________________
- ૩૩
તમારી પસંદગી એ જ તમારા જીવનની ગતિ છે
- ૩૨ અત્યારે'નો આગ્રહ રાખો ! વર્તમાનમાં જીવો અને વર્તમાનમાં કાર્ય કરો. વ્યક્તિને વર્તમાનથી લપાઈ જવા માટે ભવિષ્ય બહુ પસંદ પડે છે. ભવિષ્યના મધુર સ્વપ્નમાં જીવવું ગમે છે. એને કોઈ પણ કામ સોંપવામાં આવે એટલે સાવ નવરાશ હોવા છતાં એ મનોમન નક્કી કરે છે કે આવતીકાલે જરૂર આ કામ કરીશ. આવતીકાલ આવે ત્યારે એ નિશ્ચય કરે છે કે હવે એક દિવસ તો વીતી ગયો છે, એક વધુ દિવસ પસાર થઈ જાય, તો તેમાં શું ખાટું-મોળું થઈ જવાનું છે ! ત્રીજે દિવસે એને કામ યાદ આવે છે, પરંતુ વિચારે છે કે એટલી બધી ક્યાં ઉતાવળ છે કે અબઘડી આ કામ કરી નાખ્યું અને પછી ઘણી ઘડીઓ વીતતી જાય છે. જે કામ એ અબઘડી કરી શક્યો હોત, તે કામ કરવાની ઘડી જ આવતી નથી !
પ્રારંભમાં જ્યારે એ કામની વાત થઈ હોય, ત્યારે એનામાં એ અંગે પારાવાર ઉત્સાહ હોય છે, પણ જેમ જેમ સમય વ્યતીત થતો જાય, તેમતેમ એનો ઉત્સાહ ઠંડો પડતો જાય છે. એની ધગશ ધીમા શ્વાસ લેવા માંડે છે અને લાંબા ગાળે એ કામ શરૂ કરે ત્યારે ઘણું ભૂલી ગયો હોય છે. અંતે એ કામ તાત્કાલિક કર્યું હોત તો જે લાભ પ્રાપ્ત થવાનો હતો, એ લાભથી તો વંચિત
એક દૃષ્ટિ દિવસના સૂર્યપ્રકાશમાં તેજકિરણોથી સ્નાન કરતી સૃષ્ટિ જુએ છે, તો બીજી દૃષ્ટિ મધ્યરાત્રીએ ચોતરફ જામેલા નિબિડ અંધકારને નિહાળે છે. જીવનમાં મહત્ત્વ એનું છે કે તમે પર્વતના શિખર પર રહીને પ્રકાશિત સૃષ્ટિને જુઓ છો કે પછી ઊંડી ખીણના અંધકારમાં જઈને જગતને નિહાળો છો. ઊંચા શિખરને જોનારી દૃષ્ટિ હંમશ ઊર્ધ્વનો વિચાર કરે છે. ઉચ્ચ માર્ગે આગળ ધપવાની કોશિશ કરે છે અને એની નજર શિખર પર જઈને સર્વોચ્ચની પ્રાપ્તિ કરવાની હોય છે.
ઉચ્ચ શિખર પરના પ્રયાણ સમયે હવાની મધુર લહરીઓનો અનુભવ થાય છે. હસતી પ્રકૃતિ હૃદયને આનંદથી ભરી દે છે અને નિસર્ગની એ રમણીય લીલા વચ્ચે ચોતરફ સઘળું પ્રકાશમય નજરે પડે છે. જ્યારે નીચે ખાઈમાં રહેનારને કાળા ડિબાંગ અંધકાર સિવાય કશું નજરે નહીં પડે. તાજગીભરી હવાનો અનુભવ નહીં થાય. સૂર્યપ્રકાશ કેવો ઝળહળે છે, એની કશી જાણ નહીં હોય.
એ વિચારીએ કે પહાડની ઊંચાઈને સ્પર્શવી છે કે પછી ઊંડી ખાઈની ગર્તામાં જીવવું છે. તમારી ગતિ એ જ તમારું જીવન છે. ઊંચે ગતિ કરનાર ઊર્ધ્વ યાત્રા કરે છે અને નીચે ગતિ કરનાર અધોગતિ યાત્રા કરે છે. યાત્રાળુ તમે જ છો. માત્ર તમારે યાત્રાનો પંથ નક્કી કરવાનો છે. એ પંથ જ પ્રાપ્તિઅપ્રાપ્તિનો સૂચક છે. એ માર્ગ જ તમારાં મનોવલણોનો માર્ગદર્શક બને છે. અને તમે પસંદ કરેલો એ રસ્તો જ તમારા જીવનને રસમય, આનંદમય કે પ્રકાશમય બનાવનાર અથવા નિરાશ, વિષાદમય અને અંધકારયુક્ત બનાવનારો છે. યાત્રી કરનાર તમે, માર્ગની પસંદગી કરનાર પણ તમે; પરંતુ તમારી પસંદગી પર વિવેકની મુદ્રા અને ગતિ પ્રત્યેની દૃષ્ટિ જરૂરી છે.
કોઈ ગુનાની સજા પંદર-વીસ વર્ષ પછી થાય, ત્યારે ગુનેગાર જીવતો જ ન હોય એવી પરિસ્થિતિ હોય છે, એવી જ રીતે જે કામ લાંબા દિવસો પછી થાય, ત્યારે એ કામનો કોઈ અર્થ રહેતો નથી. એ કામ સમયસર થયું હોત તો એનાથી થનારા લાભને ખોઈ બેસે છે. ક્યારેક એ કાર્યનો મહિમા ઘટી ગયો હોય છે. આથી જ કોઈ પણ કામને ‘અત્યારે’ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એને ટાળવાની, એમાં વિલંબ કરવાની અથવા તો એને આવતીકાલે કે પછી ભવિષ્યમાં કરવાની વૃત્તિ કશું પરિણામ લાવતી નથી.
34
સણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
35