Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai
Catalog link: https://jainqq.org/explore/004586/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ‘સસ્તું સાહિત્ય’ એટલે ઊંચામાં ઊંચુ સાહિત્ય જન્મ, જીવન, મૃત્યુ અને મુકિત સસ્તું સાહિત્ય ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે. ભદ્ર પાસે અમાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ જન્મ, જીવન, મૃત્યુ અને મુક્તિ (ભગવાન શ્રી મહાવીરના વચનોમાં) સંપાદક ચંબકલાલ ઉ. મહેતા (ભા અડકી પ્રદી શતાવવધ કાર્યાલય છે. ભદ્ર પાસે. અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૧ કિંમત રૂ. પ=00 Page #3 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૬૪ ઈ.સ. ૨૦૦૮ આવૃત્તિઃ પ્રથમ, ૨૦૦૮ © સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ પ્રકાશક: આનંદ અમીન, સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ, ભદ્ર, અમદાવાદ મુદ્રક યુનિક ઓફસેટ, તાવડીપુરા, અમદાવાદ - ૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ આમુખ ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ “ઉત્તરાધ્યયન સૂત્ર”માંથી મનુષ્યનો જન્મ, તેનું જીવન, મૃત્યુ અને મુક્તિ (મોક્ષ) અંગેના વચનો આ સૂત્રની કુલ ૧૬૯૨ ગાથાઓમાંથી ચુંટેલી જન્મ, જીવન, મૃત્યુ અને મુક્તિ વિશેની છે તેના ભાવાર્થના રૂપમાં શ્રી ભગવાનના વચનામૃતો અહીં આપવામાં આવેલ છે. 66 મુળ ગાથાઓ પ્રાકૃત ભાષામાં છે તેનું ભાષાંતર પૂ. મુનિશ્રી સંતબાલજીએ કરેલ છે તેનો આધાર લેવામાં આવેલ છે. દરેક વચનામૃતને અંતે ઉ. સૂત્રના અધ્યાય તથા સંબંધિત ગાથાઓના અનુક્રમ નંબરો આપવામાં આવેલ છે. વચનામૃતોને પણ જુદા 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ વિશે અનુક્રમ નંબરો આપ્યા છે, જે વિષયવાર નીચે મુજબ છે : જન્મ વિશે : નંબર ૧ થી ૩ જીવનમૂલ્યો વિશે : નંબર ૪ થી ૩૮ : નંબર ૩૯ મુક્તિ વિશે : નંબર ૪૦થી ૪૬ મૃત્યુ બાદ આત્માની સ્થિતિ અંગે પૂ. શ્રી મોટાના મંતવ્યોની નોંધ આપવામાં આવેલ છે. આ વચનામૃતોનું અધ્યયન જીવન દિશામાં યોગ્ય વળાંક આપશે તેવી આશા સહ, અમદાવાદ તા. ૨૩-૫-૨૦૦૮ ત્રંબકલાલ ઉ. મહેતા સંપાદક Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન જૈન સહિત સમગ્ર ભારતીય પરંપરાનાં મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશરૂપ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું મહત્ત્વ સ્વીકારાયેલું છે. એમાંથી જન્મ, જીવન, મૃત્યુ અને મુક્તિને લગતાં વચનામૃત પ્રગટ કરતાં સસ્તું સાહિત્ય આનંદ અનુભવે છે. યુગધર્મી મુનિ સંતબાલજીના અનુવાદનો આધાર લઈ, જૈનદર્શનના ઊંડા અભ્યાસી શ્રી અઁબક્લાલ ઉ. મહેતા (નિવૃત્ત મુખખ્યય ન્યાયમૂર્તિ, હિમાચલ પ્રદેશ)એ કરેલું ચયન તેમજ મૃત્યુ બાદ આત્માની સ્થિતિ વિશે શ્રીમોટાનાં મંતવ્યોની નોંધ, સર્વસાધારણ મુમુક્ષુને અવશ્ય ઉપયોગી થઈ પડશે, એવી આશા છે. આનંદ એન. અમીન પ્રમુખ : સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ Page #7 -------------------------------------------------------------------------- ________________ જન્મ, જીવન, મૃત્યુ અને મુક્તિ જન્મ : કોઈ પણ વસ્તુ કે પ્રસંગ કારણ વિના ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય જન્મ જીવાત્માના કર્મોના પરિપાક રૂપે જ છે. કર્મો આત્મશક્તિથી જ ચેતનવંતા થાય છે અને કર્મોથી બંધાયેલા જીવ સંસારમાં પરિવર્તન કરે છે. આ કર્મો આઠ પ્રકારના છે તેમાંના મુખ્ય કર્મો નીચે મુજબના છે : ૧. સમ્યગુ જ્ઞાનને અવરોધ કરનારા, ૨. સમ્યગ્દર્શનને અવરોધ કરનારા, ૩. શાતા (વેદના) અશાતા ઉપજાવનારા, ૪. મોહ ઉત્પન્ન કરનારા. - ૧. અધ્યયન ૩૩ ગા. ૧,૨. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨. દુર્લભ છે. તે જીવન માત્રને તેના આત્મ વિકાસમાં ચાર વસ્તુ – ૧. મનુષ્ય ભવ, ૨. શ્રુતિ - (સત્ય જ્ઞાન) ૩. શ્રદ્ધા, ૪. સંયમ કરવાની શક્તિ. – ઉ. અધ્યયન ૩ ગા. ૧. ૩. કર્મોના ક્રમિક નાશ થયા બાદ જ મનુષ્યભવને પમાય છે. મનુષ્ય ભવ પામ્યા બાદ સત્ય ધર્મનું શ્રવણ દુર્લભ છે. તે પામ્યા બાદ સત્ય ધર્મને રસ્તે જવાથી આત્માનો ઉદ્ધાર થશે તેવી શ્રદ્ધા ઉત્પન્ન થાય તે પણ દુર્લભ છે. આવી શ્રદ્ધા ઉત્પન્ન થયા બાદ માનવી તપશ્ચર્યા, દયા અને અહિંસાને રસ્તે ચડે પરંતુ તે સદ્ગુણો સંયમના પુરુષાર્થથી જ કેળવાય છે. – ઉ. અધ્યયન ૩ ગા. ૭ થી ૧૦ www Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવનના મૂલ્યોઃ અહિંસા: ૪. જીવન પર્યત જગતના તમામ જીવો પર સમભાવ રાખો. શત્રુ તથા મિત્ર બંનેને સમભાવથી જોવા અને હાલતા ચાલતા, ખાતા એમ પ્રત્યેક ક્રિયામાં થતી હિંસાથી વિરમવું. ખરેખર સર્વકોઈ માટે આ દુર્લભ છે. - ઉ. અધ્યયન ૧૯ ગા. ૨૫ સત્ય : અસત્ય ન બોલવું કે નિશ્ચયાત્મક વચનો ન કહેવા; ભાષાના દોષને અને કપટને છોડી દેવા. પોતાને માટે અથવા પારકાને માટે અથવા ગમે તેને માટે કશું પુછવામાં આવે તો પાપવાળું અગર નિરર્થક કે મર્મભેદી વચન બોલવું નહિ. - ઉ. અધ્યયન ૧ ગા. ૨૪, ૨૫ - ૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યઃ ૬. ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્ય-વ્રતમાં રહેલા અને “ધ્યાન”ના અનુરાગી સાધકે રાગવૃત્તિથી સ્ત્રીઓ તરફ નજર કરવી નહિ અગરતો તેઓનું આવી વૃત્તિથી ચિંતન કે પ્રશંસા કરવી નહિ. ઉ. અધ્યયન ૩ર ગા. ૧૫ ૭. સ્વર્ગમાં કે આપણા સંસારમાં જે કાંઈ શારીરિક કે માનસિક દુઃખ છે તે તમામ કામભોગની લાલચમાંથી જ પેદા થાય છે. આથી નિરાસક્ત વ્યક્તિ જ તે દુઃખનો અંત પામી શકે છે. – ઉ. અધ્યયન ૩ર ગા. ૧૯ અપરિગ્રહઃ ૮. ધનના, ધાન્યના નોકર ચાકરના કે તમામ પ્રકારના આરંભોનો પરિત્યાગ કરવો અને Page #11 -------------------------------------------------------------------------- ________________ મમતારહિત વૃત્તિ કેળવવી – તે દુષ્કર છે. - ઉ. અધ્યયન ૧૯ ગા. ૨૯ મનોજ્ઞ પરિગ્રહમાં આસક્ત થયેલ જીવ જ્યારે તેમાં અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને સંતોષ મેળવી શકતો નથી. આ રીતે દુથી થયેલ જીવ અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે. – ઉ. અધ્યયન ૩૨ ગા. ૨૯ વિનયઃ જે પાંચ કારણોને લીધે મનુષ્ય સાચી વિદ્યા મેળવી શકતો નથી તે નીચે મુજબ : (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રાગ, (૫) આળસ. –. અધ્યયન ૧૧ ગા. ૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જે આઠ કારણોને લીધે મનુષ્ય જ્ઞાની કહેવાય તે નીચે મુજબ છે : (૧) નિરંતર હાસ્ય ક્રીડા ન કરનાર હસનારો (૨) નિરંતર ઇંદ્રિયોને કાબુમાં રાખનારો (૩) બીજાના મર્મો ભેદાય તેવા વચન બોલનારો ન હોય, (૪) સુશીલ (૫) આચારહિન ન હોય (૬) ખાન-પાન કે વિષયોમાં અતિ લોલુપ ન હોય (૭) શાંત વૃત્તિનો હોય (૮) સત્યપરાયણ - ઉ. અધ્યયન ૧૧ ગા. ૪, ૫ અપ્રમાદ: ૧૧. હે માનવ, મનુષ્ય જન્મ પામીને તું મહાસમુદ્ર તો તરી ચૂક્યો છે. હવે કાંઠા પાસે આવીને કેમ ઉભો રહ્યો છે? તું સામે પહોંચવાને ત્વરા કર હોય. Page #13 -------------------------------------------------------------------------- ________________ એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ. –ઉં. અધ્યયન ૧૦ થી ૩૪ ૧૨. વૃક્ષનું જીર્ણ થયેલ પાંદડુ જેમ ખરી પડે છે તેમ મનુષ્યનું જીવન પણ આયુષ્ય પુરુ થયે પડી જાય છે માટે ક્ષણ માત્રનો પ્રમાદ કરવો નહિ. દાભડાના અગ્રભાગ પર અવલંબીને રહેલ ઝાકળના બિંદુ જેવું જ ક્ષણિક માનવ જીવન છે. આથી બહુ વિઘ્નોથી ભરપૂર જીવનના દુષ્કર્મોને જલદી દૂર કર. પ્રમાદ કર નહિ. કર્મના વિપાકો ગાઢ હોય છે. આથી લાંબા કાળે અનેક અનુભવો અને પ્રત્નો પછી કર્મક્ષય કર્યા બાદ આ મનુષ્ય ભવ મળેલ છે, જે પણ ક્ષણિક છે માટે હે માનવી ! તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. ૧૨ - ૯. અધ્યયન ૧૦ ગા. ૧ થી ૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩. અતિ કઠિન મનુષ્યભવ પામ્યા બાદ પ્રમાદવશ મનુષ્યનો જીવ દુર્ગતિને પામે છે અને જીવનમરણના ચક્રાવામાં પાછો પડે છે. માટે ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. - ઉ. અધ્યયન ૧૦ ગા. ૧૬ ૧૪. તારું શરીર જીર્ણ થયું છે, કેશ ફીકા પડી ગયા છે, તારું સર્વ બળ હરાઈ ગયું છે, માટે હવે તું ચેતજા, પ્રમાદ ન કર. શરદ ઋતુનું ખીલેલું કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં નિરાળુ રહે છે, તેમ તું તારી આસક્તિથી અલગ થા અને મોહથી રહિત થા. પ્રમાદ ન કર. - ઉ. અધ્યયન ૧૦ ગા. ૨૨, ૨૬, ૨૮ - ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ-સ્થાન ૧૫. રૂપમાં વિરક્ત થયેલ મનુષ્ય શોકરહિત બને છે. અને જેમ જળમાં ઉગેલું કમળ જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં દુઃખસમુહની પરંપરાથી તે લપાતો નથી. -ઉ. અધ્યયન ૩૨ ગા. ૩૪ ૧૬. કામભોગના પદાર્થો પોતે સમતા કે વિકાર ઉપજાવતા નથી. પરંતુ રાગ અને દ્વેષથી ભરેલો જીવાત્મા જ તેમાં આસક્ત બની વિકારને પામે - ઉ. અધ્યયન ૩ર ગા. ૧૦૧ કષાયો: ૧૭. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ ની ૧૪ - છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ કરે છે. છળ-કપટ મિત્રોનો નાશ કરે છે અને લોભ તમામ સગુણોનો નાશ કરે છે. - ઉ. અધ્યયન ૧૮. જેમ જેમ લાભ મળતો જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે કેમકે સંતોષ નથી થતો. બ્રાહ્મણ કપિલને વરદાન માંગવાનું રાજાએ કહ્યું ત્યારે ફક્ત બે પાસા સોનુ માંગવાના વિચારમાંથી આખું રાજ્ય માંગવા લલચાય છે. ત્યારે ભાન આવ્યું કે લોભને થોભ નથી. - ઉ. અધ્યયન ૮ ગા. ૧૭ ૧૯. એક જ વ્યક્તિને અનાજ, સોનુ અને પશુઓથી ભરેલ આખી પૃથ્વી આપવામાં આવે તો પણ તે લોભીયો હોય તો તેને સંતોષ નથી થવાનો. - ૧૫ - Page #17 -------------------------------------------------------------------------- ________________ આથી તપ અને સંયમનું આચરણ કરો અને જીવન સંતોષમય બનાવો. - ઉ. અધ્યયન ૯ ગા. ૪૯ આત્મ જય ૨૦. જો કોઈ રણમેદાનમાં અજય હોય તેવા લાખો શત્રુઓને જિતે તે કરતાં એક માત્ર પોતાના આત્માને - પોતાની જાતને જિતે તો તેજ ખરો વિજય છે. – ઉ. અધ્યયન ૯ ગા. ૩૪ ૨૧. તું તારી પોતાની જ સાથે (આત્મા સાથે) યુદ્ધ કર. બહારના સાથે યુદ્ધ કરવાથી શું વળવાનું છે? સાધક આત્મ-વિજયથી જ સુખ પામે છે. - ઉ. અધ્યયન ૯ ગા. ૩૫ ૨૨. પોતાની પાંચે ઇન્દ્રિયો તથા પોતાના ક્રોધ, ન ૧૧ - Page #18 -------------------------------------------------------------------------- ________________ અભિમાન, શઠતા અને લોભની વૃત્તિઓ જિતવી ભારે કઠણ છે. પરંતુ આત્માને જિતવાનો આજ માર્ગ છે. આત્માને જિત્યો એટલે સઘળું આપોઆપ જીતાઈ ગયું સમજો. –6. અધ્યયન ગા. ૩૬ આ આત્મા પોતેજ સુખ-દુઃખનો કર્તા તથા ભોક્તા છે અને તે સુમાર્ગે રહે તો મિત્ર છે અને કુમાર્ગે રહે તો શત્રુ છે. –ઉ. અધ્યયન ૨૦ ગ. ૩૭ વર્ણવ્યવસ્થા ૨૩. કેવળ માથું મુંડવાથી “શ્રમણ” (જૈનસાધુ) થવાતું નથી કેવળ “ઓમ”નો જાપ જપવાથી બ્રાહ્મણ” થવાતું નથી, કેવળ વનમાં વાસ કરવાથી મુનિ થવાતું નથી. કેવળ ઘાસના કપડા પહેરવાથી તાપસ થવાતું નથી પરંતુ સમતા ન ૧૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ કેળવવાથી “શ્રમણ” થઈ શકાય છે, બ્રહ્મચર્યના પાલનથી “બ્રાહ્મણ થઈ શકાય છે, મનન કરવાથી મુનિ થઈ શકાય છે અને તપશ્ચર્યાથી તાપસ થઈ શકાય છે.–6. અધ્યયન રપ ગા. ૩૧,૩૨. જીવન : ૨૪. જન્મ થયા બાદ જીવન સંધાય તેવું નથી, માટે પ્રમાદ ન કર. જરાવસ્થાથી ઘેરાયેલને કોનુ શરણ છે? સંસારી જીવ પોતાના જીવન વ્યવહારમાં જે કર્મો કરે છે તે કર્મોના ફળ તેને પોતાને જ ભોગવવા પડે છે તેના ધનમાં ભાગ પડાવનાર બંધુઓ તેના કર્મના પરિણામોમાં ભાગ પડાવતા - ઉ. અધ્યયન ૪ ગા. ૧, ૪ ૨૫. વ્યક્તિ ગૃહસ્થ હોય કે સાધુ હોય - જો તે સંયમી નથી. ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ હોય તોજ ખરો આત્મ નિષ્ઠ બની શકે છે આ સંયમના ચૌદ લક્ષણો છે. જેમાના ક્રોધ, અભિમાન, થયેલી ભૂલોને ઢાંકવાના પ્રયાસ, લોભ અને દ્રોહ મુખ્ય છે. જ્યારે સંયમના પંદર લક્ષણો છે જેમાંના નમ્રતા, સરલતા, જ્ઞાનપિપાસા, યોગ અને તપશ્ચર્યા મુખ્ય છે. – ઉ. અધ્યયન ૧૧ ગા. ૬ થી ૧૦ ર૬. ખરો સંયમી પરિપક્વ અને સ્થિર બુદ્ધિવાળો, નિરાસક્ત અને બહુશ્રુત હોય છે. - ઉ. અધ્યયન ૧૧ ગા. ૧૮ ૨૭. સંસારના સર્વગીતો વિલાપતુલ્ય છે, સર્વનાટકો વિડંબના રૂપ છે, સર્વ કામ-ભોગ દુઃખ ઉત્પન્ન કરનારા છે; તે કામ-ભોગો અજ્ઞાનીને તથા મુર્ખને જ હર્ષ ઉત્પન્ન કરે છે. જ્યારે કાળ - ૧૯ | Page #21 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને લઈ જાય છે ત્યારે માતા, પિતા, બાંધવ વગેરે કોઈ પણ તેને બચાવી શકતું નથી કારણ કે “કત્તારમેવ અનુજાઈ કમ્મ” એટલે કે કર્મોના ફળ તેની પાછળ લાગ્યા જ હોય છે - ઉ. અધ્યયન ૧૩ ગા. ૧૬, ર૩ ૨૮. કામ-ભોગમાં આસક્ત રહેતા આદમીની સ્થિતિ પાણી પીવા જતા હાથી કાદવમાં ખેંચી ગયો હોય ત્યારે કાંઠાને જોવા છતાં ત્યાં જઈ શકતો નથી તેવી હોય છે. આવા સંજોગોમાં કાળ ઉતાવળો થાય છે. રાત્રીઓ જલદી પસાર થાય છે અને પ્રાપ્ત થયેલ કામ-ભોગો પણ નિત્ય રહેતા નથી. આ રીતે નિષ્ફળ નિવડેલ જીવન અકાળ મૃત્યુને પામે છે. - . અધ્યયન ૧૩ ગા. ૩૦, ૩૧ ન ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૯. “આ મારું છે, આ પરાયું છે, આ મેં કર્યું છે અને આ મારું કરેલ નથી.” –આ રીતે બબડતા પ્રાણીઓના આયુષ્યને કાળરૂપી ચોર ચોરી રહ્યો છે, અને જે જે રાત્રી દિવસ ચાલ્યા જાય છે તે પાછા ફરતા નથી. માટે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અગર જે મૃત્યુથી છૂટી શકતો હોય, અગર જે જાણતો હોય કે હું મરીશ જનહિ તેજ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી ધર્મ-કાર્યમોકુફ રાખી શકે. –ઉ. અધ્યાય ૧૪ ગા. ૧૫, ૨૭ ૩૦. અરણ્યમાં દાવાનળ સળગે છે ત્યારે તે દાવાનળમાં સળગતા પ્રાણીઓની દશા જોવા છતાં બીજા પ્રાણીઓ આનંદમાં મસ્ત રહે છે. તેજ રીતે આપણે પણ કામ-ભોગમાં મૂચ્છિત Page #23 -------------------------------------------------------------------------- ________________ રહીને કષાયોથી બળતા જગતને જોવાછતાં તેના સ્વરૂપને જાણતા નથી.–6. અધ્યયન ૧૪ ગા. ૪ર-૪૩ ૩૧. અહો ! આ સંસારમાં જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખરૂપ છે, રોગ અને મરણ પણ દુઃખરૂપ છેઆ સમસ્ત સંસાર દુઃખરૂપ છે જેમાં જીવો ક્લેશ પામે છે. માટે મુક્તિના સુખને દેનાર ધર્મનો ધૂરા ધારણ કરો. -6. અધ્યયન ૧૯ ગા. ૧૫, ૯૮ ૩૨. એમ સમજો કે – મારો આત્મા જ વૈતરણી નદી સમાન છે, એજ શાલ્મલી વૃક્ષ અને કામદુધા ધેનુ છે, નંદનવન છે. આત્મા સુખ દુઃખનો કર્તા છે અને અકર્તાપણ છે. તે સદાચારથી વર્તે તો મિત્ર સમાન છે, પરંતુ દુરાચારથી વર્તે તો શત્રુ સમાન છે. - ઉ. અ. ૨૦ ગા. ૩૬,૩૭ ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૩. સંયમી વ્યક્તિએ પ્રિય કે અપ્રિય જે કાંઈ થાય તે તરફ તટસ્થ રહેવું. કષ્ટ આવે તો તેની ઉપેક્ષા કરી સંકટ સહન કરી લેવું. બધું પોતાના કર્મવશ જ થાય છે, માટે નિરૂત્સાહ ન થવું અને નિંદા થાય કે પ્રશંસા થાય તે સંબંધમાં લક્ષ આપવું નહિ. લડાઈને મોખરે રહેલ હાથીની પેઠે સાધકે વિવિધ સંકટો સહન કરી તેનું નિવારણ કરવું. – ઉ. અધ્યયન ૨૧ ગા. ૧૫, ૧૭ ૩૪. વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી પણ કર્મગત છે. કર્મથી જબ્રાહુણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર થવાય છે. જેમ લીલી માટીનો ગોળો ભીંતને ચોંટી રહે છે તેમ કામ લાલસાવાળા મનુષ્યો ૨૩ | Page #25 -------------------------------------------------------------------------- ________________ કર્મને ચોંટી રહે છે. પરંતુ જેઓ વિરક્ત છે તેઓ માટીના સુકા ગોળાની પેઠે કર્મથી વેગળા થાય છે. abd -ઉ. અધ્યયન ૨૫ ગા. ૩૩, ૪૨. ૩૫. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાંચ મહાવ્રતોથી અભિભૂત થયેલ જીવાત્મા નવા પાપકર્મોને રોકે છે, અને પૂર્વના ભવોમાં ઉત્પન્ન થયેલ અને સંચિત થયેલ કર્મોનો નાશ તપશ્ચર્યા દ્વારા ખપાવે છે આ તપશ્ચર્યા બાહ્ય તેમજ આંતિરક છે. (તે બંને અગત્યની છે પરંતુ આંતરિક તપશ્ચર્યા વિના બાહ્ય તપ નિરર્થક છે.) – ઉ. અધ્યયન ૩૦ ગા. ૬,૭ ૩૬. બાહ્ય તપના પ્રકારો (૧) અનશન (૨) ઉણોદરી (૩) ભીક્ષાચર્યા (૪) રસ પરિત્યાગ (૫) કાય ર૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ ક્લેશ અને (૬) સંલીનતા (એટલે ઈન્દ્રિયોને સંયમમાં રાખી એકાન્તમાં ધ્યાનસ્થ બેસવું. - ઉ. અયન ૩૦ ગા. ૮, ૨૮ ૩૭. અત્યંતર તપના પ્રકારો (૧) પ્રાયશ્ચિત થયેલ ભૂલોના સ્વીકાર અને તેમાંથી નિવૃત્તિ (૨) વિનય (૩) સુરૃષા (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ (અહમ્-મમત્વનો ત્યાગ) - ઉ. અધ્યયન ૩૦ ગા. ૩૦ ૩૮. આ પ્રમાણે જે જીવ આ બે પ્રકારના તપને યથાર્થ સમજીને આચરે છે તે સાધક સંસારના સર્વ બંધનમાંથી જલદી છૂટી જાય છે. – ઉ. અધ્યયન ૩૦ ગા. ૩૭ ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુઃ ૩૯. મૃત્યુના બે પ્રકારો છે : એક અકામ મરણ અને બીજું સકામ મરણ. અજ્ઞાની મનુષ્યનું અકામ (ઈચ્છા રહિતનું) મરણ વારંવાર થાય છે. જયારે જ્ઞાની મનુષ્યનું સકામ મરણ સ્વૈચ્છિક હોવાથી એક જ વખત થાય છે. કામભોગમાં આસક્ત માનવી એવું માનતો હોય છે કે પરલોક કોણે જોયો છે? માટે આ લોકના વિષયો, જે પ્રત્યક્ષ છે, તેને માણી લેવા. આવો માણસ કાયાથી અને વચનથી મદોન્મત થયેલ હોય છે. ધન તથા સ્ત્રીઓમાં આસક્ત થયેલ આ વ્યક્તિ અણસીયો જેમાટી એકત્ર કરે છે તેમ કર્મરૂપી મળને એકત્રિત કરે છે. આવા અજ્ઞાનીનું મરણ અકામ કહેવાય છે. પરંતુ પુણ્યશાળી અને સંયમી વ્યક્તિઓનું - ૨૪ - ક - Page #28 -------------------------------------------------------------------------- ________________ મરણ વ્યાઘાત રહિત અને પ્રસન્ન ચિત્તથી થાય છે, જે તમામ સાધુઓ કે ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. સાધુઓ કરતા જે ગૃહસ્થ વધુ સંયમી હોય તે સકામ મરણને પામે છે કારણ કે લાંબા સમયના ચર્મ, નગ્નત્વ, જટા કે મુંડન દુરાચારી સાધુને મદદકર્તા નથી થતા. – ઉ. અધ્યયન ૫. ગા. ર, ૩, ૫, ૨૦, ૨૫ મુક્તિઃ ૪૦. મોક્ષપદ (મુક્તિ) પામવુંહોયતો જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાન અને મોહના સંપૂર્ણ નાશથી તેમજ રાગ અને દ્વેષના ક્ષયથી તે પામી શકાય છે. મુક્તિ પામવાના ઉપાયો નીચે મુજબ છેઃ (૧) અજ્ઞાનીના સંગથી દૂર રહેવું (૨) ગુરૂજન અને - ૨૦ - થo, Page #29 -------------------------------------------------------------------------- ________________ અનુભવી મહાજનોની સેવા કરવી (૩) એકાંતમાં સ્વાધ્યાય, ધ્યાન અને આત્મચિંતન કરવું. - ઉ. અધ્યયન ૩૨ ગા. ૧,૨,૩ ૪૧. ધ્યાન સમાધિનો ઈચ્છુક તેમજ તપસ્વી મનુષ્ય ઈન્દ્રિયોના વિષયમાં મનને પ્રવર્તાવે નહિ અને તે ઉપર રાગ ન કરે તેમ વૈષ પણ ન કરે. આ રીતે તે સમભાવી અને વીતરાગ બને છે. - ઉ. અધ્યયન ૩૧ ગા. ૨૧,૨૨ ૪૨. ભાવ, મનને ગ્રહણ કરે છે, અને ભાવ પ્રત્યે રાગ-દ્વેષ રાખનાર મનુષ્ય કામાતુર હાથી જેમ હાથણની પાછળ પડી ખાડામાં પડીને પકડાઈ જાય છે તેમ તે પણ બંધનમાં પડે છે. આથી રાગદ્વેષ આદી સંકલ્પ વિકલ્પથી વિરક્ત થનાર ન ૨૮ ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ વીતરાગી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. -ઉ. અધ્યયન ૩૨ ગા. ૮૮, ૮૯, ૧૦૧ ૪૩. મોક્ષમાર્ગના ચાર લક્ષણો આ પ્રમાણે છે : (૧) જ્ઞાન (૨) દર્શન, (૩) ચારિત્ર અને (૪) તપ. આ ચાર લક્ષણોથી સાધના કરનાર મુક્તિને પામે છે. જ્ઞાન એટલે પદાર્થની યથાર્થ સમજ, દર્શન એટલે યથાર્થ શ્રદ્ધા, ચારિત્ર એટલે સદાચાર અને તપ એટલે ભૌતિક વાસનાઓનું નિયંત્રણ. -ઉ. અધ્યયન ૨૮ ગા. ૧ થી ૩ ૪૪. સમ્યગ્ દર્શન વિના જ્ઞાન સંભવે નહિ, સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર સંભવે નહિ અને શુદ્ધ ચારિત્ર વિના કર્મ-ક્ષય થાય નહિ, અને કર્મ-ક્ષય વિના મોક્ષ સંભવે નહિ. – ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૦ ૨૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪૫. જીવાત્મા જ્ઞાનથી પદાર્થોને જાણે છે, દર્શનથી તે પર શ્રદ્ધા રાખે છે, ચારિત્રથી આવતા કર્મોનો રોધ કરે છે અને તપથી પૂર્વેના કર્મો ખપાવી શુદ્ધ થાય છે. - ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૫ ૪૬. આ પ્રમાણે સંયમ અને તપથી તમામ પ્રકારના કર્મોને ખપાવી તેમજ સર્વ દુઃખોનો ક્ષય કરી મહર્ષિઓ મોક્ષને (મુક્તિને) પ્રાપ્ત કરે છે. – ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૬ નોધ : સાંપ્રદાયિક દૃષ્ટિએ જે જૈન હોય તેને જ મોક્ષ મળે તેમજ અમુક લીંગની વ્યક્તિ હોય તેને જ મોક્ષ મળે તે પ્રકારની સંકિર્ણતા અનેકાંતવાદી જૈન દર્શનમાં નથી તે માટે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન ૩ ની ગાથા ૧૦, ૫ર થી પ૫ છે તેની નોધ લેવી જરૂરી છે. - ચ. ઉ. મહેતા ૩૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ બાદ આત્માની સ્થિતિ અંગે પૂ. શ્રી મોટા - - પૂ. શ્રી મોટા ક આત્મનિષ્ઠ સિદ્ધ પુરુષ હતા. તેઓને ગૂઢ રહસ્યવાદનું સારું જ્ઞાન હતું. મૃત્યુ બાદ આત્માની શું સ્થિતિ રહે છે તે બાબત તેઓશ્રી કહે છે કે માણસનો આત્મા તેનું શરીર છોડે છે ત્યારબાદ જે વાતાવરણમાં તે ભૌતિક દેહે જીવ્યો હોય તે વાતાવરણ સાથે તેના સુક્ષ્મ દેહનું સંયોજન તેર દિવસ સુધી તો રહેતું હોય છે. અને તેથી ભૌતિક દેહ છોડ્યા બાદ તેના સગા-સ્નેહીઓ શોક કે વિલાપ કરે તો તેને દુઃખ પહોંચે છે. આથી આપણા સ્નેહીજનના મૃત્યુ બાદ આ તેર દિવસો દરમ્યાન વિલાપ કરવાને બદલે પ્રાર્થના Page #33 -------------------------------------------------------------------------- ________________ કરી મરનારના આત્માને શાંતિ પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઈએ. મરનારનો આત્મા મૃત્યુ બાદ તુરત જ બીજો જન્મ લઈ શકતો નથી. મરનારની અધુરી રહેવ વાસનાઓ, આદર્શો કે જીવનધ્યેયોની પૂર્તિ થાય તેવા સ્થળે તે ફરી જન્મ લે છે. પરંતુ તે ક્યારે અને કેવા સંજોગોમાં ફરી જન્મ લે છે તે કહી શકાતું નથી કારણ કે તે વાત અનેક પ્રકારના સંયોગો ઉપર આધારિત છે. મૃત્યુની ક્ષણે જો આપણે ઈશ્વર સ્મરણ કરી શકીએ તો ત્યારબાદના જન્મમાં તે આત્માની સારી ગતિ જરૂર થાય; પરંતુ દીર્ધકાળના અભ્યાસીઓ પણ મૃત્યુ સમયે ઈશ્વરપરાયણ કે આત્મનિષ્ઠ રહી શકતા નથી. શ્રી મોટાના આ વિચારો મૂલ્યવાન છે. -વ્યયંબક ઉ. મહેતા R Page #34 -------------------------------------------------------------------------- ________________ 5. Ojછે 'જી સાહિત્ય ભિક્ષુ આ, 13101e alla ડાતળી Aii પ્રસાદી