રયાણ આદરે છે. આ એવી યાત્રા છે કે જ્યાં એક સ્ટેશન પછી બીજું કયું સ્ટેશન હશે એની ખબર નથી. એક આત્માનુભૂતિ અંતરને કેવો વળાંક આપશે એનો કોઈ અંદાજ નથી. બાહરી દુનિયામાં તો ક્યારેક સાહસ કરવું પડતું પણ આંતરજગતમાં તો પળેપળે નવી પરિસ્થિતિ અને નવા પડકારોનો સામનો કરવો પડે છે. અને એ રીતે એ ભીતરની દિશા ભણી આગળ ધપતો રહે છે અને એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં પ્રસન્ન પ્રકાશમયતાનો અનુભવ થાય છે.
ક્ષણનો ઉત્સવ
146
૧૪૫
એકલા રહેવું, એકલા ઊગવું એ જ એકલવીર
વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસ૨વા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેરઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળ-સ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વેંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે.
જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે અને પોતાનું કોઈ જગત હોતું નથી આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.
ક્ષણનો ઉત્સવ
147
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ભીતરના સ્ટોરમાં હવે જગા નથી તમારા હૃદયમાં તમારો મૃતદેહ પડ્યો છે. એના પ્રાણ નિષ્માણ બની ગયા છે. એના ધબકાર બંધ થઈ ગયા છે. સાવ જડ અને નિચેતન એવો મૃતદેહ છે. કોનો છે એ મૃતદેહ? બીજા કોઈનો નહીં, પણ તમારો.
કારણ એટલું કે તમે જીવો છો બહાર અને હૃદયમાં સુષ્ટિ-સમગ્રનું બજાર ઊભું કર્યું છે. એ બજારમાં જિંદગીની સ્વાર્થમય દોડથી મેળવેલી કેટલીક પુરાણી, ઊખડી ગયેલા રંગવાળી વસ્તુઓ છે. એ બજારમાં તમારું ધન તિજોરી બનીને એના પર ગર્વની ચાવી લગાવીને બેઠું છે. એ બજારમાં સત્તાની ખુરશીની ખેંચતાણ ચાલ્યા કરે છે. સેંકડો લોકોના કોલાહલથી બજાર સતત ગાજતું રહે છે. એમાં કેટલાય ચહેરા આવે છે અને વિલીન થઈ ગયા છે. તમારા એ મૃતદેહની હેઠળ તમારી તૃષ્ણા અને લિસી પડેલી છે. એમાં વેર અને ઝેર, ઈર્ષા અને આવેગ, તૃષ્ણા અને ઝંખના - બધું જ ચાલ્યા કરે છે. એમાં સતત કલહ ચાલે છે..
જેવી બહારની એક દુનિયા છે એવી ભીતરની દુનિયા તમે ઊભી કરી છે. આ બજારના કોલાહલમાં તમે ક્યાંક ખોવાઈ ગયા છો. તમને તમારી જાત દેખાતી નથી કે તમારી વાત સહેજે સંભળાતી નથી. તમે પોતે ક્યાં વસો છો એની કદી ભાળ છે તમને ? ક્યારેક તમારા ભીતરના ‘બજાર’ તરફ નજર કરશો, તો તમને ખબર પડશે કે એમાં તમે કેટકેટલું ઠાંસીને ભર્યું છે. ભંગાર બની ગયેલી વર્ષો પુરાણી વસ્તુઓ એમાં પડી છે. સડી સડીને દુર્ગધ મારતી વિકારોની બદબૂ એમાં ફેલાયેલી છે. વણજરૂરી વાતો અને બિનજરૂરી સંબંધોનો કાટમાળ એમાં પડ્યો છે. ભીતરના સ્ટોરમાં હજી વધુ ને વધુ ચીજ વસ્તુઓ ભરવા ચાહો છો, ક્યાંય જગા મળતી નથી તો મનના પટારામાં એને સાચવીને મૂકો છો. કેટલું ભરશો ?
૧૪૭ – સાહજિક સ્વીકારમાં સર્વજ્ઞતાનું અપમાન લાગે છે
માનવીનું મન વારંવાર વિક્ષુબ્ધ એ માટે રહે છે કે એ કોઈ પણ વાતને સીધેસીધી સ્વીકારી શકતો નથી. તમે એને કહો કે આ મકાન અત્યંત સુંદર છે તો સામેની વ્યક્તિ કહેશે કે, એટલું બધું સુંદર નથી. તમે કહો કે તમે આ જ મકાનની સુંદરતા નિહાળો, તો એ સુંદરતા નિહાળવાને બદલે એની અસુંદરતા કહેવા માંડશે. જો વધુ તક આપશો તો પોતાના અનુભવના ખજાનામાંથી પોતે કેવાં ભવ્ય અને આલીશાન મકાન જોયાં છે તેનો ઇતિહાસ આલેખવા માંડશે.
માનવીનું મન કાં તો તુલનાએ ચડી જાય છે અથવા તો સલાહ આપવા લાગી જાય છે. સામી વ્યક્તિની સાચી વાત હોય તોપણ સાહજિક રીતે વિચારવાનું એને ફાવતું નથી. એ તો વચ્ચે કેટલીય વાતો અને વિગતો લાવશે. આનું કારણ એ છે કે અન્યની વાત સાંભળતી વખતે પણ માનવી પોતાની ધારણા કે માન્યતાને અળગી કરી શકતો નથી. એ વિચારવાને બદલે પ્રતિક્રિયા આપવા કે પક્ષપાત દાખવવા માંડે છે. આને પરિણામે જ વ્યર્થ, તુલનાઓમાં પોતાની ધારણાઓની પકડમાં અને અન્યની વાતનો અસ્વીકાર કરવાની કોઠે પડેલી આદતને પરિણામે માણસ સીધી-સાદી કે સાચી વાત પણ તત્પણ સ્વીકારી શકતો નથી.
કોઈ પણ વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને અપાતો તત્કાળ ઉત્તર એ ઉત્તરદાતાના મનનો અરીસો છે. એ સવાલને એકાગ્ર ચિત્તે સાંભળતો નથી. સાંભળવાની પરવા પણ કરતો નથી. માત્ર એને તો પોતાનું જગતજ્ઞાન કે અનુભવજ્ઞાન પ્રગટ કરવાનો અભરખો હોય છે. વાતના મુખ્ય મુદ્દાને કે વિષયના કેન્દ્રને પ્રગટ કરવાને બદલે એ અંગેનો પોતાનો અભિગ્રહ ઉતાવળે આપી દેશે અને પોતાની સર્વજ્ઞપણાની છાપ ઉપસાવશે. કોઈ પણ વાત કે વિષયના વિચારની સ્વીકારની સહજતા એનામાં નથી અને તેથી એના પર પોતાના વિચારોનું બ્રાન્ડ લગાવીને પ્રત્યુત્તર આપશે.
148
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
149
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૪૮.
— ૧૪૯ *
ઓગળી જઈએ તો જ આનંદપ્રાપ્તિ
રસ્તા પર ચાલતો માનવી ખરેખર રસ્તા પર ચાલે છે ખરો ? એના પગ એ માર્ગ પર આગળ ચાલવાની ક્રિયા કરતા હોય છે, પરંતુ માત્ર પગ જ ચાલતા હોય છે. આખો માનવી ચાલતો હોતો નથી. ચાલતી વખતે જરા, એને જોશો તો એ મનથી કહ્યું કે વિચારતો હોય છે. એ વિચારને આધારે ચાલવાની સાથે હાથ વીંઝતો હોય છે અને હોઠ ફફડાવતો હોય છે. ચાલતી વખતની માણસની ચેષ્ટા એના અંદરના વિચારની ચાડી ખાતી હોય છે. એનું રસ્તા પરનું ચાલવું એ માત્ર બાહ્ય ક્રિયા છે, એની અંદર-ભીતરમાં બીજું ઘણું જ ચાલતું હોય છે.
ભોજન કરવા બેઠેલી વ્યક્તિને જ રા ઝીણવટથી જોશો તો એ કોળિયા ખાતી હોય છે, પણ એનું મન તો કોળિયામાં કે ભોજનમાં હોતું નથી. માત્ર ભજનના સ્વાદની પરીક્ષા કરવા માટે એ જ્યારે પ્રયાસ કરે છે, એટલી જ ક્ષણ એનું મન ભોજનમાં ૨ત હોય છે. બાકીનો બધો સમય એ મોંમાં કોળિયો મુકતી હોય છે, પણ યંત્રવત્ રીતે, એનું મન સાવ જુદી જ બાબત વિચારતું હોય છે. આ રીતે માણસને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે કે એ જે કંઈ કરે છે તે ઉપર-ઉપરનું છે, ક્રિયામાત્ર છે.
એનો આ દ્વિમુખી ભાવ એને ચાલવાનો આનંદ કે ભોજનની મજા આપતો નથી. એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન રહે છે અને તેથી એ એકાગ્રતા સાધી શકતો નથી. પરિણામે એ ભોજન કરે છે ત્યારે એને દુકાનના વિચારો આવે છે અને દુકાને જાય છે ત્યારે ભોજનના વિચારો સતાવે છે. જે કાર્ય કરે તેમાં ડૂબી જતો નથી તેથી એના આનંદથી વંચિત રહે છે. ઘરમાં કે બહાર વ્યવસાયમાં કે અધ્યાત્મમાં સઘળે આ એકલક્ષિતા ફળદાયી બનતી હોય છે. જે ડૂબી જાય છે તે જ એકલલિતા કેળવી શકે છે.
જીવતા દેહને સતત સળગાવનારી ચિતા તમે રાત-દિવસ ચિંતાથી ઘેરાયેલા રહો છો ? તમારું મન આ પ્રકારની કે તે પ્રકારની ચિંતાથી વિહ્વળ રહ્યા કરે છે ? ભૂતકાળની ચિંતા, ભવિષ્યની ફિકર અને વર્તમાનની અકળામણ તમારા મનને સતત પરેશાન કરે છે. જાણે જીવનનો પર્યાય જ છે ચિંતા ! સવાલ એ જાગે કે આ ચિંતા કેમ કેડો જ છોડતી નથી ! પરંતુ તમારી આ ચિંતાઓમાં કેટલીક ચિંતા એવી છે કે જે વ્યર્થ અને અર્થહીન છે. અમુક પરિસ્થિતિને તમે બદલી શકો તેમ નથી, છતાં તેને માટે ચિંતા કર્યે જાવ છો. માણસની પ્રકૃતિને તમે ફેરવી શકો તેમ નથી, છતાં એની કોશિશમાં ડૂબેલા છો. સમાજની તરાહ કે દેશનાં દૂષણોની ફિકર કરીને કરીશું શું ? આમ ચિંતા કરીને સમય અને જીવનને વ્યર્થ બરબાદ કરશો નહીં. ચિતા માનવીના મૃતદેહને જલાવે છે. પણ એ પૂર્વે ચિંતાએ એના જીવંત દેહને કેટલીય વાર જીવતો સળગાવ્યો છે.
ક્યારેક વર્તમાનની સમસ્યાએ એનામાં ચિંતા ઊભી કરી છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાએ એનામાં ચિંતાનું સર્જન કર્યું છે. ચાલીસ વર્ષના માનવી પાસે ચારસો વર્ષ ચાલે તેટલું ચિંતાનું ભાથું હોય છે. વળી એ પોતાની ચિંતા બીજાનેય ઉધાર આપતો રહે છે.
બીજી બાબત એવી છે કે જેને તમે ફેરવી શકો છો, બદલી શકો છો, તેની ચિંતા છોડીને તેને એના પરિવર્તનના કામમાં મંડી પડો ! ચિંતા કરવાને બદલે અમલનો વિચાર કરો. ચિતા મનનો બોજ સતત વધારતી રહે છે. ચિતા તો નાની હોય છે, પણ એનો જ વિચાર કરવાને કારણે દસ ગણી મોટી થઈ જાય છે ! મૂળ પ્રશ્ન નાનો હોય, પણ ચિતાને કારણે મહાપ્રશ્ન બની જાય છે, માટે ચિંતાને તમારા જીવનમાં યોગ્ય સ્થાન આપો. ક્યાં છે એ ચિંતાનું તમારા જીવનમાં સ્થાન ? એનું સ્થાન છે તમારા જીવનની બહાર !
150
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
151
Page #82
--------------------------------------------------------------------------
________________ 150 તથ્યને સત્ય માનીને અનિષ્ઠો સર્યા ! તથ્યને સત્ય માનવાને કારણે કેટકેટલી ભ્રાંતિ સર્જાઈ છે. વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસાર વ્યવહારના અનુભવોમાંથી તારવેલ નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઈને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલાં તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે. વ્યક્તિ ઘણી વાર આવાં તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ અને ખ્યાલો અનુયૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે. તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાના ખ્યાલો જોડાયેલા હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઈ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે. પરમની પ્રાપ્તિ છે. સામાજિક વિચારધારામાં કે ધાર્મિક પરિસ્થિતિમાં તથ્યને સત્ય માની લેવાને કારણે પારાવાર અનિષ્ટ સર્જાયો છે. તથ્યને જુદા જુદા વાઘા પહેરાવી શકીએ છીએ. જુદાજુદા વેશથી શણગારી શકીએ છીએ. સતીના કુરિવાજને સ્વર્ગપ્રાપ્તિના સિંહાસને બેસાડી શકીએ છીએ. ગઈકાલના તથ્યને વળગી રહીને ધર્મોમાં સત્યનો દ્રોહ થતો હોય છે. તથ્ય બહુરૂપી છે જ્યારે સત્ય કોઈ વેશ કે કોઈ આવરણનો સ્વીકાર કરતું નથી. 152 ક્ષણનો ઉત્સવ