________________
૨૬
ગમાર !!
પછી તરાસભાઈ આવ્યા ઇવાન પાસે. કહે – “અલ્યા તું એટલી બધી સોનામહોરો ક્યાંથી લાવ્યો? બધી જ ઐયરોને વહેંચી દીધી? મને આપી હોત, તો હું કેટલું બધું કમાઈ લાવત!”
ખરેખર? તમારે એ ચકરડાં જોઈએ છે? પહેલેથી કેમ ના કહ્યું? હજુય શું બગડયું છે ! ચાલોને મારી જોડે ખેતરે – તમે કહેશે તેટલાં બનાવી દઈશ.”
“ત્રણ ટોપલા ભરીને આપે તો ઘણીય.”
“તે મોટાભાઈ, ઘડી જોતરીને ગાડું લઈ જઈએ. ત્રણ ટોપલા માથે શી રીતે લવાશે?”
| ગાડું લઈને ઊપડયા બંને ખેતર તરફ. ઇવાન કનાં પાંદડાં તેડીને લાગ્યો મસળવા. નરી મહોરો ને મહોરો! ઢગલો થયો. તરાસભાઈ ખુશખુશ.
“આટલી બહુ છે.” છેવટે તરાસ બોલ્યો.
ભલે મોટાભાઈ, ફરી જોઈએ તો આવજો મારી પાસે. ઝાડ ઉપર હજુ પાંદડાં ઘણાં છે.”
તરાસ પણ મહોરો લઈને વેપાર કરવા ઊપડી ગયો
આમ બે ભાઈ રવાના થઈ ગયા : સાઇમન લડવા માટે અને તરાસ વેપાર કરવા. સાઇમન રાજ જીતીને રાજા થયો; અને તરાસ વેપાર ખેડીને શાહ સોદાગર બન્યો.
થોડા વખત બાદ બંને ભાઈ ભેગા થયા. સાઇમને રાજ મેળવ્યાની વાત કરી અને તરાસે ધન મેળવ્યાની.
પણ સાઇમન કહે –ભાઈ, મારી પાસે રાજ મોટું ને લશ્કર પણ મોટું. ચારે બાજુ હાક વાગે ને રહું પણ ઠાઠમાઠમાં. પરંતુ ખજાનો ખાલી ખાલી : એવડા લશ્કરને જોગવવું શી રીતે ?”
તરાસ બોલ્યો – “ભાઈ, મારે ખજાના છલકાય – પણ લૂંટાવાને ભે ભારે. સોજરો ક્યાંથી લાવું?”