________________
૨૦
ગમાર!!
,
-
-
ગાય છેને. ' તેમણે કહ્યું, ‘અમારી ગાય તે તરાસ-બાબાનો `મુનીમ લઈ ગયા. મેં પૂછ્યું — ‘ શા માટે લઈ ગયા ? ' તેમણે કહ્યું — ‘મુનીમે મમ્માને ત્રણ મહોરો આપી એટલે મમ્માએ એને ગાય લઈ જવા દીધી. ' પણ મહોરો આપીને છેકરાંની ગાય લઈ જાય, એ વળી કેવું? મારે એવી મહોરો નથી બનાવવી. ”
“ પણ અલ્યા મૂરખ, મહોરો આપીને બધું મળે : ગાય, ઘોડા, જમીન, મકાન, દાણા – બધું જ! તું સમજતા કેમ નથી?”
“એમાં શું સમજંત્રાનું વળી ! મહોરો તે ચકરડાંની પેઠે રમવા માટે હોય; એ આપીને છેકરાંની ગાય શી રીતે લઈ જવાય ? પછી છેકરાં દૂધ કયાંથી પીવે ?”
બંને ભાઈ માં મચકોડીને ચાલતા થયા. ‘મા’ળા મૂરખ કશું સમજતા જ નથી !' પછી સાઇમને તરાસને કહ્યું — “ હું તને અડધું રાજ અને અડધા સોલ્ડર આપી દઉં; તું મને તારી અડધી મહોરો આપી દે. તારુંય કામ થશે ને મારું પણ!”
તરાસને એ વાત ગળે ઊતરી. આમ બંને ભાઈ પેાતાનું અડધું અડધું વહેંચીને રાજા બન્યા : લશ્કરવાળા ને ખજાનાવાળા ! માત્ર ઇવાન જ રહ્યો . ખેડૂત – ગમાર !!
૬
ઈવાન પણ રાજા બન્યા ! -
ત્રણ ભાઈમાંથી એક ઈવાન જ ગામમાં બાકી રહ્યો : ગૂંગી સાથે ખેતર ખેડતા ને મા-બાપની ચાકરી કરતા !
એક દિ' વાડાવાળી કૂતરી માંદી પડી. મરવા જ પડી, કહોને. બહેન પાસે રોટલા માગી, ટોપામાં ઘાલી, ઇવાન દોડયો વાડામાં. કૂતરીના માં આગળ ટોપો ઠાલવી દીધા. રોટલા ભેગું ભૂતડાવાળું એક મૂળિયુંય નીકળી પડયું, તે પણ કૂતરી રોટલા ભેગું ચાવી ગઈ.