Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 123
________________ ૧૨૦ પ્રભાદષ્ટિની સક્ઝાય દોષને તે તે અનુષ્ઠાનનો રોગ કહેવાય છે. યોગની પરિભાષામાં પ્રસિદ્ધ તે રોગસ્વરૂપ અનુષ્ઠાનની પીડા આ સાતમી દષ્ટિમાં હોતી નથી. . દેવાધિદેવે ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનોને અતિચાયુક્ત અથવા તો ખંડિત બનાવવાનું કાર્ય રોગ નામના દોષનું છે. આ દોષની વિદ્યમાનતામાં અનુષ્ઠાનસામાન્યનો નાશ થતો નથી. પરંતુ નિરતિચાર અનુષ્ઠાનનો નાશ થવાથી તેવા પ્રકારના સાતિચાર અનુષ્ઠાનનું અસ્તિત્વ હોય તોપણ ઈષ્ટની સિદ્ધિ થતી નથી. એટલે એવું રોગયુક્ત અનુષ્ઠાન કરવાનું ખરેખર તો ન કરવા જેવું જ છે. સાતમી દષ્ટિમાં મુમુક્ષુઓને શરીરસંબંધી રોગ આવે તોપણ આ અનુષ્ઠાનસંબંધી રોગ હોતો નથી. આથી જ આ દોષમુક્ત અનુષ્ઠાનના કારણે ક્રોધાદિ કષાયના કે વિષયના વિકારથી શૂન્ય એવા મુમુક્ષુને કુશલાનુબંધી ધ્યાન હોય છે. આવા ધ્યાનને લઈને જ યોગીજનોને સુખનો પાર નથી. “સાધુ સદા સુખિયા, દુઃખિયા નહિ લવલેશ.” આ ઉક્તિનો પરમાર્થ જ સાતમી પ્રભા દષ્ટિ છે. અનેકાનેક પરીષહો અને ઉપસર્ગોને સદાને માટે સમતાપૂર્વક સહન કરનારા સાધુભગવંતોને સુખ સદા માટે હોય છે અને દુઃખનો લેશ પણ હોતો નથી. આ વાત સાતમી દષ્ટિને આશ્રયીને જ સંગત થઈ શકે છે. અન્યથા તો સાધુભગવંતોનાં દુઃખનો કોઈ પાર નથી. સાતમી દષ્ટિમાં વર્તતા મુમુક્ષુજનોને જે અપાર સુખ છે અને દુ:ખનો લેશ પણ નથી, તે સુખ અને દુઃખનું વાસ્તવિક સ્વરૂપ બીજી ગાથાથી જણાવાય છે સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દરે આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે, Iભવિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146