________________
e
મૂરખરાજ !
૧
–
સેતાન હવે રાજી રાજી! “બે ભાઈને ઠેકાણે પાડી દીધા – હવે ત્રીજાના વારો ! ત્રીજો તે છે ગમાર – એને ઠેકાણે પાડતાં શી વાર ! ” સેતાને લીધેા સેનાપતિના વેશ. રાજાને આવીને કહે – 'નામદાર, આપ બહુ મોટા રાજા છેા, લશ્કર વિના કેમ ચાલે ? હુકમ કરો, અબઘડી ભરતી કરી દઉં !'
-
ઇવાન કહે – ‘ ભલે, કરો લશ્કર ભેગું. ઢોલ વગાડે, ક્ષ્ર્લીંગાં * કે, ગીતાં ગાય – મને તો બહુ ગમે!'
સેતાન ફરી વળ્યા રાજમાં : “બધા ભરતી થા – રાજાના લશ્કરમાં. દરેકને મળશે માથે લાલ ટોપા ને ખાવાનું-પીવાનું મફત ..
99
લોકો હસવા લાગ્યા. ‘ખાવાનું-પીવાનું અમારી પાસે ઘણું છે. ને ટોપા તે અમારી બૈયરો જોઈએ તેવા બનાવી દે છે! ’
કોઈ ભરતી ન થયું.
સેતાન આવ્યા ઇવાન પાસે. · રાજાજી, લોકો મૂરખ છે; ભરતી નથી થતા. કાઢો હુકમ – ભરતી ન થાય તેને ઠાર મારીશું!'
ઇવાન કહે – ‘ ભલે, કાઢો હુકમ : ભરતી થાઓ, નહીં તે ઠાર
"
મારીશું.
.
લેાકો આવ્યા સેતાન પાસે. કહેવા લાગ્યા – રાજાજીના હુકમ કે ભરતી થા નહીં તે ઠાર મારીશું. પણ ભરતી થઈએ તેાય મરવાનું ખરું જ ને? કહે છે કે, લડવા જાય તે જીવતા પાછા ન આવે!'
૩૭