________________
પ્રકાશકીય ભારતવર્ષના ઇતિહાસમાં શ્રીકૃષ્ણ પહેલી વાર અવતારવાદ રજૂ કર્યો. ધર્મ-સંસ્કૃતિની બાબતમાં મોટો માનવ-સમુદાય જયારે અવળે માર્ગે ચડી જઈ ઘર અધ:પાત પામે છે, ત્યારે તેને તેમાંથી પાછો વાળી કલ્યાણને માર્ગે લઈ આવવાનું કામ અશકય જેવું બની રહે છે. તેવા કપરા કાળમાં પણ જે મહાન વિભૂતિ પ્રગટ થઈને તે અશક્ય જેવું કામ પાર પાડી આપે, તે સ્વાભાવિક રીતે જ પરમાત્માનો અવતાર
ગણાય.
શ્રીકૃષ્ણ તે પ્રમાણે પિતાના જમાનામાં સંન્યાસને નામે પ્રવર્તેલા કર્તવ્ય-ત્યાગને, અને યજ્ઞને નામે પ્રવર્તેલા ભોગેશ્વર્ય માટેના વૈદિક ક્રિયાકાંડને ભારે હિંમત-પરાક્રમ દાખવીને પછાડી નાખ્યા, અને કર્તવ્યકર્મના માર્ગને પુનઃસ્થાપિત કર્યો. અલબત્ત, પ્રજાના ઉદ્ધારક મહાપુરુષોની બાબતમાં હંમેશ બનતું આવ્યું છે તેમ, તેમને કમોતે જ મરવું પડ્યું.
ત્યાર પછી, લાંબા કાળે, મુસલમાન ધાડાંઓ પોતાના પશુ-બળથી ભારત ઉપર કબજો જમાવી બેઠાં; અને ધર્મને નામે પ્રજા ઉપર કેવળ જુલમ અને અત્યાચાર કરવા લાગ્યાં. તે વખતે નિર્માલ્ય – નિપ્રાણ બનેલા હિંદુઓ તો મુસલમાનોની ભાષા સ્વીકારી લઈ, તેમની સેવા-ભક્તિમાં લાગી ગયા અને માત્ર જીવવા ખાતર જીવવાનું જીવન જીવવા લાગ્યા.
ત્યારે ધર્મભ્રષ્ટ થયેલા હિંદુઓ તેમજ મુસલમાનોને સાચો ધર્મમાર્ગ બતાવનારા શીખ ગુરુ પ્રગટ થયા અને તેમણે પ્રજામાં પોતાના
• ગીતા અ૦ ૨, લો૦ ૪ર-૩. ગામમાં પુષિત વારમ્ ... - વારતા.... મોર્ચતિમ પ્રતિ !