________________
વીતરાગી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે.
-ઉ. અધ્યયન ૩૨ ગા. ૮૮, ૮૯, ૧૦૧
૪૩. મોક્ષમાર્ગના ચાર લક્ષણો આ પ્રમાણે છે : (૧) જ્ઞાન (૨) દર્શન, (૩) ચારિત્ર અને (૪) તપ. આ ચાર લક્ષણોથી સાધના કરનાર મુક્તિને પામે છે. જ્ઞાન એટલે પદાર્થની યથાર્થ સમજ, દર્શન એટલે યથાર્થ શ્રદ્ધા, ચારિત્ર એટલે સદાચાર અને તપ એટલે ભૌતિક વાસનાઓનું નિયંત્રણ.
-ઉ. અધ્યયન ૨૮ ગા. ૧ થી ૩
૪૪. સમ્યગ્ દર્શન વિના જ્ઞાન સંભવે નહિ, સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર સંભવે નહિ અને શુદ્ધ ચારિત્ર વિના કર્મ-ક્ષય થાય નહિ, અને કર્મ-ક્ષય વિના મોક્ષ સંભવે નહિ. – ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૦
૨૦