________________
અમાર!! “સેજર શું કામ કરે?' ‘તમે કહો તે!” “ગીતો ગાય?' “હા, કેમ નહિ? હુકમ કરો કે ગાવા માંડે– ઢોલ-રણશીંગા
સમેત !'
“ઠીક, થડા બનાવ ત્યારે! ગામની ઐયરોને મજા થશે.” “એક પૂળો લાવો ને ભણો આ મંતર –
“પૂળા, પૂળા મારો હુકમ –
એક રાડાનો એક સેલજર” ઇવાને પૂળ લીધે; ને ભયો મંતર. રાડાં પડયાં છૂટાં ને બની ગયાં સોજર : આખી પલટન! રણશીંગાં ને વળી ઢોલ – રમઝટ!
‘હવે બાપલા મને જવા દેશો? મેં તમારું કામ કરી દીધું.'
ના, ના, મારે હૂંડાંવાળો પૂળો બગડ્યો! પાછો બનાવી દે. હૂડાં વગરનાં ખાલી રાડાંના સોલ્જર બનાવીએ.' એહો, આ મંતર ભણે એટલે પૂળો પાછો બની જશે –
“સેજર સેન્જર, મારો હુકમ
પાછા થાઓ પૂળાનાં રાડાં.' ઇવાને મંતર ભણ્યો એટલે પાછો પૂળો બની ગયો ડુંડાંવાળો ! ભૂતડો કહે, “હવે તે છોડશેને બાપલા!”
ઇવાને ઝટ પંજેઠી નીચી નમાવીને ભૂતડાને અણિયામાંથી ખેંચી કાઢયું ને કહ્યું, “જા ભાઈ, નિરાંતે ભગવાન તારું ભલું કરે!' | બાપરે! ભગવાનનું નામ? સાંભળતાં જ ભૂતડું દાઝવા માંડયું. “હાયરે!” “હાય” કરતું પેઠું જમીનમાં. જમીન ફાટી ને પડયું ભગદાળું. પાણીમાં જેમ પહાણે પડ્યો!
ઇવાન ઘેર પાછો ફર્યો તે તરાસ ને તેની વહુ વાળુ કરવા
બેઠેલ.