________________
મારો ખેલ બગાડી નાખ્યો !
એક હતો રાજા. રાજાના રાજ્યમાં એક પ્રાંત; અને પ્રાંતમાં એક ગામ.
ગામમાં એક સુખી ખેડૂત-કુટુંબ વસે : બાપ, મા, ત્રણ દીકરા અને એક દીકરી. દીકરી મોટી, પરણ્યા વિનાની, બહેરી અને મૂંગી.
ત્રણ દીકરામાં વડો સાઇમન : આખો દિવસ – “લેક્ટ-રાઈટ!” “લેફટ-રાઇટ !” કર્યા કરે. ખેતરે જવાનું નામ નહિ. બધા એને સેજર' કહીને જ બોલાવે.
વચલો તરાસ : એછું આપી વધુ પડાવવાની જ દાનત. વાતવાતમાં નફો કાતરવાની આવડત. “ખેતી અને ખેતરમાં વળી શું કરું? - વેપાર-ધંધો જ ખરો!' બધા એને “બાડી' નામે જ ઓળખે.
છેક નાનો ઇવાન : હાડકાં ભાગી ખેતરમાં કામ કર્યા કરે. બીજી કશી અક્કલ કે હોશિયારી નહિ. ભલા-ભોળા ખેડૂતનો જ અવતાર. પછી સૌ “ગમાર' જ કહેને!
સાઇમન ગામ છોડી રાજાના લશ્કરમાં ભરતી થયો, અને રણમેદાનો ખૂંદી વળ્યો. રાજા ખુશખુશ! આપ્યો મોટો હોદ્દો અને આપી મોટી જાગીર. સેનાપતિ સાઇમન પરણ્યા એક ઉમરાવજાદીને. ઉમરાવજાદી રૂપરૂપનો અંબાર, પણ હાથની બહુ છૂટી! પતિ ખેબા ભરીને કમાય પણ ખૂટ્યા જ કરે !