Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 30
________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન મનની પવિત્રતા એ શૌચ છે. કોઈ પણ કારણસર વચન કે કાયાની સંક્લેશવાળી પ્રવૃત્તિનો ત્યાગ કરનારા પણ મનને સંક્લેશરહિત બનાવવા સમર્થ બનતા જ હોય છે એવું નથી હોતું. આપણે લોકોમાં ખરાબ ન દેખાઈએ-એવી ભાવનાથી વચન કે કાયાની દુષ્ટ પ્રવૃત્તિ ટાળી શકાય છે, પરંતુ એ માટે મનની દુષ્ટ પ્રવૃત્તિ ટાળવાનું આવશ્યક હોતું નથી. આવી સ્થિતિને યોગના જાણકારો શૌચ-અવસ્થારૂપે વર્ણવતા નથી. અનાદિકાળના સંસારપરિભ્રમણના કારણ તરીકે મન-વચન-કાયાની અશુભપ્રવૃત્તિને જાણીને એ પરિભ્રમણથી મુક્ત બનવા મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરવો-એ શૌચ છે. પ્રવૃત્તિને સુધારવાની જેટલી ચિંતા આપણે સેવીએ છીએ એટલી ચિંતા પરિણામ સુધારવા માટે થાય તો શૌચસ્વરૂપ પ્રથમ નિયમની પ્રાપ્તિ અશક્ય નથી. સારા થવું અને સારા દેખાવું એ બેનો ભેદ બીજી દષ્ટિમાં સદ્ગુરુના સમાગમે બરાબર સમજાય છે. એથી આ તારાદષ્ટિમાં શૌચ પ્રાપ્ત થાય છે. આજ સુધી વાસ્તવિક શૌચની પ્રાપ્તિ ન થવાનું અથવા તો પ્રામ શૌચનો નાશ થવાનું કોઈ કારણ હોય તો તે મુખ્યપણે સુખનો લોભ છે. એ લોભના કારણે આજ સુધી જીવે ઘણાં પાપ કર્યાં છે. આ લોભ બધાં જ પાપનું મૂળ છે... વગેરે જાણ્યા પછી બીજી દષ્ટિમાં સાધકને શૌચના કારણ તરીકે સંતોષની પ્રાપ્તિ થાય છે. ગમે તેવી સ્થિતિમાં મળેલી વસ્તુથી અતિરિક્ત વસ્તુનો લોભ ન કરવા સ્વરૂપ ‘સંતોષ’ બીજો નિયમ છે. વસ્તુની ઈચ્છા અને વસ્તુનો લોભ એ બેમાં જે ફ્રક છે તે બરાબર સમજી લેવો જોઈએ. વસ્તુની આવશ્યકતા મુજબ તેની ઈચ્છા કરવી અને ગમે તેવાં પાપ કરીને પણ વસ્તુ મેળવવાનો વિચાર કરવો એ બંને એક નથી. કર્મના ઉદયથી આવી પડેલી ગમે તેવી Jain Education International ૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146