________________
- ૫૧
૫૦ જીવનના સ્થિર સરોવરમાં લીલ બાઝી જશે ! વહેતા ઝરણાનું જળ અને સ્થિર સરોવરનું પાણી જોઈએ એટલે ખ્યાલ આવશે કે વહેતા ઝરણા પાસે ક્યાંક પહોંચવાનું ધ્યેય છે અને એ માટે એને આસપાસના ખડકો સાથે અથડાવું પડે છે. કિંતુ એ અથડાઈને-પછડાઈને પોતાનો માર્ગ કરતું આગળ વધે છે. બંધિયાર સરોવરને ક્યાંય પહોંચવાનું નથી. એનાં જળ પલાંઠી લગાવીને, જાણે એક જ આસને સ્થિતપ્રજ્ઞ બનીને બેસી રહે છે. ઝરણાની માફક ધ્યેય ધરાવનારના માર્ગમાં અવરોધો તો આવવાના જ. ધ્યેયસિદ્ધિના પ્રયત્નમાં એવી પણ પરિસ્થિતિ ઊભી થાય કે એનું મન ચળવા લાગે. એવી પણ હતાશા જાગે કે કરેલો સઘળો પુરુષાર્થ શુન્ય લાગે. એવો વિષાદ થાય કે ધ્યેયપ્રાપ્તિની મથામણ છોડીને નિરાંતે ચૂપચાપ એકાંતમાં બેસી જવાનું મન થાય.
ધ્યેયસિદ્ધિ માટે પ્રયત્ન કરનારને આવું તો થવાનું જ . ઝરણાંનાં જળને ચારે બાજુથી અકળાવાનું, સહેવાનું કે અવરોધાવાનું આવે છે. દરેક સમય પણ સરખો હોતો નથી. ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતા મળતાં વધુ થપાટો ખાઈને આગળ વધવું પડે છે. ક્યારેક અણધારી સફળતા મળે છે, તો ક્યારેક એકાએક નિષ્ફળતા નજર સામે આવીને ઊભી રહે છે. આવે સમયે ધ્યેય પ્રતિ ગતિ કરતી વ્યક્તિ એ નકારાત્મક વિચારોને અળગા કરીને પોતાની આગેકૂચ જારી રાખે છે.
મંજિલ પર પ્રગતિ સાધવા માટે કરેલી એક વ્યુહરચના નિષ્ફળ જાય, તો નવી બૂહરચના કે નવા અભિગમનો વિચાર કરવો જોઈએ. આ રીતે ધ્યેયપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારના જીવનમાં પારાવાર મુશ્કેલી તો આવવાની, પણ ધ્યેય સુધી પહોંચવા માટે એ મુશ્કેલીઓનો સામનો કરવાનું એટલું જ અનિવાર્ય બનવાનું.
ભીતરના કુરુક્ષેત્રમાં વિજય મેળવવો કપરો છે !
બહારના દુશ્મનને પરાજિત કરવા કરતાં અંદરના દુમનને હરાવવો વિશેષ કઠિન છે. બહારના દુશ્મનને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ એના કયા ભાગ કે સ્થાન પર પ્રહાર કરવો એ નક્કી કરવું આપણે માટે સરળ હોય છે. એની નબળી કડી આપણે જાણતા હોઈએ છીએ અને તેથી એને હરાવવો આપણે માટે આસાન હોય છે. અંદરનો દુશમન અદૃશ્ય હોય છે અને પહેલાં તો એને શોધી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે.
ક્યારેક એ એટલી સૂક્ષ્મ રીતે પ્રવર્તતો હોય છે કે એના સાચા રૂપને પામવું આપણે માટે ઘણું કપરું હોય છે, જેમ કે હૃદયમાં અહંકારનું પ્રવર્તન એટલું સૂક્ષ્મ રીતે થતું હોય છે કે ઘણી વાર વાણીમાં નમ્રતા હોય, કિંતુ એની પાછળ એક પ્રકારનો અહંકાર હોય છે. બહારના દુશ્મન પર એક વાર પ્રહાર કરીને એનો નાશ કરીએ એટલે કાર્ય કે વાત પૂર્ણ થાય. પરંતુ અંદરનો દુમન એક વાર મહાત થયો હોય તોપણ ફરી કઈ રીતે બહાર આવશે તે કહી શકાતું નથી.
એક વાર વાસના પર વિજય મેળવ્યો હોય, તેથી એમ માની શકાય નહીં કે અંદરના દુશ્મનનો નાશ થયો છે. ફરી બીજી વાર કોઈ સંજોગો કે ઉદ્દીપકો જાગતાં વાસનારૂપી દુમન સળવળી ઊઠે છે અને આપણા પર પુનઃ આક્રમણ કરે તેવું બને છે, આથી અંદરના દુશ્મન પર સતત ચોકીપહેરી રાખવો પડે છે અને એનાં નિમિત્તો અને ઉદ્દીપકો વિશે પણ સહેજે ગાફેલ રહેવું આપણને પરવડે નહીં. ઘણી વાર બહારના અનેક દુશ્મનોને હરાવનાર અંદરના દુશ્મનોથી મહાત થતો હોય છે. ભયાનક સંગ્રામો ખેલીને વિજય મેળવનાર પણ અંદરના દુમન આગળ વામણો પુરવાર થાય છે. દુય સંગ્રામમાં હજારોને જીતનાર કરતાં એક આત્માને જીતનારા આથી જ વધુ પરાક્રમી ગણાયા છે.
52
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
53