________________
૧૩. અતિ કઠિન મનુષ્યભવ પામ્યા બાદ પ્રમાદવશ
મનુષ્યનો જીવ દુર્ગતિને પામે છે અને જીવનમરણના ચક્રાવામાં પાછો પડે છે. માટે ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.
- ઉ. અધ્યયન ૧૦ ગા. ૧૬ ૧૪. તારું શરીર જીર્ણ થયું છે, કેશ ફીકા પડી ગયા
છે, તારું સર્વ બળ હરાઈ ગયું છે, માટે હવે તું ચેતજા, પ્રમાદ ન કર. શરદ ઋતુનું ખીલેલું કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં નિરાળુ રહે છે, તેમ તું તારી આસક્તિથી અલગ થા અને મોહથી રહિત થા. પ્રમાદ ન કર.
- ઉ. અધ્યયન ૧૦ ગા. ૨૨, ૨૬, ૨૮
- ૧૩