________________
૨૯. “આ મારું છે, આ પરાયું છે, આ મેં કર્યું છે અને
આ મારું કરેલ નથી.” –આ રીતે બબડતા પ્રાણીઓના આયુષ્યને કાળરૂપી ચોર ચોરી રહ્યો છે, અને જે જે રાત્રી દિવસ ચાલ્યા જાય છે તે પાછા ફરતા નથી. માટે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અગર જે મૃત્યુથી છૂટી શકતો હોય, અગર જે જાણતો હોય કે હું મરીશ જનહિ તેજ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી ધર્મ-કાર્યમોકુફ
રાખી શકે. –ઉ. અધ્યાય ૧૪ ગા. ૧૫, ૨૭ ૩૦. અરણ્યમાં દાવાનળ સળગે છે ત્યારે તે
દાવાનળમાં સળગતા પ્રાણીઓની દશા જોવા છતાં બીજા પ્રાણીઓ આનંદમાં મસ્ત રહે છે. તેજ રીતે આપણે પણ કામ-ભોગમાં મૂચ્છિત