________________
२४
ગમાર!! ઇવાનભાઈને તાન ચડયું: દેડ્યો શેરીમાં. ઐયરે કૂંડાળું વળીને ગાય. ઈવાન કહે, “મારાં ગીત ગાઓ, તે કે દિ ન દેખી હોય એવી ચીજ આપું!”
ઐયરો હસી પડી. માંડી ગીત ગાવા. ઇવાનનાં તે. ઇવાનભાઈ ખુશ ખુશ.
ઐયરો કહે, “હવે આપ લહાણું: ગીતો ગવરાવ્યાં તેનું!'
ઇવાન – “અબઘડી લાવી દઉં.' કહેતેકને ઊપડયો ટોપલો લઈને ખેતરે.
ઐયરો મરકીને કહે – “એ ગમાર શું આપવાનો તો!'
પણ થોડી વારમાં આવ્યો છે તે પાછો. માથે મોટે ટોપલે: ખચોખચ ભરેલો.
“અલ્યાં લેતાં જાઓ, લેવાય એટલું !” કહીને ઇવાને ભર્યો ખોબો. ઉછાળ્યો બૈરાં ભણી. નકરી સોનાની મહોર !
બૈરાં કરવા મંડયાં ઝૂંટાઝૂંટ! ઇવાન ખડખડ હસે. માટીડા પણ આવ્યા દોડતા. માંડી લૂંટાટ ! એક ડસલી ચગદાઈ મરવાની થઈ.
ઇવાન કહે – “થોભો! થોભો! ડોસીમાને શાને ચગદી મારો? લો આ બીજી” કહીને ઉછાળી ફરી વાર. બધાં માગે ને ઇવાન ઉછાળે! ટોપલો થયો ખાલી. બૂમાબૂમ મચી! ઇવાન કહે – “બીજી વેળા લાવીશ મનમાની! હમણાં ગીત ગાઓ પાછાં.”
ઐયરોએ માંડયું ગાવા. ઇવાન કહે, “આવું કેવું ગાઓ છો? મજા પડતી નથી!”
ઐયરો કહે-“મજાનું ગાવાનું વળી કેવું હોય?”
“હમણાં બતાવું છું કેવું હોય !” કહેતેકને વાન ઊપડવો ખેતરે. ઘામાંથી ખેંચી કાઢયો પૂળો. પછી ભણ્યો મંતર. પૂળાનાં રાડાં પડ્યાં છૂટાં : એક એક રાડાનો એક એક સજર! રણશીંગાં ને વળી ઢોલ! ઇવાન આવ્યો ગામમાં. પાછળ આખી પલટન ! ઇવાને કર્યો હુકમ : “વગાડ ઢેલ, ફૂકો રણશીંગાં ને ગાઓ રૂડાં ગીત!”