________________
૩. ગેડિયા કામે લાગ્યા-૨ કપાઈ ગઈ. ભૂતડું થયું બોડું. ગૂંગી બહેનને ઘાસ એકઠું કરવાનું ભાળવી, ઇવાન પહોંચ્યો રાઈના ખેતરમાં; લણવા માટે.
ભૂતડો પણ આવ્યો રાઈના ખેતરમાં. રાડાં એવાં ગૂંચવે કે દાતરડું ચાલે જ નહિ. ઇવાન દોથો ઘેર – કાકરવાળું દાતરડું લાવવા. લાવીને લણી નાખ્યું આખું. એકલું અટવાળું બાકી રહ્યું.
ભૂતડો કહે, “સવારે વાત! તું ઓટવાળું લણે તો ખરો.'
બીજી સવારે ભૂતડો ખેતરે આવ્યું. જોયું તો આખું ખેતર રાતે જ લણી નાખેલું ! ભૂતડો કહે, “માળે રાતેય ઊંધે છે કે નહિ? મારા તે હાલહવાલ થઈ ગયા – આખા શરીરે ઉઝરડા ને કાપા. પણ બેટાના ડૂડાં સમેત બધા પૂળા સડાવી દઉં; પછી ઘેર શું લઈ જવાને, એનું માથું?'
ભૂતડાભાઈ તો પેઠા ગંજીમાં અને કર્યો ગરમાવો. બધા પૂળા ધગી ઊઠ્યા. એવી હૂંફ થઈ કે ભૂતભાઈને જ નિંદર આવી ગઈ.
ગાડે ઘોડી જોતરીને ઇવાન પૂળા ભરવા આવ્યો. પંજેઠી ખોસી ખોસીને પૂળા ઉપાડવા માંડ્યા. ભૂતડે પૂળા દબાવી રાખે જેથી પંજેઠી અંદર પેસે જ નહીં! પણ ઇવાને કર્યું જોર તે પંજેઠી પૂળા ભેગી ભૂતડામાં જ પેસી ગઈ. ઇવાને ઊંચી કરી, તો છેડે ભૂતડું અમળાય. અલ્યા પાછો આવ્યો? હવે કરું કાયમને વિદાય!” કહેતાંકને ઇવાને ગાડા ઉપર પછાડવા એને ઊંચો કર્યો.
ભૂતડો કરગરી પડયો – “ના બાપા, ના મારશે; હું બીજો છે – તમારા મોટાભાઈવાળો. મને છોડી દો; પાછો કદી નહીં આવું તમારું કંઈ કામેય કરી આપીશ.”
“તું શું કામ કરી આપીશ, ભલા!” “ગમે તે ચીજના સેન્જર બનાવી દઉં!”
૧. એક જાતનું બરછટ અનાજ. આપણી મસાલાની રાઈ નહીં. - સંપ૦
૨. એ નામનું બરછટ અનાજ. – સંપા