________________
૬. ઈવાન પણ રાજા બને!
૨૯ આ શું? મૂળિયું પેટમાં પહોંચતાં જ કૂતરી ઝટ દઈને ઊભી થઈ. માંડી નાચવા ને કૂદવા! ' ડોસા-ડોસી પૂછે – “અલ્યા શું કર્યું તે કુતરી સાજી થઈ ગઈ?”
ઇવાન કહે –“ભુતડાએ બે મૂળિયાં આપ્યાં'તાં તે મેં ટોપામાં રાખ્યાંતાં. એક મૂળિયું રોટલાભેગું કુતરી ચાવી ગઈ, એટલે સાજી થઈ ગઈ! ભૂતડાએ કહ્યું'તું એ મૂળિયાં ગમે તે રોગ મટાડે!”
એ દેશના રાજાને એકની એક દીકરી. રાજાને બહુ વહાલી. પણ માંદી પડી તે સાજી જ ન થાય. બહુ બહુ હકીમ આવ્યા ને ગયા. બહુ બહુ ઓસડિયાં પિવડાવ્યાં ને ખવડાવ્યાં. કશું ન વળે !
રાજાએ ઢંઢેરો પિટાવ્યો : જે કુંવરીને સાજી કરે, તેને ઇનામ આપું : કુંવારો હોય તો કંવરી જ દઈ દઉં!'
ઢંઢેરો પહોંચ્યો ઇવાનના ગામમાં. ડોસા-ડોસી કહે – “અલ્યા સાંભળ્યું? રાજાની દીકરી માંદી છે; તારું પેલું મૂળિયું લઈને જઈ પહોંચ! આખી જિંદગીની નિરાંત થઈ જશે !”
ઇવાન કહે – “ખરી વાત. મૂળિયું બધા રોગ મટાડે.'
ડોસા-ડેસીએ સારાં કપડાં પહેરાવી ઇવાનને કર્યો તૈયાર; પતેય સાથે જ જવાનાં!
ઇવાનભાઈ રાજાને ત્યાં જવા ઘરમાંથી નીકળ્યા કે સામી મળી એક બુઠ્ઠી ભિખારડી. એક હાથ છેક ભૂલો. ઇવાનને કહે – “વું ગમે તે રોગ મટાડે છે, તે મારો હાથ સાજો કરી દે! કશું કામ થતું નથી.”
ઇવાને ઝપ દઈને મૂળિયું કાઢ્યું ને બુદ્દીને ખવરાવી દીધું. પેટમાં પહોંચ્યું કે હાથ લાગ્યો હાલવા! બુઠ્ઠી દુઆ દેતી વિદાય થઈ.
ડોસા-ડેસી તડ્યાં – “હવે શાના વડે રાજાની કુંવરીને સાજી કરીશ? ભિખારડીની દયા લાવ્યું, પણ રાજાની દીકરીનું શું થશે?' છે
ઇવાન કહે – “ખરી વાત. રાજાની દીકરીનું શું થશે? જઉં ખબર કાઢવા.'
જોતર્યું ગાડું ને બેઠો હાંકવા.