________________
એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ.
–ઉં. અધ્યયન ૧૦ થી ૩૪
૧૨. વૃક્ષનું જીર્ણ થયેલ પાંદડુ જેમ ખરી પડે છે તેમ મનુષ્યનું જીવન પણ આયુષ્ય પુરુ થયે પડી જાય છે માટે ક્ષણ માત્રનો પ્રમાદ કરવો નહિ. દાભડાના અગ્રભાગ પર અવલંબીને રહેલ ઝાકળના બિંદુ જેવું જ ક્ષણિક માનવ જીવન છે. આથી બહુ વિઘ્નોથી ભરપૂર જીવનના દુષ્કર્મોને જલદી દૂર કર. પ્રમાદ કર નહિ.
કર્મના વિપાકો ગાઢ હોય છે. આથી લાંબા કાળે અનેક અનુભવો અને પ્રત્નો પછી કર્મક્ષય કર્યા બાદ આ મનુષ્ય ભવ મળેલ છે, જે પણ ક્ષણિક છે માટે હે માનવી ! તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ.
૧૨
-
૯. અધ્યયન ૧૦ ગા. ૧ થી ૪