________________
પ્રકાશકનું નિવેદન
જૈન સહિત સમગ્ર ભારતીય પરંપરાનાં મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશરૂપ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું મહત્ત્વ સ્વીકારાયેલું છે. એમાંથી જન્મ, જીવન, મૃત્યુ અને મુક્તિને લગતાં વચનામૃત પ્રગટ કરતાં સસ્તું સાહિત્ય આનંદ અનુભવે છે. યુગધર્મી મુનિ સંતબાલજીના અનુવાદનો આધાર લઈ, જૈનદર્શનના ઊંડા અભ્યાસી શ્રી અઁબક્લાલ ઉ. મહેતા (નિવૃત્ત મુખખ્યય ન્યાયમૂર્તિ, હિમાચલ પ્રદેશ)એ કરેલું ચયન તેમજ મૃત્યુ બાદ આત્માની સ્થિતિ વિશે શ્રીમોટાનાં મંતવ્યોની નોંધ, સર્વસાધારણ મુમુક્ષુને અવશ્ય ઉપયોગી થઈ પડશે, એવી આશા છે.
આનંદ એન. અમીન પ્રમુખ : સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ