________________
- ૩૯ વ્યસનને પોતાની સ્ટાઇલ' હોય છે
– ૩૮ બનાવટી ગુસ્સો બૂમરેંગ પણ થાય જીવનમાં ગુસ્સો કે થોડો ક્રોધ હોવો જોઈએ, એની સાચા દિલથી વકીલાત કરનારા કહે છે કે જીવનમાં થોડો ગુસ્સો જરૂરી અને માર્ગદર્શક છે. બાળકો પર ગુસ્સો કરીને એમને શિસ્તમાં લાવી શકાય છે. જો એ બાળકોને એમ લાગે કે ગમે તેવું કરવા છતાં માતાપિતા કોઈ પ્રકારે ગુસ્સે થવાનાં નથી, તો એ બાળકો ‘વંઠી જાય છે એવો ઘણાને ખ્યાલ હોય છે. આમ માનનારા લોકો બાળકોને ઠપકો આપવાને બદલે એના પર ગુસ્સો કરીને એને ‘યોગ્ય માર્ગો’ વાળવા કોશિશ કરે છે.
હાથે કરીને કે સમજી-વિચારીને ગુસ્સો કરવો અને ગુસ્સો થઈ જવો એ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. કેટલીક વ્યક્તિઓ આવો બનાવટી ગુસ્સો દર્શાવવાની કોશિશ કરતી હોય છે, પરંતુ હકીકતમાં આવો કૃતક ગુસ્સો એ આગ સાથે ખેલ ખેલવા જેવો છે.
બાળકો કે પત્ની પર માત્ર બહારથી ગુસ્સો કરનાર પોતાના હૃદયને ગુસ્સાથી કેટલું દૂર રાખી શકે છે એ પ્રશ્ન છે. ઘણી વાર નકલી ગુસ્સા અને અસલી ગુસ્સા વચ્ચેની ભેદરેખા લોપાઈ જતી હોય છે. સમય જતાં આ કૃતક ગુસો પણ સામેની વ્યક્તિના મન પર દુપ્રભાવ પાડતો હોય છે.
દોરડા પર ચાલતી વખતે નટ જે પ્રકારે સમતોલન સાધે, એ રીતે ગુસ્સો કરનારે સમતોલન સાધવાનું હોય છે અને ગુસ્સાનો ઉપયોગ કરવા જતાં ગુસ્સો એનો ઉપયોગ કરી જતો નથી એની તકેદારી રાખવી પડે છે. એની કલ્પના પણ ન હોય એ રીતે આવો કૃતક ગુસ્સો કરવા જતાં એ ખુદ ગુસ્સામાં સરી પડે એવો ભય હોય છે. બનાવટી ગુસ્સાના હથિયારનો ઉપયોગ કરતી વખતે સો વાર વિચાર કરવો જોઈએ. આ એવું હથિયાર છે કે એ બૂમરેંગ થાય, તો તમારી સાચી પ્રકૃતિને પણ હણી નાખે છે.
મહેમાન તરીકે થોડી જ ક્ષણો ઘરમાં વસવા આવતી કુટેવો સમય જતાં આખું ઘર પચાવી પાડે છે. ખરાબ ટેવ રમતાં રમતાં આવે છે અને પછી ધીરે ધીરે એ વ્યક્તિના જીવન સાથે ઠંડો મરણખેલ ખેલવા લાગે છે. સારી ટેવો સભાન પ્રયત્ન માગે છે. એને કેળવવા માટે વ્યક્તિએ મહેનત કરવી પડે છે. એને જીવનમાં સ્થાપવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે, પરંતુ એના પરિણામરૂપે વ્યક્તિ એનું જીવન શાંતિ, સ્વસ્થતા અને સરળતાથી જીવી શકે છે. સારી ટેવો એ સારા મિત્ર જેવી છે.
કોઈ પણ ટેવ પાડતી વખતે એના અંતનો વિચાર કરવો. વ્યક્તિ બચતની ટેવ પાડે ત્યારે એણે કપરા દિવસોમાં ઉપયોગી બનનારી આર્થિક જોગવાઈનો વિચાર કરવો, એ વિવેક, સૌજન્ય કે હસમુખાપણું કેળવે, તો એને પરિણામે એના જીવનને મળનારી વ્યાપક દૃષ્ટિનો વિચાર કરવો. તમાકુ કે ગુટખાનું સેવન શરૂ કરતી વખતે વ્યક્તિએ જડબાના કૅન્સરનો વિચાર કરવો.
ઘણી વાર ખરાબ ટેવ ભભકભર્યો આકર્ષક પોશાક પહેરીને આવતી હોય છે. કોઈ એમ કહે કે શરાબ પીઉં છું, પરંતુ ક્યારેય છાટકો બની જતો નથી. કોઈ એમ કહે કે સિગારેટ પર એટલો કાબૂ કે ગમે તે થાય, તોપણ દિવસના એક પૅકેટથી વધુ પીતો નથી. કોઈ એમ કહે કે ગમે તેટલું થાય તોપણ ગુટખાની એક પડીકીથી બીજી પડીકી ખાતો નથી. આમ કુટેવને પોતાની આવડત કે સંયમ બતાવવાનો માર્ગ બનાવનારા લોકો ચાલાકીથી કદાચ અન્યને છેતરી શકે છે, પણ પોતાની જાતને અને થનારા જીવલેણ રોગને છેતરી શકતા નથી. વ્યક્તિ એની આદતને કારણે વ્યસન માટે ખર્ચ કરતી હોય છે અને પછી એની આદત એની જીવનશૈલી પર સવાર થઈ જતી હોય છે. વ્યસન એ જ એના જીવનનું કેન્દ્ર અને આધાર બની જાય છે.
40
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
41