________________
જીવનના મૂલ્યોઃ અહિંસા: ૪. જીવન પર્યત જગતના તમામ જીવો પર સમભાવ
રાખો. શત્રુ તથા મિત્ર બંનેને સમભાવથી જોવા અને હાલતા ચાલતા, ખાતા એમ પ્રત્યેક ક્રિયામાં થતી હિંસાથી વિરમવું. ખરેખર સર્વકોઈ માટે
આ દુર્લભ છે. - ઉ. અધ્યયન ૧૯ ગા. ૨૫ સત્ય :
અસત્ય ન બોલવું કે નિશ્ચયાત્મક વચનો ન કહેવા; ભાષાના દોષને અને કપટને છોડી દેવા. પોતાને માટે અથવા પારકાને માટે અથવા ગમે તેને માટે કશું પુછવામાં આવે તો પાપવાળું અગર નિરર્થક કે મર્મભેદી વચન બોલવું નહિ.
- ઉ. અધ્યયન ૧ ગા. ૨૪, ૨૫ - ૮