________________
૫. બે ભાઈ રાજા બન્યા બંનેએ કરી સંતલસ : “ઇવાન પાસે જઈએ!'
સાઇમન કહે, “સોલ્જર માગીશ, અને તું મહોરો માગજે. સોજર તને આપી દઈશ, ને મહોરો તું મને આપી દેજે!”
ખરી વાત !” બંને પધાર્યા ઇવાનને ઘેર.
સાઇમન કહે – “ઇવાન, મારે થોડા વધારે સોલ્જર જોઈએ; બનાવી આપ !”
ઇવાને ડોકું ધુણાવ્યું: “હવે કદી ના બનાવું !'
કેમ વળી, તેં કહ્યું તે હતું કે ફરી જોઈએ તો આવજો!'
‘હા, પણ સોજર તો મનીખને મારી નાખે છે. હું તો જાણતો તો કે, ગીતાં ગાય ને ઢોલ જ વગાડે!”
અલ્યા મૂરખ, સોલ્જર ઢોલેય વગાડે ને લડેય ખરા. તું શું સમજે? રાજ કરવું એ કંઈ છોકરાંના ખેલ છે? લડવું તો પડે જ. માટે બનાવી દે થોડાક – ખેતરમાં રાડાં ઘણાંય છે!”
ના, ના, સોલ્જર હવે કદી ના બનાવું. કાલે એક ઐયર જોઈ – ગાડામાં મડદું નાખીને જતી'તી. કેવી રડે? ચોધાર! મેં પૂછયું – “કેમ રડે છે બહેન?' તેણે કહ્યું – “સાઈમનના સોજરોએ મારા ધણીને મારી નાખ્યો : લડાઈમાં.’ હવે બાપડી શું કરશે?”
સાઇમને મોં મચકોડયું.
પછી તરાસભાઈ બેલવા લાગ્યા–“ભાઈ, મને થોડીક વધુ મહોરો બનાવી દે; મારે ખૂટે છે.”
ઇવાન કહે – “ના, ના! મહોરો પણ હવે ન બનાવું.” “પણ કેમ? તે તો કહ્યું'તું કે, બીજી જોઈએ તે માગજો.”
હા, પણ હું જાણતો'તો કે એ ગોળ ચકરડાં રમવા માટે હોય. પણ કાલે માઇકલની છોડીની ગાય એ ચકરડાં આપીને લઈ ગયા!”
કેવી રીતે?”
“રીત વળી કેવી? ત્રણ ચકરડાં આપ્યાં ને ગાય ઉઠાવી ગયા! એ છોડીનાં છોકરાં મારે ત્યાં દૂધ માગવા આવ્યાં. મેં કહ્યું – “તમારે