________________
ગમા૨!! માથા વડે કામ કરતાં શીખવાડશે. કહે છે કે, માથા વડે વધારે કામ થાય – હાથ કરતાંય. માટે સૌ શીખવા આ અમારી રાજધાનીમાં.”
ઇવાનરાજાની રાજધાનીમાં એક ઊંચું ટાવર. પગથિયાં ચડીને ટોચે પહોંચાય. ટચે મોટું ફાનસ. ઇવાનરાજાએ સંતાનને ટાવર ઉપર ચડાવ્યો : નીચે બધા લોકો તેને જોઈ શકે – સાંભળી શકે.
સેતાને આપવા માંડયું ભાષણ : “સૌ માથા વડે કામ કરતાં શીખે. બધે જ ડાહ્યા લોકો માથા વડે જ કામ કરે છે – હાથ વડે તે અભણ-મૂરખ હેય તે કરે. હાથ વડે કામ કરનારો રહે ગરીબ. માથું વાપરનાર થાય લખપતિ – કરોડપતિ. તેને જ બધી સારી ચીજો મળે – તેને ત્યાં જ લોકો કામ કરવા જાય. માથું વાપરનારને હાથ વડે કામ જ ન કરવું પડે– ખેતરમાં ન જવું પડે– જંગલમાં ન જવું પડે. બંગલામાં બેઠો બેઠો જ બધું મેળવે!'
નીચે સાંભળનારા રાહ જુએ, ક્યારે માથું વાપરતાં શીખવાડે છે.” પણ પેલે તે બોલ્યા જ કરે, “માથું વાપરનારને હાથ વડે કામ કરવું ન પડે છતાં વધારે કમાય – ખૂબ જ કમાય.’
લોકો ગૂંચાયા. સાંભળતાં થાક્યા. કશું શીખવાડે નહિ – બોલ્યા કરે. કંટાળીને થયા ચાલતા – પિતપોતાને કામે. | સેતાન બેલ્યા કરે. નીચે લોકો આવે – સાંભળે ને ચાલતા થાય. સેતાન વધારે બૂમો પાડતો જાય. એમ ત્રીજો દિવસ પૂરો થયો, ને ચોથો પણ!
લોકો તે આવે ને ચાલતા થાય : કોઈ ખાવાનું ન લાવે – ન આપે. એમ કહે કે, “હાથ કરતાં માથા વડે વધારે કામ કરતાં તેને આવડે છે, એટલે રોટલા તે મેળવશે જ ને- ખાશે જ ને?”
સેતાનભાઈ થાક્યા - ભૂખે રહેવાય નહીં, બોલાય પણ નહિ, ઊભું પણ ન રહેવાય. એટલે ખાધું લથડિયું. મા અફળાયું ફાનસના થાંભલા સાથે.