________________
ગમાર!!
ન આપીએ તો પછી નાકરી નહિ કરે – ચાકરી નહિ કરે!’
‘ભલે ન કરે; એમનું પેાતાનું કામ તો કરશેને! ગાડાં ભરીને ખેતરોમાં ખાતર ભરશે, ઝંડાં-ઝાંખરાં કૂડો-કચરો સાફ કરશે, ધાન
પકવશે તે ખાશે!'
३२
-
લાકા રાજા પાસે ફરિયાદો લઈને આવે : એક જણાએ કહ્યું
6
પેલેા મારા પૈસા પાછા નથી આપતા!’
ઈવાન કહે – એની પાસે નહિ હાય; અથવા એને પેાતાને એ પૈસાની જરૂર હશે, પછી તને શી રીતે-કયાંથી આપે ?’ બીજાએ કહ્યું – ‘પેલા મારું ચોરી ગયા.'
ઇવાન કહે – ‘એને જોઈતું હશે તે લઈ ગયા.’
લેાકો જાણી ગયા ને કહેવા લાગ્યા કે, ‘રાજા । મૂરખ છે – છેક ગમાર!'
રાણી આવી રાજા પાસે, ‘લોકો તમને મૂરખ કહે છે – ગમાર
કહે છે.
• ભલે કહે. એમને એમ લાગતું હશે!'
રાણી વિચારમાં પડી ગઈ. પણ તેય મૂરખ હતી. તેણેય નક્કી કર્યું – જ્યાં સાય પેસે ત્યાં જ દારો જાય. મારેય રાજા કરે એમ જ કરવું !’
તરત બદલી નાખ્યાં કપડાં. પહેર્યાં જાડાં – કામ કરનારીનાં. ભૂંગી નણંદ પાસે પહોંચી ને શીખવા માંડી કામકાજ. બની ગઈ પાવરધી ને મદદ કરવા લાગી ઈવાનને – ખેતરમાં સ્તે.
મૂરખના રાજમાંથી ડાહ્યા થઈ ગયા વિદાય. ગમાર હતા તે જ રહ્યા : કોઈની પાસે નાણાં નહિ, બધા કામકાજ કરે, પેદા કરે ને ખાય.