________________
૨. ગેઠિયા કામે લાગ્યા -૧ ૧૫ “સાઈમન ઊપડયો ભારત દેશ ભણી. ત્યાંના રાજાને અઢળક દોલત. સાઇમને કર્યો હલ્લો ને આવી ગયા બંને સામસામા. આગલી રાતે મેં સાઇમનનો બધો દારૂગોળો ભજવી નાખેલો; અને ભારતી રાજાના લશ્કરમાં રાડાંના બનાવેલા સોજરો ગોઠવી દીધેલા. એટલે સાઇમનની ચારે કોર ભારતી રાજાના માણસો કીડિયારાની પેઠે ઊભરાય! સાઇમને કર્યો હુકમ, “ભરો તેપો અને ઊડાવી દો એ કીડિયારાને!' પણ દારૂગોળો સળગે તેને! સાઇમનના રસૈનિકો મૂઠી વાળીને નાઠા અને વળી ગયો કચ્ચરઘાણ! રાજાએ સાઈમનને પૂર્યો અંધારી કોટડીમાં અને તેની જાગીર કરી જપત! હું કાલે જઈ સાઇમનને જેલમાંથી ભગાડીશ; એટલે તે સીધો પહોંચશે બાપને ઘેર ! પછી બંદા નવરા. સિવાય કે, તમારે કોઈને મારી મદદ જોઈતી હોય!”
હવે બીજા ભાઈ તરાસને ત્યાં ગયેલા ગઠિયાએ વાત માંડી. “મારું કામ પણ પત્યું જ જાણો! મારે કોઈની મદદની જરૂર નથી. એક અઠવાડિયામાં તરાસ પણ બાપના ઘરભેગો થશે! મેં એને એવો ચગાવ્યો કે, તે માંડ્યો માલ ખરીદવા. “પછી માલ મોંઘે ભાવે વેચીને બની જઈશું લખપતિ !” પોતાની પાસે પૈસા ખૂટ્યા તે લીધા ઊછીના. માથાના વાળ જેટલું દેવું કર્યું છે. પણ આવતે અઠવાડિયે થશે લેણદારોને તગાદો! તરાસનો બધો માલ મેં એ બગાડી નાખ્યો છે કે, એક ફદિયું પણ ન ઊપજે! પછી તરાસભાઈને પણ બાપને ઘેર પહોંચ્યું જ છૂટકો!”
ત્રીજા ગઠિયા પાસે તે મોકાણના જ સમાચાર હતા:
મારું બધું ધૂળધાણી થઈ ગયું ! અને તમારું કર્યું પણ ધૂળધાણી થશે!”
ભસી મર, – શું થયું છે!” પેલા બને તડૂકયા.