________________
- ૮૩ ભયને બદલે ધ્યેય પર દષ્ટિ ઠેરવીએ !
૮૨ જગત જાકારો આપે ત્યારે મૈત્રી માત્ર આવકારો આપે !
મૈત્રી ત્યારે જ ટકે કે જ્યારે એમાં વિચારો કે દલીલોની ચડઊતર થતી હોય. સંબંધો ત્યારે જ દૃઢ થાય કે જ્યારે એકબીજા સાથે વિચારવિમર્શ થતો હોય અને એમાંથી કશુંક તારણ મેળવાતું હોય. મૈત્રી એટલે માત્ર સંબંધ બાંધવો એટલું નથી. એ તો એનું પહેલું પગથિયું છે. એ પછી એનું બીજું પગથિયું છે તે સંબંધને મજબૂત કરવો અને ત્રીજું પગથિયું છે મૈત્રીને સાતત્યપૂર્ણ રીતે જાળવવી.
સંબંધ બાંધવામાં વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. મૈત્રી બાંધતી વેળાએ એ ઝાઝો વિચાર કરતી નથી. ક્યાંક મળવાનું બને, હોટેલ કે સિનેમામાં જવાનું થાય અને મૈત્રી બંધાઈ જાય, પરંતુ આવી મૈત્રી ક્ષણભંગુર એ માટે હોય છે કે એની પાછળ વિચાર કે સમજનો કોઈ મજબૂત પાયો હોતો નથી. આથી મૈત્રી બાંધવા કરતાં પણ એ મૈત્રીની ઇમારતનું ઘડતર કરવું મહત્ત્વનું છે અને એ ઘડતર કરવા માટે વિચારોને મુક્ત આદાન-પ્રદાન આવશ્યક છે.
- મિત્રને સાચી વાત કહેવાની હિંમત તો હોય, પરંતુ એથીય વધુ એને દુઃખ પહોંચાડે એવી કડવી વાત કરવાનો છોછ રાખવો જોઈએ નહીં, કારણ કે મૈત્રીના આ ચણતરમાં ઘણી મહેનત કરવી પડે છે. વળી મૈત્રીને જાળવવાનું કામ ઘણું કપરું છે.
ક્યારેક પ્રારંભમાં કોઈ આકર્ષણને કારણે મૈત્રી બંધાઈ જાય, પરંતુ એ પાછી થોડાક સમયમાં ભુલાઈ જતી હોય છે. જ્યારે સાચી મૈત્રી એ સાતત્યપૂર્ણ હોય છે અને તે જીવનભર ટકનારી હોય છે. દુનિયા આખી જાકારો આપે ત્યારે મૈત્રી એને આવકાર આપે છે. આંખ જેમ જગતને બતાવતી હોય છે, હાથ જેમ શરીરનું પ્રિય કરે છે એવી સાહજિકતા મૈત્રીમાં હોવી જોઈએ અને એવી મૈત્રી વ્યક્તિને માટે જીવનમાં આનંદ અને ઔષધ બંને બની રહે છે.
ક્ષણેક્ષણ ચોપાસ ભયનો વિચાર કરનારી વ્યક્તિનું ચિત્ત ભયના ખજાના જેવું હોય છે. એ કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે એમાં આવનારા ભયથી ગ્રસિત બની જાય છે. પહેલી વાર વિમાનનો પ્રવાસ કરે, તે પહેલાં એ મનમાં કેટલીય ગડમથલો અને ભય સેવતી હોય છે. એ વિચારે છે કે આ વિમાનના પ્રવાસમાં વૉમિટ થશે તો શું થશે ? એ વિચારે છે કે આ વિમાનને અકસ્માત થશે તો શું થશે ? આમ કાર્ય કરતાં પૂર્વ ભયનો વિચાર કરવાની મનને આદત હોય છે. આવી આદતને પરિણામે ઘણી વ્યક્તિ કાર્ય કરવાનું માંડી વાળે છે.
સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરતાં પૂર્વે એવું વિચારે છે કે એ સફળ માનવીએ કેટલીબધી નિષ્ફળતાઓ મેળવી હતી. આવી નિષ્ફળતા મને મળે તો શું થાય ? એના કરતાં આવી માથાકૂટ છોડી દેવી બહેતર છે. એ કોઈ સજ્જન કે સંત બનવાનું વિચારતી નથી, કારણ કે એને આવા સજ્જનો અને સંતોએ જીવનમાં અનુભવેલાં કષ્ટો જ ભયભીત કરનારાં લાગે છે.
કોઈ પણ કાર્ય પૂર્વે એનું મન શક્ય કે અશક્ય એવા કેટલાય ભયથી ગભરાઈ જાય છે અને પછી એ કાર્યની સિદ્ધિનો વિચાર માંડી વાળે છે, અરે ! કાર્ય કરવાનો વિચાર જ માંડી વાળે છે. મનમાં માત્ર આવનારા ભયનો વિચાર કરે છે. વળી, એ કાર્ય કરવાનું બંધ કરીને મનમાં એ કાલ્પનિક ભયથી બચી ગયાનો આનંદ અનુભવે છે. જેમણે ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવ સર કર્યા હશે, અવકાશમાં ઊંચે ઊંચે ઉડ્ડયન કર્યો હશે એવી વ્યક્તિઓ કાર્યનો વિચાર કરતી હોય છે, ભયનો વિચાર કરતી નથી. આમ ભયનો બહુ વિચાર કરવાને બદલે કાર્ય પર લક્ષ્ય ઠેરવવું જોઈએ. વિચાર કરવાથી ભય દૂર થશે નહીં, પ્રયાસ કે પ્રવૃત્તિ કરવાથી દૂર થશે.
84
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
85