Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 133
________________ ૧૩૦ પરાદષ્ટિની સઝાય થયેલાની ગિરિ-આરોહણની પ્રવૃત્તિ અથવા તો ભુક્ત(કૃતભોજન)ની ભોજનસંબંધી પ્રવૃત્તિ જેમ અર્થહીન હોય છે તેમ આ દષ્ટિના યોગીની પ્રવૃત્તિ પણ પૂર્વકાળની પ્રવૃત્તિથી વિલક્ષણ-જુદી (કોઈ પણ ફળની અપ્રયોજક) હોય છે. આ રીતે પરાષ્ટિમાં જો તેવા પ્રકારનું કોઈ પ્રયોજન ન હોય તો; કર્મનિર્જરાના કારણ તરીકે પ્રસિદ્ધ ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ, પરાદષ્ટિમાં કઈ રીતે સંભવે-આ શંકાનું સમાધાન કરતાં ફરમાવ્યું છે કે ચંદન-ગંધસમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી; આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજ ગુણ લેખે; શિક્ષાથી જેમ રતન-નિયોજન, દષ્ટિભિન્ન તેમ એ હોજી; તાસ નિયોગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલમેહોછારા ગાથાનો અર્થ એ છે કે પરાષ્ટિમાં મુનિભગવંતોને ક્ષમા વગેરે ધર્મ ચંદનના ગંધની જેમ સ્વાભાવિક હોય છે. કારણ કે એ ધર્મથી વાસિત કરનારા ચિત્તનો અહીં અભાવ છે. ચંદનને સુગંધિત કરવા માટે જેમ બીજા કોઈ પણ સુગંધી પદાર્થની આવશ્યક્તા નથી તેમ આ દષ્ટિમાં ધર્મથી વાસિત કરવા માટે વાસક ચિત્તની અપેક્ષા હોતી નથી. આથી જ પૂર્વગાથામાં જણાવ્યા મુજબ આસંગ વગરની ક્યિા આત્મસ્વભાવસ્વરૂપ હોય છે. રત્નની પરીક્ષા કરવાના અભ્યાસ વખતની રત્નને જોવાની ક્રિયા અને રત્નની પરીક્ષા કરવાનું શીખી લીધા પછીની રત્નને નીરખવાની ક્રિયા : એ બેમાં જે ભેદ છે એવો ભેદ આ દષ્ટિ પૂર્વેની અને આ દષ્ટિમાંની ક્રિયામાં છે. આવી આસંગરહિત ક્વિાના યોગે સાધુભગવંતો અપૂર્વકરણ(આઠમું ગુણસ્થાનક) પ્રાપ્ત થયે છતે પંચમ શ્રી કેવલજ્ઞાનના આશ્રય બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146