________________
મમતારહિત વૃત્તિ કેળવવી – તે દુષ્કર છે.
- ઉ. અધ્યયન ૧૯ ગા. ૨૯ મનોજ્ઞ પરિગ્રહમાં આસક્ત થયેલ જીવ જ્યારે તેમાં અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને સંતોષ મેળવી શકતો નથી. આ રીતે દુથી થયેલ જીવ અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે.
– ઉ. અધ્યયન ૩૨ ગા. ૨૯ વિનયઃ
જે પાંચ કારણોને લીધે મનુષ્ય સાચી વિદ્યા મેળવી શકતો નથી તે નીચે મુજબ : (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રાગ, (૫) આળસ. –. અધ્યયન ૧૧ ગા. ૩