________________
3
ગાઠિયા કામે લાગ્યા – ૨
બીજે દિવસે સાઇમનવાળા ભૂતડો આવી પહોંચ્યો ખેતર : ભાઈબંધને મદદ કરવા. પણ ભાઈબંધ હોય ત્યારેને ! આખું ખેતર ખૂંદી વળ્યા, તે જોયું મોટું ભગદાળું ! ‘ જરૂર, મારા ભાઈબંધને ભાગવું પડયું લાગે છે. જીવ લઈનેસ્તા; નહીંતર આવડું ભગદાળું શાનું? પણ ઠીક છે; હવે આવી જા, બેટા ઇવાનડા! મારા ભાઈબંધની જગાએ હું છું ને સામેા તું છે! ખેતર તેા ખેડી નાખ્યું, પણ હવે બીડ કાપવા આવજે જોઉં !'
બાલતાકને ભૂતડા પહોંચ્યો બીડમાં. બીડ આખું પલાળી નાખ્યું : બધું ઘાસ પાણીથી લથબથ, અને નકરો કાદવ.
ઈવાન બીડમાં ઘાસ કાપવા આવ્યા. ચલાવ્યું દાતરડું; પણ ધાર જ બેવડી વળી ગઈ. દોડયો ઘેર. ‘ટીપીને કરું સીધી; સાથે ભાતું પણ લેતા આવું – રાતવાસા રહેવાય. ’
-
દાતરડું સમું કરાકને પાછા મંડયો ઘાસ વાઢવા. ભૂતડો દાતરડું જમીન ભણી જ નમાવ્યા કરે. પણ ઇવાન એવું જોરથી વીંઝે કે ઘાસ ઊભું ને ઊભું કપાઈ જાય. આખું બીડ કપાઈ ગયું — ખાડમાંનું થોડું બાકી રહ્યું. ભૂતડા પહોંચ્યા ખાડ ભણી. ઘાસ બહુ ઘાટું નહિ, તેય દાતરડું પાછું જ પડે! ઇવાન હવે વકર્યો : દાતરડું એવા જોરથી ચલાવ્યું કે ભૂતડાભાઈ ખાડ છોડીને ભરાયા ઘાસની ગૂંચમાં. ગૂંચમાંય દાતરડું ન ચાલે. પણ ઇવાને એવું જોર કર્યું કે, ઘાસ ભેગી ભૂતડાની પૂંછડી જ