________________
૪૫
— ૪ - સલામતીની શોધ એ મૃત્યુને આગોતરું નિમંત્રણ છે
જીવનમાં સતત સલામતી શોધનાર જિંદગીમાં આવતી મહામૂલી તક કે શક્યતાને જ નહીં, બલકે મહામૂલા વનને વ્યર્થ વેડફી નાખે છે. સલામતીનો વિચાર કરનાર કોઈ પણ કાર્ય પૂર્વે એમાં રહેલાં જોખમોનો પ્રથમ વિચાર કરશે. સલામતીની વૃત્તિ સમય જતાં વ્યક્તિને નિક્તિ અને નકારાત્મક બનાવી દે છે.
તમારી સામે કોઈ પણ કામ આવે ત્યારે તેનો સલામતીની દૃષ્ટિએ નહીં, પણ સાહસની દૃષ્ટિએ વિચાર કરો. એમાં કેટલું સાહસ ભર્યું છે અને એ સાહસને પહોંચી વળવા માટે કેટલી શક્તિ છે અને કેટલી મેળવવાની બાકી છે, તેનો ખ્યાલ કરો. સાહસનો પડકાર ઝીલનાર હંમેશાં સક્રિય રહે છે અને એથી એના જીવનમાં એક પ્રકારનું જોશ, તાજ ગી અને રચનાત્મકતા જોવા મળે છે. સાહસ પાસે એવી શક્તિ છે કે એ એના ખભા પર જવાબદારી લઈને વિકાસના પથ પર ગતિ કરે છે. સાહસનો અભાવ વ્યક્તિની જાગ્રત અને સુષુપ્ત એવી શક્તિઓને રૂંધે છે.
સલામતી બુદ્ધિને નિષ્ક્રિય બનાવે છે અને તર્કને બહેલાવે છે, જ્યારે સાહસ બુદ્ધિને સક્રિય બનાવે છે અને શ્રદ્ધાને દઢાવે છે. ચાર દીવાલો વચ્ચેના ઓરડામાં જીવવું એ જ કેટલાકની જીવનવ્યાખ્યા હોય છે, તો કેટલાકને માટે જીવન એ નિત્ય નૂતન પડકારોભર્યું પ્રબળ સાહસ છે. માત્ર થોડી મુશ્કેલીઓથી મૂંઝાઈને સલામતીના કોચલામાં ભરાઈ જનાર જીવનમાં નાની મુશ્કેલીને પણ પાર કરી શકતો નથી. રસ્તામાં ચાલતાં પડી જઈશ અને ફંક્યર થશે તો શું થશે એવો ભય એને દીવાનખંડની આરામ-ખુરશીમાં ઝૂલતાં ઝૂલતાં સતાવતો હોય છે. યુવાનીમાં એને બુઢાપામાં કેન્સર આવે તો શું થશે એની ચિંતા કોરી ખાતી હોય છે. સલામતીનો શોધક એ પોતાના મૃત્યુનો નિમંત્રક છે, જ્યારે જીવનમાં સાહસ કરીને નવાનવા પડકારો ઝીલનારથી મૃત્યુ દૂર રહેતું હોય છે.
ઉંમર એ અવસ્થાનો પુરાવો નથી ચહેરા પર ગમે તેટલી કરચલીઓ પડી હોય તોપણ માનશો નહીં કે તમે વૃદ્ધ થયા છો ! ચિંતા એટલી જ કરવાની છે કે આપણા આત્મા પર તો કરચલીઓ પડી નથી ને ! માણસ જ્યારે જિંદગી જીવવાનો હેતુ, ઉત્સાહ અને ધગશ ગુમાવે છે, ત્યારે એની પાસે માત્ર શ્વાસ લેતું શરીર બાકી રહે છે, પણ એની ઝળહળતી આતમજ્યોત બુઝાઈ જાય છે. આવી વ્યક્તિ એ કાળે વૃદ્ધ થઈ જાય છે.
ઉંમર એ ઘડપણનો પુરાવો નથી. વ્યક્તિનાં વિચાર અને વલણો એ ઘડપણનું ઓળખપત્ર છે. એના વિચારો સ્થગિત થઈ જાય અને એનું વલણ નકારાત્મક બની જાય, જૂની ઘરેડમાં ચાલવાનું વિચારે ત્યારે માનવું કે એણે જીવનનો હેતુ ગુમાવ્યો છે. રૂઢ પરંપરાના ચીલે ચાલનાર માર્ગ ચાતરવાની નવા માર્ગે ચાલવાની શક્તિ ખોઈ બેસે છે. એના વિચાર સમય જતાં ટૂંઠવાઈ જાય છે. હેતુ ગુમાવનારી વ્યક્તિ ક્રમશઃ જીવનરસ ગુમાવે છે. એના મન પર નિરાશા અને હૃદયમાં હતાશા પલાંઠી જમાવીને બેઠી હોય છે, આથી કોઈ પણ કાર્ય કરતી વખતે એને કંટાળો આવશે. ગમે તેવો સારો વિચાર એને વ્યર્થ અને અર્થહીન લાગશે અને નિષ્ક્રિય રહેવું એ જ એનું નિશ્ચિત વલણ બનશે.
આવા માનવીનો આત્મા થરડો થઈ જાય છે અને એના પર કરચલીઓ ઊપસી આવે છે. પોતાના કામ પ્રત્યે એણે લગાવ કેળવવો જોઈએ. જો લગાવ નહીં હોય તો કામ એને માટે બોજરૂપ બનશે. ખરેખર તો વ્યક્તિએ પોતાના
ક્વનનો હેતુ વિચારવો જોઈએ. પોતે કોણ છે ? શું પામ્યો છે ? અને શું મેળવવા ચાહે છે ? એ ત્રણ પ્રશ્નો એણે એની જાતને સતત પૂછવા જોઈએ. આ પ્રશ્નોનો સાચો ઉત્તર જ એને જીવનનું પ્રયોજન આપશે અને આ જીવનને હેતુપૂર્વક જીવવાનો ઉત્સાહ બમશે.
46
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
47