________________
૨૭
૨૬. તમારા “સ્ટ્રેસ'ની ચાવી તમારી પાસે છે !
અતિ વ્યસ્તતાને લીધે કે કામના અતિ દબાણ હેઠળ ‘સ્ટ્રેસ અનુભવતી વ્યક્તિ બોલી ઊઠે છે કે “મરવાનો પણ ક્યાં સમય છે ?’ એક પછી એક કામ ઝડપથી પૂર્ણ કરતાં અને છતાં જેમનાં કામ કદી ખૂટતાં નથી એવી વ્યક્તિઓએ શરીર-મનની શક્તિને હાનિકારક ‘સ્ટ્રેસમાંથી બચાવવા માટે પોતાનાં દૈનિક કાર્યોની યાદી તૈયાર કરવી જોઈએ અને એનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીને વર્તમાન જીવનમાંથી કઈ બાબતોને દૂર કરી શકાય તેમ છે તેનો વિચાર કરવો જોઈએ.
માણસ ઘણી વાર તદ્દન બિનજરૂરી એવી પ્રવૃત્તિ કરતો હોય છે. ક્યારેક જરૂરી પ્રવૃત્તિમાં એ વધુ પડતો સમય બરબાદ કરતો હોય છે. કામ દેસ મિનિટનું હોય, પણ એનો પ્રારંભ કરે ત્યારે એને કામના કાગળો મળતા ન હોય. કાગળો મળે તો એ વિષયમાં કોઈની સલાહ લેવાની હતી એ સલાહ લેવાનું ભૂલી ગયો હોય છે. એ પછી જેમની સલાહ લેવાની હોય એમનો ઇમેઇલ આઈ.ડી. હાથ લાગતો નથી. આમ દસ મિનિટના કામના પ્રારંભ પૂર્વે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ખર્ચાય છે.
દસ મિનિટના કામ માટે એનો કલાક વીતી જાય છે. કામ પૂર્ણ થયે સામી વ્યક્તિને તત્કાળ, પરંતુ સૌજન્યપૂર્વક રજા આપવાની કળા હાંસલ કરવી જોઈએ. કેટલીક માનસિક અને શારીરિક અવ્યવસ્થિતતા પણ સમય બરબાદ કરે છે. વળી બિનજરૂરી, શક્ય ન હોય, તેવી વાત અંગે સ્પષ્ટ ‘ના’ કહેવાની શક્તિ હોવી જોઈએ. અસ્વીકારનું આ કાર્ય ક્યારેક અઘરું લાગે, પરંતુ વ્યક્તિ એક વાર ‘હા’ કહે એટલે એના શિરે ઘણી મોટી જવાબદારી આવી જાય છે. ‘ના’ પાડવાની અશક્તિ એ અતિ વ્યસ્તતા અને મુશ્કેલીઓને બોલાવતી નિમંત્રણપત્રિકા છે. જીવનને સાદું, સાહજિક અને યોજનાબદ્ધ રાખવાથી માનસિક તનાવના પ્રસંગો ઓછા ઊભા થશે. તમારા ‘સ્ટ્રેસની ચાવી તમારી પાસે છે.
કાર્ય પ્રસન્નતા આપે અને પીડાકારક પણ બને !
પોતાના રોજિંદા કામ કે વ્યવસાયથી થાકીને લોથપોથ થઈ ગયાની ફરિયાદ કરનારા તમને અનેક મળશે. કામ પૂરું થાય, ત્યારે પોતાની સઘળી શક્તિઓ નિચોવાઈ ગઈ છે એમ કહીને ઊંડો નિસાસો નાખનારા પણ ઘણા મળશે. સાંજે દિવસભરના કામને કારણે અકળામણ અનુભવતા કે વારંવાર ચિડાઈ જતા લોકો પણ નજરે પડશે. નોકરી, કાર્ય કે વ્યવસાય કરતાં સઘળી શક્તિ ખર્ચાઈ જાય છે એમ માનવામાં આવે છે, પરંતુ કાર્યમાંથી શક્તિ મેળવવાનો કસબ ભુલાઈ ગયો છે. કાર્ય જ સ્કૂર્તિ, ઉત્સાહ અને આનંદનું કારણ બની શકે. સમ્યગું કાર્ય ઇચ્છાપૂર્તિ, પ્રસન્નતા, આનંદ અને દુ:ખમુક્તિનો ઉપાય છે, પરંતુ સમ્યગું કાર્ય જો સમ્યગુ વિચાર વિના કરવામાં આવે, તો એ પારાવાર ચિંતા, અપાર ગુસ્સો, અકળ બેચેની, અઢળક આપત્તિ અને ઘોર નિષ્ફળતાનો ઉત્પાદક છે.
પ્રથમ કામની ચિકિત્સા કરવાની જરૂર છે. કેટલીક વ્યક્તિઓ મનમાં કોઈ તરંગ જાગે, પછી એ તરંગને સાર્થક કરવા માટે આંખો મીંચીને કામે લાગી જાય છે. કેટલાકને અમુક પ્રકારનું કામ કરવાની તીવ્ર વૃત્તિ હોય છે અને તેથી એ પ્રકારનું કામ જુએ એટલે એ કાર્યના કૂવામાં આંખો મીંચીને કૂદકો મારે છે. કેટલાક કોઈ ઘેલછાને આધારે અમુક કામ કરવા દોડી જતા હોય છે.
આમાં પ્રારંભે એના દિલમાં અથાગ ઉત્સાહ હોય છે, પરંતુ જેમ જેમ એ કામમાં ડૂબતો જાય, તેમ તેમ મુશ્કેલીઓ એને મૂંઝવવા લાગે છે અને પછી માથે લીધેલું કામ પૂરું કરવા માટે વેઠ કરતો હોય એવો અનુભવ કરે છે. પક્વ વિચાર અને દઢ સંકલ્પ સાથે કરેલું કામ એ અંતે આનંદભરી યાત્રા બની રહે છે. આવી વ્યક્તિ એ કામ કરતાં થાકી જાય ખરી, કિંતુ એનો થોક પણ એને સંતોષદાયી બને છે. કાર્યના સ્વરૂપ વિશેનું યથાર્થ ચિંતન જ કાર્યમાંથી પ્રસન્નતા કે પીડા જન્માવનારું હોય છે.
28
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
29.