________________
૪. ગાઠિયા કામે લાગ્યા – ૩
૧
તરાસે દેવાળું કાઢેલું. લેણદારોને મૂકી બાપને ઘેર છાનો ભાગી કરું ત્યાં લગી તારે ઘેર ધામા !
આવેલા. ઇવાનને કહે, ‘નવા ધંધા હું ને મારી બૈયર બંને!”
ઈવાન “ રહેાને ભાઈ, તમ-તમારે ! શી ફિકર છે? કોઠાર ભરલા છે. ”
ઇવાન ડગલા કાઢીને બેસી ગયા વાળુ કરવા. તરાસની વહુ ઝપ દઈને ઊભી થઈ ગઈ. આ રાંચે તો ગંધાય છે. મારાથી જોડે નહિ
બેસાય.’
તરાસ ઇવાનને કહે, બહાર વાડામાં ખાવા બેસ; તું બહુ ગંધાય છે.'
ઈવાન ‘બહુ સારું મેાટાભાઈ. આ રોટલા લીધા ને ચાલ્યો બહાર; આમેય ઘોડી ચરાવવા ખેતરે જાવું જ છે.'
-
ગાઠિયા કામે લાગ્યા
બીજે દિ’ તરાસવાળો ભૂતડો આવ્યો ખેતરે : ભાઈબંધોને મદદ કરવા. પણ ખેતરે કોઈ હોય તાને! એક ભગદાળું દીઠું. ‘મારા ભાઈબંધ પેઠો લાગે છે. પણ બીજો કયાં?' શોધવા માંડયો બીડમાં. ખાડ આગળ બીજાની કપાયેલી પૂંછડી મળી. પણ ભાઈબંધ કયાં? રાઈના ખેતરમાં જોયું, તે બીજું મોટું ભગદાળું. બીજોય નાઠા લાગે છે. માળા ઇવાનડાએ ભૂંડી કીધી. પણ હું બેયનું વસૂલ કરું ત્યારે ખરો !'
માંડયો ઇવાનને શેાધવા. ઇવાન ખેતરમાં ન મળે.
C
-
૩
ઇવાન ઝાડ કાપવા ગયેલો. તેના ભાઈઓએ કહી દીધેલું, ઘરમાં ઝાઝી ભીડ છે. ઝાડ કાપી નવાં ઘર બનાવ, અમે ત્યાં રહીશું.’