________________
૩૬
૩૭
કર્મયોગ'ના દેશમાં કર્મ-વટો જોવા મળે છે !
આંખથી વાતચીત કરીએ ! વાતચીત એ શબ્દની કલા નથી. એમાં બિચારા શબ્દોનો ફાળો તો માત્ર સાત ટકા જેટલો જ છે. શાકમાં માંડ મીઠા જેટલો ! વાતચીતની કલાની અર્ધાથી વિશેષ સફળતા એ તમારા હાવભાવ અને શારીરિક ચેષ્ટા પર છે. વાત કરતી વખતે તમે કઈ રીતે તમારા ચહેરા પર ભાવ લાવો છો, કઈ રીતે માથું હલાવો છો, કઈ રીતે સામી વ્યક્તિની આંખમાં આંખ પરોવો છો, કઈ રીતે તમે બેઠા છો, કેવો તમારો દેખાવ છે અને કેવા તમારા હાવભાવ છે - આ બધું મહત્ત્વનું છે.
વખત આવ્યે તમે એની સાથે કઈ રીતે હાથ મિલાવો છો અથવા તો કઈ રીતે એની પીઠ થાબડો છો. સ્પર્શ પણ તમારી વાતચીતનો પ્રભાવક અંશ છે. સાત ટકા શબ્દોના અને પંચાવન ટકા ચેષ્ટાના, તો બાકીના આડત્રીસ ટકાનો આધાર શેના પર ?
એ છે તમારી બોલવાની રીત પર. તમે વાતચીત કરતી વખતે કયા મુદ્દા પર વધારે ભાર કે ઝોક આપો છો અને તેને કઈ રીતે અભિવ્યક્ત કરો છો તે મહત્ત્વનું છે. વળી બોલતી વખતે તમે કઈ રીતે તમારી લાગણીઓ એમાં મૂકી શકો છો તે બાબત મહત્ત્વની છે એટલે કે તમારા શબ્દોની ગતિ, ઉચ્ચારણની શૈલી, વાણીની ગતિ, ચહેરા પર ભાવની અભિવ્યક્તિ, લયનો આરોહ-અવરોહ – એ બધું તમારી વાત પહોંચાડવામાં મહત્ત્વનું બને છે.
વાતચીત એ માત્ર કાનની કલા નથી, પણ આંખનીય કલા છે. એની આંખો પણ સામી વ્યક્તિની આંખ સાથે વાતો કરતી હોવી જોઈએ. કાન અને આંખના સંવાદ દ્વારા એ વ્યક્તિની વાત બરાબર સમજાશે અને એને યોગ્ય પ્રતિભાવ આપી શકાશે.
વ્યક્તિના કાર્ય કે વ્યવસાય પ્રત્યેનો અભિગમ એ જ એની સફળતા કે નિષ્ફળતામાં નિર્ણાયક બનતો હોય છે. ઘણી વ્યક્તિઓ ‘ક્યાં આમાં આવી પડ્યા ?' એવા ભાવથી કમને વ્યવસાય કરતી હોય છે અને નિસાસા નાખીને જિંદગીને વૈતરું બનાવતી હોય છે.
કેટલાક માત્ર ઘડિયાળના કાંટે વ્યવસાય કરતા હોય છે. ઑફિસમાં જઈને બેસે અને સમય પૂરો થવાની રાહ જુએ. એમની દૃષ્ટિ કાર્યને બદલે ઘડિયાળના કાંટા પર કરેલી હોય છે. કેટલાક પોતાના કામ પ્રત્યે વંચના કરતા હોય અથવા તો પ્રમાદથી તુમારશાહી ઢબે વર્તતા હોય છે. કર્મચારીને શોધવા માટે કૅન્ટીનમાં જવું પડે. કર્મચારી બહાર ગયા હોય, તો સહકર્મચારી કહે કે હમણાં આવે છે. બીજા કાર્યાલયમાં કામે ગયા છે. આગંતુ ક કેટલી દૂરથી આવ્યો છે કે આ એનો કેટલામો ધક્કો છે, તે કોઈ વિચારતું નથી.
કર્મયોગમાં માનતા દેશમાં ‘ કર્મ'ની બાબતમાં પારાવાર જૂઠાણાં જોવા મળે છે. ઘણી વાર વ્યવસાય એ ઉજાણીનું સ્થળ બની જાય છે. આવી પ્રમાદી, લહેરી વ્યક્તિઓ ‘ચેપી’ હોય છે. આવી વ્યક્તિઓ જે જગાએ હોય તેમાં કાં તો સંતોષ માને છે અથવા તો પરિસ્થિતિ પ્રત્યે અસંતોષ રાખીને કાર્ય કરે છે. પોતાના કાર્યક્ષેત્ર કે વ્યવસાય તરફના લગાવના અભાવે આવી વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકતી નથી. એ એક જ સ્થળે ઠરીને ઠામ થઈ જાય છે અને સમય જતાં સ્વયં એ પરિસ્થિતિનો શિકાર બની જાય છે.
“આટલી ઉંમર સુધી કશું કામ કર્યું નહીં, હવે ક્યાંથી થાય ?" એવો ભાવ અનુભવે છે. સામાન્ય માનવી અસાધારણ ઉદ્યોગપતિ બને છે એની પાછળનું કારણ એની કાર્યનિષ્ઠા છે. કાર્યનિષ્ઠા નહીં ધરાવનાર વ્યક્તિ સામાન્ય કાર્યથી કે વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ બનીને, સ્થગિતતાથી જીવે છે.
38
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
39