________________
૫. બે ભાઈ રાજા બન્યા
૨૩ ના બાપા; તમે જ ઝાડનાં થોડાં પાદડાં હાથમાં લો; અને ફૂંક મારીને મસળવા માંડો !'
ઇવાને એકનાં થોડાં પાંદડાં હાથમાં લીધાં. કુંક મારીને મસળવા માંડયાં.
તરત હથેળીમાંથી મહોરો ગરવા માંડી : ગોળ-ગોળ, ચશ્ચકાટ!
ઇવાન રાજી રાજી. “છોકરાંને ચકરડાં રમવાની ખરી મજા પડશે.
હવે બાપલા મને ડાળ નીચેથી કાઢોને.'
ઇવાને તરત વળો હાથમાં લઈ ડાળને નીચેથી ઊંચું કર્યું. ભૂતભાઈ કણસતા બહાર નીકળ્યા. સલામ કરીને રજા માગી.
ઇવાને કહ્યું – “જા ભાઈ નિરાંતે ભગવાન તારું ભલું કરે!”
બાપરે! ભગવાનનું નામ? સાંભળતાં જ ભૂતડું દાઝવા માંડયું. “હાયરે’, ‘હાયરે' કરતું પેઠું જમીનમાં. જમીન ફાટી ને પડ્યું ભગદાળું. પાણીમાં જેમ પહાણો પડયો!
બે ભાઈ રાજા બન્યા
ઘર બંધાઈ રહ્યાં એટલે ભાઈઓ જુદા રહેવા ગયા.
ઇવાન પણ ખેતીનું પરવારી ગયો. તેને વિચાર આવ્યો : “આવતે પરવને દા'ડે મારા ભાઈઓને બેલાવું ઉજાણી કરવા !' તૈયારી કરીને ગયે ભાઈઓને નેતરું દેવા.
ભાઈઓ કહે – “તમે ખેડુની વળી ઉજાણી કેવી? અમે નહિ આવીએ.'
ઇવાને પછી નોતર્યા પાંચ-દશ પડોશીઓને, બધાંએ ખૂબ ખાધું ને ખૂબ પીધું.