Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 17
________________ ૧૪ મિત્રાદષ્ટિની સઝાય થવા છતાં યોગનાં બીજની પ્રાપ્તિ થાય છે, જેનું પરિણામે “યોગી ફળ છે. શ્રી જિનેશ્વરદેવને શુદ્ધ અર્થાદ્ ઈહલોક કે પરલોકાદિની આશંસારહિતપણે પ્રણામ કરવો, ભાવ-ગુણસંપન્ન આચાર્યભગવંતની સેવા કરવી અને ભવના ઉદ્વેગનું ભાજન બનવું-એ સ્વરૂપ યોગનાં બીજ અહીં પ્રથમ દષ્ટિમાં પ્રાપ્ત થાય છે-એમ શ્રી વીરપરમાત્માએ ફરમાવ્યું છે. સદ્ગુરુભગવંતના પરમપવિત્ર સમાગમથી મિત્રાદષ્ટિના સાધકને સમજાય છે કે દેવ તો રાગ, દ્વેષ અને મોહથી સર્વથા રહિત જ હોય. રાગી, દ્વેષી કે અજ્ઞાની ગમે તેટલો ઉપકાર કરતા હોય તોપણ તેઓ દેવ નથી. શ્રી તીર્થંકરપરમાત્માની સાચી ઓળખ સામાન્યથી જ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા જ એક દેવ છે, બાકીના બધા દેવ નથીઆવું જ્ઞાન અહીં હોતું નથી. વિશિષ્ટ ક્ષયોપશમ અહીં ન હોવા છતાં રાગ, દ્વેષ અને મોથી સર્વથા રહિત જ દેવ હોય છે અને તેઓશ્રીને પ્રણામ પણ રાગાદિ ત્રણના સર્વથા ક્ષય માટે કરવાનો છે-આવા જ્ઞાનના પ્રભાવે શ્રી જિનવરને(પછી જે હોય તેને) શુદ્ધ ભાવે પ્રણામ કરવાનું સદ્ભાગ્ય અહીં પ્રાપ્ત થાય છે. દેવની જેમ જ ગુણસંપન્ન ભાવાચાર્યભગવંતની સેવા કરવાનો શુભ અવસર પણ અહીં પ્રાપ્ત થાય છે. યોગીજનના પુણ્યપરિચયથી તે સમજે છે કે પરમાર્થતત્ત્વની શ્રદ્ધાથી સંપન્ન અને સન્માર્ગસ્વરૂપ મોક્ષમાર્ગના પ્રરૂપક જ એકમાત્ર આચાર્યભગવંત છે. એકમાત્ર સાધકના હિતને અનુલક્ષીને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર-આ પાંચનો નિરીક્ષણે ઉપદેશ આપનારા પૂજ્યપાદ ભાવાચાર્યભગવંતની પરમતારક સેવામાં જ આત્મકલ્યાણને જોનારા મિત્રાદષ્ટિવાળા જીવોને તેઓશ્રીના પરમતારક વચનશ્રવણાદિથી ભવનો ઉદ્વેગ થાય છે. પુણ્યના યોગે ગમે તેટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146