________________
જન્મ, જીવન, મૃત્યુ અને મુક્તિ
જન્મ :
કોઈ પણ વસ્તુ કે પ્રસંગ કારણ વિના ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય જન્મ જીવાત્માના કર્મોના પરિપાક રૂપે જ છે. કર્મો આત્મશક્તિથી જ ચેતનવંતા થાય છે અને કર્મોથી બંધાયેલા જીવ સંસારમાં પરિવર્તન કરે છે. આ કર્મો આઠ પ્રકારના છે તેમાંના મુખ્ય કર્મો નીચે મુજબના છે : ૧. સમ્યગુ જ્ઞાનને અવરોધ કરનારા, ૨. સમ્યગ્દર્શનને અવરોધ કરનારા, ૩. શાતા (વેદના) અશાતા ઉપજાવનારા, ૪. મોહ ઉત્પન્ન કરનારા. - ૧. અધ્યયન ૩૩ ગા. ૧,૨.