________________
- ૬૨
રોજ સોનેરી સવાર ઊગે છે !
ઉ3 મન શયન કરે, તો નિદ્રા આવે !
સવારે નિદ્રાત્યાગ કરતી વખતે તમારી મનઃસ્થિતિ કેવી હોય છે ? કેટલીક વ્યક્તિઓ પથારીમાંથી ઊઠતાં પૂર્વે ઘણો લાંબો સમય આળસ સાથે આળોટ્યા કરે છે. કેટલાક જાગ્યા પછી પથારીમાં પડ્યાપડ્યા તંદ્રાવસ્થામાં અધકચરાં સ્વપ્નોની મોહનિદ્રામાં ડૂબી જતા હોય છે. કોઈકને વળી ઊંઘ પૂરી થયા બાદ પથારીમાં પડ્યાપચા લાંબા સમય સુધી આસપાસના અવાજો સાંભળવાની આદત હોય છે. કેટલાકે આખી રાત ગાઢ નિદ્રા નથી આવી, તેના વસવસા સાથે પથારીમાં પડયા રહે છે અને પછી માંડમાંડ કોઈ હાથ ખેંચીને ઉઠાડતું હોય તેમ ઊઠે છે.
રાતભર સ્વપ્નોની સૃષ્ટિમાં ૨મણભ્રમણ કર્યા પછી થાકેલા મનથી એ આંખ ખોલે છે અને વીતેલાં સ્વપ્નોનો બોજ એના મન પર ટીંગાયેલો હોય છે. આ બધી બાબતો એ વ્યક્તિના સમગ્ર દિવસની કાર્યશક્તિ પર અસર કરતી હોય છે, જેના દિવસનો આરંભ વિષાદથી થાય છે અને વિષાદમાંથી બહાર નીકળવા માટે આખેઆખી સવાર જોઈએ છીએ. સૂર્ય મધ્યાહ્ન આવે ત્યારે એનો ‘મૂડ’ બરાબર થાય છે. સવારની ક્ષણો સમગ્ર દિવસને ઘાટ આપતી હોય
આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સૂએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથું ઓશીકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં આવેલું મન તો બજારની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી દુકાનનો હિસાબ અધૂરો છે. એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાઓનું પરિભ્રમણ ચાલતું હોય છે.
એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન થતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલાં એ પોતાની ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઊંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે .
વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેય અનિદ્રાનો રોગ લાગુ પડ્યો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયાં મારવાં પડે છે. હકીકતમાં એનું મન તરફડિયાં મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.
માનવી શયન કરે એટલે નિદ્રા ન આવે. એનું મન શયન કરે, ત્યારે નિદ્રા આવે. જાગતું-દોડતું મન સૂતેલા માણસને જાગતો-દોડતો રાખે છે. થાકેલા શરીરનો, શોકગ્રસ્ત મનનો અને વ્યસ્ત જીવનનો કોઈ વિસામો હોય તો તે નિદ્રા છે.
વ્યક્તિ આંખ ખોલે એ સાથે એણે મનોમન વિચારવું જોઈએ કે આજનો દિવસ એવો ઊગ્યો છે કે જેવો સુંદર દિવસ મારા જીવનમાં પૂર્વે કદાપિ ઊગ્યો નથી. આજની સવાર આયુષ્યની એક અનોખી સવાર છે, જેને કારણે આજે મારો આખો દિવસ સરસ જશે. પ્રારંભની ક્ષણોને જે આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે એનો દિવસ આખો આનંદની રંગોળી બની રહે છે. પ્રત્યેક દિવસ સોનેરી તક લઈને તમારી સામે આવે છે. પ્રત્યેક ઉષા જીવનમાં નૂતન ઉપાનું સર્જન કરે છે.
64
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
65