Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 134
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૩૧ પૂર્વે જણાવ્યા મુજબ અહીં ગુણાંતરની પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર આસંગ નામના દોષનો અભાવ હોવાથી પૂ. સાધુભગવંતોને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ક્ષમા વગેરે દશ પ્રકારના ક્ષયોપશમભાવના શ્રમણધર્મના ત્યાગ સ્વરૂપ ધર્મસંન્યાસયોગનો અહીં પ્રાદુર્ભાવ થાય છે. આ ધર્મસંન્યાસયોગની ઉપસ્થિતિમાં આત્મગુણમાં પરિણામ પામેલી આત્મસ્વભાવભૂત થયેલી ક્રિયાઓનું અસ્તિત્વ હોય છે. એ કોઈ વિશિષ્ટ આલંબનને લઈને થતી નથી. ચંદનના ગંધની જેમ તે નિરુપાધિક-સ્વભાવસિદ્ધ છે. આ પૂર્વે થયેલા કર્મક્ષયની પ્રત્યે તે કારણ બનેલી હોવા છતાં ધર્મસંન્યાસયોગથી સિદ્ધ થનારા કર્મક્ષયની પ્રત્યે તે કારણ બની શકે એમ નથી. તેથી તેવા પ્રકારની નિરર્થક ક્રિયાને લાવી આપનાર કોઈ આત્મપરિણામ ન હોવાથી એટલે કે વાસક-ચિત્તનો અભાવ હોવાથી અહીંની ક્રિયાઓમાં સ્વાભાવિક્તા છે. આ વાતની સ્પષ્ટતા કરતાં ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે-છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે અને આઠમા... વગેરે ગુણસ્થાનકે થનારી ક્રિયા સામાન્યથી એક્સરખી હોવા છતાં તેમાં વિશેષતા છે. રત્નો પારખવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાની ભાવનાથી તેનો અભ્યાસ કરતી વખતે અને રત્નને પારખનાર ઝવેરી બનીને પોતાનું એ કાર્ય કરતી વખતે : આમ બંન્ને વખતે રત્નને જોવાની ક્રિયા એકસરખી હોવા છતાં એ બંન્નેમાં ઘણો મોટો ભેદ છે તેમ અહીં પણ આનંગસહિત અને આસંગરહિત ક્રિયામાં ભેદ છે. આ ભેદવિશેષના કારણે જ એક ક્રિયા સાપરાયિક(ભવિષ્યમાં સંસારનું કારણ બનનારા) કર્મના ક્ષયનું કારણ બને છે અને બીજી ક્રિયા ભવોપગ્રાહી(આ ભવના જ અસ્તિત્વનું કારણ) કર્મના ક્ષયનું કારણ બને છે... ઈત્યાદિ અન્યગ્રંથોમાં વર્ણવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146