________________
મૂરખરાજ ! સોદાગરને મહેલ રહ્યો અધૂરો. અનાજ ભેગું ન થયું, ઢોર પણ ન મળ્યાં. લોકો કશું વેચવા ન આવે – મજૂરી કરવા ન આવે.
સોદાગર ઘેર ઘેર મહોર લઈને ફરે! એક ડોસીને ત્યાં અનાજ લેવા ગયો ત્યારે ડેસી કહે, “ચકરડાં ઘણાંય થઈ ગયાં. છોકરાં પાસે બહુ છે; વધારે લઈને શું કરું?’ ' બીજી બાઈ કહે, “મારે છોકરાં જ નથી; પછી કોને રમવા માટે ચકરડાં લઉં?”
ખેડૂતને ઘેર રોટલા લેવા ગયો. ખેડૂતે કહ્યું, “મારે હવે ચકરડાં નથી જોઈતાં, ચાલ્યો જ!' પણ પાછા બોલાવીને તેને કહ્યું, “ભૂખ્યો હોય તે ભગવાનને નામે આપું – લેતે જા!'
“ધૂ! ધૂ! ભૂ!' ભગવાનની વાત સાંભળી સેતાન લાગ્યો ઘૂંકવા ને માંડ્યો ભાગવા. “ભગવાનનું નામ સંભળાવ્યું તેના કરતાં તો મને છરી ખોસી દીધી હોત તોય સારું!
સેતાન ઘેરઘેર ફરી વળ્યો. મહેરો ધરે, પણ બધા કહે, “ઘણી થઈ ગઈ, વધારે શું કરવી છે? બીજું કંઈ લાવ્યો હોય તો દેખાડ! નહિ તે મજુરી કર કે પછી માગ ભગવાનને નામે!”
પણ સેતાન પાસે પૈસા સિવાય બીજું કશું હોય નહિ, ને મજૂરી કરવાનું તે ગમે નહિ. વગર મહેનતે પૈસાદાર થવાનું મૂકી મહેનતમજુરી કોણ કરે? ઉપરથી લોકોને વઢવા લાગ્યો : ‘મૂરખાઓ, સમજતા કેમ નથી? પૈસા હોય તે બધું મળે : અનાજ-પાણી, ઢોર-ઢાંખ, નાકરચાકર – બધું જ. પૈસા હોય પછી મજૂરી જ ન કરવી પડે. માટે હું કહું છું તેમ પૈસા કમાતાં શીખ; ખૂબ ભેગાં કરે '
લેકો કશું સમજે તેને? ઉપરથી કહે, “ચકરડાં બહુ શા કામનાં? અમારે જોઈતું પકવીએ છીએ - અમારે જોઈતું બનાવીએ છીએ –
૧. ભગવાનને નામે એટલે ભગવાનને ખાતર, ભગવાન પ્રસન્ન થાય તે મારે, એ ભાવ. રશિયામાં ખેડૂતો દાનધર્મ કરતી વેળા “ક્રાઈસ્ટને ખાતર, ક્રાઈસ્ટને નામે” એવા શબ્દો બોલે છે. – સંપા.