Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Catalog link: https://jainqq.org/explore/005920/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મા!! ટોલ્સ્ટોય કૃત અનોખી પરીકથા ] Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ગમાર !! Page #4 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા [સર આલબર્ટ હાવર્ડ કૃત “ધ સાઈલ એન્ડ હેલ્થ”] કઈ પણ વસ્તુના તત્વના જ્ઞાનને “વેદ” કહી શકાય, અને તે જ્ઞાનનો પહેલપ્રથમ પ્રકાશ અંતરમાં લાધનારને “ઋષિ' કહેવાય, તો ધરતી માતાના વેદ-જ્ઞાનને આવિષ્કાર કરનાર આ “ઋષિ’ની કૃતિને આ વિસ્તૃત સંક્ષેપ છે. પરદેશી જ્ઞાન અને વસ્તુઓના મેહમાં અંધ બનેલા આપણા રાજકર્તાઓ અને તેમના કહેવાતા “વિજ્ઞાનીઓ આપણી ધરતી માતાની રાસાયણિક ખાતરો અને યાંત્રિક ખેડથી કેવી બરબાદી સરજી રહ્યા છે, તેની આવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારનાર આ હિંમતવાન બહાદુર વિદ્વાનની ચેતવણી તરફ માતૃદ્રોહ કરવાનું મહા-પાપ આચરીને જ આપણે દુર્લક્ષ કરી શકીએ! ક ૧૦૦૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી. એમ. કે. એમ. ટ્રસ્ટ ચંથમાળા-૮ ગમાર! હિસ્ટય કૃત અનેખી પરીસ્થા] સંપાદક ગેપાળદાસ જીવાભાઈ પટેલ આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ અમેરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણ, અમદાવાદ ૫૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ૫૦ છો૦ પટેલ મંત્રી આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૫૪ મુદ્રક પરેશ કાન્તિલાલ ગાંધી સર્વોદય પ્રેસ, ૬,૪૮, સત્યાગ્રહ છાવણી, અમદાવાદ પહેલી આવૃત્તિ, પ્રત ૧૦૦૦ મુખ્ય વિકતા વર્ડ કલાસિક મ્યુઝિયમ એડવાન્સ સિનેમા સામે, ભદ્ર, અમદાવાદ-૧ કિં. ૫ રૂપિયા એકબર ૯૮૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ભારતવર્ષના ઇતિહાસમાં શ્રીકૃષ્ણ પહેલી વાર અવતારવાદ રજૂ કર્યો. ધર્મ-સંસ્કૃતિની બાબતમાં મોટો માનવ-સમુદાય જયારે અવળે માર્ગે ચડી જઈ ઘર અધ:પાત પામે છે, ત્યારે તેને તેમાંથી પાછો વાળી કલ્યાણને માર્ગે લઈ આવવાનું કામ અશકય જેવું બની રહે છે. તેવા કપરા કાળમાં પણ જે મહાન વિભૂતિ પ્રગટ થઈને તે અશક્ય જેવું કામ પાર પાડી આપે, તે સ્વાભાવિક રીતે જ પરમાત્માનો અવતાર ગણાય. શ્રીકૃષ્ણ તે પ્રમાણે પિતાના જમાનામાં સંન્યાસને નામે પ્રવર્તેલા કર્તવ્ય-ત્યાગને, અને યજ્ઞને નામે પ્રવર્તેલા ભોગેશ્વર્ય માટેના વૈદિક ક્રિયાકાંડને ભારે હિંમત-પરાક્રમ દાખવીને પછાડી નાખ્યા, અને કર્તવ્યકર્મના માર્ગને પુનઃસ્થાપિત કર્યો. અલબત્ત, પ્રજાના ઉદ્ધારક મહાપુરુષોની બાબતમાં હંમેશ બનતું આવ્યું છે તેમ, તેમને કમોતે જ મરવું પડ્યું. ત્યાર પછી, લાંબા કાળે, મુસલમાન ધાડાંઓ પોતાના પશુ-બળથી ભારત ઉપર કબજો જમાવી બેઠાં; અને ધર્મને નામે પ્રજા ઉપર કેવળ જુલમ અને અત્યાચાર કરવા લાગ્યાં. તે વખતે નિર્માલ્ય – નિપ્રાણ બનેલા હિંદુઓ તો મુસલમાનોની ભાષા સ્વીકારી લઈ, તેમની સેવા-ભક્તિમાં લાગી ગયા અને માત્ર જીવવા ખાતર જીવવાનું જીવન જીવવા લાગ્યા. ત્યારે ધર્મભ્રષ્ટ થયેલા હિંદુઓ તેમજ મુસલમાનોને સાચો ધર્મમાર્ગ બતાવનારા શીખ ગુરુ પ્રગટ થયા અને તેમણે પ્રજામાં પોતાના • ગીતા અ૦ ૨, લો૦ ૪ર-૩. ગામમાં પુષિત વારમ્ ... - વારતા.... મોર્ચતિમ પ્રતિ ! Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ – આચરણથી સાચી ધર્મભાવનાને જાગ્રત કરી આપી. પરંતુ પાંચમા શીખગુરુને તપાવેલા લોખંડના તવા ઉપર શેકીને, નવમા શીખગુરુનું માથું કાપી નાખીને અને દસમા શીખગુરુના બંને પુત્રોને જીવતા ભીંતમાં ચણી લઈને શીખગુરુઓને ખતમ કરવામાં આવ્યા. પછી આવ્યો, બંદૂક અને દારૂગોળાની મદદથી આખી દુનિયા ઉપર ફરી વળેલા ધર્મભ્રષ્ટ, નીતિભ્રષ્ટ ગોરાઓનો યુગ. તેમણે ન્યાયનીતિ-ઈશ્વર બધાંને કરાણે મૂકી, ઠેરઠેર જુદી જુદી પ્રજાઓ ઉપર હકૂમત જમાવીને કે તેમનું નિકંદન કાઢીને પોતાની વિજ્ઞાન-ટેકનોલોજીની આસુરી ભોગેશ્વર્ય-સંસ્કૃતિ પ્રવર્તિત કરી. તે વખતે અધોગતિ પામેલી ભારતની પ્રજા પણ, મુસલમાનોના વખતમાં કર્યું હતું તેમ, નીચી મૂંડીએ ગોરાઓની ભાષા અને સંસ્કૃતિ અપનાવીને તેમની સેવા-ભક્તિમાં લાગી ગઈ. ગોરાઓની હકૂમત હેઠળ ભારતની પ્રજાની થયેલી એ આર્થિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક અધોગતિ અને અવનતિથી અકળાઈ ઊઠેલા ગાંધીજીએ ગોરાઓના પશુબળ સામે આત્મશુદ્ધિમૂલક અહિંસા-સત્યાગ્રહનું આધ્યાત્મિક બળ પ્રજામાં પ્રગટાવીને ગોરાઓના પશુબળને માત કર્યું અને ભારતને આઝાદી અપાવી. પણ સદા બને છે તેમ, તેમને તેમના જ દેશબંધુઓએ બંદૂકની ગોળીથી ઠાર કર્યા. પછી આઝાદ બનેલા ભારતની બાગદોર જવાહરલાલ નેહરુના હાથમાં આવતાં, તેમણે ગાંધી-મૂલ્યોને મિટાવી દઈ, પાછી ગરાઓની વિજ્ઞાન-ટેકનોલૉજી-મૂલક આસુરી ભેગૈશ્વર્ય-સંસ્કૃતિ ભારતમાં પ્રવર્તિત કરી. ગાંધીજી એ પાશ્ચાત્ય ભોગશ્વર્ય-સંસ્કૃતિના કટ્ટર વિરોધી હતા; કારણકે, તેમાં અંતે પશુબળ ઉપર મુસ્તાક બની, લાખની રોજી-રોટી એકહથ્થ કરી લઈ, થોડાક લોકોને જ તવંગર અને બાકીના બધાને ભૂખે મરતા ગુલામ બનાવવાપણું; તથા બીજી તેવી જ પશુબળ ઉપર મુસ્તાક પરદેશી તાકાત સાથે હરીફાઈમાં ઊતરવાપણું અને અથડામણમાં આવવાપણું રહેલું છે, એમ તે સ્પષ્ટ જોઈ ગયા હતા. Page #9 -------------------------------------------------------------------------- ________________ લશ્કરી તાકાત ઉપર નભતું રાજતંત્ર કદી કલ્યાણકર હેઈ ન શકે, અને પશુબળના આધાર વિનાનું કલ્યાણરાજ્ય કેવું હોઈ શકે, તેનું દર્શન કરી, મહર્ષિ ટૉસ્ટોયે, પિતાની અપ્રતીમ વાર્તાશૈલીથી “ઇવાન ધ કુલ’ નામની પરીકથા રચી છે. તેમની ચેતવણી અવગણીને પાશ્ચાત્ય ગોરી પ્રજાઓ કેવાં બે મહાયુદ્ધોમાં અટવાઈને બરબાદ થઈ, તથા આફ્રિકાએશિયાનાં તેમનાં મહા-સામ્રાજ્ય કેવાં અસ્ત પામ્યાં, તેનો ઇતિહાસ તે તાજો જ છે. ગાંધીજી પણ પશુબળ ઉપર આધારિત રાજતંત્રના વિરોધી હતા અને તેમણે બહુ પહેલાં ટૉસ્ટૉયની એ પરીકથાનું ગુજરાતી ભાષાંતર 'મૂરખરાજ’ નામે તૈયાર કર્યું હતું. અત્યારે ભલે ન માને, પણ છેવટે વિશે ટૉલ્સ્ટૉયે રજુ કરેલ લશ્કરી બળના આધાર વિનાને માનવસમાજ ઊભો કરવો જ પડશે; અથવા તે પછી આયુદ્ધથી અર્ધ ઉપરાંત માનવજાતનો સંહાર વહોર પડશે. ભારતને પણ લશ્કરી બળનો માર્ગ છેવટે છોડવો જ પડશે; અથવા તે પરદેશી પ્રબળ લશ્કરી તાકાતેના ઘેરા હેઠળ – અને હવે તો આયુદ્ધની જ લટકતી તરવાર હેઠળ જીવવું પડશે. પરંતુ લશ્કરી બળના આધાર વિનાનું રાજતંત્ર સ્થાપવા માટે ભેગૈશ્વર્ય માટેની વિજ્ઞાન-ટેકનોલૉજીની આસુરી સંસ્કૃતિ છોડીને ટૉલ્સ્ટૉયે નિરૂપેલી “બ્રેડ લેબર-ની સંસ્કૃતિ અપનાવવી પડે– જેને ભારતની પરિસ્થિતિના અનુસંધાનમાં તરજૂમે ગાંધીજીએ “હાથે કાંતેલા કાપડ-ની (ચરખાની) સંસ્કૃતિ કર્યો છે. પણ બનવાનું હતું તે બન્યું જ : જવાહરલાલે અપનાવેલી આર્થિક - સામાજિક નીતિઓને પરિણામે ભારતને પોતાનાં ભેગેટવર્યના યોગક્ષેમ માટે લશ્કરી તાકાત બનવું જ પડ્યું અને પરિણામે અમેરિકાચીન-પાકિસ્તાનની તેવી લશ્કરી તાકાત સાથે હરીફાઈમાં અને પછી ૧. ઋષિ એટલે આર્ષદૃષ્ટા, પાર નાર. ૨. પિતાનો રેટ (બ્રેડ) શારીરિક જાતમહેનતથી (લેબર) ઊભે કરવો તે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અથડામણમાં આવવું પડ્યું. અત્યારે ભારત ચારે બાજુથી પરદેશી દુશ્મન-સત્તાઓ વડે ઘેરાયેલું છે અને તેમની હરીફાઈમાં તેને લશ્કરી ખર્ચ ગજા ઉપરાંત કર્યા કરવું પડે છે. તેમાંથી કયારે ભડાકો થશે એ કોઈ કહી શકે તેમ નથી; અને એ ભડાકો હવે પાછો આયુદ્ધનો હશે એ જ યાદ રાખવાનું છે. કારણકે, અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનને અણુ-તાકાતથી સજજ કરી રહ્યાં છે. પરંતુ આખા દેશને ચરખાની સંસ્કૃતિને માર્ગે વાળવાનું કામ હવે કોઈ સામાન્ય રાજકીય નેતાના બરનું રહ્યું નથી. તેને માટે તો વિરલ નૈતિક-આધ્યાત્મિક બળવાળો ‘મહાત્મા’ જોઈએ. તે કઈ મહાપુરુષ ભારતમાં જ પેદા થાય તો નવાઈ નહિ! કારણકે ગોરાઓના વિશ્વવ્યાપી શરાબળ આધારિત સામ્રાજ્ય સામે અહિંસા-સત્યાગ્રહનું સંસ્કૃતિ-બળ લઈને ઝૂઝનાર અને વિજયી નીવડનાર પુરુષ ભારતમાં જ પ્રગટ થયો હિતોને! ટૉલ્સ્ટોયની તે શકવર્તી પરીકથાના વસ્તુને આજના સંદર્ભમાં ફરી યાદ કરી જઈએ તો સારું, એમ વિચારી, એ પરીકથાનો પરિવાર સંસ્થાએ અ૫નાવેલ બૃહત્ સંક્ષેપની રીતે ભાવાનુવાદ, ટ્રસ્ટ તરફથી પ્રસિદ્ધ કરવાનું ઉચિત માન્યું છે. પરિવાર સંસ્થાની અનુવાદની એ પદ્ધતિ વિશ્વની બીજી ઘણી મહાન નવલકથાઓને અત્યારના ગુજરાતી વાચકને માફક આવે તે સ્વરૂપે ગુજરાતીમાં ઉતારવામાં સફળ નીવડી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ ૧ મારો ખેલ બગાડી નાખ્યો! પ્રકરણ ૨ ગોઠિયા કામે લાગ્યા – ૧ પ્રકરણ ૩ ગોઠિયા કામે લાગ્યા – ૨ પ્રકરણ ૪ ગઠિયા કામે લાગ્યા – ૩ પ્રકરણ ૫ બે ભાઈ રાજા બન્યા પ્રકરણ ૬ ઇવાન પણ રાજા બને! પ્રકરણ ૭ ત્રણ રાજાને રાજકારભાર પ્રકરણ ૮ બુટ્ટો સેતાન કેડ બાંધે છે! મકરણ ૯ મૂરખરાજ ! Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ મારો ખેલ બગાડી નાખ્યો ! એક હતો રાજા. રાજાના રાજ્યમાં એક પ્રાંત; અને પ્રાંતમાં એક ગામ. ગામમાં એક સુખી ખેડૂત-કુટુંબ વસે : બાપ, મા, ત્રણ દીકરા અને એક દીકરી. દીકરી મોટી, પરણ્યા વિનાની, બહેરી અને મૂંગી. ત્રણ દીકરામાં વડો સાઇમન : આખો દિવસ – “લેક્ટ-રાઈટ!” “લેફટ-રાઇટ !” કર્યા કરે. ખેતરે જવાનું નામ નહિ. બધા એને સેજર' કહીને જ બોલાવે. વચલો તરાસ : એછું આપી વધુ પડાવવાની જ દાનત. વાતવાતમાં નફો કાતરવાની આવડત. “ખેતી અને ખેતરમાં વળી શું કરું? - વેપાર-ધંધો જ ખરો!' બધા એને “બાડી' નામે જ ઓળખે. છેક નાનો ઇવાન : હાડકાં ભાગી ખેતરમાં કામ કર્યા કરે. બીજી કશી અક્કલ કે હોશિયારી નહિ. ભલા-ભોળા ખેડૂતનો જ અવતાર. પછી સૌ “ગમાર' જ કહેને! સાઇમન ગામ છોડી રાજાના લશ્કરમાં ભરતી થયો, અને રણમેદાનો ખૂંદી વળ્યો. રાજા ખુશખુશ! આપ્યો મોટો હોદ્દો અને આપી મોટી જાગીર. સેનાપતિ સાઇમન પરણ્યા એક ઉમરાવજાદીને. ઉમરાવજાદી રૂપરૂપનો અંબાર, પણ હાથની બહુ છૂટી! પતિ ખેબા ભરીને કમાય પણ ખૂટ્યા જ કરે ! Page #14 -------------------------------------------------------------------------- ________________ ગમાર !! દેડો આવ્યો સાઇમન જાગીરે! કારભારીને કહે “પૈસા આપ!” કારભારી કહે – “જાગીરમાં નથી ઢેર કે નથી જર; નથી ઘોડા કે નથી હળ-રાંપડી. પૈસા ક્યાંથી લાવું?’ સાઇમન દોડયો બાપ પાસે : “મિલકતમાંથી ભાગ આપી દો.” બાપ કહે – “તું અહીં શું કમાઈને લાગે છે? અહીં તો બાપડો ઇવાન અને ગૂંગી હાડકાં તોડ્યા કરે છે!” સાઇમન કહે – “પણ બાપનો દીકરો તો છુંને? એટલે મિલકતમાં મારો ભાગ. ઇવાન તો છે ગમાર, ને પેલી છે બહેરી-મુંગી. એમને મિલકત શું કરવી છે?' બાપ કહે – “એ તો ઇવાનને પૂછ – તેને મિલકત જોઈએ છે કે નહિ.” ઇવાને કહી દીધું, “મોટાભાઈને જે જોઈએ તે ભલે લઈ જાય !” મોટાભાઈએ ભરાવ્યાં ગાડાં અને બધું ભળાવ્યું પોતાની જાગીરે. જાગીર હવે માલામાલ. સાઇમન પાછો પહોંચી ગયો રાજાની તહેનાતમાં. તરાસ ગામ છોડીને ગયો શાહ-સોદાગરને ત્યાં. વેપાર-ધંધામાં પાવરધો બન્યો; ખૂબ કમાયો; અને પરણ્યો શાહ સોદાગરની દીકરીને. છતાં ધરાય શાનો! આવ્યો બાપ પાસે : “મારો ભાગ આપી દે.' બાપ કહે –“તે કમાઈને શું મોક્લાવ્યું છે? બિચારા ઇવાન અને ગૂંગી હાડકાં તોડીને કામ કરે છે અને દાણા લાવે છે. તેમનું રળેલું તું શાનો માગે?' તરાસ કહે – “ઇવાનને એ બધું શા કામનું છે? એ ગમારને કોણ પરણવાનું છે કે પરણાવવાનું પણ? પેલી ગૂંગીનેય એ બધાનો શો ખપ? માટે, ઇવાન! અર્ધા દાણા મને આપી દે; મારે ઓજારમાં ભાગ નથી જોઈત, કે ઢોર-ઢાંખમાં પણ. એકલો ઘડો હું લઈ જઈશ; ખેતીમાં એ તને શા કામનો ?” Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧. મારે એ બગાડી નાખે! ૧૩ ઇવાને હસીને જવાબ આપ્યો – “ભાઈ, લઈ જાઓને તમ-તમારે. મારે ખૂટશે તો ઘણુંય પક્વી લઈશ!” તરાસે ગાડાં ભરીને દાણા, તથા મોટા ઘેડાને શહેર ભેગા કર્યા. ઇવાન પાસે બાકી રહી એક બુઠ્ઠી ઘડી અને બુઠ્ઠાં મા-બાપ. એમને કોણ માગી જવાનું હતું! બુટ્ટા સેતાનના પેટમાં ચૂંક ઊપડી : “મિલકત વહેંચવાની બાબતમાંય ભાઈઓ લડી ન મરે અને બધું શાંતિથી પતી જાય, એ વળી કેવું? એમાં મારી શી આબરૂ રહી? મારું માં તે “કાળું' જ ને?” તરત યાદ ક્ય ત્રણ ગોઠિયાઓને. નાખી ત્રાડ– “મા”ળા બબૂચકો! ઓલ્યા ત્રણ ભાઈ – સાઇમન – તરાસ અને ઇવાન મિલકત વહેચતાંય લડ્યા નહિ અને સલામત સૌ-સૌને ઘેર પહોંચ્યા, એ વળી કેવું? તો પછી આપણે બધા છીએ શા માટે? પેલા ઇવાન ગમારે જ મારો ખેલ બગાડયો છે! પણ હવે બાંધો કેડ, ને લડાવી મારો ત્રણેયને એવા કે એકબીજાની આંખે ખેંચી કાઢવા જ વહેલા થાય ! બોલો, છે હિંમત? આ ત્રણેય બોલી ઊઠયા : “એ, એના તે શા ભાર ! હમણાં પતલું જાણો!” “પણ તમે શું કરશે, એ તે કહો!” જુઓ સરદાર, પહેલાં તે અમે તે ત્રણેયને પાયમાલ કરી નાખીશું. પછી જ્યારે દરેકની પાસે ખાવાને દાણાય નહીં રહે, ત્યારે તે ત્રણેયને બાપને ઘેર ભેગા કરીશું; પછી જોજો મજા – કેવા એકબીજાને કરડવા તડે છે !' “ખરી વાત! તમે કામ બરાબર સમજતા લાગે છે. માણસ ભૂખે મરતો થાય ત્યારે જ હેવાન બને. જ્યાં સુધી છાકમછોળ હોય, ત્યાં સુધી શા માટે લડે-ઝઘડે? બસ, તે જાઓ, કરો ફત્તેહ! પણ જો Page #16 -------------------------------------------------------------------------- ________________ ગમાર!! કામ પૂરું કર્યા વિના પાછા આવ્યા, તો જીવતા નહીં છોડું, એ જાણી રાખજો!” ગોયિા કામે લાગ્યા – ૧ સેતાનના ગોઠિયાઓ ઊપડયા ને જઈ પહોંચ્યા પોતાના માનીતા ઠેકાણે – ગંધાતા કીચડવાળા કળણમાં! ત્યાં નિરાંતે ગોઠવાઈને ત્રણે વિચારવા લાગ્યા કે જેણે કયાં જવું. પણ સેતાનના સાગરીત, એટલે દરેક જણ સહેલું કામ જ માગે! છેવટે નક્કી કર્યું કે, “નાખે ચિઠ્ઠીઓ : જેને ભાગ જેનું નામ આવે, તેણે તે ભાઈને પતવવો. જેનું કામ વહેલું પતે, તેણે બીજાને મદદ કરવા પહોંચી જવું. અમુક દિવસે પાછા ત્રણેયે અહીં જ ભેગા થવું; ને થયેલા કામને હિસાબ આપવો !” ઠરાવેલ દિ'એ ત્રણે જણ ભેગા થયા – એ જ ગંધાતા કળણમાં. આપવા માંડ્યો કામનો હિસાબ. પહેલે ગેઠિો :- “હું તે પહોંચ્યા મોટા સાઇમનને ત્યાં. ચપટી વગાડતામાં બધું પતાવી દીધું! કાલે જ સાઈમન બાપના ઘર ભેગો થયો જાણો !” બીજા બે – “માંડીને તે વાત કર !” પહેલો ગોઠિ :- “પહેલાં તો મેં સાઇમનને એવો ચગાવ્યો કે તેણે રાજા પાસે જઈને બડાશ મારી – “મહારાજ, આપ હુકમ, આખી દુનિયાના રાજા જીતી લાવું! પછી બધાની દોલત આપના ખજાનામાં!” “રાજની દાઢ સળકી. તેણે લશ્કર સોંપ્યું સાઇમનને અને કહ્યું, કરો ફત્તેહ!” Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨. ગેઠિયા કામે લાગ્યા -૧ ૧૫ “સાઈમન ઊપડયો ભારત દેશ ભણી. ત્યાંના રાજાને અઢળક દોલત. સાઇમને કર્યો હલ્લો ને આવી ગયા બંને સામસામા. આગલી રાતે મેં સાઇમનનો બધો દારૂગોળો ભજવી નાખેલો; અને ભારતી રાજાના લશ્કરમાં રાડાંના બનાવેલા સોજરો ગોઠવી દીધેલા. એટલે સાઇમનની ચારે કોર ભારતી રાજાના માણસો કીડિયારાની પેઠે ઊભરાય! સાઇમને કર્યો હુકમ, “ભરો તેપો અને ઊડાવી દો એ કીડિયારાને!' પણ દારૂગોળો સળગે તેને! સાઇમનના રસૈનિકો મૂઠી વાળીને નાઠા અને વળી ગયો કચ્ચરઘાણ! રાજાએ સાઈમનને પૂર્યો અંધારી કોટડીમાં અને તેની જાગીર કરી જપત! હું કાલે જઈ સાઇમનને જેલમાંથી ભગાડીશ; એટલે તે સીધો પહોંચશે બાપને ઘેર ! પછી બંદા નવરા. સિવાય કે, તમારે કોઈને મારી મદદ જોઈતી હોય!” હવે બીજા ભાઈ તરાસને ત્યાં ગયેલા ગઠિયાએ વાત માંડી. “મારું કામ પણ પત્યું જ જાણો! મારે કોઈની મદદની જરૂર નથી. એક અઠવાડિયામાં તરાસ પણ બાપના ઘરભેગો થશે! મેં એને એવો ચગાવ્યો કે, તે માંડ્યો માલ ખરીદવા. “પછી માલ મોંઘે ભાવે વેચીને બની જઈશું લખપતિ !” પોતાની પાસે પૈસા ખૂટ્યા તે લીધા ઊછીના. માથાના વાળ જેટલું દેવું કર્યું છે. પણ આવતે અઠવાડિયે થશે લેણદારોને તગાદો! તરાસનો બધો માલ મેં એ બગાડી નાખ્યો છે કે, એક ફદિયું પણ ન ઊપજે! પછી તરાસભાઈને પણ બાપને ઘેર પહોંચ્યું જ છૂટકો!” ત્રીજા ગઠિયા પાસે તે મોકાણના જ સમાચાર હતા: મારું બધું ધૂળધાણી થઈ ગયું ! અને તમારું કર્યું પણ ધૂળધાણી થશે!” ભસી મર, – શું થયું છે!” પેલા બને તડૂકયા. Page #18 -------------------------------------------------------------------------- ________________ “જુએ, ખાલીપીલી બરાડશો નહીં. મેં કરવામાં કશી કસર નથી રાખી. પણ એ ઇવાનો છે જ માળો ગમાર; એનું શું થાય? એ ખેતરે જતાં ભૈડકી પીવા બેઠો. એની મહીં હું સારી પેઠ બ્રૂક્યો; જેથી પેટમાં ભૈડકી માંડે કૂદવા! પછી હું પહેઓ ખેતરમાં. બધી જમીન ટીપીને બનાવી દીધી પથરો! ઇવાનડો પેટ આમળતો બાટક્યો ખેડવા. પણ હળ જમીનમાં પેસે તેને! છતાં માળે ખસ્યો જ નહિ! ભાર દઈને હળની પૂણી પેસાડી જમીનમાં, અને પેટ દાબતો માંડયો ખેડવા. મેં હળપૂણી તેડી નાખી; તે ગયે ઘેર ને લાવ્યો બીજી! મેં જમીનમાં પેસી હળપૂણી પકડી રાખી; પણ માળાએ જોર કર્યું તે મારાં આંગળાં જ કપાઈ ગયાં. પછી બેટાએ આખું ખેતર ખેડી નાખ્યું – માત્ર થોડું જ બાકી છે. કાલે એ પણ પૂરું થશે. પછી ભલેને તમે બંને ભાઈઓને ઘેર મોલ્લો : ઇવાનો દાણા પકવી પકવીને બધાને ખવરાવશે!” સાઈમનવાળો ભૂતડો બોલી ઊઠ્યો, “હું આવીશ કાલે સાથે. બેટાને ખબર પાડી દઉં કે કેમ ખેતર ખેડાય છે!” બીજે દિ' ઇવાન મંડ્યો પેટ આમળતો ખેતર ખેડવા. સાઈમનવાળા ભૂતડાએ જમીનમાં પેસી વીંટી દીધા હાથ-પગ હળની પૂણીને. પછી હળ ચસકે શાનું? ઇવાન માથું ખંજવાળે. “ખેતરમાં મૂળિયાં તે છે નહિ; પછી હળ શામાં ભરાયું?” તેણે નાખ્યો હાથ જમીનમાં અને ખેંચી કાઢયું કશુંક. “અરે, આ તે મૂળિયું નો'ય! આ તો છે ગંદુભીનું-અમળાતું સાપલિયું!” ઇવાને માથા ઉપર વિઝી તેને પછાડવા માંડ્યું હળની દાંડી પર. ભૂતડે કરગરી પડ્યો, “ના મારશો, ના મારશો મને! તમારું ઘણું કામ કરી આપીશ; મને જીવતે છોડો !” “તું વળી શું કામ કરી આપવાને, ભલા!” તમે કહો તે!” “આ મારું પેટ અમળાય છે તે મટાડી દઈશ?” Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨. ગેડિયા કામે લાગ્યા-૧ “હાંઉ કરતુંકને ભૂતડું પેઠું જમીનમાં ઊંડેથી ખેંચી લાવ્યું ત્રણ મૂળિયાં. “લો મહેરબાન, આ ત્રણ. એક ખાશો કે ચૂંક બંધ! ગમે તે રોગ મટાડી દે!” ઇવાને ત્રણને છૂટાં પાડી એક મૂક્યું માં. પેટમાં પહોંચ્યું કે ચૂંક બંધ! ઇવાન રાજી રાજી. ભૂતડું કહે, “બાપલા, હવે તો છોડશેને?” ઇવાન કહે, “હા, નિરાંતે જા; ભગવાન તારું ભલું કરે!” પણ બાપરે! ભગવાનનું નામ? સાંભળતાં જ ભૂતડું દાઝવા માંડયું. “હાયરે!” “હાયરે!’ કરતું પેઠું જમીનમાં. જાણે પાણીમાં મોટો પહાણો પડ્યો! જમીન ફાટી ને પડ્યું મોટું ભગદાળું. આ ઇવાને બાકીનાં બે મૂળિયાં મૂક્યાં ટોપામાં. ટોપ માથે પહેરીને માંડ્યો ખેડવા. આખું પૂરું કરીને ઘેર પહોંચ્યો. ઘરે સાઇમનભાઈ જોર સાથે જમવા બેઠેલા. તેમની જાગીર રાજાને ક્બજે અને પોતે માંડ જેલમાંથી ભાગેલા. ઇવાનને કહે, “નવી નોકરી શોંધું ત્યાં લગી તારે ઘેર ધામા! હું ને મારી બૈયર બંને !” ભલે, ભલે, મોટાભાઈ! તમ-તમારે નિરાંતે રહેજોને!” આમ કહી ઇવાન પણ સાથે જમવા બેઠો. તરત સાઈમનની બૈરી નાક દાબતી ઊભી થઈ ગઈ. “આ ગંધાતા ખેડૂત સાથે બેસીને શું જમાય?” સાઇમને ઇવાનને કહ્યું, “મારી લેડીથી તારા પરસેવાની ગંધ ખમાતી નથી; તું બહાર બેસીને જમ!” ઇવાને કહ્યું, “બહુ સારું. આમેય મારે રાતે ઘોડીને ચરાવવા ખેતરે જાવું જ છે, તે અત્યારથી જ રોટલા બાંધીને થાઉં ચાલત!” ગ0- ૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ 3 ગાઠિયા કામે લાગ્યા – ૨ બીજે દિવસે સાઇમનવાળા ભૂતડો આવી પહોંચ્યો ખેતર : ભાઈબંધને મદદ કરવા. પણ ભાઈબંધ હોય ત્યારેને ! આખું ખેતર ખૂંદી વળ્યા, તે જોયું મોટું ભગદાળું ! ‘ જરૂર, મારા ભાઈબંધને ભાગવું પડયું લાગે છે. જીવ લઈનેસ્તા; નહીંતર આવડું ભગદાળું શાનું? પણ ઠીક છે; હવે આવી જા, બેટા ઇવાનડા! મારા ભાઈબંધની જગાએ હું છું ને સામેા તું છે! ખેતર તેા ખેડી નાખ્યું, પણ હવે બીડ કાપવા આવજે જોઉં !' બાલતાકને ભૂતડા પહોંચ્યો બીડમાં. બીડ આખું પલાળી નાખ્યું : બધું ઘાસ પાણીથી લથબથ, અને નકરો કાદવ. ઈવાન બીડમાં ઘાસ કાપવા આવ્યા. ચલાવ્યું દાતરડું; પણ ધાર જ બેવડી વળી ગઈ. દોડયો ઘેર. ‘ટીપીને કરું સીધી; સાથે ભાતું પણ લેતા આવું – રાતવાસા રહેવાય. ’ - દાતરડું સમું કરાકને પાછા મંડયો ઘાસ વાઢવા. ભૂતડો દાતરડું જમીન ભણી જ નમાવ્યા કરે. પણ ઇવાન એવું જોરથી વીંઝે કે ઘાસ ઊભું ને ઊભું કપાઈ જાય. આખું બીડ કપાઈ ગયું — ખાડમાંનું થોડું બાકી રહ્યું. ભૂતડા પહોંચ્યા ખાડ ભણી. ઘાસ બહુ ઘાટું નહિ, તેય દાતરડું પાછું જ પડે! ઇવાન હવે વકર્યો : દાતરડું એવા જોરથી ચલાવ્યું કે ભૂતડાભાઈ ખાડ છોડીને ભરાયા ઘાસની ગૂંચમાં. ગૂંચમાંય દાતરડું ન ચાલે. પણ ઇવાને એવું જોર કર્યું કે, ઘાસ ભેગી ભૂતડાની પૂંછડી જ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩. ગેડિયા કામે લાગ્યા-૨ કપાઈ ગઈ. ભૂતડું થયું બોડું. ગૂંગી બહેનને ઘાસ એકઠું કરવાનું ભાળવી, ઇવાન પહોંચ્યો રાઈના ખેતરમાં; લણવા માટે. ભૂતડો પણ આવ્યો રાઈના ખેતરમાં. રાડાં એવાં ગૂંચવે કે દાતરડું ચાલે જ નહિ. ઇવાન દોથો ઘેર – કાકરવાળું દાતરડું લાવવા. લાવીને લણી નાખ્યું આખું. એકલું અટવાળું બાકી રહ્યું. ભૂતડો કહે, “સવારે વાત! તું ઓટવાળું લણે તો ખરો.' બીજી સવારે ભૂતડો ખેતરે આવ્યું. જોયું તો આખું ખેતર રાતે જ લણી નાખેલું ! ભૂતડો કહે, “માળે રાતેય ઊંધે છે કે નહિ? મારા તે હાલહવાલ થઈ ગયા – આખા શરીરે ઉઝરડા ને કાપા. પણ બેટાના ડૂડાં સમેત બધા પૂળા સડાવી દઉં; પછી ઘેર શું લઈ જવાને, એનું માથું?' ભૂતડાભાઈ તો પેઠા ગંજીમાં અને કર્યો ગરમાવો. બધા પૂળા ધગી ઊઠ્યા. એવી હૂંફ થઈ કે ભૂતભાઈને જ નિંદર આવી ગઈ. ગાડે ઘોડી જોતરીને ઇવાન પૂળા ભરવા આવ્યો. પંજેઠી ખોસી ખોસીને પૂળા ઉપાડવા માંડ્યા. ભૂતડે પૂળા દબાવી રાખે જેથી પંજેઠી અંદર પેસે જ નહીં! પણ ઇવાને કર્યું જોર તે પંજેઠી પૂળા ભેગી ભૂતડામાં જ પેસી ગઈ. ઇવાને ઊંચી કરી, તો છેડે ભૂતડું અમળાય. અલ્યા પાછો આવ્યો? હવે કરું કાયમને વિદાય!” કહેતાંકને ઇવાને ગાડા ઉપર પછાડવા એને ઊંચો કર્યો. ભૂતડો કરગરી પડયો – “ના બાપા, ના મારશે; હું બીજો છે – તમારા મોટાભાઈવાળો. મને છોડી દો; પાછો કદી નહીં આવું તમારું કંઈ કામેય કરી આપીશ.” “તું શું કામ કરી આપીશ, ભલા!” “ગમે તે ચીજના સેન્જર બનાવી દઉં!” ૧. એક જાતનું બરછટ અનાજ. આપણી મસાલાની રાઈ નહીં. - સંપ૦ ૨. એ નામનું બરછટ અનાજ. – સંપા Page #22 -------------------------------------------------------------------------- ________________ અમાર!! “સેજર શું કામ કરે?' ‘તમે કહો તે!” “ગીતો ગાય?' “હા, કેમ નહિ? હુકમ કરો કે ગાવા માંડે– ઢોલ-રણશીંગા સમેત !' “ઠીક, થડા બનાવ ત્યારે! ગામની ઐયરોને મજા થશે.” “એક પૂળો લાવો ને ભણો આ મંતર – “પૂળા, પૂળા મારો હુકમ – એક રાડાનો એક સેલજર” ઇવાને પૂળ લીધે; ને ભયો મંતર. રાડાં પડયાં છૂટાં ને બની ગયાં સોજર : આખી પલટન! રણશીંગાં ને વળી ઢોલ – રમઝટ! ‘હવે બાપલા મને જવા દેશો? મેં તમારું કામ કરી દીધું.' ના, ના, મારે હૂંડાંવાળો પૂળો બગડ્યો! પાછો બનાવી દે. હૂડાં વગરનાં ખાલી રાડાંના સોલ્જર બનાવીએ.' એહો, આ મંતર ભણે એટલે પૂળો પાછો બની જશે – “સેજર સેન્જર, મારો હુકમ પાછા થાઓ પૂળાનાં રાડાં.' ઇવાને મંતર ભણ્યો એટલે પાછો પૂળો બની ગયો ડુંડાંવાળો ! ભૂતડો કહે, “હવે તે છોડશેને બાપલા!” ઇવાને ઝટ પંજેઠી નીચી નમાવીને ભૂતડાને અણિયામાંથી ખેંચી કાઢયું ને કહ્યું, “જા ભાઈ, નિરાંતે ભગવાન તારું ભલું કરે!' | બાપરે! ભગવાનનું નામ? સાંભળતાં જ ભૂતડું દાઝવા માંડયું. “હાયરે!” “હાય” કરતું પેઠું જમીનમાં. જમીન ફાટી ને પડયું ભગદાળું. પાણીમાં જેમ પહાણે પડ્યો! ઇવાન ઘેર પાછો ફર્યો તે તરાસ ને તેની વહુ વાળુ કરવા બેઠેલ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪. ગાઠિયા કામે લાગ્યા – ૩ ૧ તરાસે દેવાળું કાઢેલું. લેણદારોને મૂકી બાપને ઘેર છાનો ભાગી કરું ત્યાં લગી તારે ઘેર ધામા ! આવેલા. ઇવાનને કહે, ‘નવા ધંધા હું ને મારી બૈયર બંને!” ઈવાન “ રહેાને ભાઈ, તમ-તમારે ! શી ફિકર છે? કોઠાર ભરલા છે. ” ઇવાન ડગલા કાઢીને બેસી ગયા વાળુ કરવા. તરાસની વહુ ઝપ દઈને ઊભી થઈ ગઈ. આ રાંચે તો ગંધાય છે. મારાથી જોડે નહિ બેસાય.’ તરાસ ઇવાનને કહે, બહાર વાડામાં ખાવા બેસ; તું બહુ ગંધાય છે.' ઈવાન ‘બહુ સારું મેાટાભાઈ. આ રોટલા લીધા ને ચાલ્યો બહાર; આમેય ઘોડી ચરાવવા ખેતરે જાવું જ છે.' - ગાઠિયા કામે લાગ્યા બીજે દિ’ તરાસવાળો ભૂતડો આવ્યો ખેતરે : ભાઈબંધોને મદદ કરવા. પણ ખેતરે કોઈ હોય તાને! એક ભગદાળું દીઠું. ‘મારા ભાઈબંધ પેઠો લાગે છે. પણ બીજો કયાં?' શોધવા માંડયો બીડમાં. ખાડ આગળ બીજાની કપાયેલી પૂંછડી મળી. પણ ભાઈબંધ કયાં? રાઈના ખેતરમાં જોયું, તે બીજું મોટું ભગદાળું. બીજોય નાઠા લાગે છે. માળા ઇવાનડાએ ભૂંડી કીધી. પણ હું બેયનું વસૂલ કરું ત્યારે ખરો !' માંડયો ઇવાનને શેાધવા. ઇવાન ખેતરમાં ન મળે. C - ૩ ઇવાન ઝાડ કાપવા ગયેલો. તેના ભાઈઓએ કહી દીધેલું, ઘરમાં ઝાઝી ભીડ છે. ઝાડ કાપી નવાં ઘર બનાવ, અમે ત્યાં રહીશું.’ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગમાર!! ભૂતડું ઝાડ પર ચડી ગયું; ઇવાને ઝાડ કાપ્યું તેને સીધું જમીન પર પડવા ન દીધું: બીજાં ઝાડની ડાળીઓમાં ભેરવી રાખ્યું. ઇવાને ઝટ મોટો વળો કાપ્યો અને ઝાડના થડ નીચે ઘાલીને કર્યું જોર. તરત ઝાડ અમળાઈને નીચે આવ્યું જમીન ઉપર ભૂતડે બીજા ઝાડનેય ડાળીઓમાં ગૂંચવ્યું. ઇવાનને ફરી વળો વાપરવો પડયો. આમ ચાલી ભૂતડાની રમત. ઇવાને પચાસેક ઝાડ ધારેલાં; પણ કપાયાં માંડ દશેક! ઇવાન થાક્યો; કમર બહુ દુ:ખે : ઊભું પણ ન રહેવાય. ઝાડ અધ-કાપ્યું રાખીને પડયો આડો. ભૂતડાભાઈ ખુશખુશ! “થાક્યો છે બરાબર; હવે ક્યાં જવાનો છે?” બોલીને એ જ ઝાડની ડાળી ઉપર પોતેય આડા પડયા. નિંદર આવી ગઈ. પણ ઇવાનને નિરાંત શાની! ઝપ બેઠો થયો ને કેડ મરોડીને વઝી કુહાડી. એક જ ઘાએ ઝાડ કડડભૂસ આવ્યું જમીન ઉપર. ભૂતડાભાઈ જાગીને ભાગે તે પહેલાં ચંપાયા ડાળ તળે. ઇવાન માંડ્યો ડાળ કાપવા. ભૂતડાભાઈ નીચે તરફડે. “પાછો આવ્યો ભંડા? ના કહેતો હતોને! ઠીક, હવે તારી વલે કરું.’ એમ કહીને ઇવાને કુહાડી ઉગામી. ભૂતડો કરગરી પડ્યો -“ના મારશો બાપા, હું બીજો છું : તમારા ભાઈ તરાસવાળો.’ ભલેને બીજો હોઉં; પણ અહીં આવ્યો જ શા સારુ?” બાપા, કદી પાછો નહિ આવું, મને એક વાર જવા દો ! તમારું કંઈક કામ કરતે જઈશ.' તું વળી શું કામ કરવાનો?' જુઓ બાપા, તમને પાંદડાંની મહોરો બનાવતાં શીખવાડી દઉં !' એ વળી શું? બનાવ જોઉં થોડીક.” Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫. બે ભાઈ રાજા બન્યા ૨૩ ના બાપા; તમે જ ઝાડનાં થોડાં પાદડાં હાથમાં લો; અને ફૂંક મારીને મસળવા માંડો !' ઇવાને એકનાં થોડાં પાંદડાં હાથમાં લીધાં. કુંક મારીને મસળવા માંડયાં. તરત હથેળીમાંથી મહોરો ગરવા માંડી : ગોળ-ગોળ, ચશ્ચકાટ! ઇવાન રાજી રાજી. “છોકરાંને ચકરડાં રમવાની ખરી મજા પડશે. હવે બાપલા મને ડાળ નીચેથી કાઢોને.' ઇવાને તરત વળો હાથમાં લઈ ડાળને નીચેથી ઊંચું કર્યું. ભૂતભાઈ કણસતા બહાર નીકળ્યા. સલામ કરીને રજા માગી. ઇવાને કહ્યું – “જા ભાઈ નિરાંતે ભગવાન તારું ભલું કરે!” બાપરે! ભગવાનનું નામ? સાંભળતાં જ ભૂતડું દાઝવા માંડયું. “હાયરે’, ‘હાયરે' કરતું પેઠું જમીનમાં. જમીન ફાટી ને પડ્યું ભગદાળું. પાણીમાં જેમ પહાણો પડયો! બે ભાઈ રાજા બન્યા ઘર બંધાઈ રહ્યાં એટલે ભાઈઓ જુદા રહેવા ગયા. ઇવાન પણ ખેતીનું પરવારી ગયો. તેને વિચાર આવ્યો : “આવતે પરવને દા'ડે મારા ભાઈઓને બેલાવું ઉજાણી કરવા !' તૈયારી કરીને ગયે ભાઈઓને નેતરું દેવા. ભાઈઓ કહે – “તમે ખેડુની વળી ઉજાણી કેવી? અમે નહિ આવીએ.' ઇવાને પછી નોતર્યા પાંચ-દશ પડોશીઓને, બધાંએ ખૂબ ખાધું ને ખૂબ પીધું. Page #26 -------------------------------------------------------------------------- ________________ २४ ગમાર!! ઇવાનભાઈને તાન ચડયું: દેડ્યો શેરીમાં. ઐયરે કૂંડાળું વળીને ગાય. ઈવાન કહે, “મારાં ગીત ગાઓ, તે કે દિ ન દેખી હોય એવી ચીજ આપું!” ઐયરો હસી પડી. માંડી ગીત ગાવા. ઇવાનનાં તે. ઇવાનભાઈ ખુશ ખુશ. ઐયરો કહે, “હવે આપ લહાણું: ગીતો ગવરાવ્યાં તેનું!' ઇવાન – “અબઘડી લાવી દઉં.' કહેતેકને ઊપડયો ટોપલો લઈને ખેતરે. ઐયરો મરકીને કહે – “એ ગમાર શું આપવાનો તો!' પણ થોડી વારમાં આવ્યો છે તે પાછો. માથે મોટે ટોપલે: ખચોખચ ભરેલો. “અલ્યાં લેતાં જાઓ, લેવાય એટલું !” કહીને ઇવાને ભર્યો ખોબો. ઉછાળ્યો બૈરાં ભણી. નકરી સોનાની મહોર ! બૈરાં કરવા મંડયાં ઝૂંટાઝૂંટ! ઇવાન ખડખડ હસે. માટીડા પણ આવ્યા દોડતા. માંડી લૂંટાટ ! એક ડસલી ચગદાઈ મરવાની થઈ. ઇવાન કહે – “થોભો! થોભો! ડોસીમાને શાને ચગદી મારો? લો આ બીજી” કહીને ઉછાળી ફરી વાર. બધાં માગે ને ઇવાન ઉછાળે! ટોપલો થયો ખાલી. બૂમાબૂમ મચી! ઇવાન કહે – “બીજી વેળા લાવીશ મનમાની! હમણાં ગીત ગાઓ પાછાં.” ઐયરોએ માંડયું ગાવા. ઇવાન કહે, “આવું કેવું ગાઓ છો? મજા પડતી નથી!” ઐયરો કહે-“મજાનું ગાવાનું વળી કેવું હોય?” “હમણાં બતાવું છું કેવું હોય !” કહેતેકને વાન ઊપડવો ખેતરે. ઘામાંથી ખેંચી કાઢયો પૂળો. પછી ભણ્યો મંતર. પૂળાનાં રાડાં પડ્યાં છૂટાં : એક એક રાડાનો એક એક સજર! રણશીંગાં ને વળી ઢોલ! ઇવાન આવ્યો ગામમાં. પાછળ આખી પલટન ! ઇવાને કર્યો હુકમ : “વગાડ ઢેલ, ફૂકો રણશીંગાં ને ગાઓ રૂડાં ગીત!” Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૫. બે ભાઈ રાજા બન્યા પલટન મંડી ગાવા. ઢોલ-રણશીંગોની રમઝટ. લોકો જોવા ટોળે વળ્યા. “આવું તે કદિ નો'તું દીઠું.” બધે ઇવાનની વાહવાહ! પછી ઇવાન પલટનને લઈ ગયો ખેતર ભણી. કહે, “મારી પાછળ કોઈએ ન આવવું!” ખેતરે જઈ ભણ્યો મંતર થઈ ગયાં પાછાં રાડાં. પૂળા બાંધી નાખ્યા ઘામાં. ઘેર આવીને સૂઈ ગયો – કોઢમાંસ્તો. સાઇમને વાત સાંભળી. દોડ્યો ઇવાનને ઘેર. “તું સેન્જર ક્યાંથી લાવ્યો? પાછા ક્યાં મૂકી આવ્યો?” “તમારે શું, મોટાભાઈ? એ તે ઐયરને કરાવી દેવી મજા.” “મા”ળા ગમાર ! સોજર હોય તો રાજ કરાય – રાજા બનાય !” ઇવાન કહે – “હું? ખરી વાત? મોટાભાઈ, મને પહેલાં કેમ ના કહ્યું? હજી તમારે જોઈતા હોય તો હવણાં બનાવી દઉં!” તે ચાલને, મારે બહુ બધા જોઈએ!” ચાલો મોટાભાઈ, ખેતરે. મેં ને ગૂંગીએ પૂળા ઝૂડી રાખ્યા છે : જોઈએ તેટલા!” સાઇમન ને ઇવાન પહોંચ્યા ખેતરે. ઇવાન પૂળો કાઢે ને ભણે મંતર. રાડાં થાય છૂટાં ને બની જાય સેલ્સર! થેડી વારમાં ખેતર ભરાઈ ગયું - નર્યા સોજર, સોલ્જર ! સાઇમન – “બસ ભાઈ બસ, આટલા તે ઘણા!” ઇવાન – “પણ મોટાભાઈ, લઈ જાએ આ બધાને બીજે કંઈ : અહીં ના જોઈએ! એવડા બધાને ખવડાવવું ક્યાંથી? ફરી જોઈએ તો પાછા આવજો – ઘણાય બનાવી દઈશ. ઓણ સાલ બહુ પૂળા ખડક્યા છે.” પછી સાઇમન કોની રાહ જુએ! એ તે લશ્કર લઈને ઊપડયો રાજ જીતવા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગમાર !! પછી તરાસભાઈ આવ્યા ઇવાન પાસે. કહે – “અલ્યા તું એટલી બધી સોનામહોરો ક્યાંથી લાવ્યો? બધી જ ઐયરોને વહેંચી દીધી? મને આપી હોત, તો હું કેટલું બધું કમાઈ લાવત!” ખરેખર? તમારે એ ચકરડાં જોઈએ છે? પહેલેથી કેમ ના કહ્યું? હજુય શું બગડયું છે ! ચાલોને મારી જોડે ખેતરે – તમે કહેશે તેટલાં બનાવી દઈશ.” “ત્રણ ટોપલા ભરીને આપે તો ઘણીય.” “તે મોટાભાઈ, ઘડી જોતરીને ગાડું લઈ જઈએ. ત્રણ ટોપલા માથે શી રીતે લવાશે?” | ગાડું લઈને ઊપડયા બંને ખેતર તરફ. ઇવાન કનાં પાંદડાં તેડીને લાગ્યો મસળવા. નરી મહોરો ને મહોરો! ઢગલો થયો. તરાસભાઈ ખુશખુશ. “આટલી બહુ છે.” છેવટે તરાસ બોલ્યો. ભલે મોટાભાઈ, ફરી જોઈએ તો આવજો મારી પાસે. ઝાડ ઉપર હજુ પાંદડાં ઘણાં છે.” તરાસ પણ મહોરો લઈને વેપાર કરવા ઊપડી ગયો આમ બે ભાઈ રવાના થઈ ગયા : સાઇમન લડવા માટે અને તરાસ વેપાર કરવા. સાઇમન રાજ જીતીને રાજા થયો; અને તરાસ વેપાર ખેડીને શાહ સોદાગર બન્યો. થોડા વખત બાદ બંને ભાઈ ભેગા થયા. સાઇમને રાજ મેળવ્યાની વાત કરી અને તરાસે ધન મેળવ્યાની. પણ સાઇમન કહે –ભાઈ, મારી પાસે રાજ મોટું ને લશ્કર પણ મોટું. ચારે બાજુ હાક વાગે ને રહું પણ ઠાઠમાઠમાં. પરંતુ ખજાનો ખાલી ખાલી : એવડા લશ્કરને જોગવવું શી રીતે ?” તરાસ બોલ્યો – “ભાઈ, મારે ખજાના છલકાય – પણ લૂંટાવાને ભે ભારે. સોજરો ક્યાંથી લાવું?” Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫. બે ભાઈ રાજા બન્યા બંનેએ કરી સંતલસ : “ઇવાન પાસે જઈએ!' સાઇમન કહે, “સોલ્જર માગીશ, અને તું મહોરો માગજે. સોજર તને આપી દઈશ, ને મહોરો તું મને આપી દેજે!” ખરી વાત !” બંને પધાર્યા ઇવાનને ઘેર. સાઇમન કહે – “ઇવાન, મારે થોડા વધારે સોલ્જર જોઈએ; બનાવી આપ !” ઇવાને ડોકું ધુણાવ્યું: “હવે કદી ના બનાવું !' કેમ વળી, તેં કહ્યું તે હતું કે ફરી જોઈએ તો આવજો!' ‘હા, પણ સોજર તો મનીખને મારી નાખે છે. હું તો જાણતો તો કે, ગીતાં ગાય ને ઢોલ જ વગાડે!” અલ્યા મૂરખ, સોલ્જર ઢોલેય વગાડે ને લડેય ખરા. તું શું સમજે? રાજ કરવું એ કંઈ છોકરાંના ખેલ છે? લડવું તો પડે જ. માટે બનાવી દે થોડાક – ખેતરમાં રાડાં ઘણાંય છે!” ના, ના, સોલ્જર હવે કદી ના બનાવું. કાલે એક ઐયર જોઈ – ગાડામાં મડદું નાખીને જતી'તી. કેવી રડે? ચોધાર! મેં પૂછયું – “કેમ રડે છે બહેન?' તેણે કહ્યું – “સાઈમનના સોજરોએ મારા ધણીને મારી નાખ્યો : લડાઈમાં.’ હવે બાપડી શું કરશે?” સાઇમને મોં મચકોડયું. પછી તરાસભાઈ બેલવા લાગ્યા–“ભાઈ, મને થોડીક વધુ મહોરો બનાવી દે; મારે ખૂટે છે.” ઇવાન કહે – “ના, ના! મહોરો પણ હવે ન બનાવું.” “પણ કેમ? તે તો કહ્યું'તું કે, બીજી જોઈએ તે માગજો.” હા, પણ હું જાણતો'તો કે એ ગોળ ચકરડાં રમવા માટે હોય. પણ કાલે માઇકલની છોડીની ગાય એ ચકરડાં આપીને લઈ ગયા!” કેવી રીતે?” “રીત વળી કેવી? ત્રણ ચકરડાં આપ્યાં ને ગાય ઉઠાવી ગયા! એ છોડીનાં છોકરાં મારે ત્યાં દૂધ માગવા આવ્યાં. મેં કહ્યું – “તમારે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગમાર!! , - - ગાય છેને. ' તેમણે કહ્યું, ‘અમારી ગાય તે તરાસ-બાબાનો `મુનીમ લઈ ગયા. મેં પૂછ્યું — ‘ શા માટે લઈ ગયા ? ' તેમણે કહ્યું — ‘મુનીમે મમ્માને ત્રણ મહોરો આપી એટલે મમ્માએ એને ગાય લઈ જવા દીધી. ' પણ મહોરો આપીને છેકરાંની ગાય લઈ જાય, એ વળી કેવું? મારે એવી મહોરો નથી બનાવવી. ” “ પણ અલ્યા મૂરખ, મહોરો આપીને બધું મળે : ગાય, ઘોડા, જમીન, મકાન, દાણા – બધું જ! તું સમજતા કેમ નથી?” “એમાં શું સમજંત્રાનું વળી ! મહોરો તે ચકરડાંની પેઠે રમવા માટે હોય; એ આપીને છેકરાંની ગાય શી રીતે લઈ જવાય ? પછી છેકરાં દૂધ કયાંથી પીવે ?” બંને ભાઈ માં મચકોડીને ચાલતા થયા. ‘મા’ળા મૂરખ કશું સમજતા જ નથી !' પછી સાઇમને તરાસને કહ્યું — “ હું તને અડધું રાજ અને અડધા સોલ્ડર આપી દઉં; તું મને તારી અડધી મહોરો આપી દે. તારુંય કામ થશે ને મારું પણ!” તરાસને એ વાત ગળે ઊતરી. આમ બંને ભાઈ પેાતાનું અડધું અડધું વહેંચીને રાજા બન્યા : લશ્કરવાળા ને ખજાનાવાળા ! માત્ર ઇવાન જ રહ્યો . ખેડૂત – ગમાર !! ૬ ઈવાન પણ રાજા બન્યા ! - ત્રણ ભાઈમાંથી એક ઈવાન જ ગામમાં બાકી રહ્યો : ગૂંગી સાથે ખેતર ખેડતા ને મા-બાપની ચાકરી કરતા ! એક દિ' વાડાવાળી કૂતરી માંદી પડી. મરવા જ પડી, કહોને. બહેન પાસે રોટલા માગી, ટોપામાં ઘાલી, ઇવાન દોડયો વાડામાં. કૂતરીના માં આગળ ટોપો ઠાલવી દીધા. રોટલા ભેગું ભૂતડાવાળું એક મૂળિયુંય નીકળી પડયું, તે પણ કૂતરી રોટલા ભેગું ચાવી ગઈ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬. ઈવાન પણ રાજા બને! ૨૯ આ શું? મૂળિયું પેટમાં પહોંચતાં જ કૂતરી ઝટ દઈને ઊભી થઈ. માંડી નાચવા ને કૂદવા! ' ડોસા-ડોસી પૂછે – “અલ્યા શું કર્યું તે કુતરી સાજી થઈ ગઈ?” ઇવાન કહે –“ભુતડાએ બે મૂળિયાં આપ્યાં'તાં તે મેં ટોપામાં રાખ્યાંતાં. એક મૂળિયું રોટલાભેગું કુતરી ચાવી ગઈ, એટલે સાજી થઈ ગઈ! ભૂતડાએ કહ્યું'તું એ મૂળિયાં ગમે તે રોગ મટાડે!” એ દેશના રાજાને એકની એક દીકરી. રાજાને બહુ વહાલી. પણ માંદી પડી તે સાજી જ ન થાય. બહુ બહુ હકીમ આવ્યા ને ગયા. બહુ બહુ ઓસડિયાં પિવડાવ્યાં ને ખવડાવ્યાં. કશું ન વળે ! રાજાએ ઢંઢેરો પિટાવ્યો : જે કુંવરીને સાજી કરે, તેને ઇનામ આપું : કુંવારો હોય તો કંવરી જ દઈ દઉં!' ઢંઢેરો પહોંચ્યો ઇવાનના ગામમાં. ડોસા-ડોસી કહે – “અલ્યા સાંભળ્યું? રાજાની દીકરી માંદી છે; તારું પેલું મૂળિયું લઈને જઈ પહોંચ! આખી જિંદગીની નિરાંત થઈ જશે !” ઇવાન કહે – “ખરી વાત. મૂળિયું બધા રોગ મટાડે.' ડોસા-ડેસીએ સારાં કપડાં પહેરાવી ઇવાનને કર્યો તૈયાર; પતેય સાથે જ જવાનાં! ઇવાનભાઈ રાજાને ત્યાં જવા ઘરમાંથી નીકળ્યા કે સામી મળી એક બુઠ્ઠી ભિખારડી. એક હાથ છેક ભૂલો. ઇવાનને કહે – “વું ગમે તે રોગ મટાડે છે, તે મારો હાથ સાજો કરી દે! કશું કામ થતું નથી.” ઇવાને ઝપ દઈને મૂળિયું કાઢ્યું ને બુદ્દીને ખવરાવી દીધું. પેટમાં પહોંચ્યું કે હાથ લાગ્યો હાલવા! બુઠ્ઠી દુઆ દેતી વિદાય થઈ. ડોસા-ડેસી તડ્યાં – “હવે શાના વડે રાજાની કુંવરીને સાજી કરીશ? ભિખારડીની દયા લાવ્યું, પણ રાજાની દીકરીનું શું થશે?' છે ઇવાન કહે – “ખરી વાત. રાજાની દીકરીનું શું થશે? જઉં ખબર કાઢવા.' જોતર્યું ગાડું ને બેઠો હાંકવા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ગમાર! ડ-ડેસી કહે – “હવે ક્યાં જાય?' રાજાને ઘેર !' ‘મૂરખ, મૂળિયું તે છે નહિ, – કુંવરીને શું ખવરાવીશ, તારું માથું?” મૂળિયું નથી; પણ કુંવરી તો છેને! ખબર કાઢવા જવામાં શું આપવું-લેવું છે? ઇવાન પહોંચ્યો રાજાને ગામ. ગાડું છોડીને પેઠો રાજાના મહેલમાં. પણ આ શું? મહલનું પગથિયું ચડ્યો કે કુંવરી થઈ ગઈ સાજી. અંદર પેઠો ને કુંવરી માંડી કૂદવા! રાજાએ સાંભળ્યું ને તરત ઇવાનને પાસે બોલાવ્યો. કપડાં બદલાવી પહેરાવ્યાં નવાં. રાજા કહે- “મારી દીકરી ને પરણાવું; તે જિવાડી.” ઇવાન કહે- “જેવી મરજી.” ધામધૂમથી લગન થયું. થોડા દહાડા પછી રાજા મરી ગયો, એટલે ઇવાનભાઈને બેસાડયા ગાદીએ. આમ ત્રણે ભાઈ રાજા બન્યા : સાઈમન, તરાસ ને ઇવાન ! ત્રણ રાજાને રાજકારભાર ત્રણે ભાઈ મંડયા રાજ કરવા : મોટા સાઇમને રાજમાં હુકમ કાઢ્યો : “દશ ઘર દીઠ એક જુવાન આપો – લશ્કરમાં ભરતી થવા. ઊંચે હોય ને તગડો!' પછી સાઇમને બધાને તાલીમ આપી; બધાને હથિયાર આપ્યાં. બધા બરકંદાજ! રાજાને જે ગમે તે પડાવી લાવે– ઝૂંટવી લાવે. આખું રાજ રાજાનું - રાજા સાઇમન ઝીંદાબાદ! Page #33 -------------------------------------------------------------------------- ________________ ૭. ત્રણ રાજાના રાજ-કારભાર ૩૧ २ પાસે અઢળક ધન : ઇવાને નાણાંથી ફાટી પડે! કાઢયો - રાજા તરાસ બહુ હોશિયાર. તેની આપેલું ને પોતે ભેગું કરેલું. તિજોરી હુકમ – ‘રાજના બધા લોકો વેરો ભરે! હૈડિયાવેરો – રસ્તે ચાલવાના વેરા – ગાડું-ગાડી હાંકવાના વેરો – જોડા પહેરવાના વેરો – મેાજાં પહેરવાના વેરો – કપડાં પર ઝૂલ મૂકવાના વેર. વેરો ભરવાના નગદ – રોકડથી.’ ચલણ બધું તરાસ પાસે. લાકોને કર ભરવા ચલણ જોઈએ તે આવે તરાસ પાસે : દાણા આપે, બળતણ આપે, કપડાં આપે, ચાકરી કરે કે નોકરી કરે – તરાસની સ્તા. ખરી અક્કલ ખરી ચતુરાઈ! રાજા પાસે નગદ ચલણ. પ્રજા પાસે માલ ને ચાકરી. રાજાને વેરો ભરવા ચલણ જોઈએ : તે આપી દા માલ કે કરો ચાકરી ! રાજા તરાસના કોઠાર માંડયા છલકાવા; માલસામાન પણ અઢળક; નોકર-ચાકર મનમાન્યા ! ૩ - ઇવાન તો મૂરખ-રાજ! સસરો મરી જતાં ઉતારી નાખ્યા મુગટ; ઉતારી નાખ્યા જામા. બધું આપી દીધું રાણીને – ‘ મૂકી દો ભંડારમાં. મને નથી ગાઠતું. એ પહેરીને કામ શેં થાય ? બધું લફર-ફફર ! મારે તે ટૂંકાં જાડાં ભલાં – પહેલાં હતાં તે સ્તે !” જૂનાં કપડાં પહેરીને ઇવાન - - મંડયો કામ કરવા – ‘મને ભૂખ નથી લાગતી; મને ઊંઘ નથી આવતી – જાડા થઈ ચાલ્યા – બેઠાં બેઠાં. ’ - બાલાવી લીધાં ડોસા-સીને; બાલાવી લીધી ગૂંગીને, ને માંડયા ખેતી કરવા. લાકો કહે – ‘ રાજા છે, ખેતી શાને કરો ?’ ઇવાન કહે – ‘ રાજાનેય ખાવું તે પડેને?' - વજીરે આવીને કહ્યું – · રાજાજી, પગાર આપવા નાણાં નથી.' ઈવાન કહે – તા ન આપતા!' Page #34 -------------------------------------------------------------------------- ________________ ગમાર!! ન આપીએ તો પછી નાકરી નહિ કરે – ચાકરી નહિ કરે!’ ‘ભલે ન કરે; એમનું પેાતાનું કામ તો કરશેને! ગાડાં ભરીને ખેતરોમાં ખાતર ભરશે, ઝંડાં-ઝાંખરાં કૂડો-કચરો સાફ કરશે, ધાન પકવશે તે ખાશે!' ३२ - લાકા રાજા પાસે ફરિયાદો લઈને આવે : એક જણાએ કહ્યું 6 પેલેા મારા પૈસા પાછા નથી આપતા!’ ઈવાન કહે – એની પાસે નહિ હાય; અથવા એને પેાતાને એ પૈસાની જરૂર હશે, પછી તને શી રીતે-કયાંથી આપે ?’ બીજાએ કહ્યું – ‘પેલા મારું ચોરી ગયા.' ઇવાન કહે – ‘એને જોઈતું હશે તે લઈ ગયા.’ લેાકો જાણી ગયા ને કહેવા લાગ્યા કે, ‘રાજા । મૂરખ છે – છેક ગમાર!' રાણી આવી રાજા પાસે, ‘લોકો તમને મૂરખ કહે છે – ગમાર કહે છે. • ભલે કહે. એમને એમ લાગતું હશે!' રાણી વિચારમાં પડી ગઈ. પણ તેય મૂરખ હતી. તેણેય નક્કી કર્યું – જ્યાં સાય પેસે ત્યાં જ દારો જાય. મારેય રાજા કરે એમ જ કરવું !’ તરત બદલી નાખ્યાં કપડાં. પહેર્યાં જાડાં – કામ કરનારીનાં. ભૂંગી નણંદ પાસે પહોંચી ને શીખવા માંડી કામકાજ. બની ગઈ પાવરધી ને મદદ કરવા લાગી ઈવાનને – ખેતરમાં સ્તે. મૂરખના રાજમાંથી ડાહ્યા થઈ ગયા વિદાય. ગમાર હતા તે જ રહ્યા : કોઈની પાસે નાણાં નહિ, બધા કામકાજ કરે, પેદા કરે ને ખાય. Page #35 -------------------------------------------------------------------------- ________________ બુટ્ટો સેતાન કેડ બાંધે છે બુડો સેતાન ચિતામાં પડી ગયો : પેલાં ત્રણ ભૂતડાં પાછાં કેમ ન આવ્યાં? ત્રણે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવ્યો કે નહિ? કશા સમાચાર કેમ નથી? ' . . . થાકીને શોધવા નીકળ્યો. ત્રણે ભૂતડાં લા-પતા! બહુ મળે ત્યારે ત્રણ ભગદાળાં જયાં. “જરૂર મારાં ભૂતડાને કાંક થયું; નહીંતર આ ભગદાળાં શાનાં?” સેતાન હવે ચાલ્યો ત્રણ ભાઈઓને શોધવા. ખબર મળી કે ત્રણે ભાઈ તે રાજા બન્યા છે: જુદાં જુદાં રાજ્યના! ખાય –પીએ – મજા કરે, બુઠ્ઠા સંતાનને ચડી રીસ: “મારે તે એમને લડાવી મારવા'તા; પણ એ તે થઈ બેઠા રાજા! હવે શાના લડે? માટે પરથમ રાજ વગરના કરું, પછી વાત !' સેતાન પહોંચ્યો સાઇમનના રાજમાં : સેનાપતિ બનીને. રાજને કહે – “તમે બહુ બહાદુર ને જબરા. મને નોકરીએ રાખે, તે કરી દઉં તમારા લશ્કરનેય જબરું. પછી નીકળીએ જીતવા – બધાં રજવાડાંને!' સાઈમન તેની વાત સાંભળી થયો રાજી રાજીના રેડ! “બોલ, શું કરવાનું છે?' “પહેલું લશ્કર મોટું બનાવીએ. માટે કરો હુકમ : “રાજના જુવાન સઘળા થઈ જાય ભરતી. કોઈ બાકી ન રહે.” એટલે થશે લશ્કર પાંચગણું!” ગ0 – ૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગમાર !! “પછી હું બનાવીશ બંદૂકો ને નવી જાતની તોપ : બંદૂકમાંથી એકીસાથ સે ગોળીઓ છૂટે; ને તેમાંથી એવા તો ગોળા છૂટે કે માણસ, ઘોડા, કિલ્લા સમેત બધું સાફ!” સાઇમન રાજાને વાત ગળે ઊતરી. તેણે કર્યો હુકમ : “રાજના જુવાન બધા લશ્કરમાં ભરતી થાય.” પછી ઊભાં કર્યાં મોટાં કારખાનાં. નવી બંદૂકો ને નવી પે; વળી દારૂ-ગેળાના ઢગેઢગ. પછી કરી ચડાઈ પડોશના રાજા ઉપર. સાઇમનની તોપ ફૂટી કે રાજાનું અડધું લશ્કર સાફ! બિચારો એવો બન્યો કે આવી ગયો શરણે. સાઇમન ખુશ ખુશ! “હવે જીતીએ ભારતી રાજાને !” ભારતી રાજાએ વાત સાંભળી. એણેય લશ્કર વધારવા માંડયું. ‘બધા જુવાને ભરતી થાય અને બધી કુંવારી જુવાનડીઓ પણ!' લશ્કર થયું સાઇમન કરતાંય મોટું. પછી ઊભાં કર્યાં મોટાં કારખાનાં. સાઇમન જેવી જ છે – બંદૂકો અને દારૂગોળો બને. પાછી સાધવા માંડી આકાશમાં ઊડવાની કરામત : ઉપરથી જ બંબગોળા વરસાવાય! સાઇમન રાજાનું લશ્કર ચડી આવ્યું: “ચપટીમાં ભારતી રાજાને રોળી નાખીએ!” ભારતી રાજાએ પહેલાં જ મોકલી જુવાનડીએને આકાશમાં: બબગોળા વરસાવવા. સાઈમનના લશ્કરને વળી ગયો કચ્ચરઘાણ. આખું રાજ ભારતી રાજાને કબજે. સાઈમન નાઠો મૂઠીઓ વાળીને. હવે તરાસ રાજાને વારો ! સેતાન બન્યા શાહ સોદાગર. મેટી દુકાન - મોટી વખાર. “લા, જેને વેચવું હોય તે : રોકડાં નાણાં ગણી લો!” લોકો દેથા ચીજો લઈને. મોટી કિંમત મળે. લોકો ખુશખુશ, ભરી દીધા તરાસ રાજાના વેરા : આગલા પાછલા બધા! રાજા પણ ખુશ. તિજોરી છલકાવા માંડી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૫ બુઢ્ઢો સેતાન કેડ બાંધે છે રાજાએ નવા મહેલ બંધાવવા માંડયો : લક્કડ લાવા, પથ્થર લાવા, ચૂના લાવા ! કડિયા આવે, મજૂર આવે, સુથાર આવે ! માટો પગાર આપું, વધારે ભાવ આપું !” પણ આ શું? કોઈ લક્કડ લાવતું નથી, કોઈ પથ્થર લાવતું નથી – કશું જ આવતું નથી, કોઈ આવતું નથી. સેતાનેય મેાટું મકાન બંધાવવા માંડેલું. ખૂબ કિંમત આપે, મોટો પગાર આપે. બધા ત્યાં જ જાય – માલ વેચવા, મજૂરી કરવા ! રાજાએ ભાવ વધાર્યું – પગાર વધાર્યો. · હવે તે આવા, હવે તા લાવા!' સેતાને એનાથીય વધુ ભાવ વધાર્યો ને પગાર પણ ! રાજા પાસે તિજોરી છલકાય : એણેય ભાવ વધાર્યો, પગાર વધાર્યો. પણ સેતાન પાસે અઢળક નાણાં. તેણે રાજા કરતાંય વધારે ભાવ આપવા માંડયો, ને પગાર પણ. લોકો તેને જ માલ વેચે, તેને ત્યાં જ મજૂરી કરે. ખૂબ પૈસા કમાય ને રાજાના વેરા ભરે. રાજાને વેરા મળે; પણ મજૂર નહિ, માલ નહિ! રાજાના મહેલ રહ્યો અધૂરા. - રાજાએ માટા બગીચે! દેાર્યો. પછી મંગાવ્યા છેાડ – મંગાવ્યાં બી – મંગાવ્યા રોપા – બાલાવ્યા મજૂરો. ‘ભારે કિંમત, મોટા પગાર!' પણ કોઈ આવે તને! સેતાને બંધાવવા માંડયો પાણીને મોટો કુંડ. બધા મજૂરો ત્યાં – બધા માલ ત્યાં ! આવ્યા શિયાળા. રાજાને રૂંછાંવાળા ડગલા જોઈએ. ‘લાવા ચામડાં – રુવાંટીવાળાં. કિંમત રોકડી ! ’ કોઈ રાજાને ન વેચે. સેતાન બધાં ખરીદી લે. ડગલા બનાવરાવે ને પાથરણાં. બધા એરડા મઢી દીધા – રૂંછાળાં ચામડાંથી. રાજાને ડગલા માટે એક પણ મળ્યું નહિ! રાજાને ઘેાડા જોઈએ. એકે ન મળ્યા. ‘કયાં ગયા બધા ઘોડા?’ Page #38 -------------------------------------------------------------------------- ________________ :- * ગમાર ! સાદાગરના કુંડમાં પાણી વહી લાવવા રાજાને ચડયો ગુસ્સા ‘બધું જ સાદાગરને ત્યાં – બધા ΟΥ " સાદાગરને ત્યાં – એ વળી કેવું?' r ; ' । - ** પણ કોઈ રાજાને ત્યાં શાના આવે? સાદાગર ખૂબ નાણાં ચૂકવે. લાકો રાજાના વેરા ભરી દે; પછી રાજા બીજું શું માગે? ‘કામ ગમે ત્યાં કરીએ; માલ ગમે તેને વેચીએ. તમારે શું? વેરા લેતા પરવારો, બીજી શી પંચાત ?' ! 2 t રાજાના બધા કોડ રહ્યા અધૂરા. પછી તે નોકરો, રસાઇયા, કોચમૅન, માળી બધા જ થયા ચાલતા. સેાદાગર ખૂબ પગાર આપે. રાજાને તે ખાવાનુંય ખૂટયું! બધું સાદાગર ખરીદી લે. રાજાને વેરા મળે – બીજું કાંઈ નહિ ! તિજોરી ભરચક, પણ વસ્તુ એકે નહિ! : રાજાએ સાદાગરને કર્યો દેશનિકાલ. પણ બેઠા સીમાડા ઉપર ! ત્યાંથી માંડયો વેપાર – ત્યાંથી શરૂ કર્યો. ધંધા. લોકો ત્યાં જાય – થોડેક દૂર. રાજા પાસે કોઇ આવે નહિ. તરાસ રાજાને ખાવાનાય ફાકા ! કશું ન મળે. કોઈ ન વેચે. સાદાગર બડાશ મારે હવે તા રાજાનેય ખરીદી લઈશ – રાજ સમેત. કયાં જવાના છે? ખાશે શું? કયાંથી લાવશે?’ તરાસને' થવા માંડી ફિકર. ‘હવે શું થશે?' સાઇમન કકળતા – “ મારું રાજ ભારતી રાજાએ લઈ કર ! ’ મદદ કરું?” એટલામાં આવ્યા લીધું. મને મદદ તરાસે કહ્યું – ‘હું જ બે દહાડાથી ખાવા નથી પામ્યો. તને શી Page #39 -------------------------------------------------------------------------- ________________ e મૂરખરાજ ! ૧ – સેતાન હવે રાજી રાજી! “બે ભાઈને ઠેકાણે પાડી દીધા – હવે ત્રીજાના વારો ! ત્રીજો તે છે ગમાર – એને ઠેકાણે પાડતાં શી વાર ! ” સેતાને લીધેા સેનાપતિના વેશ. રાજાને આવીને કહે – 'નામદાર, આપ બહુ મોટા રાજા છેા, લશ્કર વિના કેમ ચાલે ? હુકમ કરો, અબઘડી ભરતી કરી દઉં !' - ઇવાન કહે – ‘ ભલે, કરો લશ્કર ભેગું. ઢોલ વગાડે, ક્ષ્ર્લીંગાં * કે, ગીતાં ગાય – મને તો બહુ ગમે!' સેતાન ફરી વળ્યા રાજમાં : “બધા ભરતી થા – રાજાના લશ્કરમાં. દરેકને મળશે માથે લાલ ટોપા ને ખાવાનું-પીવાનું મફત .. 99 લોકો હસવા લાગ્યા. ‘ખાવાનું-પીવાનું અમારી પાસે ઘણું છે. ને ટોપા તે અમારી બૈયરો જોઈએ તેવા બનાવી દે છે! ’ કોઈ ભરતી ન થયું. સેતાન આવ્યા ઇવાન પાસે. · રાજાજી, લોકો મૂરખ છે; ભરતી નથી થતા. કાઢો હુકમ – ભરતી ન થાય તેને ઠાર મારીશું!' ઇવાન કહે – ‘ ભલે, કાઢો હુકમ : ભરતી થાઓ, નહીં તે ઠાર " મારીશું. . લેાકો આવ્યા સેતાન પાસે. કહેવા લાગ્યા – રાજાજીના હુકમ કે ભરતી થા નહીં તે ઠાર મારીશું. પણ ભરતી થઈએ તેાય મરવાનું ખરું જ ને? કહે છે કે, લડવા જાય તે જીવતા પાછા ન આવે!' ૩૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ હ૮ ગમાર !! સેતાન કહે, “લડાઈમાં થોડા ઘણા મરે પણ ખરા; તેમાં તમારે શું? રાજાજીને હુકમ છે તે ભરતી થઈ જાઓ!” લોકો ગૂંચાયા. “જઈએ તેય મરવાનું; ન જઈએ તેય મરવાનું, તે ઘરબેઠાં મરવાનું શું ખોટું? બીજાને મારવા તે ન પડે!” સેતાન તડૂક્યો – “મૂરખાઓ છો મુરખા! લડાઈમાં તે થોડાક જ મરે પણ ભરતી નહિ થાઓ તો રાજાજી બધાને મારી નાખશે!' લોકો દોડયા ઇવાન પાસે. “રાજજી, સેનાપતિ કહે છે કે લશ્કરમાં ભરતી થાઓ તે થોડાક જ મરશે; પણ નહીં ભરતી થા, તે રાજાજી બધાને મારી નાખશે – ખરી વાત?' ઇવાન માથું ખંજવાળને કહે, ‘હું એકલો તમને બધાને શી રીતે મારી નાખવાને હતો? તમે જ કહે, ભલા. હું તે શું મૂરખ, એટલે બરાબર સમજાવતાં નથી આવડતું. પણ તમે જ કહોને, હું એકલો તમને બધાને શી રીતે મારી નાખવાને હતો?” લોકો સમજી ગયા. તેમણે સેતાનને કહી દીધું – “અમે ભરતી નહિ થઈએ!' સેતાન થાક્યો. આવ્યો વંદારાજના રાજમાં. રાજાને કહે, “રાજાજી, કરો લશ્કર સાબદું, અને ચડાઈ કરો ઇવાન રાજા ઉપર. રોકડ નહિ મળે, પણ અનાજ ખૂબ, ઢોર-ઢાંખ ખૂબ, ઝાડ-પાલો ખૂબ. લીલાલહેર થઈ જશે!” વંદરાજાને ચડ્યું શૂર: તૈયાર કર્યું લશ્કર અને ચડી ગયો ઇવાનના રાજ પર. સરહદે પહોંચી નાખ્યા પડાવ; અને મોકલ્યા જાસૂસોને ભાળ કાઢવા : ઇવાનનું લશ્કર ક્યાં છે – કેટલું છે. જાસૂસો દૂર દૂર ફરી વળ્યા. પણ લશ્કરનું નામ નહિ – નિશાન નહિ. વંદારાજાએ આપ્યો હુકમ, ‘કરો હુમલે, ને પેસો રાજની અંદર!' Page #41 -------------------------------------------------------------------------- ________________ મૂરખરાજ! e વંદારાજનું લશ્કર પેઠું પહેલા ગામમાં. ગામનાં મનીબ ઘર બહાર નીકળી સોજરોને ભાળવા લાગ્યાં. સોજરો માંડયા લૂંટવા : અનાજ, ઢોરઢાંખ, બધું. લોકો કહે. બાપડાઓ પાસે કશું નથી; ભલે લઈ જાય!' ઉપરથી સોજરોને કહે, તમારા મુલકમાં ન હોય તે આવોને અમારા મુલકમાં; રહો અમારી ભેળા !' સોલ્જરો પહોંચ્યા બીજા ગામમાં. ત્યાં પણ એ જ વાત. કઈ સામું ન થાય, ઉપરથી પિતાની ભેળા રહેવા આવવાનું કહે! એક દિવસ. બે દિવસ. પછી તો સોજો કંટાળ્યા. વંદારાજા પાસે આવીને કહે, “અહીં શું કરવાનું છે? કોઈ લશ્કર નથી, કોની સામે લડીએ? લોકોય સામે થતા નથી. ખાલી હવામાં તલવાર શું વીંઝાય? અમને તે કયાંક લડવાનું હોય ત્યાં લઈ જાઓ, અહીં નહીં !” રાજા વાત સાંભળી ભભૂકી ઊઠયો: “અરે, બાળી નાખે ગામડાં; કાપી નાખો ઢેર; બધું કરી દે સફાચટ! શાનાં રોદણાં રડવા આવ્યા છે?” સોજરો ધસી ગયા : બાળવા માંડ્યાં ઘર, કાપવા માંડયાં ઢોર, સળગાવવા માંડયા પૂળાના ઘા. લોકો ત્રાસી ગયા. સા રડે, ડેસીઓ રડે, જુવાન રહે, છોકરાં રડે. કોઈ સામું ન થાય. એટલું જ કહે, “બધું બાળી શું કામ નાખે છે? તમારે જોઈતું હોય તે લઈ જાઓને તમારે ઘેર.” સોલજો કંટાળ્યા. “આ કેવું લડવાનું? બાપડા ક્યાં ના પાડે છે? પછી શા માટે બધું બાળી નાખવું? આવું ગોઝારું કામ શું કરવું?' રાજાને પડતા મૂકી દેશ ભેગા થવા માંડયા. રાજા પણ શરમાઈને દેશ પાછો ફર્યો. Page #42 -------------------------------------------------------------------------- ________________ ગમાર !! સેતાને વિચાર્યું: “અહીં લશ્કરનું કામ નહીં! રાજાય મુરખ, લોકાયા મૂરખ. માટે પૈસાવાળી રીત અજમાવીએ – તરાસની જેમ!” લીધો સોદાગરને વેશ. આવ્યો રાજા ઇવાન પાસે: “રાજાજી, અહીંના લોકે મુરખ છે, તેમને હોશિયાર બનાવી દઉં. અહીં ઘર બાંધીને રહું ને વેપાર-ધંધો ચલાવું. લોકે વેપાર-ધંધો શીખે ને પૈસાદાર બને.' ઇવાન કહે – “ભલે, આવીને ખુશીથી રહે.' બીજે દિવસે સેતાન સોનામહોરોની ગુણો ને મકાનને નકશો લઈને આવ્યો. ચકલામાં લોકોને ભેગા કરીને કહેવા લાગ્યો : “મારે ઘર • બંધાવવું છે. તમે ચીજો લાવે, હું તમને મહોરો આપીશ – ચકચકતી. તમે મજુરી કરવા આવે, મહોરે આપીશ – સોનાની! માલ વે ને પૈસાદાર બનો. મજુરી કરે ને તાવંત થાઓ. બની જશે લખપતિ!' લોકો ચળકતાં ચકરડા તરફ જોઈ રહ્યા, “મજાનાં છે– મૈયરો ને છોકરાંને રમવા થશે !” લોકો લાવવા માંડ્યા અનાજ: સોદાગર મહોરો આપે લોકો લાવવા માંડ્યા લક્કડ: સોદાગર મહોરો આપે. લોકે લાવ્યા માટીચુને : સોદાગર મહોરો આપે. લોકે આવ્યા પાયા ખોદવા – મજુરી કરવા – મકાન બાંધવા : સોદાગર મહારો આપે. થોડા દહાડા કામ ચાલ્યું ધમધોકાર. પછી બધું ઠપ! સોદાગર કહે, “કેમ આવતા નથી? કેમ લાવતા નથી?' લોકો કહે, “ચકરડાં બહુ થઈ ગયાં. વધારે શું કરવાં છે?' સોદાગર કહે, “બમણા પૈસા આપીશ – ત્રમણા! બહુ પૈસાદાર થશો : લખપતિ – કરોડપતિ! મજૂરી કરવા આવો – વસ્તુઓ વેચો – બંધ કરે. પૈસા તો જેમ વધારે હોય તેમ સારા!” લોકો કહે, “એ ચકરડાં શા કામનાં? રમવા કેટલાંક જોઈએ? બહુ થઈ ગયાં!” Page #43 -------------------------------------------------------------------------- ________________ મૂરખરાજ ! સોદાગરને મહેલ રહ્યો અધૂરો. અનાજ ભેગું ન થયું, ઢોર પણ ન મળ્યાં. લોકો કશું વેચવા ન આવે – મજૂરી કરવા ન આવે. સોદાગર ઘેર ઘેર મહોર લઈને ફરે! એક ડોસીને ત્યાં અનાજ લેવા ગયો ત્યારે ડેસી કહે, “ચકરડાં ઘણાંય થઈ ગયાં. છોકરાં પાસે બહુ છે; વધારે લઈને શું કરું?’ ' બીજી બાઈ કહે, “મારે છોકરાં જ નથી; પછી કોને રમવા માટે ચકરડાં લઉં?” ખેડૂતને ઘેર રોટલા લેવા ગયો. ખેડૂતે કહ્યું, “મારે હવે ચકરડાં નથી જોઈતાં, ચાલ્યો જ!' પણ પાછા બોલાવીને તેને કહ્યું, “ભૂખ્યો હોય તે ભગવાનને નામે આપું – લેતે જા!' “ધૂ! ધૂ! ભૂ!' ભગવાનની વાત સાંભળી સેતાન લાગ્યો ઘૂંકવા ને માંડ્યો ભાગવા. “ભગવાનનું નામ સંભળાવ્યું તેના કરતાં તો મને છરી ખોસી દીધી હોત તોય સારું! સેતાન ઘેરઘેર ફરી વળ્યો. મહેરો ધરે, પણ બધા કહે, “ઘણી થઈ ગઈ, વધારે શું કરવી છે? બીજું કંઈ લાવ્યો હોય તો દેખાડ! નહિ તે મજુરી કર કે પછી માગ ભગવાનને નામે!” પણ સેતાન પાસે પૈસા સિવાય બીજું કશું હોય નહિ, ને મજૂરી કરવાનું તે ગમે નહિ. વગર મહેનતે પૈસાદાર થવાનું મૂકી મહેનતમજુરી કોણ કરે? ઉપરથી લોકોને વઢવા લાગ્યો : ‘મૂરખાઓ, સમજતા કેમ નથી? પૈસા હોય તે બધું મળે : અનાજ-પાણી, ઢોર-ઢાંખ, નાકરચાકર – બધું જ. પૈસા હોય પછી મજૂરી જ ન કરવી પડે. માટે હું કહું છું તેમ પૈસા કમાતાં શીખ; ખૂબ ભેગાં કરે ' લેકો કશું સમજે તેને? ઉપરથી કહે, “ચકરડાં બહુ શા કામનાં? અમારે જોઈતું પકવીએ છીએ - અમારે જોઈતું બનાવીએ છીએ – ૧. ભગવાનને નામે એટલે ભગવાનને ખાતર, ભગવાન પ્રસન્ન થાય તે મારે, એ ભાવ. રશિયામાં ખેડૂતો દાનધર્મ કરતી વેળા “ક્રાઈસ્ટને ખાતર, ક્રાઈસ્ટને નામે” એવા શબ્દો બોલે છે. – સંપા. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગમાર !! અમારે ચકરડાં શું કરવાનાં? તું જ અમારી પાસે વસ્તુઓ માગવા કેમ આવે છે? તારી પાસે તો ઘણાં ચકરડાં છે !” સેતાનને કશું ન મળ્યું: ભૂખ્યા સૂઈ જવાનું થયું. લોકો રાજા પાસે ગયો : “રાજાજી, એક મનીખ આવ્યો છે. સારું સારું ખાવા જોઈએ – પહેરવા જોઈએ. પણ કામ કરવાનું નામ નહિ! ચકરડાં આપે ને ખાવાનું માગે, ચીજો માગે પણ અમે કેટલાંક ચકરડાં લઈએ? ભગવાનને નામે પણ લે નહિ. હવે ભૂખે મરવા પડયો છે – શું કરવું?” ઇવાન કહે – “આપણા રાજમાં કોઈને ભૂખે મરવા ન દેવાય. વારા બાંધો – રોજ એક એક જણને ત્યાં ખાવા જાય. ભરવાડની પેઠ ૧ લોકોએ વારા બાંધ્યા : એક એક જણને ત્યાં વારાફરતી સેતાને ખાવા જવાનું. એક દહાડો ઇવાનરાજાને ત્યાં ખાવા જવાને વારે હતે. બધાં જમવા બેઠાં. ખાવાનું પીરસતા પહેલાં ગૂંગી બધાંની હથેળીઓ જોવા આવી. જેની હથેળીમાં આંટણ ન પડ્યાં હોય, તેને ઝટ ઉઠાડી મૂકે. મજૂરી કરે તેને જ આંટણ પડે ને આંટણ ન હોય તેને ખાવાનું શાનું? ગૂંગી હથેળીઓ જોતી જોતી આવી સેતાન પાસે. સંતાનના હાથ તે ચોખા – સુંવાળા! મજૂરી કરે ત્યારે આંટણ પડેને! ગૂંગીએ ઝપ દઈને તેને પંગતમાંથી ઉઠાડી મૂક્યો. ઇવાનની રાણીએ સેતાનને કહ્યું – “મહેમાન, ગુસ્સે ન થશે. મારી નણંદ હથેળીમાં આંટણ ન પડ્યાં હોય તેને ખાવાનું નથી આપતાં. બધા જમી ઊઠે ત્યાં સુધી બહાર બેસેથાળીમાં વધ્યું હશે -છાંડયું હશે તે તમને હું પછી આપી દઈશ.’ ૧. જૂના વખતમાં રશિયાના ખેડૂતો પોતાનાં ઢેર ચારવા લઈ જનાર ભરવાડને ખાવાનું આપવા એક એક ઘરના વારા બાંધતા. - સંપા Page #45 -------------------------------------------------------------------------- ________________ મૂરખરાજ ! સેતાનને ચડ્યો ગુસ્સો. “હું ડુક્કર છું કે મને ખાતાં છાંડેલું મળશે? અને તેય રાજાને ઘેર!' ઇવાનને કહેવા લાગ્યો : “આવો કેવો કાયદો તમારા રાજમાં : હાથમાં આંટણ પડેલાને જ ખાવાનું મળે ! કયા મૂરખે એવો કાયદો શોધી આપ્યો છે તમને? મૂરખ લોકો જ હાથ વડે મજૂરી કરે. અક્લવાળા તો માથું જ વાપરે. માથે વાપરી જાણે તે જ ખરો! ઇવાન કહે- “અમે મુરખ તે એ ક્યાંથી જાણીએ? અમને તે હાથે ને કેડ વડે જ કામ કરતાં આવડે.' સેતાન કહે– “માથા વડે જ ખરું કામ થાય; હાથ વડે કેટલુંક કમાય? માથું વાપરતાં આવડે તે થવાય લખપતિ – કરોડપતિ!” ઇવાન વિચારમાં પડી ગયો. “માથા વડે કામ કરતાં નથી આવડતું, પછી મને મુરખ જ કહેને? માથા વડે કામ શી રીતે કરાતું હશે?” સેતાન કહે- “મારા હાથમાં આંટણ નથી તેથી મને ખાવાનું નથી આપતા. પણ માથું વાપરવું એવું સહેલું નથી. મજુરી કરવામાં શી આવડત? બધા જ કરી શકે. માથું વાપરવાનું જ ખરું અઘરું છે. કઈ વાર માથું ફાટી પણ જાય !” ઇવાન મૂંઝાઈ ગયો. “હું, માથું ફાટી પણ જાય? માથું ફાટે તે દ:ખે નહિ? તે હાથ વાપરવા શા ખેટા? થોડાં આંટણ પડે; પણ એ તે રૂડાં રૂપાળાં દેખાય. તમેય હાથ વાપરવા માંડોને! શું કામ દુ:ખી થાઓ છો?” “મૂરખાઓ, મને તે તમારી દયા આવે છે, તેથી અહીં પડી રહ્યો છું. તમને માથું વાપરવાનું શીખવાડવા! નહીં તે બીજે જાઉં તે તે કરોડપતિ બની જાઉં- અબજપતિ!' “તે ભલે, અમને શીખવાડો માથું વાપરતાં. કામ કરતાં હાથ થાકી જાય ત્યારે માથું વાપરીશું. બે રીતે કામ કરતાં આવડે એ તો રૂડું રૂપાળું!” * ઇવાનરાજાએ કાઢયો હુકમ : “એક ભલો મનીખ આપણને Page #46 -------------------------------------------------------------------------- ________________ ગમા૨!! માથા વડે કામ કરતાં શીખવાડશે. કહે છે કે, માથા વડે વધારે કામ થાય – હાથ કરતાંય. માટે સૌ શીખવા આ અમારી રાજધાનીમાં.” ઇવાનરાજાની રાજધાનીમાં એક ઊંચું ટાવર. પગથિયાં ચડીને ટોચે પહોંચાય. ટચે મોટું ફાનસ. ઇવાનરાજાએ સંતાનને ટાવર ઉપર ચડાવ્યો : નીચે બધા લોકો તેને જોઈ શકે – સાંભળી શકે. સેતાને આપવા માંડયું ભાષણ : “સૌ માથા વડે કામ કરતાં શીખે. બધે જ ડાહ્યા લોકો માથા વડે જ કામ કરે છે – હાથ વડે તે અભણ-મૂરખ હેય તે કરે. હાથ વડે કામ કરનારો રહે ગરીબ. માથું વાપરનાર થાય લખપતિ – કરોડપતિ. તેને જ બધી સારી ચીજો મળે – તેને ત્યાં જ લોકો કામ કરવા જાય. માથું વાપરનારને હાથ વડે કામ જ ન કરવું પડે– ખેતરમાં ન જવું પડે– જંગલમાં ન જવું પડે. બંગલામાં બેઠો બેઠો જ બધું મેળવે!' નીચે સાંભળનારા રાહ જુએ, ક્યારે માથું વાપરતાં શીખવાડે છે.” પણ પેલે તે બોલ્યા જ કરે, “માથું વાપરનારને હાથ વડે કામ કરવું ન પડે છતાં વધારે કમાય – ખૂબ જ કમાય.’ લોકો ગૂંચાયા. સાંભળતાં થાક્યા. કશું શીખવાડે નહિ – બોલ્યા કરે. કંટાળીને થયા ચાલતા – પિતપોતાને કામે. | સેતાન બેલ્યા કરે. નીચે લોકો આવે – સાંભળે ને ચાલતા થાય. સેતાન વધારે બૂમો પાડતો જાય. એમ ત્રીજો દિવસ પૂરો થયો, ને ચોથો પણ! લોકો તે આવે ને ચાલતા થાય : કોઈ ખાવાનું ન લાવે – ન આપે. એમ કહે કે, “હાથ કરતાં માથા વડે વધારે કામ કરતાં તેને આવડે છે, એટલે રોટલા તે મેળવશે જ ને- ખાશે જ ને?” સેતાનભાઈ થાક્યા - ભૂખે રહેવાય નહીં, બોલાય પણ નહિ, ઊભું પણ ન રહેવાય. એટલે ખાધું લથડિયું. મા અફળાયું ફાનસના થાંભલા સાથે. Page #47 -------------------------------------------------------------------------- ________________ મૂરખરાજ ! ૪૫ લોકો દોડતા ગયા ઇવાનરાજાની રાણી પાસે. માથાં પછડાયાની વાત કહી. રાણી દોડી ખેતર તરફ જઈને ઇવાનરાજાને કહે – “મહેમાને માથા વડે કામ કરવા માંડ્યું છે, ચાલો જોવા !' ઇવાનને શીખવાનું મન. ઘોડા ઉપર બેસીને આવ્યો ટાવરે. ટાવર ઉપર સેતાન ભૂખે અડબડિયાં ખાય ને માથું થાંભલે પછડાય. પછી તે બેભાન થઈને ગબડતો આવ્યો. પગથિયાંમાં. એકે એક પગથિયે એક એક ઢેક થયો. માથું ફૂલીને થયું તુંબડું. : - ઇવાનને આવી દયા, “મહેમાન કહેતો કે માથા વડે કામ કરતાં માથું ફાટી પણ જાય! એના કરતાં હાથ વાપરવાં શા ખોટા? એનું માથું ફાટવામાં શું બાકી રહ્યું છે?” પછી વિચાર આવ્યો – “ઉઘર જઈને જોવે તે ખરો કે, માથા વડે આણે કેટલુંક કામ કર્યું છે.' જે પગથિયાં ચડવા જાય છે, તેવી જ ધરતી ફાટી – પડ્યું મોટું ભગદાળું – સેતાનભાઈ અંદર અલોપ! ઇવાન ભગદાળું જોઈને બોલી ઊઠયો – “અરે આ તે ભતડ! ના કહેતું'તું ને પાછું આવ્યું? ના, ના, આ તે મોટું લાગે છે. જરૂર પેલાં ત્રણેને બાપ હશે!' ઇવાન હજુ રાજ કરે છે. એના બે ભાઈ પણ હવે તેને ત્યાં જ આવીને રહે છે. બીજા ઘણાય એના રાજમાં આવતા જાય છે. જે આવે તેને ઇવાન કહે છે, “આવોને, નિરાંતે રહો અમારી ભેળા' માત્ર એના રાજમાં એક કાયદો છે – જમવા બેસતી વેળા હાથ બતાવવા પડે, ને હથેળીમાં આંટણું ન હોય, તે ગૂંગી ઝટ ઉઠાડી [સમાપ્ત] Page #48 -------------------------------------------------------------------------- ________________ ૦,૭૫ ૨.૦૦ ૨૦૦. પરિવારની શિક્ષાપત્રીઓ વિચારમાળા સંપા કમુબહેન પુત્ર છે. પટેલ [‘સત્યાગ્રહ”ની સુંદર વિચારકલિકાઓનો સંગ્રહ.) ચિંતામણિમાળા સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ [‘નવજીવન’ માસિકનાં વિચાર-પુપો. સચિત્ર.] અમરવેલ સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ દેશદેશનાં ડાહ્યાં સ્ત્રી-પુરુષનાં વિચાર-મૌક્તિકે.] આત્મ-શે ધનમાળા સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ [આત્મસંધનને લક્ષમાં રાખીને ચૂંટેલાં સુભાષિત.] પારસમણિ સંપા, કમુબહેન પુત્ર છોપટેલ [‘શિક્ષણ અને સાહિત્ય' માસિકમાંથી ચૂંટેલાં સુભાષિત * અને સુવાક્યો.] અવળવાણું સંપાત્ર કમુબહેન પુત્ર છે. પટેલ [ચાબખા, કોરડા અને કડવી-વાણ જેવાં સુવાક્યો.] વિચાર-મણિમાળા સંપા. કમુબહેન પુત્ર છો. પટેલ [‘સત્યાગ્રહની વિચારકલિકાઓનો આગળને સંગ્રહ.] મેતીમાળા સંપા. ભગવાનદાસ મેતીવાળા [ પ્રેરક વિચાર-કલિકાઓ.] મનનિકા સંપા. વિજયશંકર મં૦ ભટ્ટ [સપાદકે વાંચેલાં અનેક પુસ્તકોના સારરૂપ મૂળ ફકરા.] પ્રાપ્તિસ્થાન વર્લ્ડ કલાસિક મ્યુઝિયમ એડવાન્સ સિનેમા સામે, ભદ્ર, અમદાવાદ-૧ ફોન : ૩૯૪૩૪૨; ૪૪૬૫૭૮ ૦. ૨૦૦ ૩.૦૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા [સર આલ્બર્ટ હાવર્ડ કૃત “ધ સોઈલ ઍન્ડ હેલ્થ”] કોઈ પણ વસ્તુના તત્ત્વના જ્ઞાનને “વેદ” કહી શકાય, અને તે જ્ઞાનને પહેલપ્રથમ પ્રકાશ અંતરમાં લાધનારને “ઋષિ” કહેવાય. તો ધરતી માતાના વેદ-જ્ઞાનને આવિષ્કાર કરનાર આ “ઋષિની કૃતિને આ વિસ્તૃત સંક્ષેપ છે. પરદેશી જ્ઞાન અને વસ્તુઓના મેહમાં અંધ બનેલા આપણા રાજકર્તાઓ અને તેમના કહેવાતા “વિજ્ઞાનીઓ આપણી ધરતી માતાની રાસાયણિક ખાતરો અને યાંત્રિક ખેડથી કેવી બરબાદી સરજી રહ્યા છે, તેની આવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારનાર આ હિંમતવાન બહાદુર વિદ્વાનની ચેતવણી તરફ માતૃદ્રોહ કરવાનું મહા-પાપ આચરીને જ આપણે દુર્લક્ષ કરી શકીએ! કિ. ૧૦૦૦૦ Page #50 -------------------------------------------------------------------------- _