Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 139
________________ ૧૩૬ પરાષ્ટિની સઝાય અહિંસા આઠ ) પહેલા અને શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક તે કહીએ, ચમકયલાભી પરદુગ-અથ, આદ્ય અવંચક લહીએ; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામે છે, શુદ્ધ રુચે પાળે, અતિચારણ ટાળે, ફળ પરિણામે જી. પા શુક્રૂષા.. વગેરે બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત યોગીઓ પ્રવૃત્તચક્યોગીઓ છે. અહિંસાદિ પાંચ પ્રકારના દરેક યમના ચાર ભેદમાંના પહેલા અને બીજા ભેદને તેઓ પામેલા છે અને ત્રીજા ચોથા ભેદને પ્રાપ્ત કરવાની તેઓને ઈચ્છા હોય છે. અહિંસાદિ યમના દરેકના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ-આ નામે ચાર ચાર ભેદ છે. શુદ્ધઉપાધિરહિત રુચિને ઈચ્છા કહેવાય છે. તે ઈચ્છાના વિષયના પાલનને પ્રવૃત્તિ કહેવાય છે. એ પાલન વખતે અતિચારના વર્જનને સ્થિરતા કહેવાય છે અને સ્થિરતાપૂર્વકની પ્રવૃત્તિના ફળસ્વરૂપ પરિણામને સિદ્ધિ કહેવાય છે-પાંચમી ગાથાનો આ અક્ષરાર્થ છે. શુશ્રુષા(સાંભળવાની ઈચ્છા); શ્રવણ(સાંભળવું); ગ્રહણ (સાંભળેલા શબ્દ અને સમજેલા અર્થને યાદ રાખવાનો પ્રયત્નો; ધારણા(શબ્દ અને અર્થની અવિસ્મૃતિ), વિજ્ઞાન(ગ્રહણ કરેલા શબ્દાર્થનો સંશય, વિપર્યય કે અસ્પષ્ટ બોધથી ભિન્ન બોધ); ઊહ (વિજ્ઞાતાર્થમાં પૂર્વાપરના અનુસંધાનથી વિચારણા); અપોહ(વિચારેલા એ અર્થમાં અનુપપત્તિનો પરિહાર) અને તત્ત્વાભિનિવેશ(વિચારેલા અર્થમાં “આ આમ જ છે' - આવો નિર્ણય) આ બુદ્ધિના આઠ ગુણો છે. અપ્રશસ્ત અર્થ-કામાદિના તે તે વિષયમાં આ આઠ ગુણોની પ્રતીતિ આપણને ઘણીવાર સ્પષ્ટપણે પ્રતીત થાય છે. શુશ્રુષાદિથી તત્ત્વાભિનિવેશ સુધીના જ્ઞાનના બધા જ અંશો ત્યાં સ્પષ્ટપણે અનુભવાય છે. યોગના વિષયમાં એ અંશો પ્રવૃત્તચક્યોગીઓ દ્વારા જ અનુભવાય છે. શુશ્રુષા જ્ઞાનપ્રાપ્તિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146